lagn bhag-3 books and stories free download online pdf in Gujarati

લગ્ન - ભાગ ૩


               --------------------------------                                  
                  *ચા તો મોંઘી પડી ગઈ!!!*
                                                                                    
                        હું, દર્પણ અને જયદેવ સાયન્સની એકજ સ્કૂલમાં અભ્યાસ કરતા.સાયન્સના રિઝલ્ટ પરથી, આગળ અભ્યાસ કરવા માટે અમારા ત્રણેયનું એડમિશન બરોડા શહેરમાં થયું.મેં અને દર્પણે એન્જીનીયરીંગ ક્ષેત્રમાં અને જયદેવે મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો.અમારી અને જયદેવની કોલેજ બિલ્ડીંગ વચ્ચેનું અંતર બેથી અઢી કિલોમીટર જેટલું ,જયારે હોસ્ટેલ કેમ્પસ વચ્ચેનું અંતર એકથી દોઢ કિલોમીટર જેટલું છે.જયદેવની હોસ્ટેલનાં કેમ્પસ(મેઈન કેમ્પસ)માં સાત-આઠ જેટલા હોલ છે.જેમાંના કેટલાક હોલમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સાથે-સાથે નેપાળી વિદ્યાર્થીઓ પણ રહે.અમારા હોલમાં માત્ર ગુજરાતી વિદ્યાર્થીઓજ રહે.હું અને દર્પણ બંને એકજ હોલના અલગ-અલગ રૂમમાં રહીએ.અમારા અને જયદેવના હોલથી સ્ટેશન એકાદ કિલોમીટર જેટલું દૂર છે.બંનેના હોલથી સ્ટેશન જવા-આવવાનો રસ્તો અલગ-અલગ છે.સ્ટેશનની નજીક રાત્રીના દશેક વાગ્યે lucky ચા વાળાની લારી ખુલે.યે તો સિર્ફ સ્ટોરી કા ઇન્ટરોડકશન થા, સ્ટોરી તો અભી બાકી હૈ મેરે દોસ્ત! ખી ખી..

                             સત્ર ચાલુ થયાંનાં થોડાક મહિના તો સ્કુલની ટેવ મુજબ હું રાતનાં બારેક વાગ્યેતો સુઈ જતો.પ્રથમ સેમેસ્ટરના વાંચવાના વેકેશનમાં મારા રૂમનાં મિત્રો પોતાના વતનમાં ચાલ્યા ગયાં.પણ  હું બરોડાજ રોકાયો.એકદિવસ હું રાતે વાંચતો હતો ત્યારે સામેના રૂમના સિનિયર મારા રૂમમાં આવ્યા અને મને ચા પીવા માટે સ્ટેશને પોતાની સાથે આવવા કહ્યું.મને તો થોડીક ભીંહ પડી ગઈ 'તી એટલે કહી દીધું કે, 'ના મારે વાંચવું છે.' એટલે તેણે કહ્યું,  ' ઓકે તું વાંચ.' પછી એણે તો જતાં જતાં મને પૂછ્યું પણ નહિ કે ,"તારા માટે લેતો આવું ?"પણ આપણાંથી રહેવાયું નઈ એટલે હસતાં હસતાં કહી દીધું , "ભાઈ !જરા મારાં માટે  લેતાં આવજોને." એટલે તેને હા પાડી.એકાદ કલાક જેવો સમય પસાર થઈ ચુક્યો જયારે તે ચા લઈને આવ્યા.એ તો ચા દઈને તરતજ જતા રહ્યા.પછી મેં તો કપમાં ચા નાખી અને ચાથી ભરેલા કપને મોં પાસે લઇ ગયો.ત્યાં તરતજ મારી ઘ્રાણેદ્રીયે ચાની સુગંધ પારખી લીધી અને મારી જીભ સ્વાદ ચાખવા ઉતાવળી થઇ.એટલે મેં ફટાફટ એક ચસકો માર્યો અને તે આદુ અને ઈલાયચીથી ભરપૂર ચાનો સ્વાદ એટલે આહ હા હા હા!!!!પછી તો ફટાફટ ચાના ચસકાં મારતોજ રહ્યો. ત્યાંતો થોડીવારમાં કપમાંથી ચા ગાયબ થઇ ગઈ.

                              થોડા દિવસો બાદ ,એજ રાતનાં સમયે એજ સિનિયર ભાઈએ મને ચા પીવા માટે સ્ટેશને આવવા કહ્યું.ત્યારે જરા મગજ વાંચવા માટે ઠેકાણે નહોતો એટલે ત્યારે હું તેની વાતમાં સહેમત થયો અને ચા પીવા માટે સ્ટેશને જવાં માટે અમે નીકળ્યા.રસ્તામાં ચાલતાં-ચાલતાં મેં તેને કહ્યું કે,' તમે એકદી' મારા માટે જ્યાંથી ચા લઇ આવ્યા હતાં અત્યારે ત્યાંજ જવું છે કે?' એટલે એને માથું ધુણાવતાં હા માં સંકેત આપ્યો.ત્યારબાદ મેં પેલી ચાના વખાણ  કર્યાં.સ્ટેશનની થોડી આ બાજુએ મને એક ચાની લારી દેખાય અને ત્યાં ઘણા લોકો ટોળાં વળીને ચાના ચસકા મારી રહ્યા હતા.એટલે મેં તે દૃશ્ય જોઈને પૂછ્યું કે,'તમે અહીંથી ચા લાવ્યા 'તાં?'તેણે કહ્યું , 'હા, હું અહીં થી (lucky એથી) લાવ્યો 'તો'.અમે ત્યાં પહોંચતાની સાથેજ ચા મંગાવી લીધી.પછી તો હું ચાના ચસકા લેતો-લેતો તેની ચા બનાવવાની કળા જોતોજ રહી ગયો.શરૂઆતમાં પેલા હાથાવાળી તપેલીમાં પાણી ઉકાળવા મૂકે. તે સમય દરમ્યાન ચાના રસિકોને ચા વિતરણ કરી દે.પાણી ઉકળ્યા બાદ, દૂધની થેલીઓ એવી તે ઝડપથી તોડીને ઉકળતી તપેલીમાં નાખે તે આપણે જોતાંજ રહી જાય. થેલીમાં રહી ગયેલા દૂધનાં ટીપાં વ્યર્થં ન જાય તે માટે તે થેલીના મોંને(તૂટેલાં ખૂણાને) બહારની તપેલીમાં નાંખીને તે થેલી ઊંધી કરી દે અને છેલ્લે આવી બધીજ ઊંધી થેલીઓને એકસાથે નીચવીને દૂધના ટીપાંઓને તપેલીમાં નાખીદે.ત્યારબાદ ચા(ભુક્કી), ખાંડ, ઇલાયચીનો ભુક્કો અને સાણસીથી ચિપેલો આદુ આ બધીજ વસ્તુઓ ઉકળતી તપેલીમાં નાખે. ચા પુરી ઉકળી ના જાય ત્યાં સુધી ચમચાની મદદથી હલાવે રાખે.તૈયાર થઇ ગયેલી ચાને બહારની તપેલીમાં ઠાલવવા માટે વચ્ચે  ગરણી રાખવાના બદલે આછાકાપડનો ઉપયોગ કરે.આમ જોતજોતામાંજ ચા તૈયાર થઇ જાય.આમ પછી તો અમે ચા પીને રવાના થઇ ગયાં.અમે રમણભાઈની,બાબુભાઈની અને મેશની ચા પીધેલી પણ તેનો સ્વાદ lucky જેવોતો નહીંજ.પછીતો અમે થોડાક દિવસેને થોડાક દિવસે lucky ની મુલાકાત લેતા થઇ ગયા.

                       સત્રના બીજા સેમેસ્ટરમાં હું ,દર્પણ અને બીજા ખાસ મિત્રો lucky એ ચાનો સ્વાદ માણવા માટે જતા.ચાના ચસકા મારતાં-મારતાં વાતો ઠોકવાની મજા આ હા હા હા..એ તો ક્યારેય નહી ભૂલાય.પછીથી અમે જયારે lucky એ જતાં ત્યારે જયદેવને પણ ફોન કરીને બોલાવતાં. ચાના ચસકા મારીને અમે લોકો સ્ટેશનમાં જતાં અને પાર્કિંગના એક ખૂણાએ બેસીને બધાજ પોતપોતાના વાતોથી ભરેલા પટારાઓ ખોલતાં અને પોતપોતાની વાતોને  પટારામાંથી કાઢીને બીજાનાં પટારામાં નાંખતા અને તેમાની કેટલીક વાતો આપણને હસાવી પણ દે અને હસતા બંધ પણ કરી દે.આમ એકબીજાં સાથે વાતો કરતાં-કરતાં રાત્રીની કેટલીય કલાકો ઝડપથી પસાર થઇ જતી.

                          એકદિવસ અમે બધા દર્પણના રૂમે બેઠાં-બેઠાં ગપ્પાં મારતાં ઠોકતા 'તા.ત્યારે દર્પણે અમને બધાને પોતાની સાથે બનેલી ઘટના કહી, "હું અને મારા રૂમ પાર્ટનર ગઇ રાત્રીએ lucky એ ચા પીવા જવા માટે jugnoo માં ફ્રી રાઈડ હોવાને લીધે અમે jugnoo બોલાવી.અમે લોકો jugnoo માં બેસીને luckyએ પહોંચ્યા અને ચા મંગાવી.હજીતો અમે ચા ઠારીને થોડાક ઘૂંટ માર્યા, ત્યાંતો પોલીસની જીપ આવી અને તેમાંથી પોલિસ ડંડા લઈને ઉતાર્યા અને ડંડા પછાડીને બધાને ભગાડવા લાગ્યા.અમારીતો ચા ઘ્રુજવા લાગી.હવે તો અમે ત્રણેયે અહીંથી જલ્દી ભાગવાનું વિચાર્યું.હું તો એકજ ઘૂંટમાં કપમાં બાકી રહેલી ચા પી ગયો અને પહેલા બેમાંથી એકે ચા ફેંકી દીધી અને બીજાએ હાથમાં જ રાખી મૂકી. અમે જે jugnoo માં આવ્યા તે ઓટોરીક્ષા હજુ ત્યાંજ હતી એટલે અમે તરતજ તેમાં ચડી બેઠાં અને જેણે હાથમાં ચા રાખી મૂકી હતી તે jugnoo માં પી ગયો.પછી અમે જલ્દી રૂમે પહોંચ્યા."આમ આ વાત સાંભળતા-સાંભળતા જયારે અડધે પહોંચી ત્યારે અમે અરરર-અરરર કરતાં હતા અને જયારે પહેલાંએ ચાલુ ઓટોએ ચા પીધી ત્યારે હસવા લાગ્યા.

                        મારી હોસ્ટેલથી lucky એ જવા માટેના રસ્તામાં વચ્ચે એક ગરનાળું(જમીન ખોદીને બનાવેલ  રસ્તો અથવા ગ્રાઉન્ડ લેવલની નીચે આવેલો રસ્તો)આવે.આ ગરનાળા ઉપરથી ટ્રેન પસાર થાય છે અને ગરનાળામાંથી પસાર થતાં આગળ હોટેલ અને સ્ટેસનનો વિભાગ આવે છે.

                       એકવખત હું અને મારી સાથે મારો એક મિત્ર રાતે lucky એ જવા માટે નીકળ્યા.અમે બંને વાતો કરતાં-કરતાં મોજથી ચાલતાં હતાં. રાતનાં આમ તો બે વાગી ગયાં હશે.ગરનાળા થી અમે  થોડા દૂર હતાં.અમારા બંનેની નજર એક માણસ પર પડી કે જે લથડિયા મારતો-મારતો અમારી સામે આવતો હતો. શર્ટના થોડાક બટન પણ ખુલ્લા અને તેના વાળની સ્ટાઇલ કંઇક અલગજ હતી.એટલે ખબર પડી ગઇ  કે આ ભાઈએ પોતાની દુનિયામાં વ્યસ્ત થવાં માટે દારૂ પીધો લાગે છે.અમે તો રોડની એકબાજુ જતાં રહ્યા અને તે કંઈક બોલતો-બોલતો અમારી બાજુમાંથી કોઈ પણ જાતની મશ્કરી કર્યા વગર પસાર થઇ ગયો.મેં તો મનમાં હાશ..કર્યું. થોડાક ડગલાં ભર્યા પછી મેં પાછળ ફરીને જોયું તો તે પાછો વળ્યો અને અમારી પાછળ-પાછળ આવવાં લાગ્યો.અમે તો ચાલવાની ઝડપ  વધારી દીધી અને અમે તો થોડી વાર આગળ જોઈને ચાલવાંજ માંડ્યા. ફરી મેં પાછળ વળીને જોયું તો તે અમારી સાથે ન પહોંચી શકતાં તે અમે આવ્યા એ દિશા તરફ આંગળી ચિંધતો-ચિંધતો કંઇક બળબળતો હતો. પછી સ્ટેશન બાજુ જોઈને કંઈક બળબળતો હતો.પછી મેં ઉભા રહીને તેને કહી દીધું કે , "તે પહેલા ગરનાળામાં જવા દ્યો એટલે સ્ટેશન આવી જશે." અને તે થોડીક વાર ત્યાંજ ઉભો રહ્યો અને બળબળ કરતો ગરનાળામાં ચાલ્યો ગયો. ત્યારે અમને શાંતિ થઈ અને અમે  છેવટે lucky એ પહોંચ્યા.


                     એકદિવસ જયદેવની હોસ્ટેલના કેમ્પસમાં ગુજરાતી અને નેપાળી કોલેજીયન વચ્ચે કોઈ બાબત પર ઝઘડો થઇ ગયો.સ્વભાવીક છે કે નેપાળી વિદ્યાર્થીઓ ઓછા હોવાને કારણે ત્યારે કંઈ ન બોલ્યા. થોડા સમય પછી સો જેટલાં નેપાળી વિદ્યાર્થીઓનું ટોળું લાકડીઓ સાથે ઝઘડવા માટે આવી ચડ્યું.આ વાતની ખબર પોલીસને પડતાં તરતજ તે ઘટનાસ્થળે આવી પહોંચી અને ઝઘડાને શાંત પડાવ્યો.આ ઘટના બનતાની સાથેજ  જયદેવની હોસ્ટેલના કેમ્પસનો મુખ્ય દરવાજો રાત્રીના બારથી સવારના પાંચેક વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવે એવો નિર્ણય વોર્ડન દ્વારા લેવામાં આવ્યો.આથી આ મેઈન કેમ્પસના વિદ્યાર્થીઓ રાતનાં બહાર ન નીકળી શકતાં. કેમકે, આ સમયગાળામાં પોલીસ અને વિઝ્યુલન્સની હાજરી રહેતી.આ આખી વાતની ખબર અમને ત્યારે પડી કે જયારે અમે એ રાતે જયદેવને luckyએ બોલાવ્યો. આ વખતે જયદેવ પોતાની સાથે તેના એક મિત્રને લઈને અને જરૂર કરતાં વધારે સમય લગાડીને આવ્યો.પછી બધા માટે ચા મંગાવી અને ચા પીતાં-પીતાં અમે મોડું થવાનું કારણ પૂછીએ એ પહેલાતો એણે અમને આ બધી વાત કરી તેથી આ બનાવના કારણે અમે બંને ખુફિયા રસ્તેથી આવ્યા છીએ.


                           આ ખુફિયો અને અંધારીયો રસ્તો જયદેવના હોલની પાછળથી થઈને એક હોકળાના પુલ પરથી થઈને  એક સ્કુલના પાછળના સાંકડા કેડે નીકળે.આ  સ્કૂલનો પાછળનો સાંકળો રસ્તો અને સ્કૂલનો આગળનો મેઈન રોડ આ બંનેને જોડતો એક લંબ રસ્તો સ્કૂલની બાજુમાંથી નીકળે છે આમ મેઈન રોડ પર પહોંચ્યાં બાદ,  મેઈન રોડ પર સ્ટેશન તરફની દિશામાં  આગળ જઈએ તો  જયદેવની હોસ્ટેલનો મેઈન દરવાજો આવે.આ મેઈન રોડ પર સ્ટેશન વિરુદ્ધની દિશામાં થોડું ચાલતાં અમારી કોલેજની વિદ્યાર્થીનીઓની હોસ્ટેલ આવે છે.આથી હવે પોલીસ અને વિઝ્યુલન્સથી બચવા માટે મેઈન રોડ ક્રોસ કરતાં  તેની દીશામાંજ એક રસ્તો જાય. આ રસ્તો સોસાયટીઓમાં થઇ, ખંઢેર પુલ ઉપરથી પસાર થઈને સ્ટેશને પહોંચાડે.
                       
                            
                       આવી સ્થિતિમાં જયદેવ lucky એ ચા પીવા આવવા માટે સફળ રહ્યો.બે-ત્રણ દિવસ બાદ અમારી કોલેજમાં ઈવેન્ટ થઈ.મોરબીનાં  મારા મિત્રોએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હોવાથી તે ઇવેન્ટ ચાલુ થયાના અગાવના દિવસેજ તેણે રૂમમાં ધામા નાખ્યા.સાંજે જમીને અમેતો બધાએ દર્પણના રૂમમાં જમાવી. શરૂઆતમાં બધાએ મોબાઈલમાં મીની-મિલિટીયા રમવાની શરુ કરી. પછી થાકીને હું તો  youtube ના વિડિયો જોવા લાગ્યો.આમ મોબાઇલમાં મથતાં-મથતાં રાતનાં બે વાગી ગયા.પછી અમે lucky એ જવાનું વિચાર્યું.રસ્તામાં જયદેવને ફોન કરીને lucky એ બોલાવ્યો.પણ તેને કહ્યું કે, 'આજ હું એકલોજ છું એટલે ખુફિયા રસ્તે ભીંહ પડી જશે.જો તમે સામે આવતા હોય તો હું આવું.' અમે હા પાડી.પછી હું અને દર્પણ તેને સામે લેવા જવા માટે lucky એ થી નીકળ્યા અને બાકીના મિત્રોને lucky એજ રહેવાં માટે કહ્યું. અમે તે ખુફિયા રસ્તાથી ક્યારેય ચાલ્યા ન હતાં. તે રસ્તામાં થોડુંક ચાલ્યા ત્યાં તો ત્રણ-ચાર કૂતરાં અમારી સામે ઊભા રહી ગયાં. મેં દર્પણને  કહ્યું કે, "જો તે ભસે તો ભાગતો નહીં નહીતર પાછળ દોડશે અને એમાં પણ મેં કેપરી પહેરી છે."અમારા નસીબ કે તે ના ભસ્યા.પછી થોડુંક ચાલ્યા તો આગળ ચાર રસ્તે લાઈટ અને બાકી બધે  અંધારું.એમાં પણ અમે પેલા ખંઢેર જેવા પુલ પરથી પસાર થયાં અને રસ્તામાં મારા અને દર્પણ સિવાય બીજું કોઈ નહોતું.એટલે ત્યાંથીજ થોડીક બીક લાગી ગઈ.ધીમે-ધીમે આગળ ચાલ્યા તો પાછળથી અચાનક જ પીળી લાઈટનો સરડો પડ્યો એટલે અમે રસ્તાની એકબાજુ થઇ ગયાં.પાછળ ફરીને જોયું તો તે કાર થોડીકજ સેકન્ડમાં અમારા સુધી પહોંચી ગઈ અને તેણે તો અમારી બાજુ કાવો માર્યો (દબાવી).અમે તો તેજ સેકન્ડે ફૂટપાથ પર ચડી ગયાં.કાર સરરરર.. કરતી જતી રહી અને અમારા બંનેના હૃદયનાં ધબકારા વધી ગયાં.તેને તો મનમાં થોડીક સંભળાવી.પછી અમે તે ચોકથી થોડાક દૂર હતા ત્યાં એક ઓટોરીક્ષા વાળો એકજ લિવરે સરરરર... કરતો નીકળી ગયો.થોડીક વાર અમે તો હવે સોસાયટીમાં પ્રવેશ કરી ચુક્યા હતાં. સોસાયટીના કૂતરાંઓ મારા ચપ્પલ જમીન સાથે ઘસાડાવવાથી  ઉત્પન્ન થતાં અવાજને કારણે અમારી સામે જોવા લાગ્યા.મને દર્પણે તરતજ કહ્યું કે, "તું ચપ્પલ ઉપાડી ને ચાલ નહીતર સોસાયટીનાં માણસો ઉઠી જશે તો આપણે અજાણ્યા હોવાને લીધે ચોર સમજી બેસશે."પછી અમે ડરતાં-ડરતાં સ્કૂલના મેઈન રોડ પર પહોંચી ગયાં અને જયદેવને ત્યાં આવવા કહ્યું.અમે ત્યાં ઉભા રહીએ તો કોઈકને શંકા જાય. તેથી અમે બંને મેઈન રોડ પરજ જયદેવના હોસ્ટેલના મેઈન દરવાજા ની વિરૂદ્ધ દિશામાં(વિદ્યાર્થીનીઓની હોસ્ટેલ તરફ) ચાલવા લાગ્યાં. એકતો અમે પહેલેથીજ ગભરાયેલા હતાં ત્યાં પાછળથી બે લાઈટ વાળું વાહન આવ્યું અને નજીક પહોંચતાજ તેણે ચીંસો પાડી એટલે શરીરની ધ્રુજારી વધી ગઈ.વાહન આગળ નીકળ્યા ત્યારે ખબર પડી કે આ તો બંને ગાડીઓજ હતી.અમે થોડુંક ચાલ્યા ત્યાં  એક જીપ વિદ્યાર્થીઓથી ભરેલી જયદેવની હોસ્ટેલના મેઈન દરવાજા બાજુથી આવી અને  સ્કુલના સાઇડના રસ્તા(લંબ રસ્તા)બાજુ ગઈ અને જયદેવ તેજ રસ્તેથી આવવાનો હતો.અમે એજ સેકન્ડે તેને ફોન કરીને કહ્યું તું ત્યાંથીજ પાછો વળી જા.કારણ કે તું આવવાનો છે એ રસ્તે વિઝ્યુલન્સ વાળાની જીપ ગઈ છે.અને તેના નસીબ સારા કે અમે જો ફોન કરવામાં થોડીક વાર લગાડી હોત તો એ જીપનો સ્વીકાર બની જાત.જીપ જયારે પહેલા લંબ રસ્તામાં બાજુ જવા માટે વળાંક લીધો ત્યારે એણે અમને  જોઈ લીધા.પછી તો અમે ઝડપથી ચાલવા માંડયા. બરોબર વિદ્યાર્થીનીઓની હોસ્ટેલના દરવાજાની સામે પહોંચતાજ પાછળથી એક મોટું વાહન આવ્યું.આ વખતે દર્પણે મને પાછળ જોવાની ના પાડી. છતાં હું મારી જાતને રોકી ના શક્યો અને ખબર પડી ગઈ કે આ તો પહેલીજ જીપ છે.અમારી બાજુમાં આવીને ઉભી રાખી અને તે પૂછવા લાગ્યા, "અહીં શું કરો છો અને કઈ હોસ્ટેલમાં રહો છો ?" અમે કહ્યું કે ,"અમે સ્ટેશનેથી અમારી પોલીટેક્નિક હોસ્ટેલે(અમારી હોસ્ટેલ)જઇએ છીએ. તો તેણે કહ્યું કે, "પોલીટેક્નિક હોસ્ટેલે જવું હોય તો એ સીધા રસ્તેથીજ(અમે lucky એ જાય એ રસ્તો)ચાલ્યું જવાયને.અહીં શા કારણથી આવ્યા?અહીંથી જલ્દી ભાગવા માંડો નહીતર પોલીસ જોઈ જશે તો ગવર્મેન્ટ અન્ડર કરી દેશે."અમે કહ્યું ,"ઓકે સર,અમે અહીંથી જલ્દી નીકળી જઈએ."આમ કહીને જીપ જતી રહી અને અમે બંને બને તેટલી વધારે સ્પીડમાં ચાલવા લાગ્યા.આ રસ્તે એક રીક્ષા પણ ના મળે.પછી ડરતાં-ડરતાં રૂમે પહોંચ્યા અને પેલા lucky એ રહી ગયેલા મિત્રોને અમારા માટે ચા લઈને રૂમે આવવા માટે કહ્યું.પછી અમે ચા પીતાં-પીતાં આ બનેલી ઘટના મિત્રોને કહેતા ગયા અને અંતે હૃદયનાં ધબકારા ધીમા પડ્યા.ખરેખર આ છેલ્લી 'ચા તો મોંઘી પડી ગઇ !!!'
                                      ~ કૌશિક વસોયા
               ------------------------------------
                         "હા, બસ આ જ" મેં કહ્યું.પછી અમે  નદી કિનારે ચાલતાં ચાલતાં ,"ચાલ હવે મળીએ ભાઈ, મનન ના લગ્ન માં, આવજે હો પેલી મુંબઇથી આવવાની છે." મેં કહ્યું.  "કોણ કોણ?" દર્પણે કહ્યું. "અરે પેલી...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED