ઓહ..... શીટ મારો પગ એમ એકાએક મારાથી બૂમ પાડી જવાયુંં એકદમ જ સામે આવી પડેલ બાઈકને કેવી રીતે કટરોલ કરવી એવી અવઢવમાંં હું મારી ગાડી નીચે દબાઈ બાઈકનુ વજન ઉપરથી એની પર સવાર એ માજી ને
એના દિકરાના વજનથી દબાયેલ પગના દર્દ થી કણસતા મારાથી ઓ મમ્મી બૂમ પાડી જવાયું સહસા બોલાય જવાયું હવે શું કરીશ રસ્તા મા બેસી હું ભારોભાર ચિંતા મા હતી કે સારું કેવી રીતે થશે ને આગળ શું થશે ધીમેથી પગને બે હાથના ધક્કાથી બાર કાઢ્યો એક બે સેકન્ડમાં આખ ના પલકારે બધું બદલાય ગયું બે હાથ ના ટેકે મે ઉભા થવાંની નિષ્ફળ કોશિશ કરી પણ ઊભાં ન થવાયુ મને ધીમે થી ઊભી કરવામાં આવી દુ ખાવો હવે નહિવત હતો.. પણ હતો.ને ચાલી પણ શકાતું હતું સહેજેય ખરો જ દેખાતી નહતી પણ અચાનક થયેલ ઘટનાથી હુ ગભરાઈ ગયેલ હતી.દિવાળી નો સમય હતો ને એના પછી ભાઈ ના લગ્ન હતા એકાએક આવી પડેલી મુસીબત માંથી કેમ કરી બહાર નીકળીશ એમ વિચારી મન વ્યાકુળ હતું.
બીજી બાજુ થોડો દુ ખાવો હતો એટલે દુખાવાની દવા લીધી રાત તો ગઈ પણ દુખાવો એનો એજ એટલે સાંજે હાડકાં ના ડોક્ટર પાસે બતાવા ગયાં ખૂશ હતી હું વિચારતી હતી કે બહુ વાગ્યું નથી એટલે કઈ મોટુ નહી જ હોય એ વિચારોની સાથે મે એક્ષરે પડાવ્યો ને રાહ જોઈ ને બહાર બેઠાં પણ જે વિચારેલું એનાથી સાવ ઊંધુ થયું. એક્ષરેમા કોઈ ફેક્ચર નહોતું દેખાયું એટલે ડોકટરે M R i કરાવવા કહ્યું તેજ ક્ષણે ધ્રાસ્કો પડ્યો કઈ ખરાબ થયું છે M R i થયું ને રિપોર્ટ આવ્યો જેને સાભળી ને પગ નીચે થી જાણે જમીન ખસી ગઈ ઓપેરશન કરવું પડશે ઘૂંટણ ને સપોર્ટ કરતો સ્નાયુ ફાટ્યો છે જેમ દોરડુ તૂટે એમ કોઈ હલ દેખાતો નથી તમે વિચારી શકો છો તમારે ક્યારે કરાવું છે બાપરે હવે ડોક્ટરે કીધૂ 25 દિવસ નો આરામ છે મેં દિવસો ગણ્યા દિવાળી તો જતી જ રેસે આ 25 દિવસ માં હવે હું લગ્નની તૈયારી કેવી રીતે કરીશ મેં પહેલી વાર જાણે હારી ગઈ હોય એમ લાગ્યું હું અંદર થી એકદમ ભાંગી પડી દુઃખી હતી સુ કરીશ ચલાશે કે કેમ?
ને એમ તહેવાર માં જ ઓપેરશન થયું દશેરા ના દિવસ ની એ સવાર હું કેમ કરી ને નહિ ભૂલું સવાર ના છ વાગ્યાં ઓપેરશન માટે નર્સ લય ગઈ એનેસ્થિસઇયા નું એ ઈજેકશન મેં પેલી વાર નહોતું લીધું પણ આ અનુભવ ખરાબ રહ્યો કેમય કરીને એ સોય અંદર જાય નહિ એક બે ચાર સોય વાગી હશે હું અર્ધ બેભાન થઈ કેટલો ખરાબ દિવસ ઉપર વારો કદાચ મળે તો એ દિવસ ને ભૂંસી નાખવા કહીશ.
હવે અત્યારે જયારે હું લખુ છું ત્યારે હું ચાલી શકું છું 25 દિવસ ને મેં પુરા કર્યા મન ની અંદર કઈ કેટલાયે આંસુ પાડી ને ચાલુ છું પગ સેજ ખોડાય છે પણ આવી જશે એમ કિધું છે ડોક્ટરે આશા છે કઈ સારુ જ થશે.
બાકી જિંદગી નું મોટુ લેસન તો મળી જ ગયું કેહવાય છે ને દૂધ નો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકી ને પીવે એમ મારાં કેશ માં પણ એજ છે.
મારાં પપ્પા કાયમ કેતા બઘી પ્રોબ્લેમ ને ઘરે મૂકી ને ઘર બહાર નીકળવું ધ્યાન રાખવું પણ હંમેશા પોતાનું ધ્યાન રાખતી એ દિવસે કદાચ મેં સ્વાર્થી બની એ વાત ભૂલી ગઈ પણ હવે હું નહિ ભૂલું એ સમ મેય લીધા છે.