એક ભૂલ - 2 Margi Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ભૂલ - 2

ચાર્મી એ રાજવીર ને સમય આપ્યો. ચાર્મી એ પ્રસ્તાવ મુક્યો છતાં રાજવીર એ સમય માંગ્યો પણ આની અસર બંને ના સબંધો પર ના આવી. બંને પેહલા ના જેમ જ મળતા. વાતચીત કરતા. બધું જ બંને વચ્ચે સરસ જ હતું. ચાર્મી રોજ સવાર પડે એટલે એક જ આશા એ પૂરો દિવસ નીકળતી કે આજે રાજવીર " હા" પાડશે. દિવસ જેમ પૂરો થઇ જાય તો ચાર્મી ઉદાસ ના થાય નવી આશા બાંધે  કે " કઈ નઈ આજ નઈ તો કાલે જવાબ આપશે. ઉતાવર શું છે?? " પણ આ વાત ને 6 મહિના થઇ ગયા. પણ રાજવીર નો જવાબ ના આવ્યો. તો પણ ચાર્મી ના માથા પર એક સિકંદ ના દેખવા મળે. ભલે મન માં દુઃખી હોય કે રાજવીર ખબર પણ ના પડવા દે.






બંને માં થોડા દિવસ વાતચીત બંધ થઇ ગઈ હતી. રાજવીર ખુબ જ મેસેજ કરે. પણ ચાર્મી રિપ્લાય ના આપે.  ચાર્મી ખુબ ટેન્શન માં હતી. એક દિવસ રાજવીર ચાર્મી પર ગુસ્સે થયો અને બોલ્યો,"તું તો રિપ્લાય પણ નથી આપતી. એટલી શું વ્યસ્ત છે કે એક રિપ્લાય પણ ના અપાય." ચાર્મી ને ખુબ જ ખોટું લાગ્યું કે અને રાજવીર ને કહી દીધું કે " I  am pregnet  . હું ખુબ જ ટેન્શન માં છું. કે શું કરું કે ના કરું? એ માટે તમને રિપ્લાય નતી કરી શક્તિ."  રાજવીર તો સાંભળી ને તેના હોશ જ ઉડી ગયા. અને ચાર્મી ને કેહવા લાગ્યો કે " હવે શું કરી શું? શું કહીશ બધા ને?  કેવી રીતે તું મેનેજ કરીશ બધું? હજી તો શરૂયાત છે તો નથી રાખવું બાળક. બાળક પડાવી દઈશ તો બધું બરાબર થઇ જશે. પેહલા જેવું થઇ જશે"





ચાર્મી ને આ વાત થી ખુબ જ ખોટું લાગ્યું  ને મન માં વિચરતી જ રહી કે" શું આ એજ રાજવીર છે જેને મેં પ્રેમ કર્યો હતો. એનું બાળક હોવા છતાં તે અપનાવા નથી માંગતો. કેમ રાજવીર એ એક વખત  પણ ના કહ્યું કે હું જવાબદારી લેવા તૈયાર છું. શું આ બાળક એકલું મારુ જ હતું? તેને એમ પણ ના કહ્યું કે તું મને વિચારવા માટે સમય આપ ." જયારે ચાર્મી એ કહ્યું એવું જ રાજવીરે કહી દીધું તું પડાવી દે બાળક. રાજવીરે એક વખત પણ મારી  ઈચ્છા ના પૂછી? અને જયારે ચાર્મી એ કહ્યું કે તેને આ બાળક ને જન્મ આપવો છે ત્યારે પણ રાજવીર કઈ જ બોલ્યો ના. કે ના જવાબદારી  લેવા તૈયાર થયો. ચાર્મી એ કહ્યું કે હું એકલી જ જવાબદારી લઈશ , હું મારી રીતે આ બાળક નો ઉછેર કરીશ, તને આમારા લીધે કોઈ પ્રોબ્લમ નહિ આવે તો એક જ પળ માં માની પણ ગયો. 





ચાર્મી ના માં બનવાની હતી એના  લીધે ખુબ જ પ્રોબ્લમ નો સામનો કરવો પડ્યો.  એક છોકરી જે તેના પતિ ના ઘરે થી પાછી  આવી હોય અને તેના 2વર્ષ પછી તે માં બનવાની હોય તો લોકો તો તેનું જીવન જ બગાડી દે. સમાજ માં ખુબ જ વાતો થાય. ચાર્મી માં બનાવની છે એ વાત કોઈ ને ના કહી સકતી. કહે તો કોને કહે? મમ્મી પપ્પા ને કેવી રીતે કહેવાય? તેમને તો કીધું હતું કે તું હવે લગ્ન કરી દે પણ જયારે ચાર્મી એ જ ના પાડી હોય તો એમને ક્યાં મોઢે કહેવાય? સમાજ માં લોકો ને શું કેહવું? જેના ભરોશે જીવતી હતી એ પણ તેનો સાથ આપવા તૈયાર ના થયો. ચાર્મી એકલી પડી ગઈ હતી. આ બધા જ સવાલો અને ડર  ના લીધે તેને અમદાવાદ છોડી દીધું. ચાર્મી એકલી વાપી જઈ  ને રહેવા લાગી.





ચાર્મી ખુબ જ સ્વાભિમાની હતી. તે કદી કોઈ ને પોતાની તકલીફ ના કહે. કે ના કોઈ ના જોડે મદદ માંગે. ચાર્મી માટે ખુબ જ મુશ્કેલ રહ્યું બધા થી દૂર જઈ  ને રહેવાનું. હવે એતે ચાર્મી પર તેની અને તેના આવનારા  બાળક બંને ની જવાબદારી આવી હતી. ચાર્મી જોડે એટલા પૈસા પણ નહિ કે તે એક જ નોકરી  કરે તો ચાલી જાય. ચાર્મી   ને વાપી ગયે 4 મહિના થઇ ગયા હતા. ચાર્મી ના મમ્મી પપ્પા તેને મળવા ગયા. ચાર્મી એ કહ્યું નતુ કે તે પ્રેગ્નેટ છે એવું. જયારે ચાર્મી ના મમ્મી પપ્પા ચાર્મી ના ઘરે પહોંચ્યા અને જોઉં તો તેમને ખુબ જ આઘાત લાગ્યો. ચાર્મી ના પપ્પા તો તૂટી જ ગયા. તેમના માટે તો ચાર્મી અભિમાન હતી. અને તેમાં થી આવી ભૂલ થઇ એ એમના થી વેઠાય જ નહિ. ચાર્મી ના પપ્પા એતો એટલા સુધી કહ્યું કે" તું મને જણાવ કે જે બાળક તારા પેટ માં ઉછેર થઇ રહ્યો છે એના બાપા નું નામ શું છે?  હું તેના ઘરે જઈને વાત કરું. હું માનવું. અરે નહિ મને તો હાથ જોડીશ. પણ તું આવી રીતે તો નહિ જીવી શકે. સમાજ તને ચૂંટી ખાશે. તું નઈ સામનો કરી શકે." પણ બિચારી ચાર્મી શું કહે?  તેને તો એમ જ કહી દીધું કે " પપ્પા મને હવે લગ્ન નથી કરવા હું એકલી જ રહેવા માંગુ છું. મને કોઈ ના પર ભરોસો નથી. એ તો કહે છે મારા જોડે લગ્ન કરવાનું પણ હું ના પાડું છું. મને હવે એકલું જ રેહવું છું."






ચાર્મી ના પપ્પા ખુબ જ નારાજ થઇ ગયા અને તેમની આબરૂ પણ દાવ પર લાગી ગઈ. ચાર્મી ના મમ્મી પપ્પા એ ખુબ જ ચાર્મી ને સમજાવવાની કોશિશ કરી પણ ચાર્મી માની  જ નહિ લગ્ન કરવા માટે. પેહલી વખત ચાર્મી તેના મમ્મી પપ્પા સામે બોલી હતી. ચાર્મી ના મમ્મી પપ્પા ખુબ જ દુઃખી હતા. ચાર્મી એ તેના માતા-પિતા ને ખુબ જ કડક શબ્દો માં કહી દીધું કે હવે આપનો કોઈ જ સબંધ નહિ. હું ત્યાં આવીશ તો લોકો તમને ખુબ ખરાબ ખરાબ બોલશે. તમારે મારી ત્યાં નહિ આવાનું અને હું ત્યાં નહિ આવું. ચાર્મી ના મમ્મી પપ્પા ખુબ જ દુઃખી થઇ ને ત્યાંથી ચાલ્યા ગયા. મમ્મી પપ્પા ના ગયા પછી તો ચાર્મી ખુબ જ રોઈ. એ કેવી રીતે કહે કે જેનું બાળક છે એતો તેને અપનાવા પણ તૈયાર નથી તો હવે શું એ મારી જોડે લગ્ન કરે. તેને પણ મને છોડી દીધી ત્યારે જયારે મને એની  વધારે જરૂર હતી.





ચાર્મી ને ખુબ જ મુશ્કેલી નો સામનો કરવો પડતો. એક નોકરી માંથી તેના ખર્ચા પુરા થતા નથી. ઘરનું ભાડું, ખાવાની સામગ્રી, આવા-જવાનો ખર્ચો, અને વધારે તો તેની દાવાઇઓ માંજ વધારે પૈસા વપરાતા.

તેથી ચાર્મી હવે એક ની જગ્યા એ 2 નોકરી કરવા લાગી. ઘરે બેસી ને પણ કામ કરતી. આરામ કરવાનો તો ભૂલી જ ગઇતી એમ કહીએ તો પણ ચાલે. ચાર્મી ને બિલકુલ સમય ના મળતો. તો પણ પેહલા ચાર્મી રાતે રાજવીર  ને મેસેજ કરતી. પણ રાજવીર તો રાતે થાકી ને સુઈ જતો. ચાર્મી ખુબ જ એકલું અનુભવતી. રાતે તેની ખુબ જ ઈચ્છા થતી કે  એ રાજવીર જોડે વાત કરે પણ રાજવીર રાતે સમય ના આપી શકે. ચાર્મી ને કદી એ વાત ની શિકાયત પણ ના રહી. તેના લીધે બંને વચ્ચે વાતચીત ખુબ જ ઓછી થઇ ગઈ હતી.






સમય ની સાથે ચાર્મી ની જવાબદારી વધતી ગઈ. ખર્ચા વધતા ગયા. જયારે ચાર્મી ને 5 મોં મહિનો બેસવાની તૈયારી હતી ત્યારે કોઈ ટેસ્ટ કરવાના હતા. અને તેના જોડે પૈસા પણ વધારે ન હતા. ચાર્મી ના મમ્મી પપ્પા તેના બેન્ક એકાઉન્ટ માં દરેક મહિને પૈસા જમા તો કરાવતા પણ ચાર્મી કોઈ ની મદદ લેવા નતી માંગતી. ચાર્મી ને પૈસા ની તંગી ના લીધે હવે તો ઓવર ટાઈમ પણ કરવા લાગી હતી. એક પુરા દિવસ માં ચાર્મી ને જયારે 9 થી 10 કલાક નો આરામ જોઈએ તેની જગ્યા એ ચાર્મી  દિવસ માં ફક્ત 5 કલાક જ આરામ કરતી. આ બધા માં તેને બિલકુલ સમય ના મળે. તેના કારણે ચાર્મી રાજવીર ને સમય જ ના આપી સકતી.







એક દિવસ રાજવીર ને  વાતો માં જ કોઈ વસ્તુ મોકલવાનું કહ્યું ત્યાંથી. રાજવીર એ ' હા" પણ પાડી. એ સમયે ચાર્મી નો મૂડ  ખુબ જ ખરાબ રહેતો. ચાર્મી ને પરેશાની પણ એટલી બધી. ડૉક્ટર એ ચાર્મી ને ડિલિવરી માં કોમ્પલીકેશન  કીધા હતા. ચાર્મી ને એ પૈસા નું પણ બંદોબસ્ત કરવાનું હતું.આ બધા માં તેની હવે ઊંઘ પણ પુરી નહોતી થતી. ચાર્મી ને ડિપ્રેશન આવવા લાગ્યું. ચાર્મી ખુબ જ એકલી. કોઈ જોડે વાત પણ ના કરી શકે. તેની તકલીફો સાંભળવા વાળું કોઈ જ ન હતું. એવા માં રાજવીરે તેની આપેલી પ્રોમિસ તોડી નાખી.  ચાર્મી એ સામે થી તો નહતી માંગી. રાજવીરે જ કહ્યું હતું. આટલા વર્ષ માં ચાર્મી એ રાજવીર જોડે કઈ જ માગ્યું ના હતું. પેહલી વાર કૈક માંગુ એ પણ રાજવીર ની ખુશી થી.  અને રાજવીર ને પણ આપવી તો હતી.






રાજવીર ચાર્મી ને વીંટી આપવા માંગતો હતો. અને આ વખતે ચાર્મી એ પણ ના ન હોતી પાડી. ચાર્મી ની બસ એક જ ઈચ્છા હતી કે જે રાજવીર આપે એ વસ્તુ ચાર્મી તેના આવનારા બાળક ને તેના પપ્પા ની નિશાની તરીકે આપવા માંગતી હતી. પણ એમાંય  સંજોગો એ કદી ચાર્મી ને સાથ આપ્યો જ નહિ. રાજવીર એ ખુબ જ વાયદા કર્યા કે એક અઢવાડિયા માં આપું. 10 દિવસ  પતી   ગયા પણ કોઈ જ આવ્યું નહિ. તેના પછી ચાર્મી એ કદી રાજવીર ને યાદ ના કારવ્યું. રાજવીરે 15 દિવસ પછી સામે થી કહ્યું કે બસ હવે 2 દિવસ માં આપી દઈશ. 4 દિવસ ગયા છતાં કઈ જ નહિ. રાજવીર ચાર્મી ને જૂઠું બોલતો જ ગયો. ચાર્મી ને એ વખતે મૂડ સારો ન હતો રહેતો. ચાર્મી નાની નાની બાબતે ગુસ્સો આવી જતો. ચાર્મી નું બ્લડપ્રેશર  પણ વધારે રહેવા લાગ્યું. ચાર્મી ને એ વીંટી ની લાલશા નતી. પણ જે રાજવીર વાયદા ખોટા પડતો હતો એ પર ગુસ્સો થતી. રાજ વીર 2 મહિના સુધી ચાર્મી ને આજે આવશે, 2 દિવસે માં આવી જશે, 5 દિવસ માં આવી જશે, મારા સાથે આવું થયું. રોજ નવા નવા બહાના હોય. ચાર્મી ખુબ જ દિલ દુખ્યું કે રાજવીર આ સમય માં પણ આવું કરે એક વાર એને એમ ના કહ્યું કે તું કેવી રીતે મેનેજ કરે છે. કઈ જ નહિ. ચાર્મી એ એક બે વાર તો રાજવીર ને " સોરી " પણ કહ્યું હતું આવા વર્તન માટે. પણ શાયદ રાજવીર ના સમજ્યો કે કેમ ચાર્મી આવું કરે છે.






2 મહિના પછી તો રાજવીરે ફોન જ ઉપાડવાનું બંધ કરી નાખ્યું. ચાર્મી મેસેજ કરે તો રિપ્લાય પણ ના આપે. ચાર્મી ને 8 મોં મહિનો બેસવાની તૈયારી માં હતો. જયારે ચાર્મી ને રાજવીર ના સપોર્ટ ની જરૂર હતી એ વખતે રાજવીર ચાર્મી નો ફોન ના ઉપાડે, મેસેજ નો રિપ્લાય પણ ના આપે. ચાર્મી ને ટેન્શન થવા લાગ્યું રાજવીર નું. ચાર્મી આવી હાલત માં પણ એકલી વાપી થી પાલનપુર ગઈ રાજવીર ને મળવા. પણ મળે કેવી રીતે? રાજવીર ફોન જ ના ઊંચકે કે ના મેસેજ નો રિપ્લાય આપે. ચાર્મી સવારે 7 વાગે તો પાલનપુર પોહંચી ગઈ હતી. સવાર ના 7 વાગ્યા થી ચાર્મી રાજવીર ના મેસેજ ની કે ફોન ની રાહ જોતી જોતી રાત ના 8 વાગી ગયા. ચાર્મી થાકી ને પાછી વાપી જતી રહી. ચાર્મી ને ખુબ જ ખોટું લાગ્યું કે રાજવીર એક મેસેજ ના કરી શકે.





ચાર્મી  એ 2 દિવસ નો આરામ કરી ફરી થી કામે જવા નીકળી પાડી. ચાર્મી બહાર થી તો ખુબ જ ખુશ લાગે પણ અંદર થી એ એકલી પડી ગઈ. પેહલા તો ચાર્મી ને એકલી લાગે તો રાજવીર જોડે પણ વાત કરે પણ હવે તો એ સહારો પણ જતો રહ્યો. ચાર્મી ને 8 મોં મહિનો બેસતા ની સાથે જ  તેની તકલીફો શરુ થઇ ગઈ હતી. એવા માં જ ચાર્મી ને ત્યાં એની દોસ્ત મળે છે. પાયલ. ખુબ જ જૂની. દોસ્ત નહિ પણ બેહનો જેવા રહેતા. બંને ભેટી  ને ખુબ જ રડે છે. ચાર્મી તેની ઘરે લઇ જાય છે. અને તેમને ત્યાં જ રોકાવાનું કહે છે. ચાર્મી નું જીવન દેખી ને  પાયલ ખુબ જ દુઃખી થઇ ગઈ કે આવા સમય માં પણ તે આવી રીતે કામ કરે છે. આરામ તો જાણે ખોવાઈ જ ગયો છે. પાયલ આ દેખી ને થોડા દિવસ ચાર્મી ના જોડે જ રહેવાનું નક્કી કરે છે.





ચાર્મી ને 8 મહિના અને 4 દિવસ થયા અને બ્લડપૅશર વધી ગયું. તેથી ચાર્મી ને તરત જ દવાખાને લઇ જવી પડી. ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું. અને પાયલ ને કહ્યું કે ચાર્મી કે બાળક માંથી કોઈ એક જ બચસે. પાયલ ખુબ જ પરેશાન થઇ ગઈ. તેને ચાર્મી ની ચિંતા થવા લાગી કે જો બાળક ને કઈ થઇ જશે તો ચાર્મી શું કરશે? તે નહિ જીવી શકે. પણ ભાગવાની કૃપા થી ચાર્મી અને બાળક બંને બચી તો ગયા. ચાર્મી એ એક બાળક ને જન્મ આપ્યો. એપણ દીકરો. પણ બંને ની હાલત એટલી સારી ન  હતી. બાળક ને ડૉક્ટર એ 24 કલાક કીધા હતા. અને ચાર્મી ને પણ. બાળક ને 45 દિવસ પેટીમાં રાખ્યો. અને ચાર્મી  નું પણ બ્લડપ્રેશર ઓછું ન થતું. એ સમયે પાયલ એ ચાર્મી નો ફોન પાયલ જોડે હતો તેથી પાયલે રાજવીર ને જણાવ્યું. કે એક baby boy ને જન્મ આપ્યો છે ચાર્મી એ. પણ પાયલે ખુબ જ રાજવીર પર ગુસ્સે થઇ. કે આજે જે હાલત ચાર્મી ને છે એ તારા લીધે છે. પાયલ ના બોલવાનું બધું જ રાજવીર ને બોલી.






ચાર્મી તો ઘરે આવી ગઈ પણ તેનું બાળક તો હજી ત્યાં જ છે  દવાખાને. ચાર્મી તેના બાળક ના દવાખાના ના ખર્ચ પુરા પાડવા તેને ફરી થી નોકરી ચાલુ કરી દીધી. પાયલ રાજવીર થી ખુબ જ ગુસ્સે છે કે તેના કારણે ચાર્મી આ બધું સહન કરે છે. પણ ચાર્મી નહિ. જયારે પણ પાયલ રાજવીર નો દોષ નીકળે તો તરત જ ચાર્મી તેનો પક્ષ લઈને ઉભી જ હોય. ચાર્મી પોતાની આ હાલત નો કસૂરવાર રાજવીર ને નથી માનતી. રાજવીર વિશે ચાર્મી એક શબ્દ પણ ના સાંભળે.





45 દિવસ પુરા થાય. ચાર્મી નું બાળક ઘરે આવ્યું. ચાર્મી એ તેનું નામ કુશ રાખ્યું. કુશ ઘરે આવ્યા પછી ચાર્મી ની જવાબદારી વધી ગઈ. અને ચાર્મી ખુશ પણ રહેવા લાગી. ચાર્મી એ રાજવીર ને મેસેજ કર્યો. તેને જાણવું કે કુશ ને ઘરે લાવી દીધો છે અને તેની તબિયત હવે સારી છે. તેના પછી તો રાજવીર નો દરરોજ મેસેજ આવા લાગ્યો. ચાર્મી રાજવીર ના દરેક મેસેજ નો જવાબ આપી શકે તેમ ન હતી. તેના પર  45 દિવસ નું બાળક સાચવાનું હતું. ઘરનું કામ અને તેના પર નોકરી. પણ રાજવીર સમજે  નહિ તે વારે વારે ચાર્મી પર ગુસ્સો કરે તેવું ચાર્મી ને લાગતું. એક વખત તો ચાર્મી એ કઈ પણ દીધું કે હું સમય નીકળી શકું તેમ નથી. પણ રાજવીર ના માને. રાજવીર ના આવા વર્તન થી ચાર્મી એ વાત કરવા નું જ બંધ કરી દીધું. ચાર્મી કોઈ કે દિવસ મેસેજ કરે. પણ તે દરરોજ કરી શકે તેમ નથી.





સમય ચાલતો ગયો. આજે કુશ ને 1 વર્ષ પૂર્યું થયું. ચાર્મી અને કુશ ખુબ જ ખુશ છે. ચાર્મી એ જ્યારે થી અમદાવાદ છોડ્યું છે ત્યાર ની ચાર્મી એ અમદાવાદ માં પગ નથી મુક્યો. ચાર્મી  ના મમ્મી પપ્પા ચાર્મી ને મળવા આવે પણ ચાર્મી નથી જતી. આજે પણ ચાર્મી રાજવીર ને એટલો જ પ્રેમ કરે છે. રાજવીર પણ. સમય સાથે બંને ના વચ્ચે દુરિયાં આવી ગઈ. બંને એક બીજા ને પ્રેમ કરે છે પણ સાથે નથી. કોઈ દિવસ વાત થાય પણ રાજવીર હંમેશા એમ જ પૂછે કે હવે તું પેહલા જેવી વાત નથી કરતી. ચાર્મી એ પોતાની  જિંદગી બદલી નાખી. ચાર્મી રાજવીર ને મળવા નથી જતી. કેમ કે રાજવીર આગળ વધે. તે બીજા કોઈ જોડે લગ્ન કરે. ચાર્મી હવે એકલી જ રહેવા માંગે છે. તેના મન ના ઘણા સવાલો છે જેનો જવાબ ચાર્મી રોજ શોધે છે.





રાજવીર ના મન માં પણ ખુબ જ સવાલ છે. જયારે પણ વાત થાય એટલે એક જ સવાલ હોય કે એવું તો શું થયું કે આપણા વચ્ચે દુરિયાં આવી ગઈ? કોની ભૂલ છે? ચાર્મી પણ એવું જ વિચારે છે કે શું રાજવીર ને આ બાળક જોઈતું જ ન હતું? શું રાજવીર જવાબદારી ના લઇ શકે? જયારે રાજવીર આટલો પ્રેમ કરતો હતો તો જયારે લગ્ન  નું પૂછ્યું એટલે કેમ તેના ચેહરા પર ના રંગ ઉડી  ગયા? રાજવીરે એક વાર પણ જાણવાની કોશિશ ના કરી કે ચાર્મી ક્યાં છે? કેવી હાલત માં છે? આવા ઘણા  સવાલો થી ચાર્મી આજે પણ ઘેરાયેલી છે. ચાર્મી હવે કોઈ પર વિશ્વાસ નથી મૂકી શક્તિ.  કે નથી કોઈ નો સાથ માંગતી.






ભૂલ કોની છે? ચાર્મી ની કે રાજવીર ની? શું ચાર્મી નો નિર્ણય સાચો છે કે તે જીવન માં કદી કુશ ને તેના પપ્પા વિશે નહિ જણાવે?  અને જીવન માં કદી કુશ અને રાજવીર નો સામનો નહિ કરાવે? રાજવીર અને ચાર્મી બંને શોધે છે કે આખરે ભૂલ શું હતી આમારા સબંધ માં? અમે જ એક ભૂલ હતા? અમારું મળવું ભૂલ હતી? અમારા દોસ્તી ને આગળ વધારવું ભૂલ હતી? શું ચાર્મી ની અપેક્ષા વધારે હતી? આ કેવો પ્રેમ સાથે નથી તો પણ વાત કરે તો જાણે બધું જ મળી ગયું હોય એવો એહસાસ થાય? શું આ જ પ્રેમ છે?  આ સબંધ સાચવામાં કોણ પાછળ પડી ગયું?