અધૂરી મુલાકાત ભાગ-5 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

અધૂરી મુલાકાત ભાગ-5

અધૂરી મુલાકાત

ભાગ:-5

"હતી જેની રાહ વર્ષોથી એ આજે સમય આવી ગયો

તરસ્યો હતો જેનો એ આંખોનો આજે મય આવી ગયો."

આજનાં દિવસ નો સૂરજ કંઈક નવી જ તાજગી અને સ્ફૂર્તિ મારાં શરીરમાં ભરી રહ્યો હતો.હું અંગત કામથી આજે બહાર હતો એવું ઓફિસમાં જણાવી દીધું હતું.બસ હવે રાહ જોતો હતો બપોરનાં બાર વાગવાની.. આજની બપોરનાં બાર મારી જીંદગી નો સુવર્ણ સમય શરૂ કરશે અથવા તો મારાં બાર વગાડી દેશે.

હજુ તો 8 વાગ્યાં હતાં એટલે બીજાં ચાર કલાક જેટલો સમય કાઢવાનો હતો જે ખરેખર ભારે તો હતો..સવારે ઉઠીને મેં અરીસામાં મારો ચહેરો જોયો તો મને શેવિંગ ઠીક ના લાગ્યું એટલે ફટાફટ પહોંચી ગયો શેવિંગ કરાવવા..આજે હું નાનું અમથું પણ કારણ નહોતું રહેવા દેવા માંગતો જેનાં લીધે પંક્તિને મારાં માં કોઈ ખામી દેખાય.

શેવિંગ કરાવીને આવ્યાં પછી હું સ્નાન કરવા માટે ગયો..આજે તો મમ્મી જ્યારે જ્યારે નાનાં હતાં ત્યારે ઘસીને નવડાવતી એમ જાતે ઘસીને સ્નાન કર્યું..ચકાચક ફ્રેશ થઈને બહાર આવીને પોતાની જાતને મેં નિહાળીને જોઈ.."look good"..મારાં વખાણ મેં જાતે જ કરી લીધાં.આમ પણ કોઈ કરે કે ના કરે આપણે તો આપણાં વખાણ જાતે જ કરી લેવાના એવો મારો નિયમ હતો.

હવે વારો હતો કપડાં નો..આ મારી પ્રથમ ઓફિશિયલ ડેટ હતી એટલે સંપૂર્ણ બનીને જવું તો પડે જ..એક પછી એક શર્ટ કાઢીને મેં પલંગમાં મુકી દીધાં.. પંક્તિ ને કયો શર્ટ સારો લાગશે એ વિચાર્યા બાદ મેં પસંદગી ઉતારી બ્લેક કલરનાં શર્ટ પર...નીચે બ્લુ ડેનિમ જીન્સ.

પગમાં લોફર અને હાથમાં ઘડિયાળ પહેરી એટલે હું એક યોગ્ય તૈયાર થયો હતો ડેટિંગ માટે..હવે મારાં મનમાં ડેટિંગ ડેટિંગ નો કીડો સળવળી રહ્યો હતો પણ પંક્તિ...હા પંક્તિ શું વિચારીને મને મળવા આવવાની હતી એ તો એને જ ખબર હોવાની..!!

આખરે 11 વાગી ગયાં મારે વસ્ત્રાપુર કોલેજ રેસ્ટોરેન્ટમાં પહોંચવાનું હતું જેમાં અડધો કલાક જેટલો સમય તો નીકળી જવાનો હતો તો પણ હું 11:30 એ તો હું નક્કી કરેલી જગ્યાએ પહોંચી જવાનો હતો..અને પંક્તિ એ કહ્યું કે એ 1 વાગે આવશે એટલે હજુ થોડો સમય ઘરે જ બેસી પસાર કરવાનો હતો..ટાઈમ પાસ કરવા મેં મોબાઈલમાં થોડો સમય કેન્ડી ક્રશ રમી..આખરે 12 વાગી ગયાં એટલે હવે તો રાહ જોવાય એમ નહોતું એટલે મેં નીકળવાનું નક્કી કર્યું..જતાં જતાં સ્પ્રે નો પણ છંટકાવ કરી લીધો.

હું ચહેરા પર સ્માઈલ સાથે પહોંચી ગયો કોલેજ નામની રેસ્ટોરેન્ટની આગળ..ત્યાં જઈને એક્ટિવા પાર્ક કરી અને ઘડિયાળમાં સમય જોયો તો 12:35 થઈ હતી એટલે બીજી પચ્ચીસ મિનિટ રાહ જોવાની હતી.

આ પચ્ચીસ મિનિટ સુધી હું પ્રેક્ટિસ કરી રહ્યો હતો કે પંક્તિ આવશે એટલે એની જોડે શું વાત કરીશ..??યુ ટ્યુબમાં how to impress girl on a date નાં બે વીડિયો પણ જોઈ લીધાં.. પંક્તિ ને જોઈને હાથ wave કરી એનું અભિવાદન કરીશ કે પછી એની જોડે handshake કરીશ..??હેન્ડશેક જ કરીશ એ બહાને એનાં નાજુક દેહ નો સુંવાળો સ્પર્શ તો કરવા મળશે.

પંક્તિ ની રાહ જોતાં જોતાં હું આમ તેમ આંટા મારી રહ્યો હતો..અત્યાર સુધી અફવા હતી કે હું પાગલ છું પણ મને અત્યારે જો કોઈ જોવે તો એને એ અફવા પર વિશ્વાસ આવી જાય એવી મારી હાલત હતી..એટલામાં પંક્તિનો કોલ આવ્યો..મેં અધિરાઈથી એનો કોલ રિસીવ કર્યો અને પૂછ્યું.

"Hello.. પંક્તિ તું ક્યાં છે..?"

"Sorry.. યાર..તૈયાર થવામાં થોડી વાર થઈ ગઈ..બસ ફક્ત દસ મિનિટ wait..હું રસ્તામાં છું.."પંક્તિ નો અવાજ કાને પડ્યો.

"No problem.." હું આટલું જ બોલી શક્યો અને પંક્તિએ કોલ કટ કરી દીધો.

દસ મિનિટમાં તો એજ કોફી રંગની સિયાઝ મારી નજરે પડી..પંક્તિ કાર ચલાવી રહી હતી.પંક્તિ એ ગાડી રેસ્ટોરેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી અને કારમાંથી નીચે ઉતરી.

પંક્તિ ને જોતાં જ એનાં મોડાં આવવાનું કારણ હું સમજી ગયો હતો..પંક્તિ અત્યારે બ્લુ કલરનાં ઓફ સોલ્ડર ફ્રોકમાં હતી.પંક્તિ ને ત્યાં હાજર દરેક વ્યક્તિ જોઈ રહ્યું હતું એવું મને લાગ્યું.ઊંચી હિલમાં એ જે રીતે ચાલી રહી હતી એ જોઈ લાગતું હતું કે કોઈ મોડેલ રેમ્પ વોક કરી રહી હોય..પંક્તિ એ પોતાનાં વાળ ને સ્ટ્રેટ કર્યાં હતાં અને પોતાનાં અઘરો પર લાઈટ લિપસ્ટિક કરી હતી.

એની આંખો આમ પણ બેહદ ખૂબસુરત હતી જેને પંક્તિ એ આઈલાઈનર વડે સજાવી અદ્ભૂત, અવર્ણનીય બનાવી દીધી હતી.."આજે તો બેટા તું કામથી ગયો.." મેં મારી જાતને મનોમન કહી દીધું.

मुद्दतो की आरज़ू के बाद उनसे "नज़र" मिली

"नज़र" मिलते ही फिर मुद्दतों को खो गये

"Hi.."પંક્તિ મારી નજીક આવીને બોલી..એ વચ્ચે એને પોતાનાં ચહેરા પર આવતી લટ ને પોતાની નાજુક આંગળી થી કાન ની પાછળ વ્યવસ્થિત સેટ કરી.

"Hello.."હું પંક્તિ તરફ હાથ લંબાવીને બોલ્યો..નોકરીના ઇન્ટરવ્યુ કરતાં પણ વધુ confuse હું ત્યારે થઈ ગયો હતો.

પંક્તિ એ મારાં લંબાવાયેલા હાથમાં પોતાનો નાજુક હાથ મૂકીને મારું અભિવાદન સ્વીકાર્યું..અને એ બોલી.

"Sorry again.. મારાં લીધે તારે 10 મિનિટ વધુ wait કરવી પડી.."

તારી તો હું આખી જીંદગી આમ જ રાહ જોવા તૈયાર છું..એવું બોલવા જતો હતો પણ મેં થોડો સંયમ કેળવ્યો અને કહ્યું.

"Its ok.."

ત્યારબાદ અમે રેસ્ટોરેન્ટ ની તરફ આગળ વધ્યા..કોઈ છોકરી સાથે date ઉપર જઈએ તો એક જેન્ટલમેન તરીકે વર્તન માટે નો પ્રથમ નિયમ છે કે રેસ્ટોરેન્ટમાં તમે પ્રવેશો ત્યારે કોઈ gate-keeper ના હોય તો છોકરી માટે દરવાજો તમારે ખોલવો જોઈએ.મારાં દરવાજો ખોલતાંની સાથે પંક્તિ અંદર પ્રવેશી અને હું પણ એની પાછળ પાછળ અંદર આવ્યો.

અમે બંને એક કોર્નર ટેબલ તરફ ગયાં.. મેં ટેબલ ખસેડી એક ખુરશી વ્યવસ્થિત ગોઠવી અને પંક્તિને બેસવા કહ્યું..પંક્તિ એ મારો આભાર માન્યો અને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.હું પણ પંક્તિ ની સામે બેઠો.અમે જેવાં જઈને બેઠાં એવોજ એક વેઈટર menu લઈને આવ્યો અને ટેબલ પર રાખી દીધું..મેં menu ને પંક્તિ તરફ કરી દીધું અને કહ્યું.

"પંક્તિ તું ઓર્ડર આપ.."

"પણ કેમ..?"પંક્તિ એ ચમકીને પૂછ્યું.

"કેમકે મને ઓર્ડર આપતાં નહીં આવડે.."હું માસુમિયતથી બોલી ગયો.

"સારું..પણ તું શું જમવાનું પસંદ કરીશ..?"પંક્તિ એ પૂછ્યું.

"બસ તને ગમે એ મંગાવી દે..મારે તો બધું ચાલશે.."હું બોલ્યો.

પંક્તિએ વેઈટર ને ઓર્ડર લખાવી દીધો એટલે એ ઓર્ડર લઈને નીકળી ગયો.જે છોકરીને હું ફરીવાર ક્યારેય મળી નહીં શકું એ હું લગભગ સ્વીકારી જ ચુક્યો હતો..પણ અત્યારે એજ છોકરી મારી સમીપ બેઠી હતી શાયદ આને જ કિસ્મત માં લખેલું કહેતાં હશે.

જમવાનું આવી ગયું એટલે અમે બંને જમતાં જમતાં એકબીજાને બધી વાતો જણાવવા લાગ્યાં જે ચેટ માં કે અત્યાર સુધી થયેલી બંને મુલાકાતમાં નહોતી થઈ.આ સાથે ચાલુ થઈ ગયો "lunch with pankti" નો ત્રીજો એપિસોડ.આ વખતે lunch પર હતાં તો coffee ની જગ્યાએ lunch લખ્યું.

અમારી આ ચર્ચામાં એક વસ્તુ નવી હતી..કે આ વખતે પંક્તિ કરતાં હું વધારે બોલી રહ્યો હતો.હું એકપછી એક જે કંઈપણ મોતીઓ નાં જેવાં શબ્દો બોલતો ગયો એને પંક્તિ કોઈ નાજુક દોરી માં પીરોવતી રહી અને એમાંથી માળા બનાવતી રહી.

જમવાનું તો એક બહાનું હતું પણ આજે હું મારાં દિલ ની વાત પંક્તિ ને કહેવા માંગતો હતો..જમી લીધાં બાદ મેં પંક્તિની આનાકાની છતાં પેયમેન્ટ કરી દીધું.

"હવે ક્યાં જઈશું..?"પંક્તિ ફરી મારાં મનની વાત છીનવી ગઈ હોય એમ બોલી.

"વસ્ત્રાપુર લેક.."મારાં મોંઢે અનાયાસે જ નીકળી ગયું.

વસ્ત્રાપુર લેક નજીક જ હતી એટલે પંક્તિ ની સિયાઝ ને ત્યાં જ રેસ્ટોરેન્ટના પાર્કિંગ માં મૂકી અમે મારી એક્ટિવા પર બેસીને ત્યાં જવાનું નક્કી કર્યું..આજે મારી બેકસીટ પર બેસવાની હતી દુનિયાની સૌથી સુંદર યુવતી..એક એવી યુવતી જેને મેળવવા માટે હું કંઈપણ કરી છૂટવા તૈયાર હતો.પંક્તિ મારાં ખભે પોતાનો હાથ રાખીને બેસી હતી..હું પંક્તિને કહેવા માંગતો હતો કે મારો ખભો હંમેશા એની દરેક જવાબદારી નો બોજ ઉપાડવા તૈયાર છે.

વસ્ત્રાપુર લેક નાં ગેટ ની જોડે એક્ટિવા પાર્ક કર્યાં બાદ અમે બંને નીચે ઉતર્યાં અને અંદર ની તરફ આગળ વધ્યા..અમે બંને બેસવા માટેની સારી જગ્યા શોધવાની કોશિશમાં લેક ની ફરતે ચક્કર લગાવી રહ્યાં હતાં..ચાલતાં ચાલતાં અમારાં હાથ ની આંગળીઓ પરસ્પર સ્પર્શ થઈ જતી ત્યારે એવું લાગતું કે હું પંક્તિ નો હાથ અત્યારે જ પકડી લઉં અને એને કહી દઉં કે હું એને કેટલો પ્રેમ કરું છું.

"શિવ ત્યાં બેસીએ.."એક વૃક્ષ નીચે લાકડાની બેન્ચ ની તરફ આંગળી કરી પંક્તિ બોલી.

"હા ચાલ ત્યાં જઈએ.."મેં એની દર્શાવેલી જગ્યા તરફ જોઈને કહ્યું.

બગીચાની લોન પણ અત્યારે પંક્તિ રૂપી પુષ્પ નો સ્પર્શ પામી ખુશ થઈ ઉઠ્યું હશે એવું હું મનોમન વિચારી રહ્યો હતો..હું અને પંક્તિ બેન્ચ ઉપર જઈને બેઠાં.

"બોલ તારે શું કહેવું હતું..?"પંક્તિ એ અમારાં ત્યાં બેસતાં ની સાથે સવાલ કર્યો જે સાંભળી મને પારાવાર નવાઈ ઉપજી..પંક્તિને કઈ રીતે ખબર કે હું એને કંઈક કહેવા માગું છું.?એ સવાલ મને થયો.

"અરે તને કઈ રીતે ખબર કે હું કંઈક પૂછવા માંગુ છું..?"મેં પંક્તિ ની તરફ જોઈને પૂછ્યું.

"શિવ તું આવ્યો ત્યારનું મને એવું લાગ્યું કે તું કંઈક જુદું બોલે છે અને તારી આંખો જુદું બોલી રહી છે..તું કંઈક કહેવા ઈચ્છે છે પણ કહી નથી શકતો..બોલ તારે શું કહેવું છે.."પંક્તિ બોલી.

"શિવ બોલી દે..આવો મોકો તને ક્યારેય નહીં મળે.."મેં મારી જાત ને આ તક નો ફાયદો ઉઠાવી લેવા માટે મનાવી લીધી.

"પંક્તિ એતો હું તને કહેવા માગું છું કે.."ઘણીબધી હિંમત એકઠી કર્યાં બાદ હું આટલું જ વાક્ય બોલી શક્યો..હું એ વિચારી પણ થોડો અચકાઈ રહ્યો હતો ક્યાંક પંક્તિ મારો પ્રસ્તાવ નહીં સ્વીકારે તો..?ક્યાંક એની ફ્રેન્ડશીપ હું ગુમાવી બેસીસ તો..?

"શું થયું શિવ કેમ અટકી ગયો.."પંક્તિ બોલી.

"એતો કંઈ નહીં..મારે કંઈ નથી કહેવું.."મેં આગળ કંઈપણ ના બોલવાનું મન બનાવી લીધું હતું..પંક્તિ ની મિત્રતા પણ ગુમાવી દેવાનો ડર મને એની આગળ પ્રેમ પ્રસ્તાવ રાખતાં રોકી રહ્યો હતો.

"શું કંઈ નહીં..કંઈ નહીં કરે છે..?બોલ ને કે તું મને પ્રેમ કરે છે..તારી આંખો ને ચહેરો બધું જણાવી જાય છે કે તું શું કહેવા માંગે છે..તું સાવ પાગલ છે..કોઈ છોકરી આટલી સારી રીતે તૈયાર થઈને તને મળવા આવે..આ રીતે એકાંતમાં તને લઈને આવી જગ્યાએ લાવે એનો મતલબ ખબર નથી પડતી બુધ્ધુ.."પંક્તિ ગુસ્સામાં બોલી.

પંક્તિ ની વાત નો મતલબ એ સમયે મને ખબર જ નહોતો પડ્યો એ વાત નું આજે વિચારું તો હસવું આવે છે..એની વાત સાંભળી હું બોલ્યો.

"મતલબ તું કહેવા શું માંગે છે..?"

આનો જવાબ પંક્તિએ આપ્યો નહીં પણ એની જગ્યાએ એને જે કર્યું એ મારી કલ્પના થી વધુ હતું..આવું કંઈ થશે એની અપેક્ષા પણ મેં નહોતી કરી.મારી જીંદગી ની સૌથી ખુબસુરત પળ અચાનક આવી જશે એતો હું વિચારી પણ નહોતો શકતો..મારાં સવાલ નાં જવાબમાં પંક્તિએ પોતાનાં અધરો ને મારાં અધરો પર રાખી દીધાં.. હું આગળ શું કરું એ વિચારવામાં અસમર્થ હતો..મેં મારાં બંને હાથ પંક્તિનાં ચહેરાની પાછળનાં ભાગમાં રાખી દીધાં અને ચુંબન માં સાથ આપવાનું શરૂ કરી દીધું.

અમૃત થી પણ અનેરો સ્વાદ હતો એ નાજુક અધરો માં..એનાં શ્વાસોશ્વાસ ની તપિશ હું મહેસુસ કરી રહ્યો હતો.કુદરતે આટલી હસીન પળ મારી જીંદગીમાં લખી હશે એવું વિચારી હું ખુશ થઈ રહ્યો હતો..લગભગ પાંચેક મિનિટ સુધી અમે બંને આમ જ એકબીજામાં ખોવાયેલાં રહ્યાં.. અમે અત્યારે public place માં બેઠાં હતાં એ યાદ આવતાં અમે છુટા પડ્યાં.

પંક્તિ ની નજર નીચે ઝુકેલી હતી..એનો ચહેરો જાણે શરમની ચાદર ઓઢીને લાલાશ પડતો થઈ ગયો હતો..એનાં શ્વાસોશ્વાસ હજુપણ થોડાં ભારે હતાં.હું પણ આ ક્ષણ વીતી ગઈ એની ખુશી અને અફસોસ બંને એકસાથે મનાવી રહ્યો હતો.

"એનો મતલબ તું મને પ્રેમ કરે છે..?"હું પંક્તિ તરફ જોઈને બોલ્યો.

"તું સાચે માં પાગલ જ છે..હા i love u.."આટલું કહી પંક્તિ મને વળગી ગઈ.

હું પણ એની ફરતે હાથ વીંટાળી એનાં કાન ની નજીક જઈને ધીરેથી બોલ્યો.

"I love you too miss. બકબક.."

***

એ દિવસ પછી હું અને પંક્તિ અવારનવાર રૂબરૂ મળવા લાગ્યાં.. ચેટિંગ ની જગ્યા હવે ફોન કોલે લઈ લીધી હતી. રેસ્ટોરેન્ટ, ગાર્ડન, રિવરફ્રન્ટ બધે અમે સાથે ઘુમી લીધું હતું..બે વખત કાંકરિયા પણ લટાર મારી આવ્યાં હતાં તો ચાર વખત મુવી પણ જોઈ આવ્યાં હતાં.

અમે બંને એકબીજા પ્રત્યે વધુ ને વધુ જવાબદાર બની રહ્યાં હતાં..શારીરિક સંબંધોમાં પણ એક હદથી અમે વધુ આગળ નહોતાં વધ્યાં.. પંક્તિ મારી સાથે મારી કંપની માં બહુ ખુશ જણાતી હતી.

હું પંક્તિ ને બેહદ ચાહતો હતો અને સામે પક્ષે એ પણ મને એટલો જ પ્રેમ કરતી હોવાની મારી ગણતરી હતી..છતાં પણ પંક્તિ ક્યારેક ક્યારેક ક્યાંક ખોવાઈ જતી..વચ્ચે વચ્ચે બે-ત્રણ દિવસ અમારી સાવ વાત પણ ના થઈ હોય એવું પણ બન્યું.હું જ્યારે એ વિષયમાં પૂછતો ત્યારે એ કોઈ હાથ પગ વગરનું કારણ આપી દેતી જેનાંથી મને કોઈ સંતોષ નહોતો થતો.

આમારાં બંને નાં પ્રેમ-સંબંધ ને હું યોગ્ય નામ આપવા માંગતો હતો અને એ માટે જ મેં સમજી વિચારી પંક્તિ આગળ લગ્ન માટેનો પ્રસ્તાવ રાખી દીધો હતો..પણ એ મારી લગ્ન ની વાત ને મજાકમાં લેતી હોય એમ ટાળી દેતી હતી..એનું આવું વર્તન જોઈ મને ક્યારેક ક્યારેક તો એનાં પ્રેમ પર શક જતો હતો કે એ સાચે જ મને પ્રેમ કરે છે કે પછી ટાઈમપાસ..કેમકે એ હતી એક ખૂબ પૈસાદાર બાપની દીકરી અને હું એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો અને પૈસાદાર બાપ ની દીકરી માટે ગરીબનું દિલ રમકડું હોય છે એ વાત એમજ તો નહીં કહેવાઈ હોય.

અમુક વખત એવો વિચાર આવતો કે હજુ અમારું relation બે મહિના જેટલું પણ જુનું નથી એટલે પંક્તિ એવું તો નહીં વિચારતી હોય કે શિવ પર જ્યારે સંપૂર્ણ trust બેસે પછી જ એની સાથે લગ્ન કરીશ..કેમકે એની આંખો માં મને મારી માટે હંમેશા સાચો પ્રેમ જ દેખાતો હતો..અને આંખો ક્યારેક ખોટું નથી બોલતી.

પંક્તિ હવે પોતાની કાર ને ક્યાંક મૂકી દેતી અને મારી સાથે એક્ટિવા પર જ ફરતી હતી..એને મારાં ફરતે હાથ વીંટાળીને પીઠ પર માથું રાખીને બેસવું બહુ ગમે છે એવું એ મને ઘણી વખત કહી ચુકી હતી..એક દિવસ એજ રીતે હું અને પંક્તિ એક કાફેમાં કોફી પીને આવી રહ્યાં હતાં..પંક્તિ એ દિવસે ખૂબ જ ખુશ હતી.

પંક્તિ ને પાછળ બેસાડી હું એક્ટિવા લઈને એની કાર જ્યાં પાર્ક કરી હતી ત્યાં પહોંચ્યો..પંક્તિ મારી ફરતે હાથ વીંટાળી મારી પીઠ પર પોતાનું માથું રાખી રોજની માફક ચૂપચાપ બેઠી હતી..કાર પાર્ક હતી ત્યાં પહોંચી મેં પંક્તિને ઉદ્દેશીને કહ્યું.

"મેડમ ઉતરો તમારી જગ્યા આવી ગઈ.."

મારી વાત નાં પ્રતિભાવ સ્વરૂપે પંક્તિ નાં કંઈપણ બોલી નાં એ એક્ટિવા પરથી નીચે ઉતરી..મેં પંક્તિનાં મારાં ફરતે વીંટાળેલા હાથ ને પકડીને મારી કમર પરથી છોડાવ્યાં અને હું નીચે ઉતરતાં બોલ્યો..

"અરે સુઈ ગઈ કે શું..?"

હજુ તો મારી વાત પૂરી થાય એ પહેલાં પંક્તિ ઢળી પડી..આતો સારું થયું એનાં ઢળી પડેલાં દેહ ને મેં પકડી લીધો.હું ચિંતિત થઈને પંક્તિનાં નિશ્ચેતન ચહેરાને તકી રહ્યો હતો.!!

***

વધુ આવતાં અંકે.

પંક્તિને આખરે શું થયું હતું..?? પંક્તિ કેમ શિવ નાં લગ્ન નો પ્રસ્તાવ સ્વીકારી નહોતી રહી..?? શું શિવ નાં મગજમાં ચાલતાં વિચારો સાચાં હશે..?? આખરે શિવ અને પંક્તિ ની પ્રેમ કહાની નો શું અંજામ આવશે..? આ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો અધૂરી મુલાકાત નો નવો ભાગ આવતાં સપ્તાહે.

આ નોવેલ અંગે આપનાં અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો..સાથે માતૃભારતી પર મારી અન્ય બીજી નોવેલ પણ આપ વાંચી શકો છો.

આખરી દાવ

બેકફૂટ પંચ

ડેવિલ:એક શૈતાન

ચેક એન્ડ મેટ : ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ

~જતીન. આર. પટેલ (શિવાય)