બૈરું કોણ હતું? Kiran Metiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

બૈરું કોણ હતું?

સાંજ ના લગભગ 6 વાગ્યા હશે ને હું અમદાવાદ થી પાલનપુર આવવા નીકળ્યો તે સમયે વરસાદ બંધ થઈ ગયો હતો અડાલજ ચોકડી પાસે આવી ને હું પાલનપુર બસ યા કોઈ પ્રાઇવેટ સાધન ની રાહ જોઈ ને ઉભો હતો તેવા માં એક ઇકો ગાડી આવી અંદર એક જણ ની જગ્યા હતી હું તેમાં બેઠો અને સીધો મહેસાણા આવી ગયો અને ત્યાર પછી ઇકો વાળા ડ્રાઈવર એ પાલનપુર આવતી જીપકાર માં બેસાડ્યો હું ડ્રાઈવર ના જોડે બેઠો અને મારા પાછળ બીજા પેસેન્જર પણ હતા અને ડ્રાઇવર મને સહજતા થિ જ પૂછી લીધું ક્યાંથી આવો છો મેં એમને જણાવ્યું અહીં અમદાવાદ માં વસ્ત્રાલ આઇ ટી આઈ માં જોબ ઇન્ટરવ્યૂ હતું તેના માટે તે સમયે લગભગ સાડા સાત થઈ ગયા હતા ત્યાંથી આગળ ભાંડું થી એક બાવા જેવો માણસ ચડ્યો અને મારી બાજુ માં જ આવી ને બેસી ગયો તેને પણ મારા થી વાત કરવાની શરૂઆત કરી અને તેને મને પૂછી લીધું કે કહા સે આ રહે હો મેં પણ હિન્દી માં જ જવાબ આપ્યો અમદવાદ સે આ રહા હું પછી તેમને મને ડાયરેક્ટ પૂછી લીધું ભગવાન કો માનતે હો મે નકાર માં જ માથું ધુણાવી ના પડ્યું મુજે કહા ક્યુ મેને વ જવાબ દિયા બસ એસે હી ઉનમે માનને વાલી કોનસી બાત હે ..ફિર ઉન્હોને મેરે સામને દેખા ફિર બોલા સમહાલના બેટા પછી મને થોડું અચરજ થયું પછી મેં પૂછી લીધું કિસ સે ફિર વો બોલે બસ એસે હી મેને કહા ઠીક હે પછી એમને મને એક સિક્કો આપવાનું કહ્યું મેં ને કહા ડરાતે ક્યુ હો ફિર સાફ સાફ બોલો ના પૈસે ચાહિએ વો હસને લગે મેને ઉનકો કહા વેશે મેં કિસી કો વ પૈસે દેતા નહીં જીદ કરે તો ખીલા દેતા હું લેકિન આપ લો એ દસ રૂપીએ ઓર મેંને ઉનકો દસ રૂપિયે દે દીયે અને પછી વાતો માં ને વાતો માં પાલનપુર આવી ગયું હું ઉતરી ને પેલા બાવા ને કીધું ફિર મિલેગે ઓર બસ વો સિર્ફ મુસ્કુરાયા પછી ડાયરેક્ટ ડીસા ચોકડી થી રીક્ષા માં બેસી સિટીલાઈટ રોડ ગયો ત્યાં દેખ્યું તો માલણ મારા ગામ જવા માટે એકેય ગાડી નહોતી..
હવે રાત ના પોણા નવ જેવા થઈ ગયા હતા હું ત્યાંથી ચાલતો દિલ્લી ગેટ ગયો ત્યાં પંદર મિનિટ ઉભો રહેવા છતાં પણ ગાડી ના મલી થોડીવાર પછી એક માણસ મારી જોડે આવ્યો અને કહ્યું માલણ જવાની બસ પણ નીકળી ગઈ છે હવે તું માલણ દરવાજા ચાલ્યો જ ત્યાંથી જલ્દી ગાડી માલી જશે હું કઈ પણ વિચાર્યા વગર પંદર મીનિટ નો રસ્તો હતો હુ માલણ દરવાજા આવ્યો ફરી થોડીકવાર ઉભા રહ્યા પછી પણ ગાડી કે કઈ આવ્યું નહીં એટલે થોડેક દૂર દુકાન હતી ત્યાં પાણી ની બોટલ લીધી અને પાછો રસ્તા ઉપર આવી ને ઉભો રહ્યો પાણી પીતો હતો તે સમયે મને એવું લાગ્યું કે મારી પાછળ કોઈ છે મેં જેવું પાછળ જોયું પણ કોઈ નહોતું પણ જેવો હું આગળ ફર્યો કે તરત એક બાઇક લઈને યુવક મારી સામે ઉભો રહ્યો પછી મને તેને મને ગુસ્સા થી કહ્યું અહીં કેમ ઉભો છે મેં કહ્યું માલણ જવા માટે ગાડી ની રાહ જોઈ ને તે માણસ મારા સામે જોઈને કહ્યું અહીં ઉભો છે તેના કરતાં રામપુરા ચોકડી ચાલ્યો જા ત્યાંથી જલ્દી મલિ જશે અને હું કાઈ બોલું એ પહેલાં તે ચાલ્યો ગયો મને પણ થોડી વાર પછી લાગ્યું કે રામપુરા ચોકડી ચાલ્યો જવું દસ મિનિટ નો રસ્તો છે અને આમ પણ દસ જેવા તો વાગી ગયા હતા હું કઈ પણ વિચાર્યા વગર ચાલતો થયો મ્યુનિસિપલટી આખા પાલનપુર નો કચરો માલણ દરવાજા અને રામપુરા ચોકડી વચ્ચે નાખે છે અને તે રસ્તો સુમસામ છે ત્યાં આજુબાજુ કચરો જ કચરો અને ત્યાં કાગડા કૂતરા ગીધ બધા ત્યાંજ રહે મેં વિચાર્યું હવે આ રહ્યું કે રામપુરા ચોકડી અને મારા મગજ માંથી આખો રસ્તો નીકળી ગયો અને થોડુંક ચાલ્યો ત્યાં થોડાક ઘર હતા પહેલા મને થોડી રાહત થઈ અને હું જેમ બને તેમ ઝડપી ચાલવા લાગ્યો અને પછી સુમસામ રસ્તો ચાલુ થયો થોડીક વાર પછી મને મનમાં વિચાર આવ્યો કે તે બાઇક વાળો કોણ હતો કેમ કે મેં બાઇક ને તો આવતા જોયું જ નહોતું અને મનમાં થોડોક ડર લાગ્યો અને આમ પણ હું આ બધું ભૂતપ્રેત માં બિલકુલ નથી માનતો અને હું મારી સ્પીડ વધારવા લાગ્યો ત્યાં સામે ચાર પાંચ કૂતરા મને જોઈ ને ભસવા લાગ્યા અને રાત માં તમરા અને દેડકા ઓનો અવાજ પણ વાતાવરણ ડરાવનું બનાવતા હતા થોડોક આગળ ચાલ્યા જ્યાં વરસાદ પડેલો હોવાથી દુર્ઘધ આવતી હતી મેં મોબાઈલ માં બેટરી ચાલુ કરી અને એક હાથે રૂમાલ થઈ મોઢું ઢાંકયું અને પાછળ બેગ હતી થોડોક આગળ ચાલ્યો હસું ત્યાં જોર જોર થી કૂતરા મારી સામે જોઈ ભસવા લાગ્યો મેં હિમ્મત કરી ને ચાલવાનું રાખ્યું પછી મને થોડોક ચાલ્યો અને એવું લાગે મારી પાછળ કોઈક આવે છે હું ઉભો રહ્યો તો અવાજ બંધ થઈ ગયો મેં પાછળ જોવાનું વિચાયુ પણ મનમાં થયું થોડોક આગળ જઇ ને જોઇ સ એવું વિચારી હું ફરી થોડું ચાલ્યો અનેફરી જાણે મારા પાછળ કોઇક આવતું હોય તેવું લાગ્યું હિમ્મત કરી હું જોરથી ચાલવા લાગ્યો પણ આ સુ ઝડપ થાય જ નહીં પછી જોયું તો કૂતરા મારા સામે જોર જોર થી ભસવા લાગ્યા હું પરસેવો પરસેવો થઈ ગયો અને મનમાં વિચાર્યું હું પાછો ચાલ્યો જાવ પણ પછી એમ થયું કે હવે થોડું ક જ રસ્તો બાકી છે એજ અવાજ જાણે પાછળ કોઈ ક આવે છે અને થોડીવાર પછી જાણે કોઈ બંગડી ખખડવાનો અવાજ અવ વા લાગ્યો હવે ખરેખર જીવન માં પહેલી વાર હું ડરી ગયો હતો અને તે પણ ખુબજ અને પહેલી વાર મેં મારા ઘર માં જે સધી માતા અને ભૈરવ દાદા છે તેમને મનોમન યાદ કરવા લાગ્યો અને મોબાઈલ ખીસા માં મૂકી જેમ બને તેમ હું ઝડપ કરવા લાગ્યો અને વિસ મિનિટ ય પચીસ મિનિટ પછી રામપુરા ચોકડી આવી મેં પાછળ જોવાનું વિચાર્યું અને કે જો આજે પાછળ નહીં જોઉં તો આખી જિંદગી મને ડર રહેશે મેં પાછળ ફરતો હતો અને મને કોઈક કહેલું યાદ આવ્યું કે ચુડેલ જો તમે પાછળ જોવો તો ચડી જાય એટલે મેં ચોકડી ઓળંગી ને માલણ જવા વાળા રોડ ઉપર આવ્યો અને ખાલી ખાલી ફોન ઉપર વાત કરવાનું બહનું કરી ને હું ધીરે ધીરે ચોકડી સામે તે રસ્તા સામે જોયું પણ ત્યાં કોઈ નહોતું પછી મન ને શાંતિ થઈ અને થોડેક આગળ બેસવાનો બાંકડો હતો ત્યાં જઈ બેઠો થોડીક વાર ત્યાં હિન્દી ગિતો વગાડ્યા અને અચાનક મને પાછું એવું લાગ્યું કે કોઈ છે જે મને જોઈ રહ્યું હોય મનમાં ફરી ડર હતો મેં હિમ્મત કરી પાછળ જોયું બધી બાજુ જોયું પણ કોઈ હતું નહીં તેવા એક ટ્રક સીધો જતો હતો અને અચાનક બ્રેક મારી હું દૂર થી ચોકડી ઉપર ટ્રક જોઈ રહ્યો ત્યાં સામેથી જાણે તે મને જોઈ રહ્યા હોય એવું લાગ્યું અને થોડીક વાર પાછો તેમને ટ્રક માલણ તરફ વાળ્યો ને મારી આગળ ઉભો રાખ્યો અને મને કહ્યું માલણ જાવા માટે આજ રસ્તો મેં હા કહ્યું અને પછી મેં કહ્યુ મારે પણ માલણ જવું છે તેમની બાજુ માં બેસી ગયો ડ્રાઇવર એની સાથે બીજો ભાઈ હતો તે મારી સામે ધારી ને જોતો હતો મેં નીચું જોઈ લિધુ અને મનમાં વિચાર્યું કાઈ થાય તો ચાલુ ટ્રક ડાઈવ મારી લેવી થોડીક વાર આગળ ગયા હશો ને અલીગઢ આવતા કૂતરા ઓ અચાનક આવી ગયા અને ચાલુ ટ્રક ભસવા લાગ્યા અચાનક કૂતરા આવી જાવા ને કારણે ટ્રક ડ્રાઇવર હનુમાન ચાલીસા ગાવા લાગ્યો થોડેક આગળ વાંસડા ગામ ગયા અને ઓલ્યા બાજુ માં ભાઈ હતો તેને મને કહ્યું ત્યાં ચોકડી પાસે તારા જોડે બૈરું ઉભું હતું એ કોણ હતું અને મેં અચાનક ગભરાઈ ક્યાં અને કોને જોડે બૈરું તરત ડ્રાઇવર કીધુ કાઈ ના કાઈ ના આતો ખાલી મજાક કરે અને પેલા એ પણ વાત બદલી દીધી મેં પેલ ભાઈ ને ફરી પૂછ્યું કોઈ હતું મારી જોડે એટલે તેને ના પાડી કે ના મજાક કરતો હતો તેવા માં માલણ નું બસસ્ટેશન આવ્યું અને હું ઉતરવાનું કર્યું તો ડ્રાઇવર કિધુ ક્યાં ઉતરવાનું મેં કહ્યું અંદર તો તે કહે હું મુકવા આવું અને છેક મારા ઘર આગળ થોડેક દૂર રોડ ત્યાં મુકવા આવ્યા મેં ઉતરી ને તેમનો આભાર માન્યો ભાડું આપવા પૈસા કાઢ્યા તો તેમને ના લીધા અને મને કહ્યું ઘરે જઈને તારા ઘરે જે માતાજી હોય તેને અગરબત્તી કરી દેજે જેવો ટ્રક ચાલ્યો અને મેં હાથ ઊંચો કર્યો પેલા બાજુ વાળા ભાઈ સામે થોડેક ચાલ્યો અને ત્યાં તેની બાજુ માં એક બીજી સ્ત્રી નું મોઢું પણ બાર નીકળ્યું અને મારી સામે પેલા ભાઈ જોડે તે પણ તાકી ને હસવા લાગી 
મારા તો જાણે પગ નીચેથી જમીન જ ના હોય એમ હું વિચારવા લાગ્યા અત્યાર સુધી હું કોણા જોડે બેઠો હતો અને અચાનક તે સ્ત્રી ક્યાંથી આવી અને મારા રુવાડા ઉભા થઇ ગયા મેં ત્યાંથી ઘર જાવા દોડ્યો અને ઘરે પહોંચ્યો તો બધા ઘરમાં હતા અને હું ખાટલા માં પડ્યો બુટ કાઢી ને મમ્મી એ પાણી આપ્યું અને કહ્યું સુ થયું એટલો શ્વાસ કેમ ચડ્યો મેં કહ્યું કાઈ નહીં થોડીવાર પછી મેં હાથપગ ધોયા અને જીવન માં પહેલી વાર સધી માતાજી અને ભૈરવ દાદા ને અગરબત્તી કરી ઘરના લોકો મારી સામે જ જોઈ રહ્યા અને મમ્મી એ કહ્યું આટલુ ડાઇપણ ક્યાંથી આવ્યું જમીને હું બાર વાગે સુવા પથારી માં પડ્યો પણ ઊંઘ જ ન આવી બસ એજ રસ્તો દેખાય અને પેલા ભાઈ એમ કેમ કહ્યું કોણ હતું એ બૈરું અને ટ્રક માં પેલા ભાઈ જોડે સ્ત્રી ક્યાંથી આવી બસ આજ વિચાર માં ઊંઘ ન આવી સવાર પડી અને મારુ શરીર ગરમ થઇ ગયું અને મને સવારે દવાખાન લઇ ગયા ત્યાં ઇન્જેક્શન આપી અને ગોળી આપી ને ઘરે લાવ્યો પણ તાવ મટયો જ નહીં ત્રણ દિવસ તાવ રહ્યા પછી એક પાછળ કાકા હતા કરશન ભુવો તે આવી અને એક લીંબુ માથા ઉપર ફેવર્યું અને રૂમાલ માં એક રૂપિયો અને લીંબુ બધી ને તેલ માં પાશેર માતર કરવાનું કહ્યું અને તે ફરી અગરબત્તી મારા ઉપર ફેરવી અને પાણી માં મંત્ર બોલી ને તેમને મને પાયું અને રૂમાલ લિબુ અને માતર લઇ ને ચાલ્યા ગયા તેઓ પાંછા આવ્યા પછી મને તાવ માં ફરક પડી ગયો હતો અને બીજા દિવસે હું બિલકુલ ઠીક થઈ ગયો તેઓ પાંછા એકદિવસ મારા ઘરે આવ્યા અને કહ્યું હવે ઠીક છે મેં કહ્યું એકદમ સારું પછી પપ્પા એ પૂછ્યું સુ થયું હતું તેમને કહ્યું કાઈ નહીં અને મારી સામે જોઈ ને હસવા લાગ્યા અને આજે પણ એ ફક્ત મારો વહેમ હતો અને એવું કંઈ ન હોય ઇતેફાક થીજ મને તાવ આવ્યો એવું માની ને હું સમગ્ર ઘટના ભૂલી ગયો છું અથવા ભૂલવાની કોશિશ કરું છું ........