શમણું એક સોનેરી સાંજનું-૭ BINAL PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શમણું એક સોનેરી સાંજનું-૭

શમણું એક સોનેરી સાંજનું-૭

'આંખ ખુલે ત્યાં નજરું બદલાય,
પલકના ઝબકારામાં જિંદગી બદલાય,
સમય ક્યાં જોવે છે કોઈની વાટ!!!!!!!!!
આજે અવળો તો કાલે સવળો થઇ જોવે વાટ.'

ખુબ સાચી વાત છે સાહેબ, આગળના ભાગમાં જોયું કે ઈશાની અને સંજયની જિંદગી એક પળમાં બદલાઈ ગઈ..

ઈશાની અને સંજય વાતો કરતા હતા, ખુશીઓએ ફૂલોની ચાદર પાથરી જ હતી, બસ એમાં ચાલવાની તૈયારી જ કરી રહ્યા હતા ને જાણે આભ તૂટ્યું, તોફાનની ભયંકર આંધી આવી, સપનાના મહેલ જાણે એકીદમ ધારાશાહી થઇ ગયા ને ઘોર અંધારાએ જાણે અજવાસને કેદ કરી દીધો.

સંજયને દિલનો દહરો પડ્યો, અચાનક જ એની હાલત કફોડી બનતી ગઈ અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો..ઈશાની માટે તો આથમતી સંધ્યાએ જીવન આખું અંધકાર બની ગયું હોય એવું લાગવા લાગ્યું. માંડ-માંડ પોતાની જાતને સંભાળીને બેઠી ત્યાં એના ફેમિલી માંથી બધા જ હોસ્પિટલમાં દોડી આવ્યા. સંજયના પપ્પા તો જાણે સાવ તૂટી જ ગયા હોય એવા થઇ ગયા છતાં ચહેરા પરના ભાવ ના બદલાવ દીધા અને પોતે તૂટીને પણ વહુને હિમ્મત આપતા રહ્યા. ઈશાનીના પેરેન્ટ્સ પણ સાથે જ હતા. બધા ના મનમાં એક જ પ્રાર્થના હતી, સંજયને સાજો-નવરો જોવાની..

હોસ્પિટલનું વાતાવરણનું વર્ણન કરીએ તો ૧૦ માળની મોટી હોસ્પિટલ, હૃદયની સ્પેશ્યલ હોસ્પિટલ એટલે ક્રિટીકૅલ કેસ જ વધારે આવે. એમાં ૫ મે માળે I .C .C .U રૂમ અને ક્રિટીકૅલ કેસના રૂમ પછી નીચે સ્પેશ્યલ વૉર્ડ રૂમ અને ચેક અપ રૂમ. ઉમ્મીદની કિરણો સાથે રૂમની બહાર બેસી રહેલા માયુસ ચહેરા, હિમ્મત અને ધગશથી કામ કરતા અને પ્રભુને આગળ રાખી ઓપરેશન કરતા બધા જ સીનીઅર અને જુનિયર ડૉક્ટરનો સ્ટાફ અને દિન-રાત સેવામાં અડીખમ રહેતા નર્સ અને પ્યુન. બધાની ભાગાદોડીમાં એક મહત્વના વ્યક્તિને તો ભૂલી જ ગયા આપણે એ છે વિઘ્ન હરતા, સુખ કરતા ગણપતિની પ્રતિમા જેને આગળ રાખીને જ દરેક વ્યક્તિ આગળ વધે છે અને પ્રભુ બધા ને સાથ આપે છે. હોસ્પિટલના વર્ણન કરતા કલમ અને કાગળ બંને ભીંજાઈ જાય સાહેબ, એવો નઝારો હોય છે.

આવા ગંભીર વાતાવરણમાં ઈશાની અને સંજયની 6th એનિવર્સરીની સાંજ ઉજવાશે એવી કલ્પના તો કોઈએ નહતી કરી. સંજયનું ઓપરેશન શરુ થયું, હ્દયના વાલ્વમાં તકલીફ છે અને નળીઓ બ્લોક થઇ ગઈ છે એટલે અચાનક જ હ્દયનો હુમલો થયો અને સારું થયું કે થોડા જલ્દી આવી ગયા હોસ્પિટલ બાકી કેસ હાથમાં લેવાની દરેક ડૉક્ટર ના જ પડી દેત. આવા કડવા પરંતુ સાચા શબ્દો સાંભળીને ઈશાની તો જાણે હોશ જ ખોઈ બેઠી હોય એમ સ્તબ્ધ થઇ ગઈ અને ઓપરેશન ચાલે છે બધાના મનમાં એક જ પ્રાર્થના ચાલે છે.

