નીલમ બાવીસ વર્ષ ની હતી, જ્યારે એને ખબર પડી કે એ મા બનવા ની છે, નીલમ ખુશ હતી, એને રવિ ને તુરંત ફોન કર્યો, રવિ એ ફોન ન ઉપાડ્યો, નીલમ એને ફોન કરતી રહી, અંતે રવિ નો ફોન ઉપડ્યો, નીલમ બોલી પડી,
"રવિ વિચાર , શું ?"
કામ માં વ્યસ્ત રવિ બોલ્યો, "હમ્મ, શું ?"
" હું અને તું...મતલબ કે , આપણે પરેન્ટ્સ બનવા જઈ રહ્યા છીએ, "
"શું બોલી?" રવિ એ એનું ધ્યાન કામ પર થી હટાવ્યું .
"હા રવિ , હું પ્રેગ્નેટ છું , આઈ એમ સો સો હેપી રવિ, મારી ખુશી સાતમ આકાશ પર છે અત્યારે."નીલમ એની ખુશી રવિ સામે વ્યક્ત કરતા બોલી.
"તું ક્યાં છે અત્યારે ?, જ્યાં હોય ત્યાં થી પેલા કેફે પર આવી જા , હું ઓફીસ એ થી નીકળી અને ત્યાં જ પહોંચું છું."
"ચાલ હું પણ પહોંચી, તારા ચહેરા પર ની ખુશી જોવા હું પણ આતુર છું." આટલું કહી નીલમ એ ફોન કટ કર્યો,અને રીક્ષા કરી કેફે તરફ નીકળી પડી.
રવિ કેફે એ પંહોચ્યો, નીલમ ત્યાં પહેલે થી હાજાર હતી, રવિ ને જોતા જ એ એના તરફ દોડી અને સીધી ગળે મળી, અને બોલી ,
" રવિ, હું ખૂબ ખૂબ ખૂબ ખુશ છું યાર, આપણે બાળક ને જન્મ આપવા જઈ રહ્યા છીએ...."
"સસસસ , નીલમ ધીમે બોલ, શું કરે છે તું આ, પબ્લિકલી
લોકો શું વિચારશે, તું હજુ સિંગલ છે.અને આ બધું."
રવિ નીલમ ની ખુશી પર પાણી ફેરતા બોલ્યો.
નીલમ એ રવિ ના ચેહરા સામે જોયું, રવિ ના ચેહરા પર ખુશી ની એક લકીર પણ નહતી દેખાતી, ઉલટા નું ટેન્શન ની કરચલી કપાળ પર પડતી હતી.
નીલમ તુરંત બોલી પડી, "રવિ તું ખુશ નથી ?"
"આ કાંઈ ખુશ થવા ની વાત છે નીલમ , શું તું પણ , ઇટ્સ અ વેરી સીરીયસ મેટર ,મને સમજાતું નથી તું આટલી ખુશ કેમ છો?."
રવિ ના મોઢે આવી વાત સાંભળતા નીલમ પાસે ની ખુરશી પર બેસી ગઈ, ટેબલ ની સામે ની ખુરશી પર રવિ બેઠો.
"નીલમ , સાંભળ તું મને પ્રેમ કરે છે એ વાત હજુ તે તારા ઘરે પણ નથી કરી, અને ..., અને હું પણ અત્યારે આ બધા માટે રેડી નથી ." રવિ એ પોતાની સમસ્યા નીલમ ને કહી.
નીલમ કાંઈ ન બોલી બસ રવિ સામે જોતી રહી.
"યાર પ્લીઝ નીલમ, તું આવી રીતે ના જો મારી સામે, ઠંડા મગજ એ વિચાર હું જે કહું છું એ, હું હજુ પચીસ વર્ષ નો છું, મારે લાઈફ માં ઘણું મેળવવા નું બાકી છે, અને તું હજુ બાવીસ વર્ષ ની જ છો, તે હજુ તારી લાઈફ જીવવા નું સ્ટાર્ટ કર્યું કહેવાય, અને તારું કરીઅર સ્ટાર્ટ અપ નો સમય છે આ, એમાં આ જંજટ માં ન પડાઈ અત્યાર થી..."
"જંજટ...." નીલમ એ લગભગ ગુસ્સા માં ચીસ પાડી કહ્યું.
રવિ એ નીલમ ના હાથ પર હાથ રાખ્યો અને કહ્યું, "નીલમ શાંત પ્લીઝ, લોકો ને ખબર પડી જશે, તારી ઈજ્જત નો થોડો તો ખ્યાલ કર."
આ સાંભળતા નીલમ ની આંખો માં થી આંસુ નીકળી પડ્યા,અને કટાક્ષ માં અટ્ટહાસ્ય કરી બોલી ,"ઈજ્જત , એ તો તે મારી એ જ રાત્રે લૂંટી લીધી હતી રવિ ."
"શું બોલે છે તું, જે થયું હતું એ આપણી બંને ની મંજૂરી થી થયું હતું નીલમ."
"દગો કરી ને થયું હતું, તારા એ પ્રેમ ના વાયદા, એ વાતો , એ લાગણી બધું તારી જેમ મક્કાર હતા."
"નીલમ એવું નથી..."
"સસસસસ ,રવિ ચૂપ , હવે તું શું ઈચ્છે છે એટલું કહી દે મને ." નીલમ વાત પૂરી કરતા બોલી.
"ઓકે, તારી અને મારી માટે બંને માટે એ જ સારું છે કે..."
"તું તારું કેહ મને મારુ ન વિચાર રવિ ." રવિ ને વચ્ચે બોલતા અટકાવી નીલમ બોલી.
"ઓલરાઇટ, હું એમ ઈચ્છું છું કે તું આ બાળક ને પડાવી નાખ, અબોર્શન કરાવી લે." રવિ એ એની વાત નીલમ સામે રાખી.
"ઓકે , પણ રવિ હવે મારી વાત સાંભળી લે, મને આ બાળક જોઈએ છીએ, એ મારું ડિસિઝન છે .
આગળ તારા પર આધાર છે બધો, તું તારી ફરજ નિભાવે છે કે નહીં ."
"નીલમ આ હઠ કરવા નો સમય નથી, શાંતિ થી વિચાર તારા જીવન નો સવાલ છે આ."
"આપણા બંને દ્વારા પેદા થવા જઈ રહ્યા એ જીવ નો સવાલ છે આ રવિ, મેં મારો ડીસીઝન તને કહી દીધો, હું આ બાળક ને જન્મ આપીશ જ, હવે એના બાપ નો પ્રેમ મળશે કે નહીં એ નક્કી તારે કરવા નું રેહશે." નીલમ ના અવાજ માં અલગ એટીટ્યુડ હતો.
"નીલમ પ્લીઝ સમજ , આ બધું તું..."
"મને સમજાવા માં સમય ન બરબાદ કર, તું બસ તારો નિર્ણય મને જણાવ." નીલમ રવિ ની આંખ થી આંખ મેળાવી બોલી.
"ઓકે, ......ઓકે નીલમ, પણ હું આ જીમેદારી માટે રેડી નથી, હું અત્યારે મારા કરીઅર પર ધ્યાન દેવા માંગુ છું." રવિ એનો ડિસિઝન જણાવતા બોલ્યો.
વધુ માં રવિ બોલ્યો ,"અને મારું માન તો તું પણ આ ખોટી જિદ્દ છોડી દે , હજુ તારા માં બાળપણ નજરે ચઢે છે, મોટી થા, થોડી મેચ્યુર બન."
" ઓકે, રવિ.હેવ અ ગ્રેટ ફ્યુચર અહેડ. બાય"
નીલમ ઉભી થઇ અને બોલી.
"નીલમ હજુ કહું છું આ છોકરમત માં જઈ છે તારા માટે બધું..."
"બસ રવિ,હવે તને મારા માં બાળપણ નજરે ચઢે છે, એ રાત્રી એ તને તો હું જરા પણ એવી નહતી લાગતી, ત્યારે હું તને મારા માં એક મેચ્યોર સ્ત્રી નજરે ચઢતી હતી.વધુ મારુ મોઢું ન ખોલાવ તારા માટે જ સારું નહીં રહે."
નીલમ ગુસ્સા માં બોલી પડી.
રવિ શરમ થી નીચું જોઈ ગયો, અને નીલમ ત્યાં થી ચાલી નીકળી.
નીલમ ચાલતા ચાલતા ઘરે પહોંચી, શનિવાર હતો એટલે પાપા ઘરે હતા, નીલમ એ ઘર નો દરવાજો ખટખટાવ્યો, પાપા એ દરવાજો ખોલ્યો.
સામે નીલમ ઉદાસ ચહેરે, આંસુ લૂંછેલ ગાલ, પ્રસરેલું આંજણ, લાલ આંખો સાથે હાથ માં એક સફેદ કાગળ જે નીલમ ની પ્રેગ્નેન્સી ના રિપોર્ટ હતા.
એ લઈ ઉભી હતી, પાપા એ એને અંદર બોલાવી, ત્યારે નીલમ એ એ રિપોર્ટ પેહલા પાપા ના હાથ માં મુક્યા.
પાપા એ એ રિપોર્ટ વાંચ્યા , અને તુરંત એના ગાલ પર એક થપ્પડ માર્યો, થપ્પડ ના અવાજ થી મમ્મી દોડતી ત્યાં આવી પહોંચી.
પાપા એ મમ્મી ને એ રિપોર્ટ આપ્યા, મમ્મી એ વાંચી રડવા લાગ્યા અને બોલી ," આ શું છે નીલમ...આ બધું શું છે ? બોલ."
"જે છે એ આ જ છે મમ્મી, આ જ સચ્ચાઈ છે."
"આ ભૂલ છે બેટા," મમ્મી રડતા રડતા બોલ્યા.
"ના મમ્મી,તમે તો એને ભૂલ ન કહો . જુઓ પાપા, હું આ બાળક ને જન્મ આપવા માંગુ છું, એના બાપ એ એને સ્વીકારવા ની ના પાડી દીધી છે, એના બાપ સાથે રિલેશન બનાવા એ મારી ભૂલ હતી મમ્મી, તમારા વિશ્વાસ ને તોડવો એ મારી ભૂલ હતી , તમારા ભરોસા નો ખોટો ફાયદો ઉઠાવો એ પણ મારી ભૂલ હતી.
પણ મારા પેટ માં જે બાળક છે એને કોઈ ભૂલ કહેશો એ મારા થી સહન નહીં થાય.
એ વ્યક્તિ એ મને અબોર્શન ની સલાહ કરી, મેં એને અને એની સલાહ નો અસ્વીકાર કર્યો, પણ હવે હું તમારી પાસે થી જાણવા માંગુ છું કે શું તમે મને આવી રીતે સ્વીકાર કરશો કે નહીં ? "
પાપા અને મમ્મી બંને નીલમ સામે જોઈ રહ્યા, નીલમ એ એના પાપા મમ્મી સાથે આંખો મેળવી નહતી શકતી, એ નીચું જોઈ અને બધું બોલી ગઈ, અને બોલ્યા બાદ એમનો જવાબ ની રાહ જોતી હતી, પણ એની આંખો હજુ ઝુકેલી હતી.
થોડી ક્ષણો બધા ચૂપ રહ્યા, નીલમ એના આંસુ ને રોકી લાંબા શ્વાસ લઈ રહી હતી.
પાપા નીલમ પાસે આવ્યા અને એને ગળે લગાડી લીધી સાથે સાથે મમ્મી એ પણ એને ગળે લગાડી, નીલમ એમને ગળે વળગી ચોધાર આંસુ એ રડવા લાગી, અને એની બધી યાદો, એ વ્યક્તિ માટે નો પ્રેમ નફરત બધું એ આંસુ સાથે વહાવી દીધું.
નવ મહિના પછી નીલમ એ એક આકર્ષિત તેજ ધરાવતી બાળકી ને જન્મ આપ્યો, અને એના ચહેરા પર નું તેજ જોઈ, એનું નામ નીલમ એ તેજસ્વી રાખ્યું.
તેજસ્વી પાંચ વર્ષ ની થઈ ત્યાં સુધી નીલમ એ એનું ભરપૂર ધ્યાન રાખ્યું, ત્યાર બાદ પાપા ની વધતી ઉંમર અને ઘર ની જવાબદારીઓ ને ધ્યાન માં રાખી એને જોબ સ્ટાર્ટ કરી.
હું અને નીલમ અમે બંને સાથે જોબ સ્ટાર્ટ કરી, અને સમય વીતતા અમે બંને એક બીજા ના પાક્કા મિત્રો બની ગયા, જયારે નીલમ ની જીવન ની સ્ટોરી મને ખબર પડી ત્યારે મેં એને પ્રશ્ન પૂછ્યો.
"નીલમ આ બધું થયું તો તને પુરુષ જાત થી નફરત થઈ ગઈ હશે નહીં?"
"નફરત, કેમ...એક પુરુષ એ મને દગો દીધો, એને મારા પ્રેમ ને ન સમજ્યો, એ પોતાની ફરજ ભૂલી અને કરીઅર પાછળ ભાગ્યો,
પણ બીજા પુરુષ એ મારી બધી ભૂલ માફ કરી, મને મારા ઘર માં એ જ માન અને સન્માન થી સ્વીકારી ,મને અને મારી દીકરી ને અનહદ પ્રેમ આપે છે, હજુ અમારી એક સ્માઈલ માટે એ ઘણું કરી જાય છે, એ મારા પાપા પણ એક પુરુષ જ છે ને.
રવિ જેવા લોકો ને લીધી હું પુરી પુરુષ જાતિ ને ખરાબ લખી નફરત ન કરી શકું. બધા વ્યક્તિઓ એક જેવા નથી હોતા, એમ જ બધા પુરુષો એક જેવા નથી હોતા, મને મારા પાપા પર ગર્વ છે, મને એવી પુરુષ જાત પર ગર્વ છે મેઘા."
નીલમ ગર્વ અનુભવતી બોલી.
એના એ જવાબ એને એની એ વિચારસરણી ને જોઈ મને એના પ્રત્યે નું માન , એના પ્રત્યે ની રિસપેક્ટ ઘણી વધી ગઈ.
【【"બધા પુરુષો અને બધી સ્ત્રીઓ એક સરખા કે એક સરખી નથી હોતા કે હોતી. બધા ની અલગ અલગ એક પર્સનાલિટી, અલગ અલગ વિચારધારા, અલગ અલગ ઓળખ હોય છે, તો કોઈ એક કે બે ખરાબ પુરુષ કે સ્ત્રી ને કારણે પૂરી પુરુષ જાતિ કે સ્ત્રી જાતિ ને જજ કરવા નું બંધ કરો."】】