Sone Ki Chidiya - 1 books and stories free download online pdf in Gujarati

સોને કી ચીડિયા - ૧

લોર્ડ મેંકોલેએ બ્રિટિશ સંસદમાં 1835 માં ભારત વિશે નીચે જણાવેલ કહ્યું :
 
                            "મેં ભારતની લંબાઈ અને પહોળાઈની મુસાફરી કરી છે અને મેં એક વ્યક્તિ જોયો નથી જે ભિખારી છે, જે ચોર છે. આ દેશમાં મેં એ પ્રકારની સંપત્તિ જોઈ છે, એવા ઉચ્ચ નૈતિક મૂલ્યો, એવા કેલિબરના લોકો, મને નથી લાગતું કે આપણે ક્યારેય આ દેશ પર જીત મેળવીશું, સિવાય કે આપણે આ રાષ્ટ્રની રીતભાત તોડી નાખીશું, જે તેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો છે અને તેથી હું પ્રસ્તાવિત કરું છું કે આપણે તેમની જૂની અને પ્રાચીન શિક્ષણ પ્રણાલી અને તેમની સંસ્કૃતિને બદલી નાખીએ.કારણ કે જો ભારતીયો માનશે કે જે વિદેશી લોકો છે તેમની અંગ્રેજી સારી છે અને પોતાની કરતાં મોટી છે.ત્યારે તેઓ તેમનું આત્મસન્માન ,તેમના મૂળ આત્મ- સંસ્કૃતિ ગુમાવશે અને આપણે જે ઇચ્છીએ છીએ તેવા બની જશે.આ તો ખરેખર પ્રભુત્વ ધરાવતું રાષ્ટ્ર છે. "

                       ખરેખર આજે અંગ્રેજો સફળ થયાં અને આપણે હજી પણ એમના ગુલામ જ છીએ. એમની જ શિક્ષણ પદ્ધતિ પ્રમાણે ભણીએ છીએ. એમનાં જ નિયમો ને અનુસરીએ છીએ . દિવસે-દિવસે વધતું જતું અંગ્રેજી નું પ્રભુત્વએ ખરેખર ભારત ને અંદરથી ખોખલો કરી નાખ્યો છે.ડિગ્રી ટકા માં તો એવાં ફસાવી દીધાં છે ને આજે કેટલાય યુવા વિદ્યાર્થી  હતાશા ને લીધે, ટકા ઓછા આવવાના લીધે પોતાનું જીવન ટૂંકાવી દે છે.ભારતમાં એક પણ ગરીબી નહોતાં આજે કેટલાય કરોડ લોકો ભૂખ્યા પેટે સુવે છે.

                               આ દેશ કેટલીય સદી હૂણ,શણ, મુઘલ,અંગ્રેજ નો ગુલામ રહ્યો.પણ આ દેશ પર કોઈ પ્રભુત્વ જમાવી ના શકીયું.કારણ કે આ દેશ આધ્યાત્મ પર ટક્યો છે.આજુબાજુ ના બધાય દેશ જોઈ લો માત્ર ભારતજ સાવ ગુલામ થતાં બચ્યો છે.આજે મહાનગ્રંથો મંદિર માં મૂકીને એમની ફક્ત પૂજા થાય છે.પહેલા તો ગુરુકુળો માં વેદ, ઉપનિષદ ,પુરાણ, ભાગવત , મહાભારત ના પાઠો થતાં. આજે એમને નાખેલુ છેલ્લી ગુણવતા નું ગણિત, સમાજ, વિજ્ઞાન ને ગોખવવામાં આવે છે.
                        
                          વિલિયમ હેડમ ની નીચે લોર્ડ મેકોલે કામ કરતો.એના કેવા પ્રમાણે તેને આખા ભારત ની પરિક્રમા કરી.કેટલાયે મહિનાઓ ના અવલોકન બાદ એમણે જાણવા મળ્યું કે આ દેશ તો એમની સંસ્કૃતિ પર ટકેલો છે.જો એમની સંસ્કૃતિ જ ખત્મ કરી દઈએ તો જ આ દેશ પર આપણે વર્ચસ્વ સ્થાપી શકીશું. સંસ્કૃતિ ખતમ કરવા માટે ઇંગ્લેન્ડ ની મહારાણી સાથે કેટલીય ચર્ચા થઇ. અંતે નિષ્કર્સ નીકળ્યો કે જો આપણે ગુરુકુળો બંધ કરી દઈશું તો એ લોકો સરળતા થી સંસ્કૃતિ ભૂલી જશે. પછીના દિવસે તરતજ કાનૂન બનાવ્યો કે જે અનલીગલ ગુરુકુળ ચાલે છે તે કાયદા વિરુદ્ધ છે એટલે બધી ગુરુકુળ બંધ કરવામાં આવે. આમ લોકો ગુરુકુળ ને દાન આપતાં બંધ થઇ ગયાં અને બધી ગુરુકુળ બંધ થઇ ગઈ.

                                હવે ગુરુકુળ પર બેન માર્યા પછી એમને કલકત્તા માં પહેલી કોન્કલેવ સ્કુલ ચાલુ કરી. અને તેનું આખું કામ રાજા રામમોહન રાય ને સોંપવામાં આવ્યું. એ વખતે રામમોહન રાય અંગ્રેજ સરકાર માં કામ કરતો હતો.રામમોહન રાય કલકત્તા ની શેરી શેરી માં જઈને બાળકો ને સ્કુલ માં આવવા કહેતો.પણ માં બાપ એમને ના મોકલતાં. કેમકે તે અંગ્રેજ ની વિચારધારા વાળી હતી. પછી મજબૂરી ને લીધે લોકો પોતાના બાળકો ને કોન્કલેવ સ્કુલ માં મોકલતા થયાં. આજે તો લોકો એટલાં આંધળા બની ગયા કે આખા ભારત માં કરોડો ના દાન આપીને મોકલે. હજી તો બાળક પેટ માં હોય ત્યારથી પોતાના બાળક ની રજીસ્ટ્રેશન કરાવી દે.


                                         ઇંગ્લેન્ડ માં પ્લેટો નામના અધિકારીએ આ સ્કુલની સ્થાપના કરી હતી. આ સ્કુલ પાછળ નો હેતુ એ હતો કે નાનું બાળક સ્કુલ માં ભણવા માટે બેસી જાય. જેથી એમનાં માં બાપ ને રાતે શારીરિક સુખ માણવામાં કોઈ અડચણ ના પડે. ઇંગ્લેન્ડ માં સેક્સ ને પહેલું સ્થાન આપવામાં આવે છે.ધોળીયાવ પાસે એક પણ પ્રકાર ની સારી વાતો નથી. બીજા ના દેશ ની પથારી કેમ ફેરવવી એજ એમનું કામ હતું.એ જ વિચાર આજ આપણાં માં ક્યાંક અંશે ઘુસી ગયો છે. વર્ષ માં એક દિવસે એમની માં એને મળવા આવે એટલે એ લોકો મધર્સ ડે ઉજવે છે. કોઈ એક દિવસ એનો બાપ આવે ત્યારે ફાધર્સ ડે ઉજવે છે. એમની પાછળ આપણે પણ આંધળું અનુકરણ કરી રહ્યા છીએ.

                        આપણે પહેલાં માં ને માં અને બાપ ને બાપ કહેતા. આજે મમી-પપ્પા , મોમ-ડેડ કહેતા આ પશ્ચિમીકરણ એ જ શીખવાડ્યું છે. જયારે મમી નો અર્થ થાય છે મરેલાં જેવું અને એવી જ રીતે ડેડ નું પણ. આ મોમ ડેડ કહેવા વાળા એનાં જ માં બાપ ને વૃદ્ધાશ્રમ મોકલતાં થઇ ગયાં છે અને પછી કહેતાં હોય એકચ્યુલી ભારત માં રહેવાં જેવું નથી.અરે ડોફા જરાં જાણ તો ખરા ભારત વિશે. એ વગર વિદેશી અહીંયા આવ્યાં મંજીરા વગાડવા.એટલે જ હવે તો, "જયારે દેશના સારા યુવાઓને ભારત ના સાચા ઇતિહાસ ની ખબર પડશેને,ત્યારે ભારત 'વિશ્વગુરુ' બનવા તરફ પહોંચી રહ્યો હશે."





 

બીજા રસપ્રદ વિકલ્પો