સોને કી ચીડિયા ૨ Kaushik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોને કી ચીડિયા ૨



                                  'ચલો સ્વદેશ કી ઓર' આ નારા ને સાકાર કર્યું પતંજલિએ.ખરેખર જોરદાર કામ કરે છે બેઉ સન્યાસીઓ અને એજ કરી શકે.કેટલાય ક્ષેત્રોમાં આજે પગલું માંડી દીધું છે અને આગળ માંડશે.લોકો ના સ્વાસ્થ્ય માટે , બાળકો ની વિદ્યા માટે , આરોગ્ય ને દ્રષ્ટિએ ઔષધિ અને એટલું જ ધ્યાન ગૌશાળા સંવર્ધનનું. આજે કેટલીય વિદેશી કંપનીઓ ને ભારત નો પરિચય કરાવી દીધો.કેટલાય બહાર નો લોકો મથે છે આ સંસ્કૃતિને તોડવાની.છેલ્લાં અગિયારસો વર્ષોથી છતાંય આ સંસ્કૃતિ અડીખમ ઉભી છે એના દમ પર. પતંજલિ ટ્રસ્ટે ૫૦૦ રૂપિયા થી કામ કરવાનું શરુ કર્યું હતું આજે વર્ષ નું દસ થી વીસ કરોડ સુધીનો વકરો કરે છે.ફૂડ પાર્ક માં કેટલીય જીણી જીણી કાળજી લેવાય છે.એમનો હેતુ લોકોને સારી ગુણવતા આપવાનો, લોકો ને ભારતીયતા નો પરિચય કરાવવવાનો,કતલખાના બંધ કરવવાનો અને છેલ્લે આ બધો રૂપિયો લોકો/જીવોની સેવામાં વાપરવાનો છે એટલેજ તો આજે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે આ પતંજલિએ.ભવિષ્યમાં ટ્રસ્ટનો માલિક કોઈનો ઉત્તરાધિકારી નહીં,પણ કોઈ સન્યાસીજ હશે.

                         હમણાં ફોટો શેર થયો છે કે બાબા ધર્મના નામે ધંધો કરે છે.તો મારુ એમને એટલુંજ કહેવું છે કે હિન્દૂ કોઈ ધર્મ નથી.ભગવતગીતા થી માંડી ને વેદોમાં ક્યાંય હિન્દૂ શબ્દ વપરાયોજ નથી.હિન્દૂ એ જીવન જીવવાની પધ્ધતિ છે.આ તો અંગ્રેજો એ હિન્દૂ મુસ્લિમ ને બધાવવા માટે પ્રમોટ કરી છે.બાકી આજે અમે એ.પી.જે.અબ્દુલ કલામ ને કેટ્લોય  પ્રેમ કરીએ છીએ અને કસાબ ને એટલોજ ધિક્કારીએ છીએ.આ તો અંગ્રેજો ના ષડયંત્ર હતાં કે જો આ ધર્મ ધર્મ માંજ એકબીજાને મારીને મરી જતાં હોય તો આપણે બીજું વધારે કાંઈ કરવું ના પડે.એમનું એક ષડયંત્ર ગૌશાળા કતલખાના નું હતું.અંગ્રેજો એ નક્કી કર્યું કે કતલખાના માં મુસલમાનો ને ભરતી કરો જેમ બને એમ વધારે મુસલમાનો ને ભરતી કરાવ્યા.એક પણ હિન્દૂ ને નહીં. પછી મુસ્લિમ ના હાથે ગાયો કપાવે અને હિન્દૂ લોકો સુધી સંદેશ પહોંચાડે. કે જુઓ તમારા મુસ્લિમો એ ગાયો ને કતલખાના માં બાંધી છે. આ વાત કોઈ શાળા માં ભણાવવામાં આવતી નથી એટલે લોકો એકબીજા ને નફરત કરે છે.આજે વિદેશીકરણ નો નશો આપણને એટલી હદે ચડી ગયો છે ને કે વાત પુછોમાં. તો જે વિદેશીકરણ ને ભારતીયતા થી મોટું  માનીને બીજા ને મોર્ડન બતાવવા નીકળ્યાં છો ને એને એટલુંજ કહેવું છે પેલા તારું જો પેલા તારું.

                              આજે નહીં તો કાલે લોકો ને વેદો નો સહારો લેવોજ પડશે એના વગર છૂટકો નથી.માણસ ગમે એટલું કમાતો હોય ને બસ ટેન્શન માંજ હોય છે.જો વધારે સફળતા મળી જાય તો સુખ માં છલકી જઈને દારૂ ની પાર્ટી કરે અને દુઃખ માં પડી ભાંગીને પણ દારૂ ની પાર્ટી કરે.હવે આ પરંપરા આપણાં માં ક્યાં હતી ! આપણે તો સારી કહેવતો હતી સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે.આ કહેવત જ ઘણું શીખવી જતી.પણ આજે તો દારૂનો જ સહારો રહ્યો છે. આજ નો માણસ પોતેજ મૃત્યુ ને વહેલાં નોતરે છે અને આ જ વાત વિદેશી લોકો ચાહે છે કે ક્યારે ભારત નું યુવાધન નાશ પામે જેથી ભારત કોઈ દિવસ મહાસત્તા પર ના આવી શકે. એ લોકો આપણાં થી પણ વધારે માને છે કે જો ભારતના યુવાઓને પહેલાં ની સંસ્કૃતિ ની જાણ થશે.ત્યારે ભારત વિશ્વગુરુ બનીને જ રેહશે.એટલે જ તો ભારતની યુવાપેઢી ની બીજા કોઈ કામ માં વ્યસ્ત રાખી ને ભારત ને મહાસત્તા પર આવતાં રોકે છે.થોડાક સમય પહેલાં તીન પતિ હતી, મીની મિલિટીયા હતી અને આજે પબજી છે.કેટલિયે કલાકો નો નાશ થાય છે અને પોતે કેટલા રૂપિયા કમાય છે.સાથે સાથે એટલોજ દેશ ને મહાસત્તા પર આવવાં દેતા મોડો પાડે છે.છેલ્લે આ દેશ મહાસત્તા પર આવીને જ રેહશે.લોકો કંટાળી ને ભારતીયતા અપનાવશે જ.