મૃગજળની મમત - 13 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળની મમત - 13

પ્રસ્તાવના:
આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..
છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..
કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..
============
- સાબીરખાન પઠાણ "પ્રીત"
- મિનલ ક્રિશ્ચન "જીયા"

"સોચ લો ફીર મૈ તૂમ સબ કી બેબસી પર દૂબારા રહેમ નહી ખાઉંગી..!
હમે બસ બેઔલાદ નહી રહેના..! અપને બચ્ચો કો જિંદા દેખને હમ કુછ ભી કરેંગે..!
પ્રિયાના ભાઈએ પોતાના કડક અવાજમાં બધી જ શરતોમાં શરણાગતી સ્વિકારી.
"ઠીક હૈ તો સૂનો...!"
આરતી પોતાના ખૂલ્લા વાળને આમતેમ ફંગોળી રહી હતી.
એની આંખોમાં લબકઝબક થતી લોલૂપતા સાફ દેખાઈ રહી હતી..
પ્રિયાની ધડકનો વધી ગઈ હતી.
એ પણ સમજી ગયેલી કે આખો કબિલો ડાયને નાખેલા ફંદામાં સપડાઇ ગયો હતો.
જેને કોઈ બચાવી શકે એમ નહોતુ.
એની શરતોને આધિન થવા સિવાય છૂટકો નહોતો. કોઈ એની સામે પડકાર કરી શકે એમ નહોતુ.
એક એક વ્યક્તિ પર નજર આરપાર કરતી હોય એમ એ બધાંને જોતી હતી.
એકાદ મિનિટ પછી એ સખત શબ્દોમાં બોલી જે શબ્દો કબિલા માટે શ્રાપ જ હતા.
આપ સબકો કુછ ભી કરકે મેરે લિએ હપ્તે મે એક જવાન લડકે કા ઈન્તજામ કરના હોગા..!
ઉસકો મહિનેભર અચ્છા ખીલા પીલા કે મેરે લિએ તગડા બનાના હોગા.. જિસ કી બલી પૂરા કબિલા જશ્ન મનાકર દેગા.. ઔર ઉસકે તાજા રક્ત સે ભરે પ્યાલે કા પહેલા જામ મેરે હવાલે કરેંગે આપ લોગ.. ઓર બાકી કા ખૂન આપ સબકો મિલબાટ કર પ્રસાદ કી તરહ પીના હૈ..!
યાદ રહે જવાન છોરો કી કોઈ બી ઇચ્છા અધૂરી ન રહે.. ઉન્હે કબિલે કી લડકીયાં ઓર ઓરતો કો લગાકર ઈતના કામક્રિડામે રત રખ્ખેંગે
કી વહ ઈસ કાતિલ ઔર સુનહરે રીશ્તો સે બચકર જાને કી કભી જુર્રત ન કરે..!
યે માહોલ ઉસકી જિંદગીમે સપનો કી દુનિયા સા લગે. ઉસકા જી ભર જાયે..!
તભી આપ લોગ અપના વંશ આગે બઢા પાયેંગે..!"
ઐસા હી હોગા માઈ..! હમ તૂરંત અપની હોશિયાર બાલાઓ કો લગાકાર જગહ જગહ સે જવાન લડકે ઉઠાયેંગેં ઔર આપકી નિગાહમે ઉસકી બલિ દી જાયેગી..!"
પ્રિયાના ભાઇએ મજુંરીની મહોર મારી.
ઔર તબસે શૂરૂ હુઈ શ્રાપ કી પરંપરા.. જિસકો ખત્મ કરના ઈતના આસાન ભી નહી થા..
પ્રિયાએ પોતાની વિવશતા દર્શાવી.
સમિર આ ખૂની ખેલનો આગાજ જોઈ થથરી ઉઠ્યો હતો.
*** **** ***** *****
જિયા સમિર અને પ્રિયાને મજાર પર છોડીને બહાર ભાગી હતી.
પોતે એક ધાતકી ઈરાદા સાથે આવેલી.
સારૂ હતુ કે બેઉ મજારની ચૌખટમાં ઉભાં હતાં. બાબાની તુબરકથી દસ મિટર દૂર..
અને એટલે જ બન્ને જોડે જિયા પહોચી. તુબરકની આસપાસ ફરકવાની એની હિમ્મત નહોતી. મજારમાં પોતાનુ ધાર્યુ પાર પડે એમ પણ નહોતુ.
એટલે સમિર પર ઈમોશનલી બ્લેકમેલિંગનો આરોપ મૂકી એ ત્યાંથી ભાગી છૂટેલી.
અત્યારે એના શરીરમાં ઝાળ લાગી હતી.
શરીર બળી રહ્યુ હોય એમ શ્વાસોમાંથી બાફ નિકળી રહેલી.
એ કોઈની રાહ જોતી હોય એમ બહાર એક તરફ કોર્નર પર ઉભી હતી.
આ વરસાર એના માર્ગનુ સૌથી મોટુ રોળુ બનેલો.
એ ખૂન્નસથી આસમાન તરફ જોતી હતી.
પણ એનુ ગજુ નહોતુ કે વિધીની વક્રતા સામે પડકાર બની ઉભી થઈ શકે.
રીતસર એ છંછેડાઈ ગઈ હતી.
એનુ બસ ચાલતુ તો મેઘાવી વાદળોને ઉથલાવી આકાશને કોરૂ ધાકોર બનાવી એક નવો ઉઘાડ સર્જવાની ખેવના મનમાં જ ધરબીને એ ઉભી રહી ગઈ
તકની રાહ જોઈ ને..!
પોતે જે વાવાઝોડાને ઈજન આપીને આવેલી એની સંહારલીલા ઝંખતી જિયા બેઠી હતી.

*** **** ***** ****
એક તરફ અનધાર મેહૂલો વરસી રહ્યો હતો.
પહાડી ઈલાકા પરનાં ઝાડી-ઝાંખરાં અને ધસી પડતી ભેખડો સાથે પથ્થરો પણ ઉથલીને નીચે તણાઈ આવતા હતા.
કાળમીંઢ ગગનચુંબી શિલાઓ પર જાણે તરસ્યાં ધોળાં દૂધ જેવાં વાદળોએ અડ્ડો જમાવ્યો હતો.
ધણી ખરી શિલાઓ ઢંકાઈને આકાશમાં ભળી ગઈ હતી જાણે.
ઝાડવાં વર્ષાની ઝડીમાં ટકી રહેવાનો મરણિયો પ્રયાસ કરતાં ઉભાં હતાં.
પર્વત પર વાદળોથી ઘેરાયેલા કાળી ચટ્ટાનો પર પહોંચતાં એને વાર ન લાગી.
પથ્થરોની મધ્યમાંથી એક રસ્તો ભીતરે જતો હતો.
ઉપરની ચટ્ટાન છજાની જેમ છત બનીને ઉભી હતી..
ગૂફા કેટલી લાંબી હતી એ તો ભીતર પ્રવેશી ત્યારે જ એની સમજમાં આવ્યુ.
પહેલી વાર એ ગૂફામાં પ્રવેશી હતી.
જોકે હવે ડરને એનાથી ગાઉ ગણવા પડે.
જગ્યા જગ્યાએ ગુફામાં કંકાલ પડ્યાં હતાં.
બદબુ એવી પ્રસરેલી હતી કે કોઈ માણસથી એક મિનિટ ત્યાં ન રોકાવાય..
માણસો અને જાનવરોનાં કંકાલ પર ગિધ માંસ માટે લડાઈ કરી પરસ્પર ખેંચાતાણ કરતાં હતાં.
છેલ્લે એ પહોળા રૂમ જેવી જગ્યામાં પ્રવેશી.
એને જોઈ પેલી તેજસ્વી આંખોનો ચળકાટ વધી ગયો.
એ દબાતા પગલે આગળ આવી..
એના માથા પરના ધોળા વાળ કમર સુધી લંબાયા હતા.
ધીમો ઉજાસ ક્યાંથી ચળાઈને આવતો હતો એને ના સમજાયુ.
આઔ મેરી બચ્ચી.. આઔ.. કહેતી ડાયન જિયાની પડખે આવી ગઈ..
જિયાની આંખોમાં ક્રોધ ધધકતો હતો.
એણે પહેલી વાર ડાયનને એેના સ્થાન પર જોઈ. ડાયનના પગ પાછળની તરફ વળેલા હતા.
જિયાના ચહેરા પર કોઈ વાતનુ અચરજ કે રંજ નહોતો.. એક ચમક હતી એની આંખોમાં.. ગજબની ચમક..!"
(ક્રમશ:)
-------------------------------------
જીયાને અણધારી ગુફામાં આવેલી જોઈ ડાયન જરા પણ વિચલિત નહોતી થઈ.
કારણકે કોસો દૂર થી પણ આગંતુક નો અણસાર એ પામી જતી. બસ આ પવિત્ર દિવસોમાં એની શક્તિઓ દગો દેતી.
એની ધ્રાણેન્દ્રિય મનુષ્ય કરતા અનેક ગણી વધુ સક્રિય હતી.
મનુષ્યોના મનોમંથનને જાણીને આવનારા સમયની ઘટનાઓ અને પરિસ્થિતિનું સચોટ દર્શન એને અગાઉથી થઈ જતું.
પણ જીયા પોતે પ્રેત હોવાથી એના ઇરાદાઓ કળવા ડાયન માટે દુષ્કર હતું.
છતાં જીયા એની પનાહમાં આવી હતી મતલબ કે જરૂર એને ડાયનની મદદ જોઈતી હતી.
એટલે જ બુઢ્ઢી ડાયને દિર્ધદ્રષ્ટી રાખી જિયાને આવકારી.
અંદરખાનેથી ડાયન જિયાના આગમનનુ કારણ જાણવા અઘિર હતી એનુ કાળજુ ઉછળી રહ્યુ હતુ.
"ક્યા હુવા હૈ બચ્ચી..? તૂમ્હે યહાં દેખકર મૂજે હૈરાની હૂઈ..!"
"વજહ એક નહી દો હૈ માઈ..!
એને શબ્દોને ચિવટતાથી રજૂ કર્યા.
એક તો મૈ યે બતાને આઈ હૂં કી મૈ આપકે ખિલાફ અબ નહી હૂં.. જિસકે લિયે મૈને જાન ગવાઈ આજ ઉસીસે પ્રિયા મહોબ્બત કરને લગી હૈ..!
જિયાની વાતથી એનો ચહેરો સંકોચાઈ ગયો.
અગિયારસને લીધે પોતે ધણી દૂર હતી એ વાતનો ફટકો લાગ્યો.
સહેજ ડાયનના હાવભાવ જોઈ જીયાએ પોતાની કથની આગળ લંબાવતાં કહ્યુ.
મૈ સમજતી થી કી કૂછભી કરકે મૈ ઉસે હાસિલ કર લૂંગી ઔર અપને સાથ લે જાઉંગી.. મગર..
પ્રિયાને બીચમે ટાંગ અડાકે મેરે મનસૂબે કે સાથ આપકે શિકાર કો ભી હડપ લિયા..
તો અબ મૂજે બદલા પ્રિયાસેભી લેના હૈ..!
"હંમ..ઔર દૂસરી વજહ..?"
જિયાની વાતથી ડાયન બેચેન બની હતી. પોતાનો શિકાર છટકી જવાની ભીતિથી એ છળી ઉઠી. એટલે જિયા નવો શો વિસ્ફોટ કરશે એ જાણવા એનુ લોલૂપ મન ઉતાવળુ બન્યુ.
દૂસરી વજહ ભી મિલતી જુલતી હૈ.
ઈસ લિયે આપકો અવગત કરાના મૂજે ઠીક લગા.
ક્યો કી ઈતની દૂરી સે આપ ઉનકા ઈરાદા નહી ભાંપ સકતી હો. ઔર ઈસ ગૂફામે રેહકર તો બિલકૂલ નહી.
"ક્યા બાત હૈ જલદી બતાઓ.!"
એની આંખોમાંથી જાણે તણખા જર્યા.
આજ ડાયનને તડપાવવાનો જીયાએ લ્હાવો લઈ લીધો.
"વો મૂર્ખ આપકે શિકાર કો લેકર ભાગ રહી હૈ..!
વહ ઈસ વક્ત જંગલ મે ધૂમતી મજાર મે ઠહેરી હૈ.. બારિશને ઉન્હે રોક રખા હૈ..!"
એક પણ શબ્દ બોલ્યા વિના ડાયન ગુફાના ધ્વાર તરફ ભાગી.
એ દોડતી હતી ત્યારે જિયાએ અનુભવ્યુ જાણે કોઈ ગિધ પોતાનુ ભારે વજન પાતળી ટાંગો પર ઉઠાવી ભાગી રહ્યુ છે.
જિયા જાણતી હતી વિજળીથી ડાયન ડરતી હતી. પણ જરૂરત પડે એ મેધને થોડા સમય પૂરતો હડસેલી મૂકવા સક્ષમ હતી.
ગૂફાના પ્રવેશધ્વારના અગ્રભાગે છૌર પર એ ઉભી રહી.
કાળાં ધનધોર વાદળો સામે બાથ ભીડતી હોય એમ એણે પોતાના હાથ ઉંચક્યા.
પવનનુ જબરજસ્ત તોફાન ઉઠ્યુ.
પર્વતોમાંથી ઉદભવેલો વાવટો વાદળોનો શત્રૃ હોય એમ બમણુ જોર કરતો રહ્યો.
અને જોતજોતામાં ગોરભાયેલી ઘનઘોર ધટા હટી ગઈ.
હવે આછાં વાદળો અને રીમઝીમ હતી.
ત્યારે સંપૂર્ણ સંતોષથી હાથ હેઠા લઈ એને ડુંગર પરથી છલાંગ લગાવી.
જિયા એક વિજઈ સ્મિત સાથે ભારેભરખમ ગીધના રૂપમાં ફેરવાઈ ગયેલી ડાયનને જોતી રહી.
જિયા જાણતી હતી શિકારને મજારમાંથી બહાર ભાગવાની ઈન્તેજારી વાંછતી ક્યાંક ઝાડીઝાંખરાંમાં ભરાઈને એ બેસવાની હતી. અને મેઘો આડખેલી રૂપ બન્યો તો એને પણ બે ધડી ધૂમાવી દીધો હતો.
શિકાર પર તરાપ મારવાની દેરી હતી..
જિયાની આંખોમાં ખૂન્નસ ઉતરી આવ્યુ.
એ ખૂન્નસનુ રહસ્ય કળવુ મુશ્કેલ હતુ.
(ક્રમશ:)

વાર્તામાં કોણ દ્રોહી છે આપના મંતવ્યો
આપના દ્રષ્ટિકોણ નો ઈંતજાર રહેશે
-Sabirkhan
-minal krishiyan 'jiya'