પ્રેમની વાત Piaa Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની વાત

    
          

       પાત્રો ---  યોગી ,  માહી , રિવાન
           વાત એમ કે યોગી અને માહી મિત્રો સ્કુલમાં થી જ સાથે હતાં. કોલેજ પણ સાથે જ કરી ને હવેે job પણ સાથે જ.
           પહેલેથી જ સાથે હતાં એટલે એકબીજા ને સારી રીતે ઓળખતા હતાં. યોગી ને એના વિશે બધી ખબર અને માહી ને પણ એના વિશે એટલી જ.
           સાથે હોઈએ એટલે મજા પણ બહું જ કરતાં. નવા મિત્રો ઓછા થતાં કારણ કોઈની બહું જરૂર નહોતી પડી.એકબીજા સાથે સમય પસાર કરતાં. 
           job ને એક વરસ થયું નવા staff ની નિમણુંક થયી. પહેલા એ લોકો ઢગલાબંધ ભૂલો કરે.ધીમેધીમે બધાં કામ શીખી ગયા. 
          એમાંનો એક યુવાન રિવાન    બહું જ હોશિયાર એને કંઇજ શિખવાડવુ પડયું નહિં. એ  U.P બાજુનો હતો. બોલવાની વાકછ્ટા એટલી કુશળ કે ઘણી છોકરીઓ એની દિવાની હતી.એની હા મા જ હા ને ના.. મા ના મિલાવે. ને યોગી અને માહી ને, એને જોતી ત્યાર થી જ ગુસ્સો આવે. દાતરો છે... કારીયો છે.... એવી કય કેટલીએ....
     પાછળ જતાં તે ત્રણેય સારા મિત્રો થયાં. સાથે હરતા ફરતાં મજા આવતી.હવે ઊંધુ થવા માંડ્યુ.પેલા લોકોને ગુસ્સો આવવા લાગ્યો.ને આ લોકોને ખાસ ફરક પડે નહિ એ હિન્દી માં લવારો કરે ને યોગી અને માહી ગુજરાતીમાં...

                            ***********
       જીંદગી નો અણધાર્યો વળાંક આવ્યો. જે યોગી એ કયારેય નહતું વિચાર્યું એ થયું. માહીની બદલી થઈ. ને યોગી એકલી પડી જાણે મોટો ધક્કો લાગ્યો. 
        હવે યોગી ને રિવાન સાથે સમય પસાર  કરતા પણ જ્યા job કરતાં ત્યા નહિ કારણ લોકો શક ની નજરે જોતાં. એટલે યોગીને એકલું લાગતું. પણ બહાર કયાંક મળી લેતા.
   બન્ને બહુ વાતો કરે.ધીમેધીમે દોસ્તી વધું આગળ વધી.... કદાચ એનાં કરતાં પણ વધુ યોગીને ખબર હતી ઘરના લગ્ન  નહી કરવા દે એટલે યોગીએ મળવાનું બંધ કર્યુ.એને હવે ફરી એકલું લાગવા મંડયુ. તે કયારેક એકલી રડી લેતી. રિવાન જાણતો હતો પણ એને સમજણ ભર્યુ કામ કર્યુ. એને થોડો સમય પોતાને સમજવામાં અને વિચારવાનો સમય આપ્યો. 
        પહેલા હમણાં ના જેવા મોબાઇલ નહી એને મોડીરાત સુધી ઉંઘ નહી આવતી એટલે કોઈક ને કોઈ સાથે વાત કરી સમય પસાર કરતી. 
         એક વાર એને ઘણુ જ  મન થયું રિવાન સાથે વાત કરવાનું એટલે મેસેજ કર્યો આ બાજુ રિવાન તો રાહ જોઈ ને જ બેઠો હતો. આમ ને આમ રોજ વાત થવા માંડી.
        ને હવે જે ન થવાનું તે થયું. ને તે છતા યોગી ના હજાર  ના પાડવા છતા રિવાનની જીદ આગળ કઈ  ચાલ્યુ નહિ આ બાજુ યોગી એ કહી દીધું જો રિવાન હું લગ્ન માટે હા નહી પાડી શકું મા બાપ નું એક માત્ર સંતાન છું. જે થશે એ સારા માટે જ થશે એમ વિચારી વાતો થવા માંડી. હવે યોગી પ્રેમ મા ડૂબતી ચાલી જાણે દારુડીયાને દારૂની લતની જેમ ..અને ખૂશ રહેવા લાગી. એની એકલતા દૂર થઈ. 
              
                           **********
          આ બાજુ માહી ને પણ હમસફર મળ્યો. એ પણ  ગુંજન ને ખૂબ જ પ્રેમ કરતી. ગુંજન ને મળવા માટે ઘણી રજા પાડતી. ને જૂઠાણા એ મજા મૂકી.
          ગુંજન તેને ઘણુ બધુ અપાવતો. આ બાજુ  માહી  પણ એટલું જ આપતી. આમ ને આમ સમય આગળ જતો.
 માહી ગુંજન ને રોજ મળતી.માહી એ એના ઘરમા વાત કરી થોડી ઘણી આનાકાની પછી ઘરેથી હા મળી જ ગઈ.માહી
પોતાને નિશબદાર માનતી. હવે માહીને ગુંજન ઘરેથી જ
લય લેતો. ને મૂલાકાત  વધવા માંડી..
         
બન્ને મિત્રો પ્રેમનાં પ્રવાહ માં વહી રહી હતી...
એવામાં  જ  એક વણાંક આવ્યો....
        
    યોગીના લગ્નની વાત ચાલી રહી હતી. સારો દિવસ જોઈ ને  એકબીજાને જોવાનું નક્કી થયું. યોગી અંદરો અંદર રડી રહી હતી પણ કઈપણ બોલી ન શકી.એને રિવાન ને વાત કરી એટલે એને કહ્યું ડરે છે શું કામ ના જ પાડવાની છે ને... દર વખત ની જેમ... પણ યોગી ને અંદર થી ડર લાગતો હતો. પણ બહારથી ખૂશ રહેતી હતી ને સહન કરી રહી હતી.એ રાત્રે જ એને મરી જવાનો વિચાર આવ્યો.

*********
        આ બાજુ ગુંજને પણ એના ઘરનાં ને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ અસફળ રહયો ને એને માહી ને કઈપણ કહયા વગર બીજે સગાઈ કરી લીધી. ને માહીને ગુંજન ના મિત્ર દ્વારા ખબર પડી.એને દુખ થયું. ને એને ગુંજન ને ફોન કર્યો. ને સગાઈ તોડી નાંખવા કહયું પણ ગુંજન વારંવાર એનો ફોન કટ કરી નાખતો. આખરે ચાલુ ફોને જ માહીએ ઉંઘની ગોળીઓ ખાઈ લીધી ને નીચે ઢળી પડી.

બન્ને મિત્રોનો અપાર પ્રેમ અધૂરો રહ્યો.
     
      ગુંજને તરત એની કોઈ મિત્ર ને માહીના ઘરે મોકલી.ને માહીને એના બેડરૂમ માંથી હોસ્પિટલમાં પહોચાડી. ઘણી
મહેનતે એ ભાનમાં આવી. ને ઉઠતાં જ ખૂબજ રડી ને એના હદયનો ભાર ઓછો થયો.હવે એને ફરી જીવવાનો નિર્ણય કર્યો. 
         માહીની સગાઈ ખૂબજ ધામધૂમ થી કરાય.માહી હવે 
 ખુશ રહેવા લાગી હતી. 

          આ બાજુ યોગી એ ફોન કરી રિવાન ને એક વાર મળવાનું નક્કી કર્યું. મુલાકાત થઈ. યોગી એ હવે સગાઈ માટે ભારી હૈયે હા પાડી. ને લગ્ન પણ કરી નાખ્યા. પણ એ દુખી રહેતી એને રિવાન ની યાદ આવતી પણ એણે કયારેય  વાત ન કરી. પછી એક વાર લગ્ન ના ત્રણ ચાર વર્ષ પછી એને વાત કરવાનું મન થયું એને મેસેજ કર્યો. એ હવે પહેલા ની જેમ એના મેસેજ ની રાહ જોતી વાત વાત મા એને ખબર પડી કે રિવાન ના લવમેરેજ છે  ને બે બાળકો પણ છે. 
           તે છતા યોગી ને વાત કરવાનું મન રહેતું. એક વાર વહેલી સવારના મેસેજે એની ઉઘ ઉડાડી.
            આજ પછી મને મેસેજ કરતી નહી.મારા મેસેજની રાહ જોતી નહીં. બધું જ ખતમ છેલ્લુ બાય.
            આ બાજુ યોગી એ  પણ રિવાન ને બધેથી ડિલીટ કર્યો. ને  એને હવે શાન્તિ પણ લાગી.
            એ મનોમન બોલી તેલ લેવા જા .... બબુચક....