'સાત રંગોની રંગોળી એમાં રંગો હોય અપાર,
કયો રંગ કઈ જાજમ પાથરશે એની કોને હોય ખબર?
ધૂપ-છાંવ વાળા રંગો તો જોયા હતા,
આજે જિંદગી એ દેખાડી એ ધૂપ-છાંવની કોને હોય ખબર?

એટલે જ કહેવાયું છે કે,
'ના જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું??'

સમયની ગતિ કયારેય રોકાય નહિ પરંતુ આજે જાણે સમયને કોઈએ કેડી બાંધી દીધી હોય ને એમ સમય એક જગ્યાએ રોકાઈ જ ગયો હતો. ઓપરેશન ૭ કલાકનું હતું એવું ડોક્ટરનું કેહવું હતું અને એમાં પણ ૧૦૦% ગેરંટી તો નહિ જ... એ તો આજ-કલ દરેક ડૉક્ટર કોન્સેન્ટ ફોર્મ તો સાઈન કરાઈ લે જ છે. હોસ્પિટલ સારી અને નામના ધરાવતી હતી, કોઈ કેસ ફેલ ગયા હોય એવું યાદ નથી છતાં હોસ્પિટલ અને ડોક્ટરની સફે સાઈડ માટે એ ફોર્મ સાઈન કરાઈને ગયા પછી તો ઈશાની છુટા મોઢે રડી પડી અને ગણપતિજીની મૂર્તિ સામે ફસડાઈ પડી. આ દ્રશ્ય જોતા કોઈની પણ આંખ ભીની થઇ જ જાય સાહેબ..

આ દ્રશ્ય જોતા કેટલાય સવાલ મનમાં આવે કે,


પ્રભુ આટલા કઠોર કેમ?
કેમ જીવનની આટલી મોટી ખુશીના દિવસે જ આટલી અઘરી કસોટી?
કેમ પળમાં જીવન આખું સમેટાઈ ગયું?
પલકના ઝબકારામાં જિંદગી આખી આટોપાઈ ગઈ?
એવા તે કેવા કર્મોના હિસાબ હશે?

આવા અનેક સવાલોના ટોપલા મનમાં ઉલેચાય કરે. બધા જ સાગા-સંબંધી અને ઓફિસના સ્ટાફ સાથે મોટા ભાગના બિઝનેસ ફ્રેન્ડ્સ અને ઘણા બધા લોકો આવી પહોંચ્યા. સંજયભાઈની શાખ તો ખરી ને માર્કેટમાં એટલે લોકોમાં માન-આદર બહુ પામ્યા હતા. આજે ઓપરેશન થિએટરની બહાર જાણે મેળો લાગ્યો હોય એમ લોકો બેઠા હતા અને બધાના મનમાં એક જ વાત કે આજે બસ ગમે તેમ થાય સંજયભાઈની તબિયત સારી થઇ જાય અને ઓપરેશન સફળતા પૂર્વક પૂર્ણ થાય.

વાતાવરણ ખુબ ગંભીર હતું. લોકો બેઠા છે અને નર્સની અવરજવર ચાલે છે ઓપરેશન થિએટરમાંથી બહાર અને બહારથી અંદર. સર્જન ડોક્ટર્સની ટીમ આવી ગઈ છે. બધું જ જાણે એટલું જલ્દી થઇ રહ્યું છે છતાં સમય જતો નથી. ઈશાની તો બહાર જ બેભાન જેવી થઇ જાય છે માંડ-માંડ પોતાની જાતને સાંભળી રહી છે અને પ્રાર્થના દીવા તો મનમાં ચાલે જ છે. ઓપરેશનની લાલ બત્તી ચાલુ છે બધાનું ધ્યાન ત્યાં સ્થિર થયું છે. સમય તો ઘણો લમ્બો છે. ૭ કલાકના ઓપરેશન પછી પણ સંજયની હાલત શું હશે એ તો સંજય ભાનમાં આવે પછી જ ખબર પડે.

ઈશાની માટે આ સમય બળતા અંગારા જેવો છે. ક્યાંય મન લાગતું નથી. જીવ તાળવે ચોંટ્યો છે. સમય કેડીમાં બંધાયો છે. હિંમત રાખી શાંત ચિત્તે બસ પ્રભુનું સ્મરણ કરે છે અને આંસુ સારે છે.

'ઈશાની પટેલ??????', નર્સે અવાજ કર્યો.
(ઈશાની નર્સ પસે જાય છે.)

વધુ આવતા સપ્તાહમાં....

-બિનલ પટેલ
૮૭૫૮૫૩૬૨૪૨