પ્રસ્તાવના:
આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..
છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..
કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..
============
- સાબીરખાન પઠાણ "પ્રીત"
- મિનલ ક્રિશ્ચન "જીયા"
---------------+------------
7
ફાર્મ હાઉસનો એક મોટો કમરો કબિલાવાસીઓથી ખીચોખીચ ભર્યો હતો.
મોટા ભાગની એમાં સ્ત્રીઓ હતી.
પૂરુષોનુ પ્રમાણ જૂજ હતુ.
બધી સ્ત્રીઓનો પહેરવેશ લગભગ એક સરખો હતો.
નાની છોકરીઓએ ચોળી-ચણીયો પહેરેલી. યુવાન સ્ત્રીઓ ચૂંદડી, ચણીયો અને હાથમાં કળંદીયા, કડલીઓ, પગમાં ઝાંઝરી, છડા, ખાંપીયા વગેરે અંલકારોથી કબિલાની સ્ત્રીઓ બીજા લોકોથી જુદી તરી આવતી.
પુરુષો ચોરણી, ધોતીયું, કેડિયું, બંડીમાં હતા.
બધા જોડે દેશી ઢબના વજનદાર બૂટ હતા.
આ સમયે કમરાનો માહોલ સૌને ભયના ઓથાર તળે ગૂંગળાવી રહ્યો હતો.
"હવે.. શુ થશે..?
"મા..ઈ" કંઈક કેહવા આવતી હતી.
કબિલા વાસીઓમાં ફફડાટ એ વાતનો હતો કે 'માઈ' ફરી કોઈ એવી માગણી ના મૂકે તો સારૂ જે કબિલાથી પૂરી ન થઈ શકે.
બધા જ લોકો રીતસર ઘ્રૂજતા હતા.
બધાની નજર પાછળના દરવાજે ખોડાઈ ગઈ હતી.
ધીમુ ધીમુ હવાનુ જોર વધતુ જતુ હતુ.
આસમાન કાળાં વાદળોથી ભરાઈ ગયેલુ..
એવુ લાગતુ હતુ.
હમણાં બારે મેધ ખાંગા બની ટૂટી પડશે..
દૂર દૂર મેધ ગર્જના થતી હતી.
કોઈ ભયાનક તોફાનની એંધાણી હોય એમ પંખીઓ ભયભીત બની પોતપોતાના માળાઓમાં લપાઇ ગયાં હતાં.
ધીમે ધીમે પવનનુ જોર વધતુ જ જતુ હતુ.
વરસાદ વરસી રહ્યો હોય એમ પવનની થપાટો સહન કરી રહેલાં વૃક્ષો એવો સરસરાટ કરતાં હતાં.
સવારના નવ વાગતા હતા.
દિવસને અંધકાર ગળી ગયો હતો.
જાણે સૂર્યને ગ્રહી આ પ્રદેશ પર રાત ભરડો લઈ રહી ન હોય..!
આખાય ખંડમાં ટ્યૂબલાઈટનો દુધિયો ઉજાસ પથરાઈ ગયેલો.
એકાએક પાછળના ખૂલ્લા ડોરની મધ્યે એક મોટુ ગીધ આવીને બેઠુ.
એણે કપડાં ખંખેરતુ હોય એમ જોરજોરથી પોતાની પાંખો ફફડાવી.
ધીમી વાછટનુ પાણી એણે એવી રીતે ઉડાડી નાખ્યુ.
કબિલાના લોકો ભયભીત વધુ થઈ ગયેલાં.
એક પણ શબ્દ કોઈ બોલી શકે એમ નહોતુ.
કમરામાં સન્નાટાનો સોંપો પડી ગયો.
એણે અચાનક પોતાના શરીરનુ કોચલુ ઉતાર્યુ.
એ જગ્યાએ માથાના લાંબા-લચક શ્વેત વાળથી ઢંકાયેલો માનવદેહ નજરે પડ્યો.
શ્વેતવાળથી ધેરાયેલા ચરબીના થપેડાથી લદ લાલધૂમ ચહેરાની પીળી આંખો તગતગી રહી હતી.
કબિલા વાસીઓ પર ફણિઘર નાગ બની બેસેલી આ ડાયન એક ગોજારો શ્રાપ હતી એમના માટે..
એક એવો શ્રાપ કે જેનાથી આખોય કબિલો પિશાચિક જીવન જીવતો થઈ ગયેલો.
અત્યારે મોતની માયાજાળ જેવી ડાયન ખખડી ગયેલા શરીરમાં ચિત્તાની ચપળતા ધરી
સહેજ ડગમગાતી એ સ્ટેજ ભણી આગળ આવી.
બધાંના જીવ અત્યારે તાળવે ચાંટી ગયેલા..
યુવતીઓ અને સ્ત્રીઓ એને ધારી ધારીને જોતી હતી.
***********
દૂર ખૂણામાં પોતાની જાતને છૂપાવતી હોય એમ પ્રિયા ઉભી હતી.
ચહેરા પર છવાયેલા શ્વેતવાળની લટો વચ્ચેથી એની નજર પારખુ આંખોએ પ્રિયાને ઓળખી લીધી.
એણે હાથ લાંબો કરી પ્રિયાને ઉપર આવવા ઈશારો કર્યો..
એની શ્વેત દંતાવલીની તિરાડોમાં લોહી જામી ગયેલુ જોઈ પ્રિયાને ચિતરી ચડતી.
હૈયુ ફફડાટ અનુભવી રહ્યુ હતુ.
બધાં જ મૂગાં મંતર બની પ્રિયા સામે જોવા લાગ્યાં..
હળવેથી પ્રિયા આગળ વધી.
બુઢ્ઢી ડાયનના ખુલ્લા હોઠ હસી રહ્યા હતા.
લાલ કલરના ધાધરા અને એવાજ સાડલામાં એણે લાલચોળ બદનને છૂપાવ્યુ હતુ.
પ્રિયા ગભરાહટ સાથે એની પડખે જઈ ઉભી...
"બોલો માઈઈઈ..!"
એના મુખમાંથી ઉદગાર નિકળ્યો.
હંમ ...!
મેરે શિકાર કા ખયાલ રખતી હો ના.. મેરી બચ્ચી..?"
હા, માઈઈ..! અચ્છેસે રખતી હૂં..!
"ઉસકો ખુશ કરતી હો ના..?"
"હા..!"
કહેતાં પ્રિયાએ આંખો છૂપાવતી હોય એમ નજરો જૂકાવી લીધી..
કારણકે એ પોતે જ જાણતી હતી કે હજુ સુધી એક પણ વાર એ સમિરને પિંગળાવી પોતાના યૌવનનો અર્ધ્ય ચડાવી શકી નથી.
એ વસવસો માઈ કળી ન જાય એનો એને ડર હતો.
દેખ મેરી બચ્ચી..! જો ભી નયા શિકાર આયેગા ઉસે હમેશાં માનસિક ઓર શારિરિક રૂપ સે તૃપ્ત કરના કબિલે કી ઓરતો ઔર બચ્ચીઓ કા કામ હૈ..!
મૂજે અપના શિકાર બલિ કે દૌરાન તંદુરસ્ત ઔર મજબૂત ચાહીએ..!
જિતના જ્યાદા રક્ત મિલેગા ઉતના મેરે લિએ ઓર આપકે લિએ અચ્છી બાત હોગી..
કબિલે કી કોઈ ભી બચ્ચી બગાવત કરને કી કોશિશ કરેગી તો ઉસકા ક્યા હશ્ર હોગા વો આપ લોગ જિયા કા અંજામ દેખકર સમજ ગયે હોંગે..!
જો અપને કહેને મે નહી ઉસકી જિંદગી છીન લી જાયેગી..!
મુજે યકીન હૈ આપ સબ લોગો કો અપને જન્મ લેને વાલે બચ્ચે પ્યારે હૈ..
કહીં ઐસા ન હો કી મૈ ફીર!!!"
પછી એ ખીખીખી કરી હસવા લાગી.
એના સરળ શબ્દોમાં રહેલી ધમકી કબીલા વાસીઓના ચહેરા પર ખૌફનો લિબાસ પહેરાવી ગઈ.
"ક્યા ઓર એક બાત આપ લોગ જાનતે હો..?"
પોતાનો લાંબો કરી એણે સૌને પૂછ્યુ.
સબ ચૂપ..! ખામોશ..!
બધાંના ચહેરા પર અકળામણના ભાવ જોઈ એણે જ કહ્યુ.
"વો ગદ્દાર વાપસ આ ગઈ હૈ..!
મુજસે બદલા લેને આઇ હૈ..!
મગર જાનતી નહી મૂજે ઉસકી હર હરકત પર મેરી નિગાહે હૈ..!
ઉસકો અપને મકસદમે કભી કામિયાબ નઈ હોને દૂંગી મૈ..!"
હવે પ્રિયા રીતસર ધ્રૂજી ઉઠી.
મોર્નિંગમાં પોતે શરાબના નશામાં નહોતી..
જરૂર જિયા પાછી આવી ગઈ છે.
અને હવે એ પોતાનાં ચરિતર બતાવી કંઈક જાળ બિછાવી રહી છે..
માઈને કશુ કહેવુ પ્રિયાને ઉચિત ન લાગ્યુ.
આમ પણ આ જલદી અહિંથી જાય એવુ પ્રિયા ઈચ્છતી હતી.
કબિલો આખો એના આગમન સાથે ભયની ગર્તામાં ધકેલાઇ જતો હતો.
મૈ દેખ લૂંગી ઉસે.. આપ સબ અપને અગલી બલી કી તૈયારી મે લગ જાઓ..
બહોત જલ્દ ફીરસે મુજે ગરમ ગરમ ખૂન પિને મિલેગા..!
મેરી પ્યાસ બઢ રહી હૈ..!
મૈ વાપસ આઉંગી..
અભીતો ઉસ બકરી કો લપેટના હૈ મૂજે..
મરને કે બાદભી કૂતિયાને અપની જિદ નહી છોડી...!
જાઓ.. મજે કરો તૂમ સબ... જાઓ..!"
અને ફરી પાછા પગલે એ દરવાજા તરફ સરકવા લાગી.
મેહુલો ગાજ્યો.
વિજળી કડાકાભેર તૂટી પડી.
પવન ફરી તોફાને ચડ્યો.
ઝાડવાઓને મૂળસોતા ઉખેડી નાખવા હોય એમ હવા કોઈની દોરવાઇ વધુને વધુ આક્રમક બનતી જતી હતી.
ત્યારે જ જાણે એક વંટોળિયુ ભીતરે ધૂસી ગયુ હોય એમ પલક ઝપકમાં મોટુ ગીધ બની ગયેલી ડાયન પાંખો ફફડાવી પવન અને વરસાદના ભારે તોફાનમાં આંગળી ગઈ..
** ** ** *** **** ***
પ્રિયાએ ફટાફટ દુધ અને જ્યુસના ગ્લાસના ટૂકડા ઝાડુથી હટાવી પોછા વડે એ જગ્યા સાફ કરી દીધી.
પછી પગ પછાડી એ બહાર નિકળી ગઈ..
જાણે એને કંઈક યાદ આવી ગયેલુ.
એના જવાની જ રાહ જોતી હોય એમ પેલી બિલ્લી પોતાની જગા પર ઉભી રહી..
સમિર આમ પણ પ્રિયાથી બઉ અકળાતો હતો.
હવે પ્રિયાના કેરેક્ટરને એ સમજી ગયો હતો.
પોતાના મતલબ પૂરતો એનો સબંધ હતો.
જેને સાચવવાનો એ ડોળ કરતી..
એ જે પ્રેમ દર્શાવી રહી હતી તે પ્રેમ કુદરતી નહોતો.
એના જતાંની સાથે જ સમિરનુ મન હળવુ થઈ ગયુ.
એ દરવાજો જોરથી ભીડતી ગયેલી.
અચાનક સમિરને લાગ્યુ પોતાને પાછળથી કોઈએ બાથ ભરી છે..
એની કમરે વિંટળાઈને બે રેશમજેવા મુલાયમ હાથ એની છાતી પર એકમેક માં ગૂંથાઈ ગયા.
એને પોતાનો ચહેરો સમિરના ખભે ટેકવી દીધેલો.
"જિયા..!"
સમિરનુ હ્રદય ધડકી ઉઠ્યુ.
મૂજે છોડકર તૂમ ચલી તો નહી જાઓગીન..?"
અરે બેવકૂફ તૂમને મુજે સમજા હી નહી..!
મૈ તૂમકો કૈસે છોડ સકતી હું.?
તુમ મેરે હો... સિર્ફ મેરે.. !"
એમ કહેતાં એણે ભીંસ વધારી.
વો લૂચ્ચી ક્યા બોલ રહી થી..? તૂમકો મૂજસે છીન લેગી..હૈ ન..?
ઉસે માલૂમ નહી હૈ કી ઉસકી હરએક ચાલ અબ ધરી કી ધરી હી રેહ જાયેગી..
ઔર મૈ તૂમ્હૈ લેકર ફૂર્ર હો જાઉંગી..!
મેરે રાજ્જા.. ફિલહાલ ઈસ મોકે કા હમે ફાયદા ઉઠાના ચાહીએ ક્યા કેહતે હો..?"
એણે સમિરને બેડ તરફ દોર્યો.
સમિરતો આમ પણ જીયાનો સહવાસ ઈચ્છતો હતો.
હવે એને ડર નહોતો કે પોતે એક પ્રેતાત્મા સાથે છે.
જિયા અત્યારે ક્રિશ્ચિયન યુવતીઓ લગ્ન વખતે જે વાઇટ ડ્રેસ પહેરે એવાજ વસ્ત્ર પરિધાનમાં હતી.
એના માથે ઝીણી ઝાળી વાળો વાઈટ કપડાનો ટૂકડો હતો.
જેમાં એનો ચહેરો ઢંકાયેલો હતો.
પણ એ જાળીના આવરણને વિંધી ડોકાઈ રહેલી નીલી આંખો સમિરના બાહૂપાશમાં જકડાઈ જવા બેતાબ હતી.
એણે સમિરનો હાથ પોતાના હાથમાં પકડ્યો.
ઠંડીનુ એક લખલખુ સમિરના તનબદનમાં ફેલાઈ ગયુ.
રૂની પોયણી જેવો ચહેરો એની તરફ ઝૂકી ગયો હતો.
એના રસમધૂરા તરપતા હોઠ સમિરના હોઠનુ આલિંગન ભરવા ઉતાવળા થયેલા.
એક મીઠો તલસાટ સમિરે અનુભવ્યો.
એણે ધ્રૂજતા હાથે જીયાને બાથ ભરી..
"ઓહ.. સમિર..!"
જિયાના મુખમાંથી ઉદગાર નિકળ્યો.
કિતની તડપી હૂ મૈ ઈસ પલ કે લિએ..
અને પછી.. એણે પોતાના હોઠ સમિરના ગરમ હોઠો પર લગાવી દીધા.
જાણે કે હવે કશુ જ બોલવુ નહોતુ.
આંખોને બોલવા દેવી હતી. હ્રદયને બોલવા દેવુ હતુ.
હાથ અને પગોને ક્રિયાશિલ રાખવા હતા..
આખાય શરીરમાં રહેલુ અમૃત હવેપી જવુ હતુ.
ક્યાંય બહાર ધ્યાન ભટકવા દેવુ નહોતુ.
એક મનોરમ્ય મોહક સમાધિમાં બેઉને લીન થતુ જવુ હતુ..
(ક્રમશ:)
આપના પ્રતિભાવો આવકાર્ય
-મિનલ ક્રશ્ચિયન 'જિયા'
-સાબીરખાન પઠાણ