આરોહી - ૬ Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરોહી - ૬

વિરાટના પાગલપનથી શર્મિલાજી ખુબ જ ચિંતિત થાય છે. આરોહીના પ્રેમમાં વિરાટ પોતાની જાતને જે નુકશાન પહોંચાડી રહ્યો છે એ જોઈને શર્મિલાજી નેતા સાથે વાત કરે છે.

"આપણો દીકરો દિવસે ને દિવસે પાગલ થઇ રહ્યો છે. મારી હાલત નથી જોવાતી તમેં કઈક કરો. મને આરોહીને આ ઘરમાં આવા દેવામાં કઈ જ વાંધો નથી.."

"શર્મિલા સમજવાની કોશિસ કર. ચૂંટણી નજીક છે. એ પતે પછી હું વૈભવભાઈના ઘરે જઈશ અને આરોહીનો હાથ માંગીસ ..."

દિવસે દિવસે વિરાટ વધુ ને વધુ પાગલ બનતો જાય છે. આરોહીને મેળવવાની જીદ વધતી જ જાય છે. દીકરાની આ જીદ જોઈ એક દિવા નેતા વૈભવભાઈના ઘરે જાય છે.

"વૈભવભાઈ હું જાણું છું કે વિરાટથી ભૂલ થઇ છે. પણ હવે હું તમને મારા સંબંધી બનાવવા માંગુ છું. વિરાટ માટે હજારો છોકરીઓ છે પણ આરોહી વિરાટને પસંદ છે અને એની પસંદને હું મારા ઘરની મહારાણી બનાવીને રાખીશ. તમે વિરાટ માટે આરોહીનો હાથ આપો.."

"નેતાજી જે પગે આવ્યા છો એ જ પગે પાછા ચાલ્યા જાઓ. હું વધુ કઈ જ કહેવા નથી માંગતો. અમે તમને માફી આપી દીધી બસ હવે અમને શાંતિથી જીવવા દો..."

નેતાની ખુબ જ આજીજી કરે છે પણ વૈભવભાઈ અને વર્ષાબેન વાત માનતા નથી. નેતાજી ત્યાંથી જાય છે. રાત્રે વર્ષાબેન અને વૈભવભાઈ બેઠા હોય છે.

"વર્ષા આપણે કેવા છીયે દીકરાના કાતિલને માફ કરી દીધો અને હવે એ જ લોકો આપણી દીકરીને પણ હેરાન કરે છે.. શું કરવું કઈ સમજાતું નથી.. ઉપરથી હું જાતથી પણ લાચાર થઇ ગયો છું.."

"હા વાત તો સાચી છે. પણ હું મારી દીકરીને નર્કમાં નહિ ધકેલી શકું.. "

"વર્ષા હવે તો બધુ ભગવાન પર જ મેં છોડ્યું છે. જે એ કરશે એ જ થશે.. શું ખબર વિરાટનો સ્વભાવ અને મન પરિવર્તિત થઇ ગયું હોય..."

"હા જે પણ હોય. ભગવાન જે કરે એ સારું કરે બસ.."

વિરાટની જીદ દિવસેને દિવસે વધતી જાય છે. એની માતા શર્મિલા બેન પણ હવે દીકરાની જીદ પુરી કરવા એની સાથે થઇ જાય છે. વિરાટ આરોહી માટે રિંગ લઈને આવે છે. અને એની માતા સાથે આરોહીના ઘરે જવા નીકળે છે.

આરોહીના ઘરે અસ્મિતાના બર્થડે ના કારણે એક ખુશીનો માહોલ હોય છે. ઘરના ગાર્ડનમાં ડેકોરેશન કરેલું હોય છે. વર્ષાબેન કેક બનાવીને લઈને આવે છે. અસ્મિતા કેક કટ કરે છે. એટલામાં ઘરની ડોરબેલ વાગે છે. આરોહી દરવાજો ખોલવા જાય છે. દરવાજો ખોલતા જ સામે અજય, વિરાટ અને શર્મિલા હોય છે. આરોહી એ લોકોને જોઈ ટેન્શનમાં આવી જાય છે.

વિરાટને અજય અને શર્મિલા અંદર ઘુસી આવે છે. સાથે શેરા અને સિક્યોરિટી પણ આવી જાય છે. અસ્મિતા અને બધા લોકો વિરાટને જોઈને ટેન્શનમાં આવી જાય છે. વિરાટ અને એના મમ્મી સગાઇ કરવા માટે ગિફ્ટસ અને રિંગ લઈને આવ્યા હોય છે.

"કેમ આવ્યા છો અહીં? હજી શું બાકી છે?" વર્ષાબેન બોલ્યા.

"આજે સગાઇ છે. મારી અને આરોહીની આંટી... મરજી થી કરો કે જબરજસ્તી પણ સગાઇ તો થઈને જ રહેશે..."

"અહીં થી ચાલ્યા જાઓ.. અમને તમે જેટલા દુઃખ આપ્યા છે એ હજી ઓછા પડે છે તો હવે મારી દીકરીને લેવા આવ્યા છો..?"

"જે થયું એ ભૂલી જાઓ બસ નવા સંબંધની શરૂઆત કરો.. મારા હીરા જેવા દીકરાને તમારી દીકરી ગમી છે. બાકી ભીખારીઓના ઘરે અમારા પગલાં પણ ના હોય" શર્મિલા જી બોલ્યા..

થોડો સમય આમ જ રકઝક ચાલી. ત્યારપછી વિરાટએ રિંગ કાઢીને આરોહીને જબરજસ્તી પહેરાવી દીધી. આરોહી રિંગ કાઢીને ફેંકવા જતી હતી પણ જબરજસ્તીમાં રિંગનો આકાર જ બદલાઈ ગયો અને એ આંગળી માંથી નીકળી જ ન રહી હતી.

"આંટી જુવો રિંગ પહેરાવી દીધી છે. હવે આરોહી મારી છે.. હવે તારીખ આપજો જલ્દી તો અમે જાન લઈને આવીએ.."

આવેલા સિક્યોરિટી વાળા ઘરના બધા સભ્યો પર બંધુક રાખીને ઉભા હતા. કોઈ કઈ બોલ્યું નહિ અને વિરાટ અને એના મમ્મી ત્યાંથી નીકળી ગયા.

આરોહી ફરીથી લાચાર બની. જિંદગીમાં આવેલી આ પરિસ્થિતિને કેવી રીતે ઉકેલવી એ જ વિચારોમાં એ ખોવાઈ ગઈ. શર્મિલાબેન એ સોનીને બોલાવી રિંગ કાપીને કઢાવી. ખુબ વિચાર કરીને રાત્રે ઘરમાં બધા એકઠા થયા. વિનોદભાઈ જે વૈભવભાઈના મોટા ભાઈ હતા એ પણ ત્યાં હાજર હતા.

"જો વૈભવ અમે તારી દરેક વાત માની છે. તું સમાજ બહાર લગ્ન કર્યા. દીકરીઓને આમ આઝાદી આપે છે. અહીં પરિવારથી દૂર ભુજ રહેવા આવી ગયો. પણ હવે તારે મારી વાત માનવી જ પડશે.. અમારી સાથે અમદાવાદ આવવું પડશે. અહીં રહેવું હવે તમારા માટે હિતાવહ નથી..."

"પણ ભાઈ હું ત્યાં કેમ આવું. મારી દીકરીઓને ત્યાં નઈ ફાવે..."

"હવે વૈભવ હું તારું કઈ જ સાંભળવાનો નથી..."

"મોટા બાપુજી ઠીક કે છે પપ્પા હવે અહીં આપણે નહિ રહી સકીયે. આપણે બીજા શહેરમાં જવું પડશે.."

"પણ બેટા આપણે અમદાવાદ જઈશું તો વિનોદભાઈ ને પણ તકલીફ આપશે આ લોકો..."

"ના પપ્પા આપણે અમદાવાદ નહિ જઈએ... "

"તું પાગલ થઇ ગઈ છો બેટા..."

"ના પપ્પા હું પાગલ નથી થઇ. પણ આપણે અહીંથી નીકળી જઈશું કોઈ અલગ જ શહેરમાં જ્યાં કોઈ આપણને ન ઓળખે. અને અહીંથી કઈ જ વસ્તુઓ લઈને નઈ જઈએ... બધું એમનું એમ મૂકીને જ જઈશું..."

આરોહીને એનો પરિવાર ભુજનું ઘર એમને એમ મૂકીને જયપુર-રાજસ્થાન સીફ્ટ થાય છે. વિનોદભાઈ ને પણ આ વાતની જાણ નથી કરતા. જો વિરાટને એ લોકો એમની પાસે જાય તો પણ કઈ માહિતી ન મળે રાજ્યની બહાર એમને શોધવા થોડું દૂર પણ પડે. આરોહી જયપૂરમાં બ્રોકર સાથે મળીને એક ઘરની વ્યવસ્થા કરે છે જ્યાં ફુલફર્નિચર વાળું ઘર એમને મળી રહે છે. આરોહી આજીજી કરે છે કે એની પાસે પૈસા ઓછા છે અને જોબ ક્યારે મળશે એ ફિક્સ નથી એટલે ઓછા પૈસા થાય એટલા કરાવજો. બ્રોકર પણ આરોહીની મદદ કરી સસ્તા ભાળે ઘરનો બંદોબસ્ત કરે છે.

વિરાટ અને એના પિતા આરોહીના ઘરે જોવા જાય છે. વારંવાર ડોરબેલ મારવા છતાં કોઈ દરવાજો નથી ખોલતા. ત્યાં નજીકમાં ઉભેલા શાકભાજી વેચવાવાળાને પૂછે છે તો જાણ થાય છે કે આ લોકો ત્રણ દિવસથી દેખાયા નથી. વિરાટનો ગુસ્સો વધે છે.

"ડેડી આ આરોહીને શોધો તમારી પુરી તાકાત લગાવો..."

"હા બેટા શાંતિ રાખ હું કંઇક કરું છું.."

નેતા અને વિરાટ ઘરે આવે છે. વિરાટ આરોહીને શોધવા અમદાવાદ, રાજકોટ, જામનગર જેવા અનેક શહેરોમાં રખડે છે પણ કઈ જ આરોહીનો પતો નથી મળતો. એ દિવસે દિવસે પાગલ થતો જાય છે. દારૂની સેવન વધારે છે. નેતા પોતાના ચૂંટણીના કામોમાં વ્યસ્ત હોય છે. શર્મિલાજી નેતાને બેસાડીને વિરાટની સ્થિતિ વિષે જાણ કરે છે.

"આપણો દીકરો પાગલ થતો જાય છે. આરોહી વગર રહી નથી સકતો કઈ તો કરો.."

"શર્મિલા તું જાણે છે આરોહીને શોધવી મારા માટે કોઈ અઘરી વાત નથી પાર્ટીના કોન્ટેક્ટથી હું દેશના કોઈપણ ખૂણેથી એને શોધી સકુ. પણ એ ચાલી ગઈ એ સારું છે. હવે ધીરે ધીરે આ એને ભૂલી જશે... એ છોકરી એને લાયક જ નથી..."

"હા વાતતો સાચી જ છે..."

વિરાટ પાગલની જેમ ભટકે છે. એક દિવસ એ અમદાવાદ વિનોદભાઈના ઘરે પહોંચી જાય છે. એમને બંધુક રાખી ધામકાવે છે. હોસ્પિટલમાં સ્ટાફને ધામકાવે છે. રેસ્ટોરન્ટ વાળા ને ધમકાવે છે પણ ક્યાંયથી આરોહીનો પતો મળતો નથી. જમીન ગળી ગઈ કે આભ ભાઈ ગયો.. ગઈ તો ગઈ ક્યાં આરોહી એવી હાલત વિરાટની બની ગઈ છે. દિવસે દિવસે એની તડપ વધતી જાય છે. અજયને કહીને દરેક શહેરમાં તાપસ કરાવે છે પણ કઈ પતો મળતો નથી.

વિરાટ અહીં એના પિતાને આજીજી કરે જ જાય છે પણ એ સાંભળવા તૈયાર નથી. વિરાટ એના પિતાની પાર્ટીમાં જોડાવાની રિકવેસટ કરે છે. એના પિતા આ જાણી ખુશ થાય છે. પણ વિરાટ પાર્ટીમાં જોડાઈને પાર્ટી મીટીંગના બહાને આખા દેશમાં ફરી આરોહીને શોધવાનું વિચારે છે. વિરાટને આરોહી ની કહેલી વાતો યાદ આવે છે. એને બેનામ બની આરોહીના મનમાં પ્રેમ જગાડ્યો હતો એતો આરોહીને ન થયો પણ એ પ્રેમની આગ આજે વિરાટના મનમાં લાગી ગઈ છે. દિવસે દિવસે એની ઊંઘ પણ હરામ થતી જાય છે. આરોહીને શોધવાની લાય એના મનમાં લાગી ગઈ છે હવે તો એ આરોહીને મેળવીને જ શાંત થશે.

[ક્રમશ:]