આક્રંદ એક અભિશાપ 7 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આક્રંદ એક અભિશાપ 7

"આક્રંદ:-એક અભિશાપ"

ભાગ:-7

પોતાનાં મામા ની દીકરી રેશમા ની સારવાર અને સાથે પોતાનો પ્રોજેકટ એ બંને કામ સાથે કરવા નૂર આદિલ ની મદદથી ઈન્ડિયા પહોંચે છે. હસન ઓમર અને નતાશા ની સાથે નૂર સોનગઢ જવા નીકળે છે..રસ્તામાં એક પછી એક રહસ્યમયી ઘટનાઓ બને છે.. એક સુમસાન જગ્યાએ હસન નમાઝ પઢવા રોકાતાં નૂર એક રહસ્યમયી જગ્યાએ પહોંચી જાય છે..જ્યાં યોગ્ય સમયે આવી હસન એને બચાવી લે છે.. હસન ની નજરે એક નંબર પડે છે 7175. સવાર પડતાં ની સાથે એ ત્રણેય સોનગઢની હદ માંપ્રવેશે છે.. હવે વાંચો આગળ ની કહાની.

હસન, નૂર અને નતાશા જ્યારે સોનગઢ પહોંચ્યા ત્યારે સાડા છ વાગ્યાં નો સમય ઘડિયાળ બતાવી રહી હતી.. આટલાં વહેલાં કોઈનાં ઘરે જવું હસન ને ઉચિત ના લાગ્યું. એટલે એને ગામ ની બહાર જ આવેલી એક ચા ની દુકાને બેઠાં.. અહીં જ થોડાં ફ્રેશ થઈને જ એમને નૂર નાં મામા નાં ઘરે જવાનું નક્કી કરી લીધું.

ચા નો ઓર્ડર અપાઈ ગયો અને એ લોકો એ બેઠાં બેઠાં સમય પસાર કરવા માટે વાતો ચાલુ કરી.

"હસન..એક વાત ક્યારનીયે મારાં મગજમાં ચાલે જાય છે..મને લાગે છે એ વિશે તું ચોક્કસ કંઈક જાણે છે.."નૂર પોતાનાં સ્વભાવ મુજબ હસન ની તરફ જોઈને બોલી.

"અત્યાર સુધી જે કંઈપણ જીન સાથે જોડાયેલા રહસ્યો હતાં એ વિશે તો હું તને જણાવી ચુક્યો છું.તો પછી તું કઈ વાત વિશે કહે છે..?"હસને નૂર ની વાત સાંભળી સામે પૂછ્યું.

"તે ત્યાં લોજ પર જુબેર ને સોનગઢ ની જગ્યાએ રહમત ગામ વિશે પૂછ્યું હતું અને એટલે જ શાયદ જુબેર અચાનક ક્રોધે ભરાયો હતો..આ રહમત ગામ ક્યાં આવેલું છે અને એની જોડે જોડાયેલ રહસ્ય ખરેખર શું છે..?"નૂરે પૂછ્યું.

"નૂર રહમત ગામ વિશે ની હકીકત અને રહસ્ય ખરેખર હું પૂર્ણપણે જાણતો નથી..પણ મને જે કંઈપણ ખબર છે એ વાત હું તને જણાવીશ.."આટલું કહી હસન ઓમરે રહમત ગામ વિશે પોતે જે કંઈપણ જાણતો હતો એ નૂર ને જણાવતાં કહ્યું.

"આજથી 25 વર્ષ પહેલાં રહમત એક સમૃદ્ધ ગામ ગણાતું હતું..ત્યાંના મોટાભાગનાં લોકો સાધન-સંપન્ન હતાં.. એ બધાં નો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો છતાં પણ એ બધાં પોતાની મહેનત નાં જોરે સારું એવું કમાઈ લેતાં.. બધું એની રીતે યોગ્ય ચાલી રહ્યું હતું ત્યાં ખબર નહીં શું ઘટના બની કે એકાએક થોડાંક દિવસો ની અંદર તો આખું ગામ ખાલી થઈ ગયું.."

"રહમત ગામ ની નજીક સોનગઢ નામનું કોઈ ગામ ત્યારે અસ્તિત્વ ધરાવતું નહોતું..ત્યાં સોનારીયા નામે એક બસ્તી હતી..રહમત ગામમાં કોઈ ભેદી કારણથી મોરાભાગ નાં લોકો બીમાર પડ્યાં અને મૃત્યુ પામ્યાં.. જે બચી ગયાં એ સોનારીયા આવી ગયાં અને ધીરે ધીરે સોનારીયા બસ્તી ની જગ્યાએ સોનગઢ અસ્તિત્વ માં આવ્યું.સોનગઢ હજુ નવું નવું અસ્તિત્વ માં આવ્યું હોવાથી મને એમ કે જુબેર એનાં વિશે ના જાણતો હોય પણ રહમત ગામ વિશે એ ચોક્કસ જાણતો હોવો જોઈએ એમ વિચારી મેં એને પછી રહમત ગામ નો રસ્તો પૂછ્યો. "

"એક વખત નું સમૃદ્ધ ગામ ભેદી સંજોગોમાં ખંડેર સમાન બની ગયું..આખાં રહમત ગામ માં કોઈ વ્યક્તિ રહેતું નથી..લોકો નું કહેવું છે ત્યાં આઆજેપણ જીનો નો વાસ છે..એ ગામ પર જીનો નો કોઈ અભિશાપ મોજુદ છે જેનાં લીધે જ ત્યાંની આવી દશા થઈ. રહમત ગામ સોનગઢ થી ફક્ત દસ કિલોમીટર જેટલું પણ દૂર નથી છતાં આ ગામનું કોઈ વ્યક્તિ ત્યાં જતું નથી..જવાની વાત તો દૂર રહી રહમત ગામ નું નામ પણ એ લોકો ની જીભે આવતું નથી.."

"હું જે દિવસથી આ ઝાડફૂંક વિધિ નાં ક્ષેત્ર માં છું ત્યારથી મારી ઈચ્છા હતી કે એક દિવસ તો રહમત ગામ ની મુલાકાત જરૂર લઈશ પણ ક્યારેક એવો મોકો મળ્યો જ નહોતો. જ્યારે આદિલ ભાઈ એ કોલ કરી તારી સાથે સોનગઢ જવાનું કહ્યું ત્યારે જ મેં વિચારી લીધું હતું કે આખરે સોનગઢ નું કામ પતાવી ત્યાંથી એકાદ દિવસ રહમત ગામ પણ જવા મળશે..હું રહમત ગામ ના લોકો સાથે હકીકતમાં શું બન્યું હતું એ વિશે જાણવા માંગુ છું.."

આટલું જણાવી હસન ઓમરે નૂર નાં મન માં ચાલી રહેલી ધમાસણ ને કંઈક અંશે શાંત જરૂર કરી દીધી હતી...નૂર ને પણ જિન ની દુનિયાનાં અસ્તિત્વ પર થોડો તો થોડો પણ વિશ્વાસ જરૂર આવવા લાગ્યો હતો..!!

***

"ફાતિમા બેગમ નું ઘર ક્યાં આવ્યું છે..?" એકાદ કલાક જેટલો સમય ત્યાં ચા ની દુકાને પસાર કર્યાં બાદ નૂરે દુકાન નાં મલિક ને પૂછ્યું.

"ફાતિમા બેગમ..બિલાલ અહેમદ નાં જોરુ થાય એ જ ને..?" દુકાનદારે ફાતિમા બેગમ નાં નામની ખરાઈ કરતાં પૂછ્યું.

"હા બિલાલ અહેમદ મારાં મામા હતાં અને ફાતિમા બેગમ મારાં મામી.." નૂરે પોતાની ઓળખ આપતાં કહ્યું.

ત્યારબાદ દુકાનદારે ફાતિમા બેગમ નાં ઘર તરફનો રસ્તો બતાવ્યો એટલે એ લોકો કારમાં ગોઠવાયાં અને હસને કારને દુકાનદારે બતાવેલાં રસ્તે ભગાવી મૂકી.. નૂરે પણ પોતે પાંચ મિનિટમાં આવે છે એવું ફાતિમા બેગમ ને કોલ કરી જણાવી દીધું હતું.

હસને કાર ને નૂર નાં મામા નાં ઘર જોડે લાવીને ઉભી રાખી..અને ત્યારબાદ નૂર,હસન અને નતાશા એમાંથી પોતાનો સામાન લઈને નીચે ઉતર્યાં. નૂર નાં મામા નું ઘર ગામનાં અન્ય ઘર નું તુલનામાં આલીશાન કહેવાય એવું હતું.. એ લોકો જેવાં નીચે આવ્યાં એજ સમયે એક પચાસેક વર્ષ ની મહિલા અને એક પચ્ચીસેક વર્ષ ની યુવતી ચહેરા પર ખુશી સાથે ઉભાં હતાં.

એ મહિલા હતી નૂર ની મામી ફતિમા અને એ યુવતી બીજું કોઈ નહીં પણ નૂર ની મામા ની દીકરી રેશમા હતી જેની સારવાર માટે એ લોકો સોનગઢ આવ્યાં હતાં. પણ રેશમા ની તબિયત અત્યારે તો સ્વસ્થ લાગી રહી હતી તો પછી ફાતિમા મામી એ રેશમા ની હાલત ખરાબ છે એવી વાત પોતાને કેમ કરી..?? એવો પ્રશ્ન જરૂર નૂર નાં દિમાગમાં ઉઠ્યો.

ફાતિમા અને રેશમા એ એ ત્રણેય મુ ઉમળકાભેર સ્વાગત કર્યું.ફાતિમા એ તો જે રીતે નૂર ને ગળે લગાવી અને હેતથી એનાં માથે હાથ ફેરવ્યો એ જોઈ એવું લાગતું હતું કે મામી અને ભાણી ભલે મળ્યાં નહોતાં પણ એમની વચ્ચે સારી એવી આત્મીયતા જરૂર હતી ભલેને એ આત્મીયતા પછી કોલ અને વીડિયો કોલ નાં લીધે કેમ ના આવી હોય.

નૂરે હસન અને નતાશા ની ઓળખાણ રેશમા અને ફાતિમા ને આપી.. ફાતિમા એ એ બધાં ને ઘર માં આવવાનું કહ્યું. ઘર નાં પહેલાં માળે નૂર અને નતાશા ને ઉતારો આપ્યો..અને હસન ને પહેલાં માળે કોર્નરમાં આવેલાં ગેસ્ટ રૂમમાં રોકાણ માટેની સુવિધા કરી આપી.

આ દરમિયાન હસને ઘરમાં એક સાઠ વર્ષ ની ઉંમરની એક વૃદ્ધ સ્ત્રી પણ જોઈ જે એમની તરફ કોઈ વિચિત્ર હાવભાવ સાથે દેખી રહી હતી.. નૂર અને નતાશા એ પણ એ વૃદ્ધ મહિલાને એમની તરફ નજર રાખતાં જોઈ હતી.

નતાશા,નૂર અને હસન ફ્રેશ થઈને ફાતિમા નાં કહેવા પર ઘર નાં હોલ માં ચા-નાસ્તા માટે આવ્યાં.એ વૃદ્ધ મહિલા પણ ત્યાં હાજર હતી.ફાતિમા એ નૂર ને ઉદ્દેશીને કહ્યું.

"આ મારી મોટી બહેન કાસમા છે.. મારાં જીજાજી નાં અવસાન પછી એ મારી સાથે જ રહે છે.. એમને કોઈ સંતાન નથી એટલે બિચારાં ક્યાં જાય માટે હું એમને મારી સાથે જ લેતી આવી.. જીજાજી નાં અવસાન પછી એમની માનસિક સ્થિતિ પન થોડી ખરાબ છે."

ફાતિમા ની વાત સાંભળી હસન, નૂર અને નતાશા ને કાસમા નાં એવાં વિચિત્ર વ્યવહાર નું કારણ મળી ગયું ઉલટા નું એમને કાસમા પ્રત્યે થોડી ઘણી હૈયાધારણા બંધાઈ. ચા-નાસ્તો પૂર્ણ કર્યાં બાદ એ બધાં થોડો આરામ કરવા માટે પોતપોતાનાં રૂમમાં પ્રવેશ્યાં..આખી રાત નો ઉજાગરો અને રસ્તામાં બનેલી વિચિત્ર ઘટનાઓનાં લીધે એ ત્રણેય ને થોડીવારમાં જ ઘસઘસાટ સુઈ પણ ગયાં.

***

એ લોકો છેક સાંજે નિંદરમાંથી ઉભાં થયાં..ફાતિમા એ પોતાનાં હાથે જ લાજવાબ જમવાનું બનાવ્યું હતું.રાત નું જમવાનું પૂર્ણ કરી બધાં ઘર નાં મુખ્ય હોલ માં એકઠાં થયાં. નૂર નાં મામા ની ગેરહાજરી અને ઘર માં એમની તસવીર જોઈ નતાશા અને હસન સમજી ચૂક્યાં હતા કે બિલાલ અહેમદ આ દુનિયામાં હયાત નથી અને આ ઘરમાં ફક્ત ત્રણ સ્ત્રીઓ જ રહે છે ફાતિમા,કાસમા અને રેશમા.

"રેશમા હવે તને કેવું છે..મામી એ કહ્યું તારી તબિયત વધુ બગડતી જાય છે.?"નૂરે રેશમા ની તરફ જોઈને પૂછ્યું.

"આમ તો નૂર બેટા આએને એકંદરે સારું જ હોય છે પણ ક્યારેક ક્યારેક..એને ખબર નહીં શું થઈ જાય છે.."રેશમા તો ચૂપ રહી પણ એની વતી ફાતિમા એ નૂરનાં સવાલ નો જવાબ આપ્યો.

"આ બધું ક્યારથી શરૂ થયું..મતલબ કે રેશમા નાં બદલાયેલા વ્યવહાર ની તમને ક્યારે ખબર પડી..?"હસન ઓમર હવે પોતાનાં કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હોવાથી જરૂરી જાણકારી એકઠી કરવાનાં હેતુથી ફાતિમા ની તરફ જોઈને કહ્યું.

હસન ની વાત સાંભળી ફાતિમા ને કાસમા ની તરફ જોઈને કંઈક ઈશારો કર્યો… ફાતિમા નાં ઈશારાનો મતલબ સમજીને કાસમા રેશમા ને અંદર નાં રૂમમાં લઈ આવી.રેશમા નાં ત્યાંથી જતાં ની સાથે ફાતિમા એ હસન ની તરફ જોયું અને થોડાં દબાયેલાં અવાજે કહ્યું.

"આ બધું શરૂ થયું હતું રેશમા નાં લગ્ન ની પ્રથમ રાત્રી એ..મતલબ એની સુહાગરાત નાં દિવસે..રેશમા એ પોતાની સુહાગરાત નાં દિવસે જ એનાં સોહર આફતાબ નું છરી નાં ઘા કરી ખુન કરી દીધું.એ દિવસ પછી અવારનવાર રેશમા પર આ પ્રકારનું ઝનૂન સવાર થઈ જાય છે.."

"એ રાતે એકજેક્ટ શું બન્યું હતું એ આપ જણાવી શકશો..?"હસન ઓમરે ફાતિમા ને સવાલ કર્યો.

"મારી જોડે એ રાત નો વીડિયો રેકોર્ડ કરેલો છે..અમારે અહીં નવ પરિણીત યુગલો સુહાગરાત ની શરૂવાત ની ક્ષણો ની વીડિયો ઉતારે છે..જો તમે ઈચ્છતા હોય તો હું તમને એ વીડિયો બતાવી શકું..?"ફાતિમા એ પૂછ્યું.

"ચોક્કસ..એ તો સૌથી સારું રહેશે.."હસને કહ્યું.

થોડીવારમાં ફાતિમા એક લેપટોપ લઈ આવી અને એ લોકો જ્યાં હોલ માં બેઠાં હતાં ત્યાં એક ત્રિપાઈ પર રાખી દીધું અને નૂર ની સુહાગરાત નો વીડિયો પ્લે કર્યો.

વીડિયો માં દેખાઈ રહ્યું હતું કે નૂર પોતાનાં રૂમમાં બેડ ઉપર બેઠી હોય છે..એ અત્યારે પોતાનાં સોહર આફતાબ ની રાહ જોઈને બેઠી હોય છે એવું સરળતાથી સમજાઈ રહ્યું હોય છે. થોડીવાર માં નૂર ઉભી થાય છે અને રૂમમાં રાખેલી એક છરી પોતાનાં હાથ માં લઈને પોતાની પીઠ પાછળ છુપાવી દે છે..આ બધું કરતી વખતે રેશમા ની આંખો નો રંગ બદલાઈ ગયો હતો અને એનાં ચહેરાની ચામડી પણ બદલાઈ ચુકી હતી.

થોડીવાર માં આફતાબ રૂમમાં પ્રવેશ્યો અને રૂમ નો દરવાજો અંદરથી બંધ કરી રેશ્માની સમીપ આવ્યો..જેવો આફતાબ રેશમા ને સ્પર્શ કરવા હાથ લંબાવે છે એવી જ રેશમા ઘાતકી હુમલો કરીને એકપછી એક છરી નાં ઘા કરી આફતાબ ની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દે છે..આ દરમિયાન રેશમા કંઈક બોલી રહી હોય છે જેનો અર્થ ત્યાં હાજર કોઈ સમજી શકવા અસમર્થ હોય છે..સિવાય કે હસન નાં.

રેશમા જે કંઈપણ બોલી રહી હતી એ એરેમિક ભાષા માં હતું..આ ભાષામાં જ ભગવાન ઈસુ એ સહારા નાં રણમાં જીન સાથે વાત કરી હતી.એનો મતલબ એ ભાષા જિન સમુદાયની ગુપ્ત ભાષા હતી.આફતાબ ની હત્યા કરી પોતાનું રટણ બંધ કર્યા બાદ રેશમા જોર-જોરથી અટ્ટહાસ્ય કરે છે અને બીજી જ ક્ષણે રડવા લાગે છે.

ફાતિમા ત્યારબાદ લેપટોપ બંધ કરી દે છે અને આશભરી નજરે હસન તરફ જોવે છે અને સવાલ કરે છે.

"તમને શું લાગે છે..રેશમા ની આવી હાલત નું કોઈ કારણ.."

"મને લાગે છે રેશમા પર ચોક્કસ કોઈ રુહાની શક્તિ શાયદ કોઈ કાફિર જિને કાબુ કરી લીધો છે અને એને જ રેશમા ને પોતાનાં સોહર આફતાબ નું ખુન કરવા ઉકસાવી હશે.."હસને શાંતિ થી કહ્યું.

નૂર ને હસન ની વાતો પર હજુપણ પૂર્ણપણે વિશ્વાસ નહોતો પણ અત્યારે એ જોવા માંગતી હતી કે આખરે હસન કરે છે શું..જો હસન નિષ્ફળ રહેશે તો પોતે રેશમા નો મેડિકલ સાયન્સની રીતે ઈલાજ કરીને પોતાની જાત ને શ્રેષ્ઠ સાબિત કરશે એટલે હવે જે કંઈપણ થશે એ પોતે ચુપચાપ જોયાં કરશે એવું રેશમા એ મનોમન નક્કી કર્યું હતું.

રેશમા પર રુહાની તાકાતો નો કબજો હતો એ વાત સાંભળી ફાતિમા નાં ચહેરાનો રંગ જાણે ઉડી જાય છે..ફાતિમા ચિંતાતુર અવાજે હસન ને કહે છે.

"તમે કોઈપણ રીતે મારી દીકરીને બચાવી લો..હું તમારો આ ઉપકાર આજીવન નહીં ભૂલું.."

"ઉપકાર તો ઉપરવાળો કરે..આપણે તો એનું કામ કરવા આવ્યાં છીએ..હું ચોક્કસ આપની મદદ કરીશ પણ એ માટે મારે રેશમા ને મળવું પડશે.."હસન ખુબજ નમ્રતા થી બોલ્યો.

"કેમ નહીં.. તમે રેશમા જે જ્યારે ઈચ્છો ત્યારે એકાંત માં મળી શકો છો.."ફાતિમા એ કહ્યું..પોતાની દીકરી માટે ની ચિંતા અને ફિકર ફાતિમા નાં અવાજમાં સ્પષ્ટ જણાઈ રહી હતી.

"સારું તો હું કાલે સવારે વહેલાં ફાતિમા ને મળીશ.."હસને કહ્યું.

એટલામાં હસન ને કંઈક મહેસુસ થયું..જાણે ફોન માં ધ્રુજારી થતી હોય એમ હસન નાં ખિસ્સામાં રાખેલ એક વસ્તુ માં ધ્રુજારી ઉત્તપન્ન થઈ જેનાં લીધે હસન નાં ચહેરા પર ડર ની અને ચિંતા ની તંગ રેખાઓ ઉભરાઈ આવી..એ વસ્તુ જે કંઈપણ હતી પણ એમાં અત્યારે થઈ રહેલી ધ્રુજારી નૂર,નતાશા અને ફાતિમા ત્રણેય દૂરથી જ મહેસુસ કરી રહ્યાં હતાં..સાથે-સાથે એ ધ્રુજારી હસન નાં હાવભાવ માં પરિવર્તન લાવી હતી એ પણ એમનાંથી છૂપું ના રહ્યું.

હસને એ નૂર,નતાશા અને ફાતિમા બેગમ પર એક પછી એક નજર ફેંકી અને પોતાનાં કુર્તા ની અંદર હાથ નાંખી એ ધ્રૂજતી વસ્તુ ને બહાર કાઢી અને ત્રિપાઈ ની મધ્યમાં રાખી દીધી.હસન દ્વારા ત્રિપાઈ પર રાખવામાં આવેલી એ વસ્તુ તરફ નૂર,નતાશા અને ફાતિમા એકીટશે જોઈ રહ્યાં કે આખરે એ વસ્તુ હતી શું..??

ત્રિપાઈ પર મૂકેલ વસ્તુને જોતાં ની સાથે નૂરનાં મોંઢેથી આશ્ચર્ય સાથે સરી પડ્યું..

"એક પથ્થર..?"

***

વધુ આવતાં અંકે.

હસન ની જોડે રહેલાં પથ્થર નું રહસ્ય શું હતું..??.?? રહમત ગામ નું અચાનક વિરાન થઈ જવાનું કારણ સાચેમાં જિન હતાં..?? નૂરે જોયેલાં એ બકરવાલ ની હકીકત શું હતી...?? હસને ખંડેર માં જોયેલાં 7175 નંબર નું રહસ્ય શું હતું..?? આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં.

આ નોવેલ નો વિષય ખૂબ અલગ છે..પણ સાથે સાથે એટલાં બધાં રહસ્યો અને અજાણી વાતો થી ભરેલો છે કે દરેક ભાગ તમને આવનારાં ભાગની પ્રતીક્ષા કરવા મજબૂર કરી મુકશે.. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

બેકફૂટ પંચ

ડેવિલ: એક શૈતાન

ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:- the mystry

અધૂરી મુલાકાત

~જતીન. આર. પટેલ (શિવાય)