ચોરી Nikhil dhingani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોરી

                   આજ સવાર થી જ કીર્તિ વિજય હોટલ પાસે ખૂબ ચહલ પહલ હતી. હોટલ નાં શેઠ વિમલરાય નાં પંચાવન હજાર ની કિંમત નાં મોબાઇલ ની ચોરી થઈ હતી. હોટલ નાં તમામ સ્ટાફ ની આકરી પૂછપરછ ખુદ શેઠે કરેલી હતી. વિમલરાય નાં મગજ નો પારો વૈશાખ મહિના ની ગરમી ની જેમ સતત ઉપર જઇ રહ્યો હતો. શેઠ મોબાઇલ માં ફોન કરવાની કોશિશ કરી રહ્યાં હતાં પણ દર વખતે મોબાઇલ સ્વીચ ઑફ આવતો હતો. એનો મતલબ એમ થતો હતો કે મોબાઇલ કોઈ માણસ નાં હાથ માં તો આવી જ ગયો હતો. અંતે કંટાળી ને શેઠે પોલીસ ને જાણ કરી. 

                પોલીસ ને આવતાં અડધા કલાક જેટલી વાર લાગી. આ અડધી કલાક શેઠ માટે અડધી જીંદગી જેવી હતી. તેને મોબાઇલ જવાનો અફસોસ નહોતો પણ મોબાઇલ માં તેનાં અગત્ય નાં ત્રણસો જેટલા કોન્ટેક્ટ નંબર અને બીજી જરુરી માહીતી નાં ડેટા હતાં તેનુ ટેન્શન હતુ. 

                  અંતે પોલીસ આવી. અને આવીને પ્રાથમિક તપાસ કરી. હોટલ નાં મેનેજર થી લઈ ને વેઈટર સુધી બધાં નાં નિવેદન લીધાં. પણ કાંઇ ખાસ માહીતી નાં મળી. 

                       અચાનક પોલીસ ઇન્સપેક્ટર ની નજર હોટલ માં લાગેલા સીસીટીવી કેમેરા ઉપર પડી. તેણે શેઠ ને સીસીટીવી ફૂટેજ ચેક કરવા ની સલાહ આપી. બધાં કોમ્પુટર રૂમ માં ભેગા થયાં. ફૂટેજ ચેક કરતા માલુમ પડયું કે સવાર નાં સાડા આઠ વાગ્યા થી શેઠ કાઉન્ટર ઉપર બેઠેલા દેખાય છે. તેનાં ટેબલ ઉપર તેનો મોબાઇલ અને બે ત્રણ નાસ્તા નાં પાર્સલ પડેલા દેખાય છે. પરંતું આ બધુ ઝાંખું ઝાંખું દેખાય છે. ચિત્ર સ્પષ્ટ નથી. અચાનક શેઠ વોશરૂમ જવા માટે નવ વાગ્યા ની આજુબાજુ ઉભા થાય છે. અને દસ મિનીટ પછી પાછા આવી ને પોતાનુ સ્થાન ગ્રહણ કરે છે. આ દસ મિનીટ દરમિયાન એક આઠ થી દસ વરસ નો છોકરો હોટલ માં પ્રવેશ કરે છે. છોકરાં એ કાળી ચડ્ડી અને સફેદ બનીયન પહેરેલૂ દેખાય છે. તે ધીમે ધીમે શેઠ નાં કાઉન્ટર પાસે આવે છે. તે થોડી વાર ઉભો રહી ને આમ તેમ જોવે છે. અચાનક તેની નજર એક વસ્તુ ઉપર પડે છે. તે છોકરો તે વસ્તુ ઉપાડી લ્યે છે અને હોટલ ની બહાર નીકળી જાય છે. 

                પરંતું કેમેરા નું ચિત્ર સ્પષ્ટ ના હોવાથી તેને કઇ વસ્તુ ઉપાડી એ દેખાતું નહોતું. પરંતું તેને કંઇક ટેબલ પર થી લીધુ એ હકીકત હતી. છોકરાં નો ચેહરો સ્પષ્ટ દેખાતો નાં હતો એટલે પોલીસ ઇન્સ્પેક્ટર એ આ પ્રકાર નાં કાળી ચડ્ડી અને સફેદ બનીયન પહેરેલા અજ્ઞાત છોકરાં ની તપાસ હોટલ ની આજુબાજુ નાં વિસ્તાર થી ચાલુ કરી. 

             બે કલાક ની મહેનત બાદ હોટલ થી બે કિલોમીટર દુર એક ઝુપડપટ્ટી માંથી આ છોકરો મળી આવ્યો. હવાલદારે ફોન કરી ને તેનાં ઉપરી અધિકારી ને આ બાબત ની જાણ કરી. પોલીસ ઇન્સપેક્ટર અને શેઠ વિમલરાય તરત જ ત્યાં પહોચી ગયા. 

                છોકરાં ને જોય ને શેઠે કાંઈ પણ બોલ્યા વગર સૌથી પહેલા એક સણસણતો તમાચો છોકરાં નાં નાજુક ગાલ ઉપર ચોળી દીધો. અને તેને ધમકાવતા મોબાઇલ વિષે પૂછપરછ કરવા લાગ્યા. પોલીસ ઇન્સપેક્ટરે માંડ માંડ તેને કાબુ માં કર્યા. 

                   પોતાના ઉપર થયેલા અણધાર્યા હુમલા થી છોકરો ડઘાઈ ગયો. તે કાંઈ પણ બોલી નાં શક્યો. શેઠ અને પોલીસ ઇન્સપેક્ટર તે છોકરાં ને લઈ ને તેની ઓરડી માં મોબાઇલ ની તપાસ કરવા પ્રવેશ્યા. 

                પરંતું અંદર નું ચિત્ર જોય ને શેઠ અને પોલીસ ઇન્સપેક્ટર નું હૃદય હચમચી જાય છે. પલંગ ઉપર એક સ્ત્રી કણસતી હાલત માં પડેલી છે. બાજુ માં એક નાની બાળકી ભુખ નાં લીધે હૃદયફાટ રુદન કરી રહી છે. પલંગ નીચે હોટલ કીર્તિવિજય નાં લોગો વાળી એક પોલિથિન બેગ પડેલી છે. શેઠ એ બેગ ઉપાડે છે અને અંદર જુએ છે તો અંદર થી ચાર રોટલી નીકળે છે.


ખરેખર તો આ મોબાઇલ ની ચોરી નહોતી પરંતું "ભુખ" ની ચોરી હતી


*********************



દોસ્તો પહેલી વાર લખું છુ. કાંઈ ભુલ થઈ હોય તો માફ કરશોજી. અને આપના કિંમતી સુજાવો મને મારા વોટ્સઅપ નંબર 8000052255 પર આપશો જી.

ધન્યવાદ.......