શમણું એક સોનેરી સાંજનું-૧૧ BINAL PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શમણું એક સોનેરી સાંજનું-૧૧

શમણું એક સોનેરી સાંજનું-૧૧

સમયનું ખાલી એક જ ઝોકું કાફી હતું ઈશાની અને સંજયના જીવનની નૈયાને હાલક-ડોલક કરતી મૂકી દેવા માટે..

હોસ્પિટલમાં સંજય ઈશાની વાતો કરે છે, સંજય હજી એ વાતને સ્વીકારી શકતો નથી અને મનમાં ખૂબ મૂંઝવ્યા છે. ઈશાની હિંમત સાથે સંજયનો સાથ આપવા તૈયાર છે. અત્યરે ઈશાની જ એનો સૌથી મોટો મજબૂત સ્થંભ છે જેના સાથથી સંજય માનસિક રીતે મજબૂત બની શકશે.

નર્સ રૂટિન ચૅક અપ માટે આવે છે અને થોડી એક્સરસાઇઝ કરાવે છે, સમય વીતે છે, એક અઠવાડિયું વીતી જાય છે.

આજે સંજયને ઘરે જવાની પરવાનગી આપવા મોટા સાહેબ જેમણે એનું ઓપેરશન કર્યું હતું એ આવવાના હતા અને એ જે કહેશે એ પ્રમાણે આગળ ટ્રીટમેન્ટ ચાલશે.

'હેલો મિ. પટેલ. હાઉ યુ ફીલિંગ નાઉ??', ડૉ. સાહેબ એ આવીને ખૂબ જ ખુશનુમા અવાજમાં પૂછ્યું.
'યેસ ડૉ.... ફીલિંગ બેટર. નીડ ટુ ગો હોમ નાઉ.'
'યેસ. યુ કેન..બટ, લેટ મી ચેક ફર્સ્ટ.'

ડૉ. ચૅક અપ કરે છે અને બધાનું ધ્યાન બસ એમાં જ છે કે ડૉ. શું કહેશે અને આગળ શું કરવાનું છે.

સંજય આમ તો ઘણો સ્વસ્થ દેખાતો હતો. એક અઠવાડિયામાં ઈશાનીએ સંજયને માનસિક અને શારીરિક બંને રીતે ઘણો જ મજબૂત કરી દીધો હતો.

મી. પટેલ, ઘરે જવા તૈયાર છો ને?? આમ તો બધું જ સરસ છે. તમારી રિકવરી પણ ઘણી જલ્દી થઇ છે. થોડી એક્સરસાઇઝ અને થોડું હેલ્ધી ડાયેટ કરજો એટલે જલ્દી ફીટ થઇ જશો અને દર ૨ મહિને એકવાર રૂટિન ચેક અપમાં આવતા રેહજો.

બધું જ સરખું થવા લાગ્યું, ધીમે-ધીમે મોટી ભરતી સાથે આવેલું દુઃખ શાંત પાણીની જેમ શાંત થવા લાગ્યું. હોસ્પિટલનું બધું પતાવી વિનયભાઈ અને ઈશાની સંજયને લઈને કારમાં બેઠા. સંજય પહેલા કરતા સારી રીતે ચાલી શકતો હતો. સહારો લેવો પડે પરંતુ પોતાનું બેલેન્સ જાળવી લેતો. ધીમે-ધીમે કરીને પોતાની જાતને સાંભળવા લાગ્યો હતો.

વિનજયભાઈ પરિવાર સાથે એમના બંગલે પહોંચ્યા, ઈશાની ઘરમાંથી પૂજાની થાળી લઇ આવી અને સંજયની નજર ઉતારી એને ઘરમાં લાવ્યા સાથે એની નવી જિંદગીમાં સુખ શાંતિ રહે એવી પ્રાર્થના કરી અને ઘરમાં મંદિર પાસે જઈને માથું ટેક્યું સાથે કુળદેવીનો દીવો કરી લાપસી કરી.

સમય પસાર થતા ક્યાં વાર લાગે છે સાહેબ! સમયનો કાંટો ફરતો રહ્યો, ઈશાની-સંજયની જિંદગી એમ જ ચાલતી રહી. સંજય ઘરે રહીને જ ઓફિસનું કામ કરે, મહિને એક વાર ખાલી ઈશાની સાથે ઓફિસ અને ફેક્ટરી એ આંટો મારી આવે, સામે ઈશાનીની જવાબદારી વધતી ગઈ. ઈશાનીએ એનું આગળનું ભણવાનું મુલતવી રાખ્યું. સમય જતા ઘરમાં પરનું તો બંધાયું પરંતુ દીકરી ખુશીનું ધ્યાન પણ ઈશાનીને જ રાખવું પડે, ઘર-ઓફિસ, વિનયભાઈ અને સંજયની દેખરેખ અને ખુશીની બધી જ જવાબદારી ઈશાની પર આવી ગઈ, પૈસે-ટકે સુખી એટલે મદદ માટે કામવાળા રાખેલા પરંતુ એક જવાબદારી થઇ ગઈ કે બધું જ ઈશાનીને એકલા હાથે કરવું પડતું. સંજય બને એટલી મદદ કરે પરંતુ એ પણ શારીરિક રીતે હારી ગયેલો હતો એટલે ઘણી વાર તો ખૂબ દુઃખી થઇ જતો અને પોતાની જ જાતને કોસતો પરંતુ એવું કરવાથી તકલીફ ઓછી થોડી થવાની હતી!!

ખુશી પણ ઘણી મોટી થઇ ગઈ, વિનયભાઈ પણ હવે આધેડ થઇ ગયા હતા છતાં પોતાનું સાંભળી લેતા, ઈશાની પર બહુ વધારે બોજ ના બનતા, ઈશાની અને ખુશી મળીને બધું જ સાંભળી રહ્યા હતા. હવે જરાક મનને ટાઢક વળી હોય એવું લાગતું. ઈશાની ઓફિસ અને ફેક્ટરી બંનેનું કામ સાંભળી લેતી આમ તો સંજય પૂરો સાથ આપતો પરંતુ શારીરિક રીતે થોડો બીજા પર નિર્ભર એટલે એટલી ઝડપે બધું જ કરી ના શકતો. એનું મગજ તો બિઝનેસમાં એટલું જ તેજ ચાલતું અને આજે એ જ ફેક્ટરીની સાથે એને બીજી ૩ ફેક્ટરી ચાલુ કરી દીધી આજે બિઝનેસ વર્લ્ડમાં પણ એમનું નામ તો છે જ. સાથે ઈશાની પણ કામમાં ગળાડૂબ રહે છે.

ઈશાની આજે ૧૦માં ધોરણમાં ભણે છે અને ખૂબ હોશિયાર છે. બધી જ જવાબદારીથી ઉપરવટ થઈને બંને પતિ-પત્ની એકબીજાના હમસફર થઈને રહ્યા છે અને જિંદગીની ખૂબ મોટી પરીક્ષામાંથી હિંમતભેર બહાર આવ્યા છે.

આજે ફરી એ જ દિવસ. એમની ૧૮મી એનીવર્સરી અને એ જ રિસોર્ટમાં બેસીને પતિ-પત્ની સોનેરી શમણાં સેવી રહ્યા છે. આખી જિંદગીને રિવાઇન્ડ કરીને વાંચી રહ્યા છે. જિંદગીએ આપણાં બધા જ ઘાવ પર એકબીજાને મલમ લગાડીને એ ઘાવમાં પણ જીવતા શીખવ્યું છે એવા છે આ ગોલ્ડન ગ્રેટ દંપતીના જીવનનું સોનેરી શમણું ગણી શકાય. ૧૮ વર્ષ પહેલા જે ઘડીને પ્રેમથી અને આનંદથી માણી ના શક્ય એ જ ઘડીનો ઇન્તઝાર એટલા વર્ષે પૂરો થયો.

'આજે બધું જ સેમ છે બસ સમયનો થોડો ફરક છે ઈશાની.', સંજયે ઇશાનીના ખભે હાથ રાખીને બહુ પ્રેમથી કહ્યું.

'હા, દોસ્ત, સેમ તો છે જ અને સમય પણ એ જ છે, આજે તું અને હું પણ એ જ છે અને આપણા પ્રેમની પરિભાષા પણ એટલા વર્ષોમાં બદલાઈ નથી. બધું જ સેમ છે.', ઇશાનીએ પણ ખુબ દિલથી પ્રતિઉત્તર આપ્યો.

બસ આ જ સોનેરી સાંજના શમણાં મેં ૧૮ વર્ષ પહેલા સેવ્યાં હતા ઈશુ. બહુ આભારી છું એ પ્રેભુનો અને મારા સારા કર્મોનો જેના લીધે તારા જેવી લક્ષ્મીનો સાથ પામી હું આખો સાગર તારી ગયો..

ઈશાની-સંજયનો સાથ તો અનંત સુધી રહ્યો અને દીકરી પણ એ જ રીતે સંસ્કારોનો પોટલું લઇ સુખેથી સારા ઘરમાં જઈને બને ઘરને દીપાવી રહી છે, વિનયભાઈ હાજી ૯૦ વર્ષે પણ દીકરા-વહુ સાથે સુખેથી રહે છે.

'શમણું મેં સેવ્યું સોનાનું,
સાથ મળ્યો તારો એટલે તારી ગઈ નાવ.'

બસ,


આવા જ અનેક સોનેરી શમણાં સાથે....
સંજય-ઇશાનીના સાથે સાથે...
આપ સહુના પ્રેમ-અભિપ્રાય સાથે.

***************************************************

-બિનલ પટેલ
૮૭૫૮૫૩૬૨૪૨