લગ્ન ભાગ-૨ Kaushik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લગ્ન ભાગ-૨


                       

                   જેવી તે અમારી આંખો બંધ થઇ 'ને બસ મારાં હોઠ તે પાણી નાં ટીંપા ને ચુંસવા જઇ જ રહ્યાં હતાં ત્યાં...........અલાર્મ." આ આખી વાત નદી ને કિનારે બેઠાં-બેઠાં મનને મને કરી.પણ હવે એ દિવસો દૂર નહોતાં મનન અને સુપ્રિયા ને લગન કરવાનાં. પછી એ મને લગ્ન માં આવવાનું આમંત્રણ આપીને જતો રહ્યો.

                    હું ત્યારે વહેલી સવારે મંદિરે દર્શન કરીને મંદિર ની પેલી બાજુ નદીનાં કિનારે બેઠો હતો.એય ને તારે પ્રકૃતિ નો આનંદ માણતો હતો.સવાર ના પહોર માં મંદિર કબુતરો નાં ઘુ ઘુ ઘુ ઘુ નો અવાજ જાણે કે કુદરત એ કબુતર રૂપી સંગીતનું વાજિંત્ર ન વગાડતાં  હોય! હું બધું નિહાળી રહ્યો હતો,લેખક ને બીજું શું હોય?ખી ખી ખી ખી કોઈક ભક્તો મંદિરે દર્શન કરીને નદીમાં સ્નાન માટે જતાં 'ને સૂર્યને પાણી અર્પણ કરતાં. પાણી સૂર્યને અર્પણ કરતી વખતે જે સૂર્ય ના કિરણો પાણી સોસારવાં આપણી આંખોમાં જાય 'ને આમ આંખો ને તેજ કરી દે અને પછી આખો દિવસ જાણે મજા મજા! ખી ખી કોઈક વળી સૂર્યનમસ્કાર કરતાં હતાં 'ને એમાંય ઘણો ફાયદો.હોયજ ને આ તો હિન્દૂ સંસ્કૃતિનો વારસો છે બાપ,ઘણાં ઋષિમુનિઓની સખત મહેનત છે.જેમ કે શરીર ને સ્ફૂર્તિલુ રાખે,રૂધિરાભિશ્રણ સુધારે,થાક ઉતારે,ધ્યાન નું કામ કરે ,વળી પાછું શ્વાસોશ્વાસ નું પણ.આમ જોવાં જાય તો રૂપિયા પણ બચાવે ડોક્ટર પાસે જવાનાં.ખી ખી ખી ખી...થોડાક ભક્તો નદી માં આજ ના સિક્કા પધરાવતાં હતાં એટલે એ લોકો એમનું કારણ નહીં જાણતાં હોય. ખાલી ધર્મ નું અનુકરણજ કરતાં હશે શાયદ! પહેલાં ના સમય માં આપણાં પૂર્વજો પાસે કોપર નાં સિક્કા હતાં. કોપર આપણાં શરીર માટે જરૂરી ધાતુ છે એટલાં માટે એ લોકો સિક્કા ને નદી માં પધરાવતાં જેથી આપણાં શરીર ને લાભ થાય.એવી જ રીતે સવારે ઉઠીને કોપર (તાંબાના) નાં લોટા માંથી પાણી પીતા જેથી શરીર ને ભરપૂર માત્રા માં કોપર મળતું રહે.આ પરંપરા હવે ક્યાંક જ રહી છે.
                         
                   હું આ બધુંય જોતો હતો ત્યાં બાજુ માં એક પૂજારી આવ્યાં.મેં કીધું "જય શ્રી રામ".મેં પછી માથાં પર હાથ રાખ્યો અને એણે મને કપાળ પર તિલક કરી દીધું અને જય શ્રી રામ કહીને આગળ જતાં રહ્યાં.ચંદન નું આ તિલક લગાવતાં ઘડીક તો આ હા..હા..હા મજા આવી ગઈ! કેમકે ચંદન નો ચાંદલો તો મસ્તિષ્ક ને શીતળતા 'ને શાંતિ નો અનુભવ કરાવે સાથે સાથે સેરાટોનિન અને બિટાએન્ડોર્ફિન નામના રસાયણો નું સંતુલન પણ કરે છે .હવે ચાંદલો જ્યાં કરવામાં આવે છે તે આજ્ઞાચક્ર પર ઘણી ચેતાઓ નો પોઇન્ટ છે એટલે ઉર્જા નો વ્યય પણ ઘટે સાથે સાથે એકાગ્રતા તો વધેજ.
                               "અરે! આ તો દર્પણ" ,જયારે મેં મંદિર તરફ જોયું તો. એ મંદિર ની પ્રદક્ષિણા કરતો હતો એટલે મને થયું પછી બોલાવું. જોતાં તો એ શાંત સ્વભાવનો લાગતો હતો પછી ખબર પડી કે ગર્ભગૃહમાં રાખેલ મૂર્તિ એ કોપર પ્લેટ અને બીજી મૂલ્યવાન ધાતુ ની બનેલી હોય અને એમાંથી રિફ્લેક્ટ થતાં સૂર્ય ના કિરણો અને આપણાં શરીર માનુંં ચુંબકીય ક્ષેત્ર આ બેય વચ્ચે જયારે પ્રદક્ષિણા કરીએ ત્યારે એવી તે પ્રક્રિયા થાય ને કે સારાં સારાં શાંત પડી જાય. ખી ખી ખી..દર્પણે પાંચેક ચક્કર લગાવ્યાં પછી ઘંટ વગાડ્યો. ટં.......ગ................
ઘંટના આ મધુર અવાજે તો સાત સેકન્ડ મારા મગજ ને ઇકો કરી દીધું,સાત ઉપચારાત્મક કેન્દ્રો ખુલી ગયાં.મન ના બધા વિપરીત વિચારો દૂર કરી નાખે 'ને સકારાત્મક વિચારો નો પ્રવેશ થાય એવી તાકાત છે એ ઘંટ માં.કેમકે ઘંટ એ કોપર અને ટીન ધાતુ નું એવું મિશ્રણ છે કે જે આ કામ કરી શકે.બાકી અત્યારે કોઈક મંદિર માં અનુભવ જ ના થાય સાત સેકન્ડ ઇકો મોડ નો .ખી ખી ખી ખી... 
                              
                         "નમસ્કાર", મેં દર્પણ ને બે હાથ જોડી ને કહીયું."નમસ્તે"તેણે કહ્યું.બે હાથ જોડવાથી આપણી બધી આંગળીઓ ના ટેરવાં(ટિપ્સ)અડે છે જેને લીધે આપણી આંખ,કાન નાં પ્રેશર પોઇન્ટ એક્ટિવ થાય છે અને સામે નાં માણસ ને લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ.એટલે જ મંદિર માં દર્શન કરતી વખતે બંને હાથ જોડવાની પરંપરા છે."ઓહો, કાન માં હીરો પહેર્યો !" મેં દર્પણ ને કીધું. " હા ભાઈ, શાસ્ત્રો માં કીધું છે કે કાન વીંધાવવાથી વિચારશક્તિ વધે છે અને લોહી નું નિયંત્રણ થાય છે અને નાનાં બાળકો ની પી-પી ની તકલીફ હોય ત્યારે પણ એનો કાન વીંધે છે ખી ખી..." એણે મને કહ્યું."અરે વાહ!" મેં કહ્યું.પછી અમે નદી કિનારે ચાલતાં-ચાલતાં વાતો કરતાં હતાં. ત્યાં અચાનક જ પેલી વાત યાદ આવતાં મેં દર્પણને કહ્યું"તે મારી પેલી સ્ટોરી વાંચી કે નહીં આપણે ચા પીવા ગયાં 'તાં ને ગર્લ્સ હોસ્ટેલ ની સામે આપણને પોલીસ એ પકડ્યા ને પછી આપણી ફાટી રહી 'તી???"   દર્પણે મને મોબાઈલ માં બતાવતાં "હા વાંચી છે ,આ જ ને ?....