મૃગજળની મમત-5 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળની મમત-5

પ્રસ્તાવના:
(આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..
છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..
કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..)


-મિનલ ક્રિશ્ચન "જીયા"
-સાબીરખાન પઠાણ "પ્રીત"

**** ******* ********,*


પોતાની ભારેખમ હથેળીનો જબરજસ્ત પ્રહાર એણે ભૂમિ પર કર્યો.
આખો કમરો એની બંધિયાર દિવાલો સાથે ધણધણી ઉઠ્યો.
એના ચહેરા આગળ વિખરાયેલા લાંબા વાળ નીચેથી ક્રોધથી લાલઘૂમ થયેલી આંખો દેખાતી હતી.
એ આંખોનુ ખૂન્નસ જોઈ એની સન્મુખ ઉભેલી દરેક વ્યક્તિના મનમાં ફફડાટ વ્યાપી વળેલો.
"અબ ઉસકા ક્યા કરના હૈ વહ તુમ લોગ જાનો..!"
એને એક-એક શબ્દ પર ભાર દઈને કહ્યુ.
ત્યારે બધી સ્ત્રીઓની મધ્યે ઉભેલા બન્ને કદાવર ભાઈઓનાં જડબાં એક સાથે ભીંસાયાં.
ત્યારેજ બન્નેએ પરસ્પર નજર મિલાવી એક ઘાતકી ઘટનાને અંજામ આપવાનુ નક્કી કરી દિધેલુ.
"જાઓ.. યહાં સે..! જાઓ સબ લોગ..!"
એણે બધાંને ધૂત્કારી દિધાં...
ત્યારે કમરામાંથી બહાર નિકળતી વખતે બધાંના જીવ તાળવે ચાંટ્યા.
એના કોપથી હવે ઈશ્વર બચાવે.. એવુ બબડતી મુખિયા જેવી લાગતી આધેડ સ્ત્રી સૌથી પહેલાં બહાર નિકળી..
એની પાછળ-પાછળ બધાં બહાર નીકળ્યાં..

*** *** *** **** ****

એ દ્રશ્ય આંખો સામેથી ઓજલ થયુ.
સમિરના શ્વાસ ભારે થઈ ગયેલા...
એની આંખોમાં ઉંધ નહોતી.
મધમધતી મોગરાની ખૂશ્બુનો બાગ એની સામે મરકી રહ્યો હતો.
એના 'વી' આકારના ગળામાંથી ઉભારોનો આરંભિક હિસ્સો સમિરના બદનમાં જણજણાટી ફેલાવી રહ્યો હતો.
એના સંમ્મોહન કારી રૂપે એના ડરને હણી લીધેલો..
"કુછ.. સમજે..?"
"હા, કુછ કુછ..!"
સમિરે એના સ્નિગ્ધ હોઠોને તાકી રહેતાં કહ્યુ.
મગર યે બાત મેરી સમજ મે નહી આઈ કી
વે લોગ તૂમ્હારે ઔર મેરે મિલન કી બાત કર રહે થે..
સચ તો યે હૈ કી તૂમ મૂજસે મિલી ભી હો મરને કે બાદ..!"
સમિરને એ નશિલી નજરોથી જોતી રહી..
"હા.. સમિર...! તૂમ્હારી બાતભી સહી હૈ..
પર...
"તૂમ યે નહી જાનતે હો કી જબ તૂમ્હે યહાં લાયા ગયા.. તબ મૈને તૂમ્હે જી ભરકે દેખા થા.. તૂમ્હારા ઔર મેરા મિલના વિધિ કા વિધાન થા જો.. મેરે મરને કે બાદભી કાયમ રહા.. જબ તૂમ્હે દેખતે હી તૂમ્હારી માસૂમિયત પર દિલ આ ગયા થા તો મૈ તૂમ્હે મોત કે મૂંહમે છોડકર કહા જા સકતી થી ભલા..?"
તો ફીર તૂમ મુજે આજ હી ક્યુ મિલી..?"
ક્યોકી આજ હી તૂમને મેરે કમરે મે કદમ રખ્ખા હૈ..!"
"વો કૈસે..?
સમિરને અચરજ થયુ.
તુમ્હે ખાનેમે નિંદ કી દવાઈ દી ગઇ થી .. તો તૂમ્હે દૂસરે કમરે મે શિફ્ટ કિયા ગયા ..
ઉસકા તૂમ્હે કૈસે પતા હોતા..?
વૈસે બી સારે કમરે એક જૈસે હી હૈ..
"ઓહ...!"

"
જી, ઔર મૈને તૂમ્હે દેખા ઉસી દિન તય કર લિયા થા કી કુછભી હો જાયે મગર મૈ તુમ્હૈ ઈન દરિંદો કે હોઠો કા નિવાલા નહી બનને દૂંગી..!"
"અચ્છા..?"
"યકિન નહી હૈ..?"
પ્રશ્નનો ઉતર એણે પ્રતિપ્રશ્ન રૂપે આપ્યો.
"ક્યા મૈ તૂમ્હૈ સિનેસે લગા સકતા હૂં..!"
પછી એને પોતાના ઉપર જ ખીજ ચડી.
મન સાવ પાગલ હતુ.. આવો વિચાર..!"
સમિર આગળ કંઈ વિચારે એ પહેલાં મોગરાની સૂંવાળપે એને પોતાની આગોશમાં સમાવી લીધો હતો.
આ સુંવાળા સ્પર્શને પોતાની સ્મૃતિઓમાં એ ઝકડી લેવા માગતો હતો..
મન ભરી એ મધુરી પળોને માણી લેવા માગતો હતો.
"નામ..?" એકજ શબ્દ હોઠોથી નીકળ્યો..
"જિયા..!"
ઓહ જીયા..! Thankyu so much..!
આ મધુર ચાર પળોને મારી સાંસોમાં ભરી દેવા બદલ..!"
એની આંખોમાં એકાએક ક્રોધ ભભૂકી ઉઠ્યો..
"મૂજે તૂમસે દૂર કરને વાલો કો મૈ બક્ષુંગી નહી..! ઉનકા જીના હરામ કર દૂંગી..!"
જીયાનો ક્રોધથી ભભકતો ચહેરો જોઈ સમિર ડરી ગયો.
પોતાના ડરને છૂપાવવાનો મિથ્યા પ્રયાસ કરતાં એ બોલ્યો.
તૂમ્હે આખિર કિસને મારા જિઆ.. ? ઔર વો ચંડાલિની જૈસી ઓરત કૌન હૈ ..?
ઐસા ક્યા રાજ હૈ તો સબ લોગ ઉસસે ઈતના ડરતે હૈ..?"
"બતાઉંગી.. તૂમ્હે સબ બતાઉંગી..!
સબ્ર સે કામ લો..! એક એક બાત બારી બારી સે...!"
"ઓકે..!"
"મેરી મૌત દેખના ચાહોગે તૂમ..?"
"હા..!"
સમિરે મન મક્કમ કરતાં કહ્યુ.
એણે ફરી સમિરના માથે હાથ મૂક્યો.
આંખોમાંથી તણખા ઝર્યા હોય એવી અનુભૂતિ સમિરને થઈ.
દિવાર પર હિલોળાતુ એક દ્રશ્ય નજરે પડ્યુ.
આ જ કમરાની બેડ પર જીયા ભરનિંદરમાં ઉંધી છે અને ત્યાં અચાનક એના બન્ને ભાઈ પ્રવેશ કરે છે.. બન્નેની આંખમાં ખૂન ઉતરી આવ્યુ છે પથ્થર જેવા સપાટ ચહેરાઓ ઉપર હાવભાવો જાણે મૃત છે.. બન્ને જીયાની બેડ તરફ આગળ વધી રહ્મા છે..
આખાય કમરામાં જાણે કે માનવતા પોકારતી હતી.. ખૌફનાક સન્નાટાનો શોક વર્તાતો હતો.
બન્ને જણા હિંસક જાનવરની જેમ એની બેઉ પડખે ગોઠવાઈ ગયા..
એક જણે એના મસ્તક નીચેનો તકિયો ધીમેથી સેરવી લીધો.
બન્નેએ સામસામેથી પકડી એની ગરદન પર બરાબર ગોઠવ્યો.
એકમેકની નજરો મળી. એ નજરોમાં જ ધાતકી ઈશારો થયો.
એક સાથે બન્ને જણે તકિયાને પકડીને ભીંસ્યો..
અચાનક થયેલા હૂમલાથી જિયા જાગી ગઈ હતી.
એને પોતાના પર ઝળુબી રહેલા બન્ને ભાઈઓને જોયા..
એની મોટી થઈ ગયેલી આંખોમાં ભય લિંપાઈ ગયો.. મોં અને નાક પર વધતી જતી ભીસથી એના મોં મોંથી અવાજ ન નિકળ્યો.
એને પોતાના હાથપગ પછાડ્યા..
પણ પેલા બન્ને રાક્ષસોના વધતા પ્રેશર સામે એની હિમ્મત જવાબ દઈ ગઈ..
અને ભોળી મૃગલી જેવી જિયા તરફડીને રહી ગઈ.. ધડીભરનો તરફળાટ શાંત થઈ ગયો.
બેઉએ ટૂવાલથી પોતપોતાના ચહેરાનો પરસેવો લૂછ્યો.
અને તરત કમરાની બહાર નિકળી ગયા.
કેટલી ક્રૂરતાથી એણે હણી નાખી હતી.
સમિર આવાચક બની સૂન્ન થઈ ગયેલી જિયાને જોતો રહ્યો.
એની આંખોમાં આંસુ નહોતાં ..
સાવ કોરી ધાકોર આંખોમાં બદલાની આગ હતી.
"કોણ હતી એ આધેડ સ્ત્રી..?
શા માટે આ કબિલાના લોકો એનાથી આટલા ડરતા હતા..?
ના જાણે ક્યારથી આ કબિલો માનવ રક્તનો તરસ્યો બની ગયો હશે..?"
કેટલાય સવાલોએ એના મનોપ્રદેશ પર ભરડો લીધો.
**** ********
ઉંડે ઉંડેથી સમિરને લાગ્યુ..
ઝાકળની બુંદો પોતાના ચહેરા પર ટપકી રહી છે..
આંખો ઉધડતી નહોતી.. આંખનાં પોપચાં પર વજન વર્તાતુ હતુ.
એ પડખુ ફરવા જતો હતો કે ફરી ભિનાશના ઝૂમખા જેવુ આવરણ એના ચહેરા પર છવાઈ ગયુ.
એને મહાપ્રયત્ને આંખો ઉધાડી.
પોતાની ઉપર ઝળુંબી રહેલા ફૂલગુલાબી ચહેરાને જોઈ એ સફાળો બેઠો થઈ ગયો.
"ગુડમોર્નિંગ સ્વિટહાર્ટ..!"
એણે લિપસ્ટીક ભર્યા હોઠ સમિરના ગાલ પર ચિપકાવી ચુમ્બન કર્યુ.
"સુબ્હ હો ગઈ હૈ..! ઔર આપ હૈ કી ઐસે સોયે હો જૈસે પૂરી રાત જાગકર અભી અભી લેટે હો..!"
સમિરને યાદ આવી ગયુ.
પોતે આખી રાત જાગેલો..
હજુ હમણાં જ જિયા એની નજરેથી ઓજલ થઈ હતી..
એને મહેસૂસ થયુ જાણે હજુ મોગરાની ખૂશ્બુ આવી રહી હતી.
પણ ક્યાંથી..?
એ આકુળ-વ્યાકુળ થઈ આમતેમ જોવા લાગ્યો.
"ક્યા હૂઆ..? તૂમ ઠીક તો હો..?
ચલો બાથ લેકર રેડી હો જાઓ તૂમ્હારે લિએ કેસર વાલા દુધ લાઈ હૂ..!
ફિર તૂમ્હે નાશ્તા કરના હૈ..!"
સમિરને પ્રિયા પર ખિજ ચડી પણ એને કંઈ વર્તાવા દીધુ નહી.
"ઓકે..!" કહેતો એ બેડ પરથી ઉઠ્યો.
પ્રિયાના ગુંદરિયા સ્વભાવને એ સમજી ગયો હતો.
જાણી જોઈને જ પ્રિયાએ આદત બનાવી લીધી હશે.
"મોગરાની ખુશ્બૂ એને ફરી વર્તાઈ..!"
મનમાં એક સવાલ ઉઠ્યો.
"જિયા ક્યાંક આસ-પાસ તો નહી હોયને..?"
એકાએક એની દ્રષ્ટી તકીયા નીચેથી ડોકાઈ રહેલા હાથ રૂમાલ પર પડી..
પ્રિયાની પરવા કર્યા વિના એણે રૂમાલ પર તરાપ મારી..!
એમાંથી મોગરાની વેણીનો ગૂછ્છો છૂટો પડી વિખરાઈ ગયો..
પ્રિયા સમિરની આ હરકતથી હતપ્રભ હતી.
મોગરાનો ગૂછ્છો જોઈ એ છળી ઉઠી.
"યે ફૂલ કહાંસે આયે...?"
પોતાની આંખો પર વિશ્વાસ ન થતો હોય એમ એ બેડ પર વિખરાયેલાં ફૂલોને વિસ્ફારિત નેત્રે જોતી રહી.
"તૂમ હી લાઈ હોગી..! તૂમ્હારે સિવા ઔર કૌન આતા-જાતા હૈ યહાં..?"
"નહી..ઈ.. યે તો..!"
એણે પોતાના હોઠ સીવી લીધા.
સમિર એના મનમાં ઉદભવેલી વાતને કળી ગયો હતો.
પ્રિયાના મનમાં ઉઠેલા વાવટાથી
હરખાતો-હરખાતો સમિર ઉતાવળે ટૂથપેસ્ટ,બ્રશ,ટોવેલ લઈ બાથરુમમાં ઘૂસી ગયો.
જિયાને ના ગમે એવુ એક પણ કામ એ કરવા માગતો નહોતો..
જિયા સમિરને આ બંધિયાર જેલ જેવા ધરમાંથી આજાદ કરાવવા માગતી હતી.
ભૂલથી પણ એને એવુ ન લાગે કે હું એના અટકચાળામાં રસ લઈ રહ્યો છું..
એવુ સમિર વિચારતો રહ્યો.
બાથરૂમમાંથી એનુ મન સીધુ ઉડીને બહાર નિકળી ગયુ.

**** **** **** **** ***
"મૌસી સે મીલને જા રહે હો યા ફીર કીસી લડકી સે..?"
કહેતી એ બન્ને રૂપકડીઓ ખખડીને હસી.
સમિર જરા સંકોચાઈને બેઠો..
આપ ઐસે ક્યુ બૈઠે હૈ જરા આરામસે બેઠીએ.. હમ દોનો કોઈ ચૂડેલે નહી હૈ જો આપકો ખા જાયેંગી..!"
બન્ને સમિરની ફીરકી લઈ રહી હતી..
આ બન્નેનુ અલ્લડ વર્તન સમિરને બેહૂદુ લાગ્યુ.
પણ બેસવા મળ્યુ તુ એટલે મૂંગોમૂંગો એ બેસી રહ્યો.
પોતાની શરારતોથી બીજા યાત્રી કેવુ વિચારશે એની એમને પરવા નહોતી.
સમિર પરાણે સ્માઈલ કરી રહ્યો હતો.
બન્ને એવી રીતે ચિપકીને બન્ને બાજુ બેઠી હતી કે સમિરને બન્નેની બોડી ગાડીના વારંવારના હડસેલા સાથે ઘસાતી હતી.
અને એ ઘસારો સમિરને દજાડી રહ્યો હતો.
એને લાગ્યુ પોતે બરોબરનો ફસાઈ ગયો છે..
આ બેઉ તો મને દબાવી જ નાખવાની..!
સ્ત્રીઓ જ્યારે કોઈની ફીરકી લેતી હોય પછી કંઈ બાકી ન રાખે..!
એ વાત સમિર સારી રીતે જાણતો હતો.
આ લોકોને દાદ દેવી નથી.
નહીતો ફજેતી થશે..!"
સમિરની રાઈટ સાઈડે બેસેલી યુવતીએ ચિપ્સનુ પેકેટ સમિરને હાથ ટચ થાય એમ બીજી સામે ધર્યુ.
પછી એની મોટી મોટી આંખો નચાવતાં સમિરને પેકેટ ધરતાં બોલી.
"આપ કૂછ લેંગે..?"
"જી નહી..!"
"ક્યો.. મન નહી લગ રહા ..?"
બાજુ વાળીએ ટાંગ ખેચી..
"ડર લગ રહા હૈ..!" સમિરે ગભરાવાનો અભિનય કરતાં કહ્યુ..
"કૈસા ડર.. ક્યા સચમે તૂમ હમે ચૂડેલે તો નઈ સમજ બૈઠે ના ?" નીલી આંખોમાં શરારત કરતાં એ બોલી.
સમિરે ધીમેથી આગળ વાળીના કાનમાં કહ્યુ
મેરે ગાંવમે એક ડાયન હૈ જો કબસે મેરે પીછે લગી હૈ..! બસ ઈસી બોગી મે મૂજે ચડતા દેખ વો મેરે પીછે હી ધૂસી હૈ.. જરુર આસપાસ કહીં હોગી..!
સમિરે આંખો નચાવતાં કહ્યુ.
"અચ્છા..!"
બેઉ મર્માળુ હસતાં એક સાથે બોલી.
બાત જૂઠ નિકલે તો જો ચાહે માંગ લેના..?
સોચ લેના..?
ક્યા..?
"ફીર યે રામાયન કી કૈકૈઈ કા વચન હોગા..!"
ઠીક હૈ..!" સમિરનુ હૈયુ ફફડી ઉઠ્યુ. કેવી પોતાને સાણસામાં લઈ રહી હતી..
સ્ત્રીઓની વાતમાં 'હા' માં 'હા' કરો તો..! ઠરે.. બાકી મર્યા..!
સમિરે વાત લંબાવતાં કહ્યુ
"મૂજે કીસી કે પ્યારમે નહી પડના..!"
સમિરના બોલવાની જ રાહ જોતી હોય એમ એણે હોઠોની માયાજાળ વધારી.
તો હમને કબ આપસે આઈ લવ યુ કહા..?"
"નઈ હમ હમારી બાત કર રહે થે..! ભાવનાઓમે બેહના ઠીક ન હોગા હમારે લિએ..!
Wow..! ફીર તો આપકો સારે રાસ્તે ચિડાને કા બહોત ખૂબ આઈડિયા મિલ ગયા..!
વો.. ક્યા હૈ..?" સમિરે ગભરાહટ વ્યક્ત કર્યો.
આપ કો બાર બાર I love you કહૂંગી કહેતી બેઉ હસવા લાગી..
જિંદગીની આ સફર અંત્યત રોચક હતી.
વડોદરા આવી રહ્યુ હતુ..
બાજુ વાળીએ આંખના ઈશારે વાત કરી..
એટલે નીલી આંખો વાળી યુવતી એ એક શ્વેત નાનકડો રૂમાલ સમિરના હાથમાં મૂકતાં ધીમેથી કહ્યુ.. યે લો.. આપકે પીછે જો ડાયન પડી હૈ ઉસને દિયા.. બોલા સૂંઘના મત ઉસમે મોગરે કી ખૂશ્બૂ હૈ બિખર જાયેગી..
અને સમિરે એ રૂમાલ નાક પર લગાવ્યો .. શુ ખરેખર એમાં મોગરાની ખૂશ્બુ હતી..
ઓહ...! સમિરની આંખે અંધારાં આવ્યાં.
એની બંધ થતી આંખોમાં બન્ને અજાણી યુવતીઓનુ વિજયી સ્મિત હતુ...
(ક્રમશ:)
આપના અભિપ્રાયો કહાનીને વેગવંતી બનાવશે..
-સાબીરખાન પઠાણ
-મિનલ ક્રિશ્ચયન 'જિયા'