Ek Bhul - 1 books and stories free download online pdf in Gujarati

એક ભૂલ - 1

રાજવીર.  રાજવીર 28 વર્ષ નો છોકરો છે. જે પાલનપુર માં રહે છે. આ વાત એ સમય ની છે જયારે રાજવીર 23 વર્ષ નો હતો. MBA કરેલું છે અને તેના પરિવાર ના ધંધા માં મદદ પણ કરે છે. રાજવીરે MBA  કર્યું અને પછી કમ્પ્યુટર ટ્રેનનીંગ નો પોતાનો નવો ધંધો શરૂ કર્યો. આને ભગવાન ની કૃપા થી ધંધો નવો હતો પણ સારો ચાલતો હતો.




રાજવીર ને પોતાના ધંધા ના લીધે 10-10 દિવસે બહાર જાઉં પડતું. પોતાની ગાડી હતી તો ગાડી માં જ જતો. એક દિવસ ગાડી બગડી તો બસ માં જવાનું નક્કી કર્યું. બસ માં બેસી ને ગયો પણ ખરા.  જયારે અમદાવાદ બસ પહોંચી ત્યારે રાજવીર ની બાજુ ની સીટ માં એક છોકરી આવી ને બેસી. તેને પણ સુરત જવાનું હતું. હજી તો સુરત પહોંચતા 5 કલાક લાગે એવું હતું. રાજવીર એ વિચાર્યું કે કેમ ત્યાં સુધી વાત ચિત  થઇ જાય. ઓળખાણ થઇ જાય. અને સમય પણ પસાર થઇ જાય.







રાજવીરે વાત કરવાની શરુ કર્યું.  



રાજવીર એ પૂછ્યું કે " Hi !!  શું  નામ છે તમારું??"



ત્યારે એ છોકરી એ જવાબ આપ્યો , " ચાર્મી..."



ચાર્મી એ રાજવીન ને પૂછે છે કે " તમારું શુભ નામ શું છે ???"



રાજવીર એ કહતું " રાજવીર "



પછી તો રાજવીર એ વાતો વાતો માં બધું જ એના વિશે કહ્યું. રાજવીર શું કરે છે. શું અભ્યાસ કર્યો છે. ક્યાં કામ થી સુરત જાય છે.  તેના વિશે બધું જ કહી દીધું.  વાતો કરતા કરતા બંને લોકો જાણે પહેલે થી જ દોસ્ત હોય એવું જ લાગતું. 



રાજવીરે ચાર્મી ને પૂછ્યું કે તું સુરત કેમ જાય છે? 



ચાર્મી એ જવાબ આપ્યો કે " સુરત મારુ સસુરાલ છે. અને અમદાવાદ મારા મમ્મી પપ્પા નું ઘર છે. મારો અભ્યાસ હજી ચાલુ છે. તો મારે વારે વારે અમદાવાદ અને સુરત જાઉં પડે છે."



વાત વાત માં સુરત આવા થયું.  ચાર્મી અને રાજવીર એ એટલી બધી વાતો કરી કે બંને સારા એવા દોસ્ત બની ગયા હતા. બંને  એકબીજા ના ફોન નંબર લીધા. બંને એ એકબીજાને કામ હોય તો મદદ કરવાનું કીધું. એટલામાં સુરત આવી ગયું.  ચાર્મી નો પતિ અર્પિત ત્યાં ચાર્મી ને લેવા માટે બસ સ્ટેશન ઉભો હતો.





ચાર્મી પોતાના ઘરે જતી રહી. અને રાજવીર જે કામ માટે સુરત આવ્યો હતો એ કામે જતો રહ્યો.  ચાર્મી નું સસુરાલ પૈસેટકે સુખી હતું. અર્પિત ને પોતાનો ધંધો હતો. બંને ખુબ શાંતિ થી રહેતા. બંને ને જોઈ ને કોઈ કહે નહિ કે બંને એક બીજા ને પ્રેમ  નહિ કરતા હોય. પણ અંદર તો કઈ અલગ જ હતું. અર્પિત તો કોઈ બીજી છોકરી ને પ્રેમ કરતો. અર્પિતે પોતાના માં-બાપ ના કેહવા પર લગ્ન કર્યા  હતા. જેથી અર્પિત ચાર્મી ને કદી પ્રેમ આપી જ ના શક્યો. ચાર્મી અર્પિત ને ખુબ જ પ્રેમ કરતી. પણ એકલી ચાર્મી ના પ્રેમ થી શું થાય. પ્રેમ તો બંને તરફ હોય તો જ એકપણ ની કોશિશ રંગ લાવે.


3 મહિના પછી સવાર ના 11 વાગ્યા હશે  રાજવીર નો મેસેજ આવ્યો. ચાર્મી ને "hi !!!" કરીને. ચાર્મી તો એક દમ સ્તબ્ધ થઇ ગઈ. ચાર્મી  એ પણ મેસેજ નો રિપ્લાય આપ્યો.

રાજવીર: "hi "

ચાર્મી : "hey "

રાજવીર : "કેમ છે ? મજામાં??"

ચાર્મી : "હા... તમે કેમ છો?? મજામાં??? "

રાજવીર: "હા એક દમ..."

ચાર્મી : "કેવો ચાલે છે નવો બિઝનેશ??? "

રાજવીર : " સારો ચાલે છે.."

ચાર્મી : " ચાલો હવે મારે કામ છે.. ઘરે મેહમાન આવ્યા છે... હું પછી વાત કરું.."

રાજવીર : " હા "

ચાર્મી : "bye"

આટલું કહી ને ચાર્મી કામ કરવા લાગી ગઈ. પણ રાજવીર ને ખબર પડી ગઈ કે ચાર્મી ને કોઈ પ્રોબ્લમ છે. એ ભલે ના કેહતી. પણ મારુ મન કહે છે.  આમ આજ ચિંતા માં રાજવીરે બીજા દિવસે પણ મેસેજ કર્યો. તો પણ આટલી જ વાત થઇ. અને ચાર્મી એ bye  કહી ને ત્યાંથી વાત કાપી નાખી. પણ રાજવીર ના મન ની શંકા ના લીધે બંને માં થોડી થોડી દરરોજ વાત થવા લાગી.

દરરોજ વાત નો આવો સિલસિલા થી બંને ના વચ્ચે દોસ્તી સારી એવી થઇ ગઈ હતી. રાજવીર ચાર્મી ને દરરોજ પૂછતો કે" શું  થયું છે તને?? તું ઉદાસ લાગે છે...  કઈ પ્રોબ્લેમ છે? મને કે હું કઈ કરી આપીશ???"  પણ ચાર્મી એમ જ કેહતી કે" ના... કોઈ પ્રોબ્લેમ નથી. બસ થાક લાગ્યો છે એટલે તમને એવું લાગે છે..." જયારે જયારે રાજવીર પૂછે એટલે ચાર્મી નો બસ આ એક જ જવાબ હોય.




એક દિવસ રાજવીર ના ખુબ જ કહેવાથી ચાર્મી એ રાજવીર ને પોતાની બધી જ વાત કહી દીધી.  ચાર્મી એ કહ્યું કે " મારા પતિ મને રોજ બોલે છે. મને પ્રેમ નથી કરતા. કોઈ દિવસ તો હાથ પણ ઉપાડે છે. મને ઘર માં માન સન્માન નથી મળતું. હું બધું જ કામ કરું તો પણ દરેક કામ માં વાંક કાઢી ને મને બોલે, ધમકાવે, ગુસ્સો કરે છે. જયારે મેં મારા સાસુમા ને કીધું તો એ પણ રાજવીર નો જ સાથ આપે છે. મારા પતિ અને મારા સાસુમાં મને ખુબ જ હેરાન કરે છે. મને બહાર નથી જવા દેતા. હવે તો ખાવા  પણ નથી આપતા. મારા મમ્મી પપ્પા સાથે વાત પણ નથી કરવા દેતા. હું ખુબ જ થાકી ગઈ છું. આમના આ વહેવાર થી. હું મારા મન ની વાત કોઈ ને પણ નથી કહી સકતી. હું શું કરું?" આટલું બોલી ને ચાર્મી તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.




રાજવીર તો આ બધું સાંભળી ને તેના તો હોશ જ ખોવાઈ ગયા. રાજવીર ચાર્મી ને હિંમત આપતો. તેના જોડે રોજ વાત કરવા લાગ્યો.  ચાર્મી અને રાજવીર બંને મેસેજ કે ફોને પર વાત કરતા 2-2 દિવસે. એક દિવસ રાજવીરે ચાર્મી ને પૂછ્યું કે "અર્પિત તારા સાથે કેમ આવું કરે છે??" ત્યારે ચાર્મી કહે છે કે " અર્પિત પહેલે થી જ શિવાની ને પ્રેમ કરતો હતો. બંને કોલેજ માં સાથે હતા. બંને એક બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પણ બંને ની જ્ઞાતિ અલગ