આક્રંદ એક અભિશાપ 12 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આક્રંદ એક અભિશાપ 12

"આક્રંદ:-એક અભિશાપ"

ભાગ:-12

જિન દ્વારા બનાવાયેલાં ટોઈલેટ સ્પેલની તપાસ માટે બધાં બેઝમેન્ટમાં જાય છે જ્યાં ફાતિમા પર ફિટર સ્પેલ કરવામાં આવી હોવાની જાણકારી મળે છે..એટલામાં રેશમા નાં અંદર રહેલો જિન ત્યાં આવી પહોંચે છે.. હસન પોતાની બુદ્ધિ થી એ જિન ને ખતમ કરી દે છે.રાતે હસન અને રેશમા હમબિસ્તર થવાનાં હોય છે ત્યાં હસન એમની ઉપર લવ સ્પેલ કરવામાં આવ્યો હોવાનું જાણી જાય છે..કાસમા પર રેશમા હુમલો કરે છે અને ક્યાંક નીકળી પડે છે..કાસમા ને હોસ્પિટલ લઈ જવાનું કહી હસન રેશમા ને શોધવા નીકળી પડે છે..હવે વાંચો આગળ ની કહાની.

હસન ફાતિમાનાં ઘરે થી પોતાની કાર ને પવન વેગે સોનગઢ ની બહાર જતાં રસ્તા પર ભગાવી મુકી.. કાર સીધી જઈને ઉભી રહી એ ખંડેર આગળ જ્યાં હસન નમાઝ કરવા માટે રોકાયો હતો..હસન ને વિશ્વાસ હતો કે રેશમા જરૂર અહીં આવી હોવી જોઈએ.

પોતાની કાર ને લોક કરી હસન દોડતો દોડતો ખંડેર નો આગળ નો દરવાજો ઓળંગી પાછળ નો દરવાજો પાર કરી પેલાં ખુલ્લાં ચોગાન માં આવી પહોંચ્યો જ્યાં પેલું evil tree આવેલું હતું.

હસને જોયું તો એ ખુલ્લાં ચોગાન નું વાતાવરણ અત્યારે બીજી જગ્યા કરતાં સાવ અલગ ભાસી રહ્યું હતું..એટલાં વિસ્તાર માં ઉપર કાળા વાદળો છવાઈ ગયાં હતાં જેમાંથી થોડી થોડી વારે વીજળી ચમકી રહી હતી.

વીજળી નાં પ્રકાશમાં હસને જોયું તો રેશમા અત્યારે નૂર જ્યાં ઉભી હતી ત્યાંજ evil tree નીચે..હાડકાં નાં બનેલાં વર્તુળ ની નીચે હાથ ફેલાવીને ઉભી હતી..રેશમા નું માથું એક તરફ ઝૂકી ગયું હતું અને બાહો પ્રસરાયેલી હતી..ક્રોસ પર જ્યારે ભગવાન ઈસુ ને જ્યારે લટકાવવામાં આવ્યાં હતાં ત્યારે એમની પ્રતિકૃતિ જેવી જ રેશમા ભાસી રહી હતી.

હસને એ સાથે એક બીજી વાત નોંધી કે ત્યાં ગતિમાન પવન હતો..જેની સાથે કોઈનાં રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો..આ રુદન ખરેખર વધુ તીવ્ર હતું..એટલે એને આક્રંદ પણ કહી શકાય.

હસન દોડતો દોડતો રેશમા ની સમીપ જવા માટે આગળ વધ્યો..પણ અચાનક બે સફેદ રંગ નાં સાપ ઉડીને એની ઉપર આવીને પડ્યાં.. હસન જાણતો હતો કે આ બંને સાપ એ કોઈ જિન છે. જિન ને સૌથી વધુ જો કોઈનું રૂપ ગમતું હોય તો એ સાપ કે અજગર નું હતું એ વાત થી હસન માહિતગાર હતો.

આવી કોઈ પરિસ્થિતિ નો સામનો કરવો પડશે એવી હસન ને ગણતરી પહેલેથી હતી એટલે જ એ અત્તર ની શીશી અને કોરલ સ્ટોન હંમેશા પોતાની પાસે જ રાખતો હતો..સૌપ્રથમ તો હસને બંને સાપ ને પકડીને દૂર ફેંકી દીધાં.. દૂર ફેંકતા ની સાથે બંને સાપ ઉશ્કેરાઈ ગયાં હતાં એવું હસન ને ખબર હતી.હસને તક નો લાભ લઈ અત્તર ને કોરલ સ્ટોન પર છાંટી ને કંઈક મંત્રોચ્ચાર કર્યો..અને કોરલ સ્ટોન ને પોતાનાં હાથમાં રાખી એ આગળ વધ્યો.

હસન નાં મંત્રો ની અસરથી સાપ રૂપે આવેલ જિન હસન ની તરફ આવી શકવામાં અસમર્થ હતાં.. હસન ફટાફટ રેશમા ની સમીપ પહોંચી ગયો અને રેશમા નો હાથ પકડી એને હાડકાં નાં બનેલાં વર્તુળમાંથી બહાર કાઢવાની કોશિશ કરી..પણ એને આ કામ માં સફળતા મળી નહીં.. હસને જોયું તો રેશમા નો ચહેરો અત્યારે સળગતો હોય એમ લાલ થઈ ગયો હતો.

રેશમા જ્યાં ઉભી હતી ત્યાં કોઈ સ્ત્રી નાં રડવાનો અવાજ પણ આવી રહ્યો હતો..હસન સમજી ગયો કે રેશમા અત્યારે જિન નાં કબજામાં હતી અને જિન અત્યારે એની જાન લેવાની લગભગ કોશિશ કરી રહ્યાં હતાં..પોતાની જોડે વધુ સમય નહોતો રેશમા ને બચાવવાનો એ વાત થી જ્ઞાત હસને તરત જ કોરલ સ્ટોન વડે રેશમા નાં પગ ની ફરતે એક વર્તુળ બનાવી દીધું..જોડે જોડે એ ખુદા નું નામ પણ દેતો હતો.

આ નાનકડાં વર્તુળે રેશમા પર હાવી થઈ ગયેલાં શૈતાની તરંગો ને અટકાવી દીધાં હતાં..હસને રેશમા ને પોતાનાં ખોળામાં લઈ લીધી અને રેશમા ને ઉઠાવી ફટાફટ પોતાની કાર તરફ આગળ વધ્યો.ખંડેર નાં દરવાજા જોડે પહોંચી હસને પોતાની ગરદન ગુમાવી ને જોયું તો evil tree ઉપરથી હજારો ની સંખ્યામાં સાપ નીચે જમીન પર પડીને એની પાછળ પાછળ આવી રહ્યાં હતાં.

હસન અત્યારે થૂંક ગળે ઉતારવાની સ્થિતિમાં નહોતો પણ એને હિંમતપૂર્વક પોતાની જાત ને સંભાળી અને કાર ની તરફ ભાગ્યો..હસને જલ્દી થી કાર નો મધ્ય દરવાજો ખોલી રેશમા ને સુવડાવી દીધી અને પોતે ડ્રાઈવર સીટમાં બેસીને એક્સીલેટર પર પગ મૂક્યો અને કાર ને રેશમા નાં ઘર તરફ ભગાવી મુકી..!!

***

રેશમા ને લઈને હસન ઘરે આવ્યો ત્યારે ખાલી ફાતિમા ઘરે હતી..આ બધી ધમાચકડીમાં સવાર થઈ ચૂકી હતી.ફાતિમા ની મદદ લઈને હસને રેશમા ને એનાં રૂમમાં જઈને સુવડાવી દીધી..રેશમા અત્યારે સંપૂર્ણપણે બેભાન હતી..પણ જ્યારે જ્યારે વચ્ચે એને થોડું પણ ભાન આવતું ત્યારે એ એક જ વસ્તુ ઉચ્ચારતી.. 7175.

ફાતિમા ને રેશમા નું ધ્યાન રાખવાનું કહી હસન પોતાનાં કમરામાં ગયો અને USA કોઈકને કોલ લગાવ્યો.

"હેલ્લો..mr ઈબ્રાહીમ કરીમ.હું ઇન્ડિયા થી હસન ઓમર વાત કરું છું.."સામેથી ફોન રિસીવ થતાં ની સાથે જ હસન બોલ્યો.

"હસન ઓમર..બોલો ભાઈજાન આજે કેમ કોલ કર્યો.."સામેથી ઈબ્રાહીમ કરીમ નો અવાજ આવ્યો..ઈબ્રાહીમ કરીમ ટેકસાસ યુનિવર્સિટીમાં હિસ્ટ્રી પ્રોફેસર હતાં.. આ સિવાય ગુપ્ત લિપી, કોડવર્ડ અને સંજ્ઞાઓ ઓળખવામાં એમને મહારથ હતી..આ સિવાય વિશ્વનાં અગોચર સ્થળો વિશે પણ એ સારી એવી માહિતી ધરાવતાં.

"ઈબ્રાહીમ ભાઈ..કોઈની જીંદગી અને મોત નો સવાલ છે.એમાં મારે તમારી મદદ ની જરૂર છે.."હસને અરજ નાં સ્વરમાં કહ્યું.

"કોઈની જીંદગી જો બચી જતી હોય તો હું મારી જીંદગી પણ દાવ પર મુકવા તૈયાર છું..ખુદા દ્વારા એ માટે નું આપણું સર્જન થયું છે હસન ભાઈ.."ખુબજ વિવેકસભર અવાજે ઈબ્રાહીમ કરીમે કહ્યુ.

"ભાઈજાન અત્યારે હું ઇન્ડિયામાં એક શ્રાપિત જગ્યા છે રહમત ગામ એની જોડે આવેલ અન્ય એક ગામમાં એક યુવતી ની સારવાર કરવા માટે આવ્યો હતો..આ દરમિયાન એક નંબર છે જેનું રહસ્ય હું ઉકેલી નથી શકતો.."હસને જણાવ્યું.

"રહમત ગામ વિશે તો મેં પણ સાંભળેલું છે..એ ગામ વર્ષો પહેલાં કોઈ અગમ્ય કારણોસર રાતોરાત ખાલી થઈ ગયું હતું..જે વિશે કોઈને કંઈપણ ખબર નથી.. તમે કયા નંબર ની વાત કરો છો..?"રહમત ગામ નું નામ સાંભળી ઈબ્રાહીમે પણ એ વિશે કહ્યું અને જોડે જોડે પેલાં નંબર વિશે હસન ને પૂછ્યું.

"એ નંબર છે.7175.."હસન બોલ્યો.

"સારું..હું આ નંબર વિશે જે કંઈપણ માહિતી મળશે એ વહેલીમાં વહેલી તકે તમને જણાવું.."ઈબ્રાહિમે કહ્યું.

"આપની ખૂબ ખૂબ મહેરબાની..આપનો ખુદા હાફિઝ હો.."આટલું કહી હસને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

રાતભર નાં ઉજાગરા ને લીધે હસન થોડો સમય આરામ મળી રહે એ ઉદ્દેશથી પથારીમાં આડો પડ્યો.. થોડીવારમાં જ એને ઊંઘ આવી ગઈ.

***

સાંજે છ વાગતાં ની આજુબાજુ હસન ની આંખ ખુલી..પોતે આટલો બધો સમય ઊંઘતો રહ્યો એ વાત નું એને આશ્ચર્ય થઈ રહ્યું હતું..રેશમા ની સ્થિતિ કેવી છે એ જોવાનાં ઉદ્દેશથી હસન પોતાનાં રૂમમાંથી બહાર નીકળી ને રેશમા નાં રૂમ ની તરફ આગળ વધ્યો.

હસન રેશમા નાં રૂમ નો દરવાજો ખોલવાનો જ હતો ત્યાં એનાં કાને કાર ની હોર્ન નો અવાજ સંભળાયો.જેનો મતલબ હતો કે નૂર કાસમા ને લઈને આવી પહોંચી હતી.

રેશમા ને મળવાનો વિચાર પડતો મૂકીને હસન કાસમા નાં ખબર અંતર પૂછવા આગળ વધ્યો...કાસમા અત્યારે ઘર નાં મુખ્ય હોલ માં બેઠી હતી..એનાં ચહેરા અને હાથ પર પાટા લગાવેલાં હતાં.

"નૂર ડોક્ટરે શું કહ્યું..કાસમા નાં ઘા વિશે..?"હસને નૂર ની તરફ જોઈને કહ્યું.

"અત્યારે તો એમનાં ઘા પર એન્ટીસેપ્ટિક લગાવી દીધાં છે અને ડોક્ટરે એમને ઈન્જેક્શન પણ આપી દીધું છે જેથી ઈન્ફેક્શન ના ફેલાય"નૂર બોલી.

"ક્યાં છે રેશમા..?"કાસમા એ હસન ની તરફ જોઈને પૂછ્યું.

"રેશમા ને હવે સારું છે..મને ખબર હતી કે રેશમા ત્યાં ખંડેર જોડે જ ગઈ હશે..એટલે હું પણ ત્યાં પહોંચી ગયો.."ત્યારબાદ જે કંઈપણ થયું એનો વૃતાંત હસને બધાં ને કહી સંભળાવ્યો.

"નહીં બચી શકે કોઈ..નહીં બચી શકે.."વિચિત્ર ઢબે કાસમા બોલી રહી હતી..એનાં ચહેરાનાં હાવભાવ બિહામણા લાગી રહ્યાં હતાં.

"આ વારંવાર તમે કોઈ નહીં બચે..કોઈ નહીં બચે..શું બોલી રહ્યાં છો.."નૂર ગુસ્સા સાથે કાસમા પર તાડુકી.

"હું ખોટું નથી બોલી રહી..એ જિન કોઈને નહીં છોડે..ભાગી જાઓ અહીંથી.."કાસમા એ કહ્યું.

"અમે ક્યાંય નથી જવાનાં ભલે જે થવું હોય એ થાય..પણ મને લાગે છે તમે એવું કંઈક જાણો છો જે અમને કોઈને પણ નથી ખબર.તમે જો એ રહસ્ય ઉજાગર કરશો તો એ વાત અમને રેશમા ને બચાવવામાં ઉપયોગી સાબિત થશે."હસને શાંતિ થી કહ્યું.

"તારે સાંભળવું જ છે કે હું આવું કેમ બોલી રહી છું..તો સાંભળ.."હસન ની તરફ જોઈને કાસમા બોલી.કાસમા કંઈક બોલવા જ જતી હતી પણ એ અટકી ગઈ.

હસન ને જોયું તો ફાતિમા ત્યાં આવી ચૂકી હતી..ફાતિમા નાં ડરથી જ શાયદ કાસમા અટકી ગઈ હતી એવું હસન ને લાગ્યું.

"મહેરબાની કરીને તમે બધાં બહાર નીકળી જાઓ..હું એકલો જ કાસમા જોડે વાત કરીશ.."ફાતિમા ને એકલી ને બહાર જવાનું કહી હસન એને ખોટું લગાડવા નહોતો માંગતો એટલે એને બધાં ને બહાર જવા માટે કહ્યું.

"આ બચ્ચી ને અહીં રાખ..હું જે કહીશ એ ક્યાંક એની સાથે પણ જોડાયેલું છે.."નૂર ને બહાર જતી અટકાવી કાસમા બોલી.

હસને આંખો નાં ઈશારાથી જ નૂર ને ત્યાં રોકાઈ જવા કહ્યું..નતાશા અને ફાતિમા નાં બહાર જતાં ની સાથે જ હસને દરવાજો અંદરથી બંધ કરી દીધો અને આવીને કાસમા જોડે બેસી ગયો..અને કાસમા ને કહ્યું.

"હવે તમે બેફિકર થઈને તમારે જે કહેવું હોય એ કહી શકો છો.."

હસન ની વાત સાંભળી કાસમા એ પુનઃ બોલવાનું શરૂ કર્યું.

"જ્યારે નૂર કે રેશમા નો જન્મ પણ નહોતો થયો ત્યારની આ વાત છે..નૂર નાં અબ્બુ અહમદ મલિક અને રેશમા નાં અબ્બુ બિલાલ અહેમદ આમતો સાળો-બનેવી હતાં પણ બંને વચ્ચે મિત્રતા પણ એટલી જ ગાઢ હતી..બંને ખૂબ મજૂરી કરતાં પણ એમની આર્થિક સ્થિતિ માં કોઈ સુધારો આવ્યો નહોતો."

"અચાનક થોડાંક સમયમાં બંને અમીર થઈ ગયાં.. એમની જાહોજલાલી આંખે ઉડીને વળગે એવી થઈ ગઈ..અહમદ મલિક તો પોતાની પત્ની જુનેદા ને લઈને પરદેશ ચાલ્યો ગયો અને બિલાલ અહેમદ અહીં રહીને મોજમજા માં જીંદગી પસાર કરવા લાગ્યો.."

"ખબર નહીં એ વખતે એવું તે શું બન્યું કે આખું રહમત ગામ ખાલી થવા લાગ્યું..લોકો એક પછી એક મોત ને ભેટવા લાગ્યાં. બિલાલ અહેમદ પોતાની ગર્ભવતી પત્ની સાથે અહીં સોનગઢ આવી ગયો અને અહીં જ આ આલીશાન બંગલો બનાવી રહેવાનું શરૂ કર્યું.. મને યાદ છે એ રાત જ્યારે બિલાલ હાંફતો હાંફતો ઘરે આવ્યો.."

"એ વખતે રેશમા ફક્ત એક દિવસ ની હતી.. હું પણ ફાતિમા ની દેખરેખ માટે સોનગઢ આવી હતી..બિલાલ આવીને સીધો નીચે ફસડાઈ પડ્યો..ફાતિમા ની હાલત હજુ ઠીક નહોતી એટલે હું બિલાલ માટે પાણી લાવવા રસોડામાં ગઈ..પાણી લઈને આવી ત્યાં જોયું બિલાલ આ દુનિયા છોડી ચુક્યો હતો..એનું શરીર ફિક્કું પડી ગયું હતું અને મોંઢામાંથી કાળું ફીણ નીકળી રહ્યું હતું.. કોઈ શૈતાની તાકાતો એ બિલાલ ની આ દશા કરી હતી એ હું સમજી ગઈ હતી. આમ પણ તમે કંઈક ખોટું કરો તો એની સજા પણ આવી જ હોય.."આટલું કહી કાસમા એ પોતાની વાત પૂર્ણ કરી.

"તમે આ રીતે મારાં અબ્બુ અને મામા પર આવો ગલત આરોપ ના લગાવી શકો.."કાસમા ની વાત સાંભળી આવેશમાં આવી નૂર બોલી.

"હું ખોટું નથી બોલી રહી..જો હું ખોટું બોલી રહી હોવ તો તું જ વિચાર કે તારાં અબ્બુ અને મામા રાતોરાત કઈ રીતે કરોડો ની સંપત્તિ નાં આસામી બની ગયાં હતાં..?"કાસમા એ નૂર ની તરફ જોઈ કરડી આંખે સવાલ કર્યો.

કાસમા નાં સવાલ નો નૂર જોડે કોઈ જવાબ નહોતો..નૂર ને ચૂપ જોઈ કાસમા બોલી.

"તમારાં દરેક સવાલો નાં જવાબ તમને એક વ્યક્તિ આપી શકે છે.."

"કોણ છે એ વ્યક્તિ મારે જાણવું છે કે અબ્બુ અને મામા કઈ રીતે રાતોરાત અમીર બન્યાં હતાં..?"નૂર ઉતાવળાં અવાજે બોલી.

"હા,તમે જણાવો કે આ બધાં સવાલો અને રેશમા ની સાથે જોડાયેલ જિન નું રહસ્ય ઉકેલવા મારે કોની મદદ લેવી પડશે..?"હસને નૂર થી વિપરીત શાંતિ પૂર્વક કહ્યું.

"તું અલ્લાહ નો નેક બંદો છે..તારી હિફાઝત હંમેશા પરવરદિગાર કરશે.."હસન નાં માથે હાથ મૂકીને કાસમા બોલી.

"શુક્રિયા..પણ આપ મને એ વ્યક્તિ નું નામ જણાવવાની મહેરબાની કરશો જે અમને આગળ નો માર્ગ ચીંધી શકે..?"હસને ફરીવાર કાસમા ને એજ સવાલ પુનઃ પૂછ્યો.

"ઈલિયાસ મોમીન..."કાસમા એ હસન નાં ચહેરા નજીક પોતાનો ચહેરો લાવીને એનાં કાનમાં કહ્યું.

"ઈલિયાસ મોમીન.."હસન અને નૂર એકસાથે આશ્ચર્યસભર સ્વરે બોલી ઉઠયાં..!!

***

વધુ આવતાં અંકે.

ઈલિયાસ મોમીન કોણ હતો..?? અહમદ મલિક અને બિલાલ અહમદે ભૂતકાળમાં એવું શું કર્યું હતું જેથી રાતોરાત એ અમીર થઈ ગયાં હતાં.મ?? રહમત ગામ નું અચાનક વિરાન થઈ જવાનું કારણ સાચેમાં જિન હતાં..?? 7175 નંબર નું રહસ્ય શું હતું..?? આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ: એક શૈતાન

ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:- the mystry

અધૂરી મુલાકાત

~જતીન. આર. પટેલ (શિવાય)