મમ્મી શું થશે..? Yogesh chandegara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમ્મી શું થશે..?

 શું થશે...?
 આ એક સવાલ મારા મનમાં ફરી રહ્યો હતો...
આપણા જીવનમાં કોઇપણ વ્યક્તિ ની કિંમત ત્યારે જ થાય જ્યારે તેની હયાતી ના હોય.
મારી સાથે પણ એવું જ બન્યું.
મારા મમ્મી  સાવ ભોળા અને જાજુ ભણેલા પણ નહીં એટલે દુનિયાદારી ની ખબર પડે નહીં , એમનો સ્વભાવ સાવ નિર્મળ પણ એક વાત લઈ ને બેસી જાય એટલે તે જીદ છોડે જ નહીં.. તમને એક વાર જે વાત દીધી પછી તે કામ થવું જ જોઈએ...
મારી બહેન અને મમ્મી વચ્ચે રોજ ઝગળો થતો એક પણ દિવસ એવો નહિ ગયો હોય કે ઝગડો ના કર્યો હોય , તે બંને નાની નાની વાતોમાં એક બીજા સામે બોલવા લાગે , હા ! એક વાત એ પણ છે જે દિવસે ઝગડા હોય ને તો રાતે બંને સાથે પણ હોય છે , આ માં અને દીકરી વચ્ચે નો પ્રેમ છે. એક જ પડ માં જો ભૂલી જાય ને બધું તો એ માં છે..
" માં જો ના હોય ને તો શું થાય એ માત્ર ખાલી એક વાર વિચારી ને તો જોઈ લેજો તમારી આંખો માં  આંસુ ની ધારા વહી જશે..
 " ઓપરેશન " આ શબ્દ મારા જીવનમાં ઘણું બધું મને શીખળવી ગયો , અને માં ની કિંમત શું છે એ પણ મને બાતવી ગયો..
માં ગમે તેવી હોય ગાંડી દાહ્યી  કે પછી સાવ ભોળી પણ એ માં છે , સામે ભલે આપણે કહેતા હોય કે તું આવી છો તને કાંઈ ખબર નથી પડતી પણ આ બધું ખોટું છે.. જે આપણે બોલ્યે છે એ તો માત્ર આપણા શબ્દો છે.  માં નો સાચો પ્રેમ તો દિલ માં રહેલો છે.
" ઓપરેશન " થેયટર માં મમ્મી ને લઈ જવાની તૈયારી હતી , ડો કહ્યુ હતુ કે પેશન્ટને ને ડાયાબિટીસ છે ઍટલે ખતરો તો રહશે , કઇ પણ થઈ શકે છે.. આ એક વાકય માં માં શું છે તેની કિંમત સમજાય ગઈ..
" ૪ કલાક " બસ ભગવાન ને પાર્થના કરતા અને રડતા રડતા કેમ કાઢી એ એ જ જાણી શકે જેનું કોઈ સ્વજન ઓપરેશન થિયેટર માં હોય અને ડૉ કહ્યું હોય કે પેશન્ટ ને શું થશે એ કાંઈ કહી ના સક્યે.
મારી  એજ બેન જે રોજ મારી મમ્મી સાથે  ઝગડો કર્યા કરતી એ જ આજે જ્યારે બોલી ત્યારે મારી આંખો માં આંસુ આવી ગયા. 
" ભાઈ જો મમ્મી ને કાંઈ થઇ ગયું ને તો હું લગ્ન નહિ કરું બસ તારી અને પપ્પા ની સાથે જ રહીશ..
આ એજ દીકરી બોલી રહી હતી.. જેની માં એ તેના લગ્ન ના વિરૂદ્ધ માં હતી..
બહેન લવ મેરેજ કરવા હતાં પણ મમ્મી ને એ વાર પસંદ નોહતી.. 
ઓપરેશન પૂરું થઈ ગયું , ભગવાનની દયા થી મમ્મી ને કાંઈ ના થયુ.
બીજા દિવસે માથે બીજી આફત આવી ગઈ..
જ્યારે ડૉ. સાહેબ કહ્યું  " ગાંઠ તો નીકળી ગઈ પણ જોતા ઍવુ લાગે છે કે કેન્સર ની હોય..
એક દુઃખ દૂર થયુ નોહતું ત્યાં જ બીજું  આવી ને ઉભું હતું..
આમ ને આમ બસ માં શું છે એ ખબર પડી ગઈ... મહિના સુધી અમે એટલી મમ્મી સેવા કરી કે તેને કાંઈ થાય નહીં તે જ ધ્યાન રાખતાં તને બેડ નીચે ઉતરવા જ ન દેતા, બસ એ જ વાત નો ડર હતો કે મમ્મી ને શું થશે...?
એક મહિના પછી મમ્મી ને સારું થઈ ગયું અને પાછો તેનો પેહલા જેવો સ્વભાવ થઈ ગયો અને રોજ ની જેમ બહેન સાથે ઝગડા નું શરૂ... બસ આ જ છે.  " માં નો પ્રેમ "