એક હળવી વરસાદી સાંજનો મંદ મંદ લહેરાતો પવન અને તેનાથી પ્રસારિત થયેલી માટીની આહલાદક સુગંધયુક્ત લહેરાતો પવન વાતાવરણને માદક બનાવી રહ્યો હતો.
સમી સાંજનો ઢળતો સુરજ અને હળવા વરસાદની ભીની માટીની ફોરમ વાતાવરણને વધુ સુંદર બનાવતી હતી. ક્યાંક દૂરથી મંદિરનો ઘંટારવ અને આરતી સંભળાતી હતી. શામોલી બાલ્કનીમાં હીંચકા પર બેસી વરસાદી સાંજનું સૌદર્ય માણી રહી હતી. આજુબાજુના ઘરોમાંથી રેડીયો કે ટીવીમાં ગીત સંભળાતું હતું.
ये मौसम की बारिश
ये बारिश का पानी
ये पानी की बूँदें
तुझे ही तो ढूँढें
ये मिलने की ख्वाहिश
ये ख्वाहिश पुरानी
हो पूरी तुझी से मेरी ये कहानी
ભોળી અને અલ્લડ સ્વભાવની શામોલીની કહાની પણ એના પ્રિન્સ ચાર્મિગ પર આવીને પૂરી થાય એમ ઈચ્છતી હતી. દરેક યુવતીઓના મનમાં તેનાં સ્વપ્નોનો રાજકુમાર વસતો હોય છે. પણ શામોલીને તેનો રાજકુમાર મળ્યો નહોતો. પ્રિન્સ એની પ્રિન્સેસને ઘોડા પર લેવા આવે તેમ મને પણ આવી રીતે એની સાથે લઈ જાય એવી રંગીન કલ્પનાઓમાં સરી પડતી શામોલી. શામોલીને એના Mr. right નો ઈંતજાર હતો. શામોલી એનો dream boy કેવો હશે? અત્યારે શું કરતો હશે? મને ક્યારે મળશે? એવા વિચારો કર્યા કરતી. ક્યાંક ને ક્યાંક તો હશે ને!
મહેંકી રહી છે સાંજ મારી,
ખુશ્બૂ કોઈ અનેરી લાગે છે..
દુર હો ભલે તું છતાં પણ..
લાગણીથી મારી આસપાસ લાગે..
થોડીવાર રહીને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. ધોધમાર વરસતા તોફાની વરસાદને જોઈને શામોલી પ્રકૃતિના તત્ત્વોમાં પણ પ્રેમની કલ્પના કરતી.
ધરાએ પૂછ્યું વરસાદને "આટલા તોફાની મિજાજમાં કેમ છે તું?"
વરસાદે ખૂબ સુંદર જવાબ આપ્યો " આ વિરહ અને નારાજગીનો ઉકળાટ છે...જે હવે પ્રેમ બનીને વરસે છે."
શામોલી જમીને ઊંઘી જાય છે. શામોલી મીઠી નિંદરમાં મીઠા સપના જોતી હોય છે એટલામાં જ મીરાંબહેન આવે છે અને ધાબળો ખેંચતા કહે છે "શામોલી બહુ ઊંઘી લીધુ હવે ઉઠી જા."
" મમ્મી સૂવા દો. મારે હજી ઊંઘવુ છે." એમ કહી ધાબળો ખેંચી લઈ ફરી સૂઈ જાય છે.
મીરાંબહેન:- શામોલી ઉઠી જા. હમણાં સ્વરા આવતી જ હશે. ચા નાસ્તો તૈયાર જ છે.
શામોલી:- સ્વરા શું કામ આવવાની અને એ પણ આટલી વહેલી સવારે? હજી તો સાત જ વાગ્યા છે.
મીરાંબહેન:- શામોલી ઘડીયાળમાં જો. નવ વાગી ગયા છે.
"ઑહ નવ વાગી ગયા. મમ્મી તે મને વહેલી કેમ ન ઉઠાડી? આજે ખબર નહિ કેમ મારાથી મોડું ઉઠાયું." એમ કહી પથારીમાં સફાળી બેઠી થઈ ગઈ. ઉતાવળે બ્રશ કરી નાહીને ચા નાસ્તો કરી લીધો. સ્વરા આવી અને બંન્ને બહેનપણી સ્કૂલે જવા નીકળ્યા.
શામોલી અને સ્વરા સ્કૂલે પહોંચે છે. સ્કૂલમાં પહોંચતા જ વિધાર્થીઓની ભીડ જમા થઈ હોય છે.
સ્વરા:- અરે નિશા શું થયુ? આ ભીડ કેમ છે?
નિશા:- મોહિત વૈશાલીને પ્રપોઝ કરવાનો છે.
"શું વાત કરે છે? રિયલી ? તો તો આ દશ્ય જોવું જ પડશે." આટલું બોલી ખુશ થતા થતા શામોલી સ્વરાનો હાથ પકડી ભીડમાં ઘુસી જાય છે.
મોહિત ફિલ્મી અંદાજમાં ગુલાબના ફૂલોનો ગુલદસ્તો લઈ વૈશાલીને પ્રપોઝ કરે છે. ત્યાં જ મોહિતના ગાલ પર થપ્પડ પડે છે.
"What nonsense" એમ કહી વૈશાલી ત્યાંથી જતી રહે છે. બધા વિધાર્થીઓ મોહિતનો જે તમાશો થયો તેની મજાક ઉડાવવા લાગ્યા. વિધાર્થીઓના ટોળામાંથી જાતજાતના અવાજો સંભળાવવા લાગ્યા. કોઈક કહી રહ્યું કે "મોહિતનું તો પોપટ થઈ ગયું. તો કોઈક વળી ગીત ગાવા લાગ્યું " दिल के अरमान आँसुओ में बह गये "
શામોલી:- વૈશાલીએ મોહિતને થપ્પડ મારીને ઠીક નથી કર્યું.
સ્વરા:- વૈશાલીએ જે કર્યું તે બરાબર જ કર્યું.
શામોલી:- વૈશાલીને ખબર નથી કે એણે શું ગુમાવ્યું. મોહિત એને પ્રેમ કરતો હતો. જીંદગીમાં પ્રેમ જ તો છે જે જીંદગીને જીવવા લાયક બનાવે છે.
સ્વરા:- કંઈ પ્રેમ નહોતો કરતો. વૈશાલીને જરાપણ અહેસાસ થતે ને કે મોહિત એને સાચા દિલથી પ્રેમ કરે છે તો મોહિતનું પ્રપોઝલ એકસેપ્ટ કરી લેત. આમ બધાની વચ્ચે થપ્પડ ન મારત. સમજી? તું વૈશાલીની જગ્યા હોત તો તું પણ એમ જ કરત.
શામોલી:- જો મને કોઈ પ્રપોઝ કરે ને તો હું હા પાડવામાં એક ક્ષણ પણ ન લગાડું. પ્રેમમાં હોય ત્યારે માણસને બધુ જ ગમવા લાગે છે. જીંદગીનો કંઈક અર્થ લાગે છે. જીવવાનું કારણ મળી જાય છે.
પ્રેમ એટલે અંતરમાં થતો મૌન ઉર્મિઓનો મઘમઘાટ.....
પ્રેમ એટલે ઉનાળાની બપોરે મૃગજળ ઝંખતા મુસાફીરનો વરસાદ.....
પ્રેમ એટલે એકબીજાના અંતરધ્યાન-અંતરમનનો સાચો પ્રતિસાદ.....
સ્વરા:- વાહ...વાહ...મિસ શાયરી...કેવું પડે હો...પ્લીઝ હો તું આ સ્ટુપિડ love story અને ગઝલો વાંચવાનું ઓછું કર...આ love story વાંચી વાંચીને ખબર નહિ તારા મગજમાં શું ઘુસી ગયું છે? મેં તને કેટલી વાર કહ્યું છે કે આ love story ફક્ત બુકમાં જ સારી લાગે, વાસ્તવિક જીવનમાં નહિ. વાસ્તવિક જીવનમાં પ્રેમ નામનો શબ્દ ફક્ત વ્હેમ જ છે. બીજુ કશું જ નથી.
શામોલી:- આપણી આસપાસ જ અઢળક love story છે. તું બસ એ દષ્ટિકોણથી આજુબાજુ જો. પ્રેમ કુદરતની બનાવેલી પ્રકૃતિના કણ કણમાં સમાયેલો છે. બસ જરૂરત છે તો એને મહેસુસ કરવાની. તને આપણા જ ક્લાસમાંથી લવ સ્ટોરીઓ મળી આવશે.
સ્વરા:- હા મળી તો આવશે પણ બીજા વર્ષે એ જ love story ના કપલો બીજા બીજા સાથે જોવા મળશે. અરે, ઘણાં કપલોની તો લવ-સ્ટોરી મહિનો સુધી પણ ચાલતી નથી. સમજી?
શામોલી:- તું કહે છે તે વાત સાચી પણ આ દુનિયામાં કશે ને કશે ક્યાંક ને ક્યાંક તો એવી love story હશે જે એકબીજાને સાચા હ્દયથી પ્રેમ કરતા હશે.
સ્વરા:- love ની વાતોમાં તો તારાથી કોઈ જીતી જ ન શકે.
हर शख्स को दिवाना बना
देता है इश्क....
जन्नत की सैर करा
देता है इश्क....
दिल के मरीज हो तो
कर लो महोब्बत,
हर दिल को धड़कना सिखा
देता है इश्क....
ક્રમશ: