વાચવામાં અને વિચારવામાં ભલે ઉપર નું ટાઇટલ જરા વિચિત્ર કે આશ્ચર્ય લાગતું હોય પણ આ લેખ ના અંતે તમે પણ માનશો કે સુગંધ અને તેને પારખતું નાક બન્ને સાયકોલોજિકલ અને બાયોલોજીકલ જોડાયેલ હોય છે વળી એની સાથે શરીર ની જૈવ-ભૌતિક પ્રક્રિયાઓ પણ અભિન્ન રીતે સકળાયેલ જોવા મળે છે.વાત જ્યારે ગંદ પરખાવાની હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આખી દુનિયા સુગંધ ની દિવાની છે અને એટલેજ આપણે જેટલો પ્રેમ સુગંદ ને કરીયે છીએ એટલીજ નફરત દુર્ગંદ તરફ ધરાવતા હોઈએ છીએ તેથીજ આપણે સૌ આપણાં મકાન આગળ બગીચા ને બનાવીએ છીએ અને દુર્ગંદ મારતી ગટરો બંદ કરાવીએ છીએ.
રસોઈ બનતા ધર ની બાજુ માથી પસાર થતાં હોઈએ ત્યારે તેમાથી આવતી સુગંધ પરથી ખબર પડી જાય કે શું પકવાન તૈયાર થઈ રહ્યું છે ? આ કમાલ છે સુગંદ નો ? ભરપેટ જમેલો વ્યક્તિ પણ બજાર માં રહેલા પકવાન તરફ સહજતાથી અને સહજતા થી આકર્ષાય છે બીજા શબ્દો માં લખું તો પકવાન માથી આવતી સુગંધ મન/મગજ પર કબજો જમાવી લે છે અને આપણ ને તેની તરફ આકર્ષે છે આ જાદુ છે ગંદ નો......હવે આ બાબત વૈજ્ઞાનિક અભિગમ થી પણ સિદ્ધ થયેલ છે કે ગંદ એ કુદરત દ્વારા સમગ્ર માનવ જાત ને મળેલ સુપર પાવર છે આવો આ બાબત ને વૈજ્ઞાનિક ભાષા માં વિચારીએ.
શિકાગો સ્થિત Smell and Test Treatment and Research Foundation ના Director ડૉ એલન હિર્ચ સમજાવે ચ્હે કે તમારી ગંદ પારખાવાની ક્ષમતા એક સુપર પાવર શક્તિ છે જે ખબર ન પડતાં મન/મગજ પર ધણી અસરો ઉપજાવે છે.
ડૉ એલન હિર્ચ ના મતે નાક કે જે સુગંદ પરખવાનું કેન્દ્ર છે એ રાત્રિ દરમિયાન પણ અવિરત રીતે કામ કરતું હોય છે જે ની અસર શરીર પર એક યા બીજા અનેક ભાગો પર રહેલી છે ,
દા.ત.:આપના કામ કરવાની ક્ષમતા આપના મૂડ પર આધાર રાખે છે અને વૈજ્ઞાનિકો માને છે ગંદ પારખવાણી ક્ષમતા આપના મૂડ પર વિશિષ્ટ અસર ઉપજાવે છે.
Neurologist and psychologist એવા ડૉ એલન હિર્ચ chemo-sensor system નામની પધ્ધતિ થી સુગંદ અને દુર્ગંદ નો શરીર વિજ્ઞાન ઉપર થતાં પ્રભાવ નો વિસ્તૃત રીતે અભ્યાસ કરી અનેક તારણો આપ્યા છે અમને ગંધ અને તેની માનવી ના જીવન પર,વર્તન પર,લાગણીઓ પર તથા પારસ્પરિક પ્રક્રિયાઓ નો ખુબજ ઉડાણ પૂર્વક અભ્યાસ કર્યો છે એ જણાવે છે કે જાણીતી સુગંધ મગજ/મન માં ઉદભવતા તરંગો ને બદલી સકે છે.
દા.ત.: માણસ જો કોઈ મન ગમતી સુગંધ ના સંપર્ક માં લાબો સમય રહે તેની શરીર પર પોજિટિવ અસર નોધવામાં આવી છે અને તેનાથી વિરુધ્ધ જો અણ-ગમતી વાસ ના સંપર્ક માં ર્હિએ તો મન/મગજ પર નેગેટિવ અસર જોવા મળે છે ,કારણ કે મનગમતી વાસ શરીર ને પ્રફુલિત કરે છે અને કામ કરવાની ક્ષમતા માં વધારો કરે છે અને એની વિરુદ્ધ અણ-ગમતી વાસ અકળાવી નાખે છે.
વિજ્ઞાન નું રસપ્રદ સશોધન દર્શાવે છે કે નર અને માદા માં રહેલી વિશિષ્ટ સુગંધ/શારીરિક વાસ એકબીજાનું આકર્ષણ નું માધ્યમ પણ બનતું હોય છે ,તમને કયા ફ્લેવર ની ice-cream ભાવે તેના આધારે તમારી પર્સનાલિટી પણ નક્કી કરી શકાય છે.
આમ ઉપર ની ચર્ચા પરથી ઍક ફળશ્રુતિ અથવા તો એક નિર્ણય પીઆર જરૂર આવી શકાય કે સુગંધ આપણાં મન/મગજ પર એક સામ્રાજ્ય જમાવીને બેઠું છે આમ ગંધ પારખવાની ક્ષમતા માનવી ની સુપર પાવર શક્તિ સમાન છે.
આમ જાણીએ તો શરીર પોતે એક વિજ્ઞાન છે...