Aarzi hukumat ki vijaygatha books and stories free download online pdf in Gujarati

આરઝી હકુમત ની વિજયગાથા

*૯ નવેમ્બર એટલે જુનાગઢ નુ ભારત સંઘ મા જોડાણઃ*
             (આરઝી હકુમત ની વિજયગાથા)
૧૯૪૭માં ભારત તો આઝાદ ઘોષીત થઇ ગયું હતું, પણ હજું ભારતના કેટલાક રજવાડાઓ રાજા તથા નવાબોના હાથમાં હતા. આવા દેશી રજવાડાઓને આઝાદ કરવાના બાકી હતા. એ સમયના કાઠિયાવાડ ના એક રજવાડા જૂનાગઢ માટે આઝાદી મેળવ્યા એ પછી પણ લગભગ સાડા ત્રણ મહિના સંઘર્ષ કરતા રહેવું પડયું હતું.
આઝાદિ આવતા પાકિસ્તાન વિલય ની ઘોષણા કરી ત્યારે આરઝી હકુમત ની રચના થઇ જેવા આઝાદિ ના જુવાળ ને પોષવા સશસ્ત્ર બળવા માટે વાઘણીયા દરબાર અમરાવાળા એ ખુબ મદદ કરી. એજન્સી ની સરકાર વખતે નાગેશ્રી દરબાર શ્રી સુમરા વરુ એ સેટલનેન્ટ ના બંધારણ કરાર વખતે જુનાગઢ સેટલમેન્ટ પ્રમાણે નો વર્તે તો બાબરીયાવાડ ને જુનાગઢ થી અલગ થવાનો હક ઠેરવ્યો હતો એ અનુસંધાને  દરબાર શ્રી સુરગબાપુ વરુ એ બંધારણ મુજબ પોતાનો હક ભારત સરકાર સમક્ષ ઠેરવ્યો અને આખા બાબરીયાવાડ પંથક ને જુનાગઢ થી અલગ કર્યુ.
 આરઝી હુકુમત ની ૨૫-૯-૪૭ ના રોજ સ્થાપના થઇ.આરઝી હુકુમતે જુનાગઢ રાજ્ય ની સમાંતર સરકાર ચલાવી,જેના 
વડાપ્રધાન તરીકે શામળદાસ ગાંધી(ગામઃકુતીયાણા,ગાંધીજીના ભત્રીજા),
નાયબ વડાપ્રધાન તરીકે  દુર્લભજી ખેતાણી(ગામઃવળીયા)
ગ્રૂહ મંત્રીઃમણીલાલ દોશી(ગામઃઅમરાપર)
સંરક્ષણ પ્રધાનઃકાઠી દરબાર શ્રી સુરગભાઇ વરુ(ગામઃનાગેશ્રી(બાબરીયાવાડ))
અને આ સીવાય ના કાયદા પ્રધાન નરેન્દ્ર નથવાણી(ગામઃકેશોદ)અને બીજા પ્રધાન ભવાનીશંકર ઓઝા(ગામઃઉના)

આરઝી હકૂમત દ્વારા "આઝાદ જૂનાગઢ રેડીયો" નામના ગુપ્ત સ્ટેશનેથી "ચલો જૂનાગઢ એકસાથ" અને "આરઝી હકૂમત ઝીંદાબાદ" રેકર્ડ વગાડવામાં આવતી. આરઝી હકુમત ના લડવૈયાઓ ૨૪ ઓક્ટોબર, ૧૯૪૭ની તારીખે તેઓ જૂનાગઢ રાજ્યના પૂર્વ સીમાડામાં પ્રવેશ્યા. તેજ દિવસે આરઝી હકૂમતે જૂનાગઢના ૧૧ ગામો પર અંકુશ મેળવ્યો અને ત્યારબાદ લગભગ ૩૬ ગામો પર અંકુશ પ્રાપ્ત કર્યો. માંગરોળ, બાંટવા અને માણાવદર પણ મુક્ત થયા પછી જૂનાગઢ રાજ્યનું કુતિયાણા અલગ પડ્યું. એ વખતે કુતિયાણામાં ૧૩૦૦૦ મુસ્લિમો અને ૧૦૦૦ હિન્દુ લોકો હતા. મુસ્લિમ લીગના આગેવાનો કાઝી તાજુદ્દીન અને હાસમ ખોખરે "આઝાદ કુતિયાણા સરકાર"ની ત્યાં સ્થાપના કરી હતી. હેન્ડ ગ્રેનેડ, બ્રેનગન, રાયફલો અને તમંચા વડે કુતિયાણાનો જંગ કલાકો સુધી ચાલ્યો, જેમાં તાજુદ્દીન અને ખોખર બન્ને માર્યા ગયા. થોડા જ કલાકોમાં ભારતીય લશ્કરના જવાનો આવી પહોંચ્યા અને કુતિયાણાનો હવાલો તેમણે સંભાળી લીધો.આમ ૧૭ દિવસમાં જુનાગઢ ના ૧૦૬ ગામો અને કચેરીઓ કબજે કરી.
તથા ભારત સરકારે ‘Kathiyawad Defence Force’ બનાવી માંગરોળ,સરદારગઢ ,બાંટવા કબજે કર્યા,.આથી જુનાગઢ છોડી ત્યાના નવાબ અને દિવાન પાકિસ્તાન જતા રહ્યા,અને ભારત મા તે સમવિષ્ટ બન્યુ.
આમ જુનાગઢ લોકક્રાંતિ નો ઉદભવ બાબરીયાવાડ થી થયો જુનાગઢ હકુમત સામે આરઝી હકુમત સ્થાપાઇ.
ભારત સરકાર જુનાગઢ સામે હજી સીધા પગલા થી બચી રહિ હતી કારણ કે એ એક દેશ નો બિજા દેશ પર હુમલો ગણાય આથી સરકારે પ્રથમ બળવા ને સહયોગ આપી અને મોખરે કરી ,
બળવા ના સૈનિકો ને તાલિમ આપવા શિબીરો યોજાઇ થાણા ની જવાબદારી સોપંવા ધ્રોળ મા જાડેજા ઠાકોર સાહેબ ની મદદ થી શીબીર યોજાઇ અને એ પછી  રાજુલા,ધારી,કુંકાવાવ,જેતપુર,માધોપર,મોટી મારડ,ગરેજ,બિલખા,કોડીનાર,મેંદરડા વગેરે સ્થળો એ થાણાઓ સ્થપાયા અને જુનાગઢ ને ભીંસ થઇ પડી અને હવે જૂનાગઢ ચોતરફથી ઘેરાયેલું હતું. ભાડવા દરબાર ચંદ્રસિંહે ગરાસદારો ને જોડાવા પ્રેર્યા આમ ઘણા પ્રત્યક્ષ અને પરોક્ષ સાથી ઉભા થયા, અને પોતે પણ આરઝી હકુમત મા એક સૈનિક તરીકે જોડાયા અને અન્ય સૈનિકો સાથે નવાગઢ (જેતપુર પાસે જુનાગઢ તાબાનુ)ના કિલ્લા મા પ્રવેશ્યા હતા બહારનો સંપર્ક કપાતાં અનાજની કારમી તંગી, વેપારધંધા ભાંગી પડ્યા હતા. હવે માત્ર હિન્દુ નહિ, મુસ્લિમ જનતામાં પણ નવાબ સામે આક્રોશ હતો. આ દરમિયાન દીવાન શાહનવાઝ ભુટ્ટોએ ૪ નવેમ્બર, ૧૯૪૭ ના રોજ પુલિસ કમિશ્નર કે.એમ. નક્વીને લેખીત પત્ર સાથે પાકિસ્તાની લશ્કરની સહાય માગવા કરાચી મોકલ્યો. પણ એ પાછા આવ્યા જ નહિ. આથી જૂનાગઢના નવાબ મહાબતખાન જૂનાગઢનું ઉંબાડીયું દીવાન શાહનવાઝ ભુટ્ટો ઉપર નાખી પાકિસ્તાન ભાગી ગયા. તે રૂ. ૧,૨૯,૩૪,૭૦૦ ની ચલણી નોટો, ઝવેરાત, પાંચ બેગમો, અઢાર સંતાનો તથા માનીતા કૂતરા અને બે ડોક્ટરો લઇને પાકિસ્તાન જતો રહ્યો, જ્યાં કરાંચીમાં તેનું "જૂનાગઢ હાઉસ" નામનું મહેલાત જેવું મકાન હતું. ત્યારબાદ ભુટ્ટો પણ પાકિસ્તાન જતા રહ્યા.
“આરઝી હકૂમત” લડાઈ સાથે અનેક લોકોએ જોડાઈને જૂનાગઢને મુક્તિ અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. લગભગ બે મહિનાની ભારે અનિશ્ચિતતા અને સંઘર્ષ પછી ખાલી પડેલા જુનાગઢ નો કબજો લેવો એ કોઇ મોટા પરાક્રમ ની વાત નહતી  અને માટે ૯મી નવેમ્બરે જૂનાગઢ ઉપરકોટ પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાયો હતો..!!

   ---આરઝી હકુમત ના પ્રધાન,સૌરાષ્ટ્ર ની બંધારણ સભા તથા વિધાનસભા ના સભ્ય,ગૃહ રક્ષક દળ ના વડા,કાયદા ના સ્નાતક,કવિ અને સાહિત્ય ના અભ્યાસુ દ.શ્રી સુરગબાપુ વરુ ને અંજલી આપતા ઘણી રચનાઓ થઇ છે. આમ ક્ષાત્રતેજ ના પ્રખર વારસદાર દરબાર શ્રી સુરગબાપુ નુ યોગદાન અમર છે.
                ----દુહા---
    બાધી પર બાબેણરો, થંભ સુરગ નો થાત
    તો અધીકાર આબરુ,જરુર હેમાળે જાત
    જુનાગઢ ના જંગ નો,જેદિ ધરમચિયો ધ્રુફાણ
    તેદિ રમીયો તેગેરાણ, કટક સામો કાળાઉત
                     -જય કાઠીયાવાડ-
                 *કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન*
               
આ સિવાય ઘણી નામી અનામી વ્યક્તિઓએ ચળવળ મા કોઇ જાત ના શ્રેય ની મહાત્વાંકાક્ષા વિના પોતાનુ અમુલ્ય યોગદાન આપ્યુ છે.

બીજા રસપ્રદ વિકલ્પો