પ્યાર Impossible - ભાગ ૮ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યાર Impossible - ભાગ ૮

      આ બાજુ રોહિતના ઘરે સમ્રાટ અને શશાંક અગાશી પર ગપ્પાં મારી રહ્યા હતા.

રોહિત:- આજકાલ તું અમારી સાથે વધારે સમય રહેતો જ નથી ને? 

"અરે શામોલીને પણ ટાઈમ આપવો પડે ને..!! કેમ સમ્રાટ ખરું કહ્યું ને મે?" શશાંકે સમ્રાટની મજાક કરતા કહ્યું.

રોહિત:- અરે હા..શામોલી સાથે કેટલો આગળ વધ્યો? 

સમ્રાટ:- શામોલીની તો વાત જ ન કરતો તું!! હજી સુધી કંઈ કર્યું જ નથી. બોલે ઓછું અને શરમાય વધુ છે.

શશાંક:- તારા માટે છોકરીઓને વશમાં કરવી ડાબા હાથની વાત છે અને શામોલીને હજી સુધી તે સ્પર્શ પણ નથી કર્યો..!!!! come on સેમ..! શું થઈ ગયું છે તને? તું એનો બોયફ્રેન્ડ છે. એને થોડી ઈમોશનલ કર. થોડી આનાકાની પછી માની જશે.

રોહિત:- શરૂઆતમાં નખરાં કરશે પછી માની જશે.

સમ્રાટ પણ વિચારતો થઈ ગયો કે હજી સુધી મેં એને સ્પર્શ પણ કેમ ન કર્યો? 

      સ્વરા અને રાઘવને અગત્યનું કામ આવી જતા ફરવા નહોતા જવાના. માત્ર શામોલી અને સમ્રાટ જ જવાના હતા. શામોલી સમ્રાટની રાહ જોતી ઉભી હોય છે. સમ્રાટ આવતો દેખાય છે. શામોલી પાસે બાઈક ઉભી રાખી.
"ક્યારની રાહ જોઉં છું. ક્યાં રહી ગયો હતો?" 
શામોલીએ હક્ક જતાવતા કહ્યું.

"ફ્રેન્ડસ મળી ગયા હતા." સમ્રાટે કહ્યું.

સમ્રાટ બાઈક સ્ટાર્ટ કરે છે અને શામોલી બાઈક પર બેસે છે. 

સમ્રાટે સહેજ પાછળ જોઈને કહ્યું "come on શામોલી હું તારો બોયફ્રેન્ડ છું. થોડું તો નજીકથી બેસ."

સમ્રાટની વાત સાંભળી શામોલી થોડો શરમ-સંકોચ થયો અને કહ્યું "નહીં સમ્રાટ હું જેમ બેઠેલી છું એમ જ ઠીક છું."

સમ્રાટને થોડો ગુસ્સો આવ્યો પણ પછી પોતાના ગુસ્સાને શાંત કરી દીધો.

    સમ્રાટે રસ્તે બ્રેક મારી. બ્રેક મારતા જ શામોલીના ઉરોજનો સમ્રાટની પીઠ સાથે સ્પર્શ થયો. સમ્રાટને શામોલીના ઉરોજનો સ્પર્શ થયો. આવું એક-બે વખત થયું. શામોલીને આ બિલકુલ ન ગમ્યું.

સમ્રાટે પહેલી બિલ્ડીંગ હતી ત્યાં બાઈક ઉભી રાખી.

સમ્રાટ:- તું આટલે જ ઉભી રહે. હું આ બાજુ જોઈને આવું છું કે રોહિતનો ફલેટ કઈ બિલ્ડીંગમાં છે તે.

શામોલી:- જલ્દી આવજે.

"અરે બસ પાંચ મિનિટમાં આવ્યો." એમ કહી સમ્રાટ બિલ્ડીંગ જોવા ગયો.

થોડી જ મિનિટોમાં શામોલી જ્યાં ઉભી હતી ત્યાં સમ્રાટ આવી ગયો.

સમ્રાટ:- રોહિતનો ફ્લેટ આ જ બિલ્ડીંગમાં છે.

      બંન્નેએ રોહિતના ફ્લેટમાં પ્રવેશ કર્યો. રોહિતના નવા ફ્લેટમાં કોઈ રહેતું નહોતું એટલે રોહિતે સમ્રાટને ચાવી આપી હતી. નવી જ બિલ્ડીંગો બની હતી એટલે આજુબાજુ કોઈ રહેતું નહોતું.  સૂમસામ વિસ્તાર હતો. 

      અંદર પ્રવેશ કરતાં જ સમ્રાટ તો પલંગ પર આડો પડ્યો. શામોલીને બેસવા કહ્યું. શામોલી સંકોચાઈને બેઠી. સમ્રાટનો હાથ શામોલીની પીઠ પર ભર્યો. સમ્રાટના હાથનો સ્પર્શ થતાં જ શામોલીને સંકોચ થયો. થોડું ખસી ગઈ અને શામોલીએ કહ્યું "સમ્રાટ શું કરે છે? મને આ પસંદ નથી."

સમ્રાટ:- બોયફ્રેન્ડ છું તો એટલો હક્ક તો છે ને?

શામોલી:- I know કે મારે તને મારી પાસે આવતા રોકવો ન જોઈએ. પણ મારા માટે થોડું ડીફીકલ્ટ છે. Sorry સમ્રાટ. લગ્ન પછી હું તને સંપૂર્ણપણે સમર્પિત થઈ જઈશ. પણ લગ્ન પહેલાં નહિ. પ્લીઝ મને સમજ.

"તું જાણે છે ને હું કેવો છું તે ! મને શું ગમે છે અને શું નહિ. શું ફરક પડશે લગ્ન પહેલા કે લગ્ન પછી?" આટલું કહીને સમ્રાટ શામોલીની નજીક આવે છે.

શામોલી ઉભી થઈ જાય છે. દિલની ધડકન વધી જાય છે. 

"Come on શામોલી બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે તો આવું થયા કરે." સમ્રાટ પલંગ પરથી ઉભો થઈ શામોલીની એકદમ નજીક જતા બોલ્યો.

      શામોલી નજર નીચે કરી ઉભી છે. સમ્રાટની નજર શામોલીનાં ઉરોજ પર પડે છે. સમ્રાટ હળવે હળવે શામોલીનો દુપટ્ટો ખેંચે છે.

શામોલી:- નહિ સમ્રાટ. પ્લીઝ સમ્રાટ. 

"Ok એનો મતલબ એમ કે તને મારા પર વિશ્વાસ નથી." સમ્રાટ સહેજ ગુસ્સાથી બોલ્યો અને દુપટ્ટોને છોડી દીધો. શામોલીએ દુપટ્ટો સરખો કર્યો.

"એવું નથી સમ્રાટ. તારા પર વિશ્વાસ છે. જો વિશ્વાસ ન હોત તો હું તારી સાથે અહીં સુધી આવી જ ન હોત. રસ્તામાં બ્રેક મારી તેના પરથી મને અણસાર આવી ગયો હતો કે આજે તું મારી નજીક આવવાની કોશિશ કરીશ. છતા પણ હું અહીં સુધી આવી ને!" શામોલીએ શાંતિથી કહ્યું. 

"બ્રેક નહીં મારું તો શું કરું? મેડમ તો બાઈક પર જાણે કે 10 ફૂટ દૂર બેસે છે. કોઈક જગ્યાએ કંઈ ટચ બચ થઈ ગયું તો..!! અરે ટચ પણ થઈ ગયું તો કંઈ આભ તૂટી પડવાનું છે?" સમ્રાટે થોડું ગુસ્સામાં આવીને કહ્યું.

      સમ્રાટનો ગુસ્સો જોઈ થોડી ગભરાઈ ગઈ.  "મારું મૂડ ખરાબ છે. મારે ઘરે જવું છે." એમ કહી સમ્રાટ બહાર નીકળ્યો. ચૂપચાપ શામોલી પણ સમ્રાટની પાછળ પાછળ આવી. સમ્રાટે તાળું મારી ઝડપથી પગ ઉપાડ્યા. શામોલી નીચી નજર કરી સમ્રાટની પાછળ દોરવાતી આવી. 

     એટલામાં જ બાઈકનો અવાજ સંભળાયો. શામોલીએ જોયું તો સમ્રાટે બાઈક હંકારી મૂકી હતી. શામોલીએ સમ્રાટને બૂમ પાડી. શામોલીને લાગ્યું કે સમ્રાટ ખૂબ ગુસ્સે થઈને જતો રહ્યો. 

ક્રમશ: