ક્યારેક ....
જીંદગી -કેટલો સુંદર શબ્દ છે ને ??
ક્યારેક ગળાડૂબ થઈ જઈએ તો ક્યારેક આનંદવિભોર થઈ જઈએ, ત્યારે વિચારતા હોઈએ છીએ આપણે આ શબ્દ વિશે.
ન જાણે કેટલાય લેખકોએ ,કેટલાય કવિઓએ આ શબ્દ ને સમજવાનો સારો એવો પ્રયત્ન કર્યો હશે, અરે!આપણે પણ જો ક્ષણિક વિચારવાનો પ્રયત્ન કરીએ તો મને લાગે છે એકાદ કવિતા બની પણ જાય.
પણ જીંદગી કાંઇક અલગ જ છે. આપણે વિચારતા હોઇએ કાંઇક ,અને થાય કાંઇક અલગ જ એટલે જીંદગી. પણ મારા મતે જીંદગી એટલે..
આ મજાની ,મસ્ત મજાની
મસ્ત છે આ જિંદગી
મેં કહેલી ,તે અનુભવેલી
વ્યસ્ત છે આ જીંદગી
કહીએ તો કમબકત છે આ જીંદગી
પણ જીવીએ તો જબરજસ્ત છે આ જીંદગી.
કાંઇક અકલ્પનીય વળાંકો પણ જીંદગી માં હોઇ શકે-એવુ ક્યારેય વિચારતા નથી હોતા આપણે, પણ એ અકલ્પનિય વળાંકો જ ક્યારેક જીંદગીમાં રોમાંચ વધારી દેતા હોય છે.
વાત ખુશાલ ની છે,
મારા મિત્ર ખુશાલ ની
સ્વભાવ તો શાંત હતો, પણ કયારેક ઉશ્કેરાટ વાળો પણ... ક્યારેક વિચારમગ્ન તો કયારેક પ્રકૃતિ ને માણતો માણસ એટલે ખુશાલ ,અત્યારે આ ક્ષણે ,હોસ્ટેલમાં મારી સાથે છે અને હુ એને આટલું સમજી શક્યો છું.
પણ ખબર નહી જીંદગી ની કોઈ બીજી ક્ષણે મતલબ તેનાં બચપણમાં કે તેની કિશોરાવસ્થા માં એ કેવો હશે..
કેમ કે ,સમય બદલાતો જાય છે એમ માણસ પણ બદલાતો જાય છે. અને એજ તો વિકાસ નો નિયમ છે.
ખુશાલ અને એની love story ...ઘડીભર સાંભળો તો એવું થાય કે ..પ્રેમ આવો ક્ષણિક પણ હોઇ શકે?? શુ પ્રેમ આટલો નિસ્વાર્થ હોઇ શકે ખરો???પણ હા ખુશાલ ની બાબત માં પ્રેમ ખરેખર પ્રેમ હતો. તમને શાયદ એ પ્રેમ નાં લાગે પણ મને તો યે બસ પ્રેમ જ લાગે છે. ભલે ક્ષણિક હોય.
ધોરણ 11 (year 2007)ભણતા ખુશાલ ને હેન્ડબોલ રમવાનો ઘેલો શોખ
ભણવામાં પણ હોશિયાર ખુશાલ અને મિત્રો પણ ઘણાય.
ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષાના થોડાક જ દિવસો પહેલા મેચ હતી ખુશાલ ની અંકુર સ્કુલ નાં વિદ્યાર્થીઓ સાથે. અને હા એ દિવસે ખુશાલ તૈયાર થઇને શનિવારે સવારે નીકળ્યો જ હતો સ્કૂલે જવા.
નિયમમા એવુ હતુ કે પહેલા પોતાની સ્કુલ પહોંચવાનું અને પછી પોતાના P. Ed ..teacher સાથે અને team સાથે અંકુર સ્કૂલે જવાનું.
અને એટલેજ સવારે એ ફટાફટ નીકળ્યો હતો.
એ ખુશીમાં કે આજે તો મેચ છે.
અને ખુશીમાં ને ખુશીમાં એની નજર રોડ પરથી જેવી ફરકી કે accident..
બે સાઇકલ (bicycle) નો accident
બે સાઇકલ જેવી અથડાઈ એવી એતો લડવા જ લાગી .આમ પણ એક ladies સાઇકલ અને એક boys સાઇકલ .
મૃનાલી નામ હતુ એનું. એતો કાંઇ ના બોલી પણ ખુશાલ ગુસ્સા માં મૃનાલી ના ચહેરા સામે જોયા વગર બોલવા જ લાગ્યો. ના આવડતી હોય તો ના ચલાવતી હોય તો. આ વગર કામનો સમય બગાડવાનો ને મારે ,ચેન ઠીક કરવામાં.
આમ પણ આજ મેચ છે ..શુ યાર..
મૃનાલી હળવું બોલી ..i am sorry..
ખુશાલ તો એટલો એની મેચની ધૂનમાં હતો કે એને એક ક્ષણ મૃનાલી સામે જોયું પણ નહી.
અને જલ્દી ચેન ઠીક કરીને એ પહોંચ્યો પોતાની સ્કૂલે અને પછી પોતાની team સાથે અંકુર સ્કૂલે... પોતાની મેચ માટે.
મૃનાલી ઘડીભર જોતી રહી ..આ છોકરો મારી સ્કુલમાં કેમ?? પણ પછી એને જાણ થઈ કે interschool competition માટે આવ્યો છે.
અને આખી મેચ દરમિયાન એને મેચ કમ ખુશાલ ને વધારે જોયો...શાયદ ગમી ગયો હતો એને ખુશાલ અને એનો ઉત્સાહ .
અને એટલે જ અંતે જ્યારે મેચ પૂરી કરીને ખુશાલ અને એની team નીકળવા લાગ્યા ત્યારે મૃનાલી પહોચી ગયી ખુશાલ પાસે.
મૃનાલી નુ hello સાંભળીને ખુશાલ ને નવાઈ લાગી..(એ કેમ hello કહે છે મને?) પછી યાદ આવ્યુ ..શાયદ મારી મેચ જોઈને મને મળવા આવી હશે.
પણ જ્યારે મૃનાલી એ કહ્યુ યાર i am sorry સવાર માટે.. ભૂલથી સાઇકલ અથડાઈ ગયી..
ખુશાલ ને ત્યારે ખ્યાલ આવ્યો કે આ સવારવાળી છોકરી છે.(કવિ સાંઈરામ ની ..વાત જેમ જ બન્યુ..
કે...સાઇકલ અથડાવીને sorry કહેવાની skill હજુ યાદ છે..)
અને ખુશાલ ને ક્યાંક એવું લાગ્યું ...આટલી સુંદર છોકરીને મે સવારમાં કેમ નાં જોઇ... ક્યાંક મૂંઝાયો ..પણ પછી કહ્યુ શાયદ વાંક મારો પણ હતો.. its ઓક...
અને એ નીકળી ગયો.
પણ મૃનાલી ને તો ઘણીયે વાતો કરવી હતી. શાયદ ખુશાલ જોડે. એટલે જલ્દી થી પૂછી લીધુ ..તારું નામ શુ છે??
ખુશાલ બોલ્યો ખુશાલ... અને તારું???
એ બોલી... મૃનાલી.
મૃનાલી ની હિંમત ખુશાલ ની સ્કુલમાં જવાની તો ના થાય એટલે સ્કૂલે જતા આવતાં એ જોતી રહે કે ક્યાંક ખુશાલ મળી જાય તો ..અને હા
એક દિવસ icecream parlour પાસે ભેટો થઈ ગયો. મૃનાલી જોઇ ગઈ ખુશાલ ને સ્કૂલે થી આવતાં.
એટલે જોરથી બૂમ પાડી ...ખુશાલ...
અને બન્ને એ ice cream ખાધી અને મૃનાલી એ bill પણ pay કર્યું.
આમ ઘણાય પ્રસંગે મળ્યા પછી તો મૃનાલી અને ખુશાલ.
અરે મૃનાલી એ તો ખુશાલ ને એક કિચન (like a locket) પણ ગિફ્ટ કર્યું .જેમાં લખ્યું હતુ mrunali and khushal.
અને પછી અચાનક એક દિવસ મૃનાલી તે શહેર છોડીને ચાલી ગયી.
શાયદ એ એનાં કોઈ સબંધીને ઘેર રહેતી હતી.
બસ આટલું જ ,ના કોઈ એકરાર ના કોઈ માંગણી.
ફક્ત જ્યારે મળ્યા ત્યારે થોડી તારી અને થોડી મારી વાતો.
ના કોઈ વાયદાઓ
ના કોઈ કસમો.
પછી શાયદ ખુશાલે પ્રયત્ન કર્યો. મૃનાલી ને શોધવાનો પણ પછી એ પણ અભ્યાસ માટે દુર આવી ગયો હતો હોસ્ટેલમાં અને આ હતી એનાં 11માં ધોરણ ની વાત.
ત્યારે ન હતુ mobile નુ આટલું બધુ ચલન ..એટલે શાયદ contact મા પણ ના રહી શક્યા.
પણ પ્રશ્ન એવો થાય કે આ ક્યાં ગળાડૂબ પ્રેમ હતો.
છતા પણ પ્રેમ તો હતો જ ને .
અને હતાં તો ફકત ને ફક્ત .ખુશાલ અને મૃનાલી
આને શાયદ ,તમે કોઈ પ્રસંગમાં ઘણાય ગુલાબજામૂન ખાવાની જગ્યાએ એક ગુલાબજામૂન ખાધું હોય. એવી જીંદગી ની મીઠી યાદો, મીઠી પળો તરીકે યાદ રાખી શકો.
અને જીંદગીના કોઈ ક્ષણે આ ગુલાબજામૂન ના કારણે થોડુ મીઠુ હસી શકો.
જેમ આજ ખુશાલે તે કિચન (locket) જોઈને ..હસી લીધુ એમ..
આજ ની જ વાત:
વર્તમાન સમયમા આપણાં બધાને એવો પ્રેમ જોઈએ છે કે..એ હંમેશા મારી સાથે જ રહે. પ્રેમ ક્યારેક પૂછીને થતો નથી.. ના તો દોસ્તી ક્યારેય પૂછીને થાય છે. કૉલેજ અને સ્કુલ આપણાં જીવન નાં બે અભિન્ન અંગ બની ગયા છે. ત્યાં આપણે અલગ અલગ પ્રકાર ના લોકો થી મળીએ છીએ .દોસ્તી પણ થાય છે અને પ્રેમ પણ થાય છે.ઘણી વાર એ દોસ્તી અથવા પ્રેમ... આખી જીંદગી આપણી સાથે ટકતા નથી. પણ પસાર થયેલા સમય માટે તો એ ખાસ જ હોય છે.સમય જતા એ આપણી સાથે નથી એ કારણે એ સબંધ ને ટોકવા કરતા. એ સબંધ ની કોઈ મીઠી યાદ ને યાદ કરીને થોડુ હસી લેવું સારુ...