Karm no siddhant books and stories free download online pdf in Gujarati

કર્મ નો સિદ્ધાંત

કર્મે જ અધિકારી તું , કયારે ફળનો નહીં ,
મા હો કર્મફલે દ્રષ્ટિ,મા હો રાગ અકર્મમાં.

ગીતા - સંદેશ 
કર્યા વગર કંઈ મળતું નથી 
મફતનું લઈશ નહિ
કરેલું ફોગટ જતું નથી ,
નિરાશ થઈશ નહિ
કામ કરવાની શક્તિ તારામાં છે ,
લઘુગ્રંથી બાંધીશ નહિ
કામ કરતો જા, હાંક મારતો જા,
વિશ્વાસ ગુમાવીશ નહિ
મદદ તૈયાર છે .

મુલ્ય:- વાંચો અને વંચાવો 

અનુક્રમણિકા
1. ગહના કર્મણો ગતિ :
2. કર્મ નો અટલ સિદ્ધાંત 
3. કર્મ એટલે શું ?
4. ક્રિયમાણ કર્મ 
5. સંચિત કર્મ 
6. પ્રારબ્ધ કર્મ
7. કરેલાં કર્મો ભોગવવાં જ પડે 
8. ધરમીને ઘેર ધાડ અને અધર્મીને
    ઘેર વિવાહ
9. કર્મ ફળ આપીને જ શાંત થાય 
10. ક્રિયમાણ કર્મ કરવાની પદ્ધતિ
11. પ્રારબ્ધ માં હોય તેટલુ જ મળે
12. તો પછી માણસે પુરુષાર્થ ન કરવો ?
13. પ્રારબ્ધ ક્યાં લડાવવું ? પુરુષાર્થ 
        ક્યાં કરવો ?
14. પ્રારબ્ધ અને પુરુષાર્થ એકબીજાનાં
       વિરોધી નથી પણ પૂરક છે .
15. કર્મ કરવામાં સ્વતંત્ર , ફળ ભોગવ-
        - વામાં પરતંત્ર 
16. ફળ ભોગવવા દેહ ધારણ કરવો જ             પડે કર્મ માં બાદબાકી નથી .
17. તો પછી મોક્ષ ક્યારે ?
18. પરંતુ કોઈ કર્મ જ ના કરીએ તો ?
19. ક્યાં ક્રિયમાણ કર્મો સંચિતમાં જમા 
       થતાં નથી .
20. અબૂધ અને અભાન દશામાં કરેલા 
         કર્મો
21. મનુષ્યેત્તર યોનિમાં કરેલાં કર્મ
22. કર્તાપણાના અભિમાન સિવાય કરેલાં
       કર્મો
23. સમષ્ટિના કલ્યાણ માટે કરેલાં કર્મો
24. નિષ્કામ કર્મ
25. પ્રારબ્ધ તો ભોગવ્યે જ છૂટકો
         સ્વેચ્છાકૃત -- ફળભોગ
         પરેચ્છાકૃત -- ફળભોગ
         અનિચ્છાકૃત -- ફળભોગ
         બુદ્ધિ : કર્માનુસારિણિ
          કર્મ બુદ્ધયાનુસારિંણમ્
26. ગ્રહો - નક્ષત્રો પ્રારબ્ધ ભોગવવામાં શું
       મદદ કરે ?
27. નામ સ્મરણ - રામનામનો જપ પ્રારબ્ધ
         ભોગવવામાં શું મદદ કરે ?
28. ભગવાન પ્રારબ્ધ ભોગવવામાં શું
         મદદ કરે ?
29. ભગવાન પાસે આપણે શું માંગીએ 
         છીએ ?
30. સંચિત કર્મ માંથી કેવી રીતે છૂટવું ?
31. જ્ઞાનાગ્નિ કેવી રીતે પ્રગટ થાય ?
32. જ્ઞાન કેમ થતું નથી ?
      તમે કોઈ દિવસ જ્ઞાન લેવા ગયા છો ?
      મોક્ષ માર્ગ માં જતાં કોણ રોકે છે ?
33. કર્મયોગ -- જ્ઞાનયોગ -- ભક્તિયોગ
34. ભક્ત અને જ્ઞાની
35. ત્રણેય માર્ગ ઊપર ચાલનાર જીવનો 
        ભગવાન સાથેનો વ્યવહાર અલગ 
        અલગ હોય છે .

શ્રી હિરાભાઈ ઠક્કરે " Theory of Karma " " કર્મ નો સિદ્ધાંત " એ વિષય ઉપર આપેલા પ્રવચનો નો

                      ટૂંકસાર

( 1 ) ગહના કર્મણો ગતિ :  ।
         
                         ભગવાન શ્રીકૃષ્ણે સ્વમુખે ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ ગહન છે .
શ્રીકૃષ્ણના મિત્ર સુદામાજી કર્મની ગહનતા 
ગાતાં કહે છે કે : ---

          ગહન દીસે છે કર્મની ગતિ ,
                            એક ગુરૂના વિદ્યાર્થી ,
          તે થઈ બેઠો પૃથ્વીપતિ ,
                    મારા ઘરમાં ખાવા રજ નથી !
           રમાડતો ગોકુળ માંકડા ,
                        ગુરૂને ઘેર લાવતો લાકડાં ,
           તે આજ બેઠો સિંહાસન ચઠી ,
                           મારે તુંબડી ને લાકડી !         કર્મની ગતિ અટપટી છે કારણ કે જીવન
અટપટું છે . એક માણસ દુ:ખી કેમ અને બીજો સુખી કેમ ? વધારે આશ્ચર્ય તો એ
દેખાય છે કે હરામખોરો , લુચ્ચાઓ , કાળા
બજારિયાઓ , લાંચ લેનારાઓ સુખી દેખાય છે . તેમની પાસે બંગલા , મોટરો ,
પંખા , રેડિયો લાખો રૂપિયા છે . જ્યારે 
ન્યાય નીતિ ધર્મથી પવિત્ર જીવન જીવનારા
લોકો દુ:ખી દેખાય છે . તેનું શું કારણ ? આવું જ્યારે જગતમાં પ્રત્યક્ષ દેખાય છે 
ત્યારે આપણી ઈશ્વરમાંથી શ્રધ્ઘા ડગી જાય છે  આ સૃષ્ટિના સંચાલનમાં કોઈ કાયદો કાનૂન હશે કે નહિ કે બધૂં અંધેર
ચાલે છે ? આવો પ્રશ્ન થાય છે . આવું જોઈને આપણને કેટલીક વખત એમ લાગે
કે ખુદા કે ઘર અંધેર હૈ .
                     પરંતુ ખરી હકીકત એ છે કે
ખુદા કે ઘર દેર ભી નહી હૈ ઔર અંધેર ભી
નહી હૈ આ વાતને યથાર્થ રીતે સમજવા 
માટે કર્મ ના કાયદાનો અભ્યાસ કરવાની 
જરૂર છે .
 
   





          




બીજા રસપ્રદ વિકલ્પો