આક્રંદ એક અભિશાપ 9 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

આક્રંદ એક અભિશાપ 9

"આક્રંદ:-એક અભિશાપ"

ભાગ:-9

ફાતિમા અને રેશમા દ્વારા સોનગઢ માં એમનું ઉમળકાભેર સ્વાગત થાય છે. રેશમા નાં સુહાગરાત ની વીડિયો જોઈને હસન એ તથ્ય પર આવે છે કે રેશમા કોઈ જિન નાં કબજામાં છે. પોતાનાં ખિસ્સામાં રહેલ કોરલ સ્ટોન ની અંદર ધ્રુજારી નું કારણ હસન શોધી કાઢે છે.. ત્યારબાદ હસન રેશમા સાથે થોડી વાતો કરે છે જેનાં પરથી એ સમજી જાય છે કે રેશમા પૂર્ણપણે જિન નાં કબજામાં હતી અને એને બચાવવા તે exorcism વિધિ કરવાનું નક્કી કરે છે. હવે વાંચો આગળ ની કહાની.

રાતે હસન રેશમા પર exorcism વિધિ કરવાની વાત ફાતિમા બેગમ ને જણાવે છે એટલે એ વાત ફાતિમા બેગમ જઈને રેશમા ને કરે છે..રેશમા પણ પોતાની ઉપર આ વિધિ કરવા માટેની પરવાનગી આપી દે છે..રાત્રી ભોજન બતાવ્યાં બાદ હસન આ વિધિ માટે ની તૈયારી કરી ચુક્યો હોય છે.

રાતે નિયત સમયે હસન રેશમા પર ઝાડફૂંક વિધિ કરવા માટે નું જણાવે છે..આ માટે એ રેશમાનાં રૂમમાં પોતે એકલો જશે એવું ફાતિમા ને જણાવે છે..પણ નૂર પોતે એની જોડે આવશે એ વાત નું રટણ ચાલુ રાખે છે એટલે હસન એને આ વખતે પણ પોતાની સાથે રેશમા નાં રૂમમાં લઈ જવા સહમત થઈ જાય છે..અને નતાશા ગુસ્સામાં આ બધું જોઈને કંઈક વિચારી રહી હોય છે.

હસન જઈને રેશમા ની નજીક બેડમાં જ સ્થાન ગ્રહણ કરે છે..અત્યારે રેશમા નાં હાવભાવ પરથી એટલું તો હસન સાફ-સાફ સમજી ગયો હતો કે નક્કી રેશમા ની અંદર અત્યારે જિન મોજુદ છ..હસન રેશમા ની તરફ જોઈને એનાં માથે હાથ મૂકી કંઈક મંત્રોચ્ચાર કરે છે જેનાંથી રેશમા નાં હાવભાવ પરિવર્તિત થઈ જાય છે..જિન તો એની અંદર જ હોય છે પણ હસન પોતાની શક્તિ થી જિન ને થોડો સમય શાંત કરી દે છે જેથી એની ઝાડફૂંક વિધિ વખતે જિન બાધારૂપ ના બને.

હસન રેશમા પર એજ exorcism વિધિ કરવાનો હોય છે જે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સેમિનાર વખતે નૂરે જોઈ હતી..આ exorcism વિધિને ઝાડફૂંક કરતાં ઓઝા "the god's cution" એટલે કે ખુદા ની ચાદર કહેતાં. ઝાડફૂંક ની આ એક બેઝિક વિધિ હતી જે સૌથી વધુ ઉપયોગમાં આવતી હતી exorcism વખતે અને એટલી જ કારગર હતી.

હસને પોતાનાં ખિસ્સામાંથી અત્તર ની શીશી કાઢી અને એ અત્તર રેશમા નાં હાથ ની હથેળીમાં લગાવી દીધું.. હસને આ દરમિયાન એક વાત નોંધી કે રેશમા ની હથેળીમાં પણ એક આંખ નું નિશાન મહેંદી મૂકી બનાવવામાં આવ્યું હતું.

રેશમા માં હાથમાં અત્તર લગાવ્યા બાદ હસન ખુદાની ઈબાદત માં કંઈક બોલ્યો અને પછી રેશમા ને પોતાનાં હાથની હથેળી સૂંઘવા કહ્યું..રેશમા એ જેવી પોતાનાં હાથની હથેળી સુંધી એ અત્તર ની ખુશ્બુ પોતાનાં નાક વાતે મગજ સુધી પહોંચાડી એવોજ રૂમમાં જાણે ભૂકંપ આવ્યો હોય એવું વાતાવરણ સર્જાયું.

હસન અને રેશમા જ્યાં બેઠાં હતાં એ બેડ પણ હાલકડોલક થવાં લાગ્યો.. નૂર તો એ બેઠી હતી એ ખુરશીમાંથી નીચે પડતાં માંડ બચી હતી.. હસને નૂર ની તરફ જોયું અને કહ્યું.

"જલ્દી પેલો કાળો ધાબળો લાવ..અને લાઈટ બંધ કરી દે.."

હસન ની વાત સાંભળી નૂર પોતાની જાત પર કાબુ મેળવી ફટાફટ ઉભી થઈ અને કાળો ધાબળો લઈને હસન નાં હાથમાં રાખ્યો..આ દરમિયાન હસને પણ પોતાનાં જમણાં હાથમાં અત્તર લગાવી દીધું.. નૂર દ્વારા લાઈટ બંધ કરતાં ની સાથે જ હસને એ કાળો ધાબળો રેશમા ને ઓઢાળી દીધો.. આમ કરતાં ની સાથે અચાનક રૂમમાં પહેલાં જેવી પૂર્વવત શાંતિ ફરી વળી.

ત્યારબાદ હસને પોતાનો એક હાથ ધાબળા ની અંદર નાંખ્યો..અને રેશમા ની અંદર મોજુદ જિન ને રેશમા નું શરીર મૂકીને ચાલી જવા માટે નો આદેશ આપ્યો. નૂર એક દમ આછા પ્રકાશમાં આ બધું જોઈ રહી હતી..નૂર ને વિશ્વાસ હતો કે એને જોયેલાં વીડિયો ની માફક હસન પણ રેશમા ની અંદર રહેલી શૈતાની તાકાત ને બહાર નીકાળી દેશે..પણ ત્યાં એનાંથી ઊલટું જ દ્રશ્ય સર્જાયું.

હસન નાં અંદર હાથ નાંખતાની સાથે હસન ને પારાવાર પીડા ની અનુભૂતિ થવા લાગી..એનો હાથ જાણે કોઈ આગ ની ભઠ્ઠીમાં શેકાતો હોય એવું દર્દ એને થઈ રહ્યું હતું..આ દર્દ એટલું અસહ્ય બની ગયું કે હસને નાછૂટકે પોતાનો હાથ ધાબળાની અંદરથી બહાર કાઢી નાંખ્યો.. હસન ની પીડા જોઈને નૂરે તાત્કાલિક રૂમની લાઈટ ઓન કરી દીધી.

હસન દ્વારા પોતાનો હાથ બહાર કાઢતાં ની સાથે નૂર હસન ની સમીપ આવી અને હસન નાં હાથ ની હથેળી તરફ જોયું..હસન અને નૂરે જોયું તો હસન નાં હાથમાં લોહી વડે એક શબ્દ લખેલો હતો..'આઈના..'આ શબ્દ વાંચતાં ની સાથે જ હસને રેશમા ની ઉપરથી કાળો ધાબળો દૂર કરી દીધો.. રેશમા ની આંખો અત્યારે અર્ધખુલ્લી હતી અને અત્યારે ધીરા અવાજે એ બબડી રહી હતી.. '7175'.

હસન ફટાફટ રેશમા નાં માથે હાથ મૂકી કંઈક બોલ્યો જેનાંથી રેશમા સુઈ ગઈ..રેશમા ને બેડમાં સરખી રીતે સુવાડી હસન નૂર નો હાથ પકડીને એને બહાર લઈ આવ્યો. ફાતિમા અને નતાશા એ પણ રેશમા નાં રૂમની અંદરથી આવતાં ચિત્ર-વિચિત્ર અવાજો સાંભળ્યા હતાં એટલે એ લોકો પણ ચિંતા માં હતાં કે આખરે અંદર આઆખરે થઈ શું રહ્યું હતું..?

હસન બહાર આવીને કંઈપણ બોલ્યાં વગર સીધો પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો..હસન અને નૂર નાં ચહેરા પરથી ફાતિમા સમજી ગઈ હતી કે exorcism વિધિ નાકામયાબ રહી હતી.

હસન દ્વારા એ વિધિ નિષ્ફળ જવાનું કારણ આપ્યાં વગર પોતાનાં રૂમમાં જતું રહેવું ત્યાં હાજર કોઈને પણ ગમ્યું નહોતું.. પણ સૌથી વધુ આ વાતથી ગુસ્સે ભરાઈ હતી નૂર.

નૂર ને પહેલાં આવી જિન કે તંત્ર મંત્ર ની બાબતો પર વિશ્વાસ નહોતો..એ તો કોલેજમાં જોયેલાં હસનનાં વીડિયો ને પણ ખોટો જ માનતી હતી..પણ એને ધીરે-ધીરે હસન ની વાતો પર વિશ્વાસ આવવા લાગ્યો હતો..પણ આજે એને જે કંઈપણ સગી આંખે નિહાળ્યું એ જોઈ હસનની ઝાડફૂંક વિધિ પર નો પોતાનો સંદેહ સાચો પડતો જણાયો.

નૂર જોડે ઘણાં સવાલો હતાં જે હસન ને અત્યારે પૂછવા જરૂરી હતાં એટલે એ પણ ફટાફટ હસન નાં રૂમ તરફ આગળ વધી.

***

નૂરે જોયું તો હસન પોતાનાં રૂમમાં બેઠો બેઠો અત્યારે કોઈ દળદાર પુસ્તકનાં પાનાં ઉથલાવી રહ્યો હતો..નૂર અત્યારે થોડી ગુસ્સામાં હતી..એને આવતાં ની સાથે હસન પર ચિલ્લાઈને કહ્યું.

"હસન ઓમર..દુનિયા માં જેમની ગણના એક ફેમસ ઝાડફૂંક વિધિ કરતાં તજજ્ઞ તરીકે થાય છે એની આવી હાલત કે એ પોતાની નિષ્ફળતાનું કારણ આપ્યાં વીના પોતાનાં રૂમમાં આવીને ભરાઈ ગયો.."

નૂર ની વાત સાંભળ્યા બાદ પણ હસન નાં હાવભાવ પર ખાસ કોઈ ફરક પડ્યો નહીં.. કોઈ સાધુ ની માફક એનો ચહેરો પર અત્યારે શાંત હતો..હા જરૂર એનાં મગજમાં અત્યારે સેંકડો વિચારો ચાલી રહ્યાં હતાં પણ એ પોતાનાં હાવભાવ થી કળવા ના દીધું.

નૂર ની તરફ જોઈને હસન બોલ્યો..

"હું મારાં હાથ પર લખેલાં શબ્દનો અર્થ સમજવા માટે આવ્યો હતો..અને હું નિષ્ફળ કેમ ગયો મારી ઝાડફૂંક વિધિમાં એનું કારણ પણ હું આવીને જણાવવાનો હતો પણ તારામાં એટલી ધીરજ નથી.."

હસન ની વાત સાંભળી નૂર ને પોતાનાં હસન પર ચિલ્લવાની વાત નો વસવસો થયો અને એને હસન ની માફી માંગતા કહ્યું.

"Sorry.. પણ મને તારી ઉપર જરૂર કરતાં વધારે પડતો વિશ્વાસ આવી ગયો હતો એટલે શાયદ હું તારું એમ નિષ્ફળ જવું પચાવી ના શકી અને વગર વિચારે અહીં આવી ગઈ.."

"વાંધો નહીં... પણ જો રેશમા ને બચાવવી હોય તો મારી ઉપર અને ખુદા ની ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે.."હસન નો સપાટ અવાજ નૂર નાં કાને અફડાયો.

"હા હવે ધ્યાન રાખીશ..પણ તારાં હાથ પર જિન દ્વારા લખવામાં આવેલ 'આઈના' શબ્દ નો અર્થ અને એ પાછળનું મર્મ શું હતો એ વિશે કંઈ ખબર પડી કે નહીં..?"નૂરે મૃદુ સ્વરે પૂછ્યું.

"નૂર મેં આ વર્ષો જુનું પુસ્તક વાંચેલું હતું જેમાં આ શબ્દ મેં વાંચ્યો હોવાનું યાદ આવતાં હું અહીં મારાં રૂમમાં આવીને એ વિશે વાંચતો હતો ત્યાં મારી નજરે આ શબ્દ અને એની સાથે સંકળાયેલ રહસ્ય નજરે પડ્યું.."હસન ઓમરે નૂર નાં સવાલનાં જવાબમાં કહ્યું.

આ દરમિયાન ફાતિમા અને નતાશા પણ હસનનાં રૂમમાં પ્રવેશ કરી ચૂક્યાં હતાં.. હસન દ્વારા આઈના શબ્દ જોડે સંકળાયેલ શબ્દ નું રહસ્ય જાણવા આતુર બનેલાં ફાતિમા બેગમે પૂછ્યું.

"આઈના એટલે તો મિરર થાય..તો એની જોડે જોડાયેલ રહસ્ય..?"

ફાતિમા બેગમ ની વાત સાંભળી હસન બોલ્યો.

"સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે રેશમા ની અંદર જે જિન છે એ કોઈ સામાન્ય જિન નથી પણ કોઈ શક્તિશાળી જિન છે..જે આસાનીથી રેશમાનું શરીર નહીં છોડે..એ કોણ છે એની જાણકારી મેળવવા એને મારાં હાથ પર લખેલો શબ્દ જ કામ આવશે.."

"આઈના..એટલે કે મિરર..કહેવાય છે કે જિન મિરર ની દુનિયામાં રહે છે..મતલબ કે એ નરી આંખે ભલે દ્રશ્યમાન ના હોય પણ એ મિરર દ્વારા પોતાની હાજરી દર્શાવતાં રહે છે..હું કાલે એક વિધિ કરીશ જેનાંથી હું રેશમા ની અંદર રહેલાં જિન વિશેની માહિતી મેળવી શકીશ.."

"કઈ વિધિ ની વાત કરે છે તું..?"નૂરે હસન ની વાત પૂર્ણ થતાં જ પૂછી લીધું.

"એ વિધિને 'mirror and candle' વિધિ કહે છે..એ વિધિ માટે મારે એક બંધ રૂમ જોઈશે..જોડે બે મોટાં મિરર અને દસેક મીણબત્તી ની જરૂર પડશે.."હસન બોલ્યો.

"સારું તમારી વિધિ માટે બધી આવશ્યક સગવડ તમને મળી જશે...પણ મારી દીકરીને કંઈપણ કરીને બચાવી લો.."ફાતિમા એ જણાવ્યું..ફાતિમા નાં અવાજમાં પોતાની દીકરી ની હાલત નું દુઃખ સ્પષ્ટ જણાતું હતું.

ફાતિમા ની વાત સાંભળી હસને એમની તરફ જોઈને કહ્યું.

"તમે ચિંતા ના કરશો..હું મારાં થી બનતાં પ્રયાસ કરીશ..એ જિન ને રેશમા નું શરીર મૂકવું જ પડશે.."

હસન ની વાત સાંભળી નૂર અને ફાતિમા ને થોડી હૈયાધારણા બંધાઈ અને એ લોકો પોતાનાં રૂમ તરફ પ્રયાણ કરે છે..હસન ખુદા ની ઈબાદત કરી પોતાનાં રૂમમાં જ સુઈ જાય છે..!!

***

રાતે બધાં ઘસઘસાટ પોતપોતાનાં ઓરડામાં સૂતાં હતાં.. નૂર અને નતાશા પણ પોતાનાં રૂમમાં આરામ ફરમાવી રહ્યાં હતાં.નૂર તો ગાઢ ઊંઘમાં હતી પણ નતાશાની આંખોમાંથી ઊંઘ જોજનો દૂર હતી.

રાતનાં લગભગ બે વાગે નતાશા ઉભી થઈ અને એને નિંદ્રા માં બિરાજમાન નૂર ની તરફ જોયું અને પછી પોતે ઉભી થઈને ધીરેથી ચાલીને પોતાનાં રૂમથી એટેચ બાથરૂમમાં પ્રવેશી.

નતાશા એ બાથરૂમમાં જઈને એક કાગળ પર કંઈક લખ્યું અને એની અંદર બે વાળ નાં ટુકડા મૂકી એ કાગળ ને આવીને પોતાનાં રૂમની અલમારી ની અંદર છુપાવી દીધો..આટલું કર્યા બાદ નતાશા નાં ચહેરા પર લુચ્ચાઈભર્યું સ્મિત ફરી વળ્યું હતું.

"હવે હું જોવું છું કે હસન સર અને મને એક થતાં કોણ રોકે છે..?" મનોમન આટલું બોલી નતાશા પોતાનાં બેડ પર આવીને શાંતિથી સુઈ ગઈ જાણે કંઈ બન્યું જ ના હોય..!!

***

સવાર થતાં ની સાથે હસન ઓમર પોતાનો નિત્યક્રમ પતાવી ફાતિમા ને મળ્યો અને એ સવારે જ mirror and candle વિધિ કરવા માંગે છે એવું જણાવ્યું..ફાતિમા એ તાત્કાલિક ગ્રાઉન્ડ ફ્લોર પર જ એક રૂમમાં હસન ની વિધિ માટે ની જરૂરી બધી તૈયારી કરી દીધી હતી.. રૂમની બારી પર પદડાં લગાવી દેવામાં આવ્યાં અને રૂમની મધ્યમાં બે મોટાં મિરર ગોઠવી દેવામાં આવ્યાં.

આ વખતે નૂર અને નતાશા બંને હસન ની સાથે એ વિધિ વખતે હાજર રહેવાના હતાં.. નતાશા નાં જોડે આવવાની વાત નો હસન ઓમરે વિરોધ ના કર્યો એ વાતથી નતાશા મનોમન ખુશ હતી.

હસને રૂમમાં જઈને બે મિરર ની સામે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને મીણબત્તીઓ સળગાવી મિરર ની ફરતે ગોઠવી દીધી..ત્યારબાદ હસને પોતાની આંખો બંધ કરી કુરાન ની આયાતો બોલવાનું શરૂ કર્યું.

થોડીવારમાં રૂમની અંદર તેજ ગતિમાં પવન આવવાનો શરૂ થઈ ગયો..નૂર અને નતાશા નું ધ્યાન અત્યારે હસન ની તરફ કેન્દ્રિત હતું.

"તારું નામ હું નથી જાણતો..પણ તું જે કોઈપણ હોય મને ખબર છે રેશમા ની અંદર અત્યારે તું પોતાનું સ્થાન જમાવીને બેઠો છે.ખુદા નાં નામે હું તને આદેશ આપું છું કે એ માસુમ છોકરીનો જીવ લેવાનો તારો નાપાક મનસૂબો પૂરો નહીં થાય..તારી ખેરીયત ઈચ્છતો હોય તો રેશમા નું શરીર મૂકીને ચાલ્યો જા"હસન જોરજોરથી મોટા સાદે બોલતો હતો.

હસને પોતાની વાત ને ત્રણ-ચાર વખત પુનરાવર્તિત કરી.હસન નાં આવું બોલવાનાં લીધે રૂમની અંદર જાણે વંટોળ આવ્યું હોય એમ પવન ફૂંકાવા લાગ્યો પણ નૂર અને નતાશા નાં આશ્ચર્ય વચ્ચે મિરર ની ફરતે ગોઠવેલી મીણબત્તીઓ હજુ પણ સળગી રહી હતી.

"હું કોઈ ખુદા ને માનતો નથી..તો તે કઈ રીતે માની લીધું કે હું તારાં જેવાં આદમજાત ની વાત માનીશ.."અચાનક એક અટ્ટહાસ્ય સાથે રહસ્યમયી અવાજ રૂમની અંદર સંભળાયો.એ અવાજ રેશમા ની અંદર મોજુદ જિન નો જ હતો એ બધાં સમજી ગયાં હતાં.

"તું આખરે કરવા શું માંગે છે..તારી મનસા શું છે..?"હસને પોતાનો ચહેરો નૂર અને નતાશા તરફ ફેરવીને કહ્યું..નૂર અને નતાશા ની પાછળ અત્યારે એ જિન મોજુદ હતો એ હસન ને મિરર દ્વારા દેખાઈ ગયું હતું.નતાશા અને નૂર પણ જિન પોતાની પાછળ હાજર છે એ વાત હસન નાં હાવભાવ પરથી સમજી ગયાં હોવાથી ડર નાં લીધે ધ્રુજી રહ્યાં હતાં.

હસન ની વાત નો એ જિન દ્વારા કોઈ જવાબ આપવામાં ના આવ્યો..પણ અચાનક હસન નાં એવું પૂછતાં ની સાથે રૂમ ની અંદર પવન ની ગતિ વધુ તીવ્ર થઈ ગઈ અને મીણબત્તીઓ ઓલવાઈ ગઈ..એ સાથે જ બંને મિરર ધડાકાભેર તૂટી ગયાં.

ત્યારબાદ રૂમનાં એક ખૂણામાં ધુમાડો ઉત્તપન્ન થયો અને ત્યાં ફર્શ પર કંઈક ચિહ્ન ઉભરાઈ આવ્યું.

હસન,નૂર અને નતાશા ત્રણેય એ ચિહ્ન ને ધ્યાનથી જોવા એ તરફ આગળ વધ્યા.નૂર અને નતાશા એ એ પ્રકારનું ચિહ્ન પ્રથમ વખત જ જોયું હતું..પણ એ ચિહ્ન જોતાં જ હસનનાં દ્વારા આશ્ચર્ય સાથે બોલાઈ ગયું.

"ટોઈલેટ સ્પેલ.."

***

વધુ આવતાં અંકે.

ટોઈલેટ સ્પેલ નો અર્થ શું થતો હતો?? નતાશા એ કાગળ પર શું લખ્યું હતું.?? રહમત ગામ નું અચાનક વિરાન થઈ જવાનું કારણ સાચેમાં જિન હતાં..?? નૂરે જોયેલાં એ બકરવાલ ની હકીકત શું હતી...?? 7175 નંબર નું રહસ્ય શું હતું..?? આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં.

આ નોવેલ નો વિષય ખૂબ અલગ છે.. પણ સાથે સાથે એટલાં બધાં રહસ્યો અને અજાણી વાતો થી ભરેલો છે કે દરેક ભાગ તમને આવનારાં ભાગની પ્રતીક્ષા કરવા મજબૂર કરી મુકશે.. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

બેકફૂટ પંચ

ડેવિલ: એક શૈતાન

ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:- the mystry

અધૂરી મુલાકાત

~જતીન. આર. પટેલ (શિવાય)