સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૪ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૪

સલોની

(એક સ્ત્રીની સાહસ કથા)

ભાગ -૪

આરાધ્યા તેના નિયત સમયે ઘરે પરત આવી, સલોની પણ એના આવવાની રાહ જોઈ રહી હોય એમ સમય થતાં દરવાજા પાસે જ ઉભી હતી, આરાધ્યાના એક્તીવાનો આવાજ સાંભળી સલોનીએ તરત દરવાજો પણ ખોલી નાખ્યો, આરાધ્યાને પણ કંઇક અજુકતું લાગ્યું, નિત્યક્રમ પ્રમાણે તો આરાધ્યા ડોરબેલ વગાડે અને સલોની દરવાજો ખોલતી હતી, આ સમયે તો સલોની રસોડામાં કામકાજ કરતી હોય, પણ આજે સલોનીની આંખોના ભાવ કંઇક અલગ જ દર્શાવી રહ્યાં હતા.

આરાધ્યા ઘરમાં આવતાની સાથે જ સલોનીને પ્રશ્નોથી બાંધવા લાગી,

આરાધ્યા : “કેમ મમ્મી, આજે મારા આવવાની રાહ જોઇને ઉભી હતી ? બધું બરાબર તો છે ને ?”

સલોની : (વાત છુપાવતી હોય એ પ્રકારે..) ના, બેટા એવું કઈ નથી, આતો આજે મેં બહાર જમવા જવાનું વિચાર્યું, કઈ કામ નહોતું એટલે ત્યાં જ ઉભી હતી અને તારા એકટીવાનો અવાજ સાંભળ્યો.”

આરાધ્યા : “કંઇક તો તું છુપાવે છે ?”

આરાધ્યાએ હાથ પકડી અને સલોનીને સોફા ઉપર બેસાડી અને પૂછવા લાગી.

આરાધ્યા : “બોલ મમ્મી.. શું વાત છે ?”

સલોની : “વાત કઈ ખાસ નથી પણ....!!!!”

આરાધ્યા : “હવે, કહી દે ને શું થયું ? મને ચિંતા થાય છે ?”

સલોની : “આજે તારા સર ડૉ. મુખર્જી અને એમના પત્ની આપણા ઘરે આવ્યા હતાં.”

આરાધ્યા : (એક આશ્ચર્ય સાથે..) હે.... શું વાત કરે છે, મુખર્જી સર અને એમના પત્ની બંને આપણા ઘરે આવ્યા હતા ?? મમ્મી તને ખબર છે, સર ખુબ જ સારા છે, એ મને એમની દીકરીની જેમ સાચવે છે અને એમના પત્નીનો સ્વભાવ પણ ખુબ જ સારો છે એ જ્યારે હોસ્પિટલ આવે ત્યારે મારા માથે હાથ ફેરવી અને બેટા બેટા કહે. પણ... એ આપણા ઘરે શું કામ આવ્યા ?

સલોની : (મન મક્કમ કરી ) “એમના દીકરા કાર્તિક માટે તારો હાથ માંગવા”

આરાધ્યા : (સલોનીનો હાથ પોતાના હાથમાં પકડતા) “તો તે શું કહ્યું ?”

સલોની : “મેં એમને કહ્યું છે કે આરાધ્યાને પૂછી અને જવાબ આપીશ”

આરાધ્યા : “મમ્મી, તું એમને ના પાડી દેજે, મારે લગ્ન નથી કરવા, હું તને છોડીને ક્યાય જવા નથી માંગતી” આટલું બોલતા આરાધ્યાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા, અને સલોનીના ખોળામાં માથું ઢાળી દીધું. સલોનીની આંખમાં પણ આંસુ આવી ગયા પણ, પોતાના આંસુ જાતે જ લૂછી પોતાની જાતને સાચવી અને આરાધ્યાને બેઠી કરતા કહ્યું :

સલોની : “જો બેટા, આજે નહિ તો કાલે તારે લગ્ન તો કરવા જ પડશે, અને ડૉ. મુખર્જી જેવો પરિવાર આપણને બીજો નહિ મળી શકે, તું પણ હમણાં એમના વખાણ કરતી હતી, અને જે રીતે મેં મારું જીવન જીવ્યું છે એ તારી આંખો સામે છે, જે દુઃખ મેં ભોગવ્યું છે હું તારા નસીબમાં ના લખી શકું અને હું જીવવાની પણ હવે કેટલું ? માટે દીકરા કાર્તિક સાથે લગ્ન કરી તું તારી લાઈફ સેટ કર. હું તો એમ પણ એકલી જીવી લઈશ. અને તને સુખી જોવાનું સપનું મેં જોયું છે, તું લગ્ન કરી સાસરે જઈશ અને તને ત્યાં જે ખુશી મળશે એ જોઈ હું કેટલી ખુશ થઈશ એ પણ તું વિચાર.??

આરાધ્યા : (સલોનીના ખભે માથું ઢાળી..) “પણ મમ્મી હું તને એકલી મૂકી ને કેવી રીતે જઈ શકું ? અને કાર્તિકને હું હજુ ઓળખતી પણ નથી ?”

સલોની : “તું મારી ચિંતા ના કર, જો કાર્તિક આવતા અઠવાડિયે ઇન્ડિયા આવે છે, તું એને મળી લે, તને ગમે તોજ આપણે હા કહીશું. એ અહિયાં બે મહિના રહેવાનો છે, જો તને ગમશે તો આ બે મહિનામાં લગ્ન પણ કરવી દઈશું.”

આરાધ્યા : “આટલું જલ્દી !!!!”

સલોની : “જલ્દી ક્યાં બેટા, જો તું ડૉ. મુખર્જી અને એમના પરિવારને તો બરાબર ઓળખે છે, રહી વાત કાર્તિકની તો એને પણ તું ઓળખી જઈશ.”

આરાધ્યાએ હા તો પાડી પણ સલોનીને એકલા મુકવાની ઈચ્છા નહોતી, પણ સલોનીના આશ્વાસનથી તે રાજી તો થઇ, રાત્રે બંને હોટેલમાં જમવા ગયા.

થોડા દિવસમાં કાર્તિક ઇન્ડિયા આવી ગયો, પરિવારની મરજીથી બંને એકબીજાને મળ્યા, કાર્તિક ભલે વિદેશમાં રહ્યો હતો પણ સંસ્કારોમાં ભારતીયતા જ છલકતી હતી, ખુબ જ વિનમ્ર અને વિવેકી સ્વભાવ આરાધ્યાને પહેલી મુલાકાતમાં જ આકર્ષી ગયો, આરાધ્યા પણ કાર્તિકને ખુબ ગમી. આરાધ્યા અને કાર્તિક એકબીજાને પસંદ કરતા હોવાથી લગ્નની તારીખ પણ નીકળી. લગ્ન બાદ કાર્તિક આરાધ્યાને અમેરિકા પોતાની સાથે જ લઇ જવાનો હતો.

સલોનીની પોતાની દીકરીને સારું ઘર મળતું હોવાથી ખુશ હતી સાથે આરાધ્યા લગ્નકરી અમેરિકા જતી રહેશે એનું દુઃખ પણ કોરી ખાતું હતું, પણ સલોની મક્કમ દિલની વ્યક્તિ હતી, અત્યાર સુધી એને ઘણુબધું સહન કર્યું છે, જો કે દીકરીની વિદાયનું દુઃખ અસહ્ય હોય પણ જે થાય છે એ સારા માટે જ થાય છે એમ વિચારી સલોનીએ પોતાની જાતને ટકાવી રાખી.

આરાધ્યાને પણ સલોનીની ચિંતા દિવસ રાત રહેતી હતી, સલોનીએ આરાધ્યાથી કોઈ વાત છુપાવી નહોતી, શેખર વિષે પણ તે જાણતી હતી, અને શેખરના લગ્ન થઇ ગયા છે એ વાતની એને ખબર હતી માટે એને ક્યારેય શેખર સાથે વાત કરી નહોતી, પણ એક રાત્રે સુતા સુતા આરાધ્યાને વિચાર આવ્યો કે શેખર અંકલને એકવાર વાત તો કરું, આજ પહેલા એને ક્યારેય શેખર સાથે વાત નહોતી કરી, એકવાર એના જન્મ દિવસની કોમેન્ટના રીપ્લાયમાં એને આભાર વ્યક્ત કર્યો હતો. આરાધ્યાએ ફેસબુક ખોલી એ પોસ્ટ શોધી અને એના દ્વારા શેખરની પ્રોફાઈલ જોઈ પણ એમાં નિરાશા જ મળી, એ પ્રોફાઈલ ઘણા વર્ષો પહેલા જ બંધ થઇ ગઈ હતી, આખી રાત આરાધ્યા વિચારો કરતી રહી કે એવી કઈ વ્યક્તિ છે જે મારા ગયા બાદ મારી મમ્મીની કાળજી લઇ શકે ?? પણ શેખર સિવાય કોઈ બીજી વ્યક્તિનું નામ એના વિચારોમાં ચઢતું નહોતું.

બીજા દિવસે સવારે સલોની રસોઈ કરતી હતી અને આરાધ્યાએ સામે પડેલો સલોનીનો મોબાઈલ જોયો અને મગજમાં એક ચમકારો થયો હોય એમ એને તરત મોબાઈલ લઇ લીધો. સલોની હજુ જમવાનું બનાવવામાં વ્યસ્ત હતી, આરાધ્યા એ બધા નંબર ચેક કર્યા એમાં શેખરનો નમ્બર પણ દેખાયો, અને તરત પોતાના મોબાઈલમાં સેવ કરી લીધો અને ફોન હતો એજ જગ્યા ઉપર પાછો મૂકી દીધો.

ઘરમાંથી બહાર નીકળી આરાધ્યાએ શેખરનો નમ્બર ડાયલ કર્યો, અને સામેથી આવાજ આવ્યો :

શેખર : હેલ્લો, કોણ ?

આરાધ્યા : “તમે શેખર અંકલ વાત કરો છો ?”

શેખર : “હા, બેટા, પણ મને ઓળખાણ ના પડી, તમે કોણ ?”

આરાધ્યા : “અંકલ હું આરાધ્યા બોલું છું,”

આરાધ્યાનું નામ સાંભળતા જાણે શેખરનું મગજ બંધ પડી ગયું હોય એમ પોતાની પાસે રહેલી ખુરશીમાં બેસી ગયો,

આરાધ્યા : “હેલ્લો અંકલ, તમે સાંભળો છો ?”

આરાધ્યાનો અવાજ કાને પડતા શેખર સ્વસ્થ થઈને બોલ્યો :

શેખર : “હા બેટા, તું સલોનીની દીકરી આરાધ્યા બોલે છે ?”

આરાધ્યા : “ હા”

શેખર : “બધું ઠીક તો છેને બેટા, તારી મમ્મી કેમ છે ? અને મારો નંબર તને ક્યાંથી મળ્યો ?”

આરાધ્યા : “હા. અંકલ બધું ઠીક છે, અને મમ્મીના મોબાઈલમાં તમારો નમ્બર સેવ હતો.”

શેખર : “બેટા, આમ અચાનક કેમ ફોન કર્યો તે ?”

આરાધ્યા : “અંકલ, આવતા રવિવારે મારા લગ્ન છે, અને મારા લગ્નમાં તમારે આવવાનું છે, મમ્મીને મેં નથી જણાવ્યું પણ તમે આવશો તો મમ્મીને થોડી હિંમત રહેશે એમ વિચારી તમને મેં ફોન કર્યો. તમે આવશો ને ?”

શેખર : “હા બેટા હું ચોક્કસ આવીશ.”

આરાધ્યા : “સાથે આંટી અને તમારા બાળકોને પણ લાવજો.”

શેખર : “બેટા, આ દુનિયામાં મારું હવે કોઈ નથી, હું એકલો જ છું, થોડા વર્ષો પહેલા મારા ડિવોર્સ થઇ ગયા છે, પણ તું ચિંતા ના કર હું ચોક્કસ આવીશ.”

આરાધ્યાને જાણે શેખરની વાત સાંભળી એક અનેરી ખુશી મળી હોય અને એક નવો વિચાર સ્ફૂર્યો હોય એમ ખુશ થતાં આભાર વ્યક્ત કરી ફોન મુક્યો.

સલોનીને આ વાતની કોઈ જાણ હતી નહી, પણ આરાધ્યાના માથેથી જાણે એક ભાર હળવો થઇ ગયો હોય એમ લાગતું, એને ખુશ જોઇને સલોની પણ ક્યારેક પૂછતી “કેમ આટલી ખુશ થાય છે ?” તો જવાબમાં આરાધ્યા ખી ઉઠતી : “સરપ્રાઈઝ.” પણ સલોનીને અનુમાન નહોતું કે આરાધ્યા શેખરને એની સામે લઇ આવવાની છે.

આરાધ્યાના લગ્નનો દિવસ આવી ગયો જાન માંડવે આવી પહોચી, સૌ નાચતા ગાતા હતા, આરાધ્યાને કાર્તિક કરતાં પણ વધારે શેખરના આવવાની ઇન્તેજારી હતી, શેખરનો કોઈ ફોન પણ નહોતો આવ્યો, લગ્નમાં આવેલા વ્યક્તિઓમાં આરાધ્યા શેખરને શોધી રહી હતી, પણ શેખર ક્યાંય દેખાતો નહોતો, આરાધ્યાને મંડપમાં લાવવાનો સમય થયો, પણ આરાધ્યા આમ તેમ કોઈને શોધી રહી હોય એવું લાગ્યું, સલોની ક્યારની આરાધ્યાને જોઈ રહી હતી, એને પણ લાગ્યું કે એ કોઈને શોધે છે અને પૂછી પણ લીધું, કે “બેટા કોને શોધે છે ? આરાધ્યાએ કઈ જવાબ ના આપ્યો અને ડોલીમાં બેસી લગ્ન મંડપમાં ચાલી નીકળી, લગ્નનો બધો વિધિ નિર્ધારિત સમયમાં પૂર્ણ થયો પણ શેખર ક્યાંય નજરે ચઢ્યો નહિ, વિદાયનો સમય થવા આવ્યો, સલોનીની આંખોમાં મમતાનું પુર ઉમટી આવ્યું, આરાધ્યા પણ સલોનીને ભેટી ખુબ રડી અને મનોમન શેખરનું ના આવ્યાનું દુઃખ પણ ઠાલવવા લાગી, સલોની આ ક્ષણે પોતાની જાતને સાચવી ના શકી અને ચક્કર ખાઈ જમીન ઉપર જ પાડવા જતી હતી ત્યાં પાછળથી આવેલા બે હાથે સલોનીને થામી લીધી. તરત સલોનીને રૂમમાં લઇ જવામાં આવી, આરાધ્યા અને કાર્તિક ડોક્ટર હતાં એના કારણે હોસ્પિટલ જવાની જરૂર ના રહી.

પોતાના બેડરૂમમાં સલોનીએ આંખો ખોલી, કાર્તિક અને સલોની સાથે એક નવો ચહેરો પણ સલોનીની આંખો સામે ઉભો હતો, એ નવા ચહેરાને જોઈ સલોની એકદમ સચેત થઇ ગઈ અને આશ્ચર્ય સાથે બોલી ઉઠી :

“શેખર!!! તમે અહિયાં ?”

આરાધ્યાએ તરત જવાબ આપ્યો : “હા, મમ્મી મે જ એમને અહિયાં બોલાવ્યા છે, આજ તો તારી સરપ્રાઈઝ હતી.”

સલોની : “પણ .........??”

આરાધ્યાએ શેખર વિશેની બધી વાત સલોનીને કરી અને સલોનીનો હાથ શેખરના હાથમાં આપતા કહ્યું :

“મમ્મી, તે આખું જીવન મારા માટે સમર્પિત કરી દીધું, પણ મેં તારા માટે કઈ કર્યું નહોતું, અને હું તને છોડી જતાં પહેલા તારા જીવનને પણ એક નવો આધાર આપવા માંગતી હતી, શેખર અંકલ પણ એમની લાઈફમાં એકલા પડી ગયા છે, તમે બંને સાથે હવે પોતાનું જીવન વિતાવજો, અત્યાર સુધી તે મારા કારણે કોઈને પોતાના જીવનમાં ના આવવા દીધું પણ હવે હું તારાથી દૂર જઈ રહી છું, તારું ધ્યાન હું કેવી રીતે રાખી શકું, માટે મેં શેખર અંકલને બોલાવી લીધા.”

સલોનીની આંખમાં આંસુની સાથે પોતાની દીકરીની સમજણનું ગર્વ પણ હતું.

કાર્તિક અને આરાધ્યા લગ્ન બાદ અમેરિકા ચાલ્યા ગયા અને આ તરફ શેખર અને સલોની પોતાના અધૂરા રહી ગયેલા સપનાઓને પુરા કરવા માટે લાગી ગયા, બંને એકબીજાનો સહારો બની જીવનનૈયાને આગળ ધપાવવા લાગ્યા.

લે. નીરવ પટેલ - “શ્યામ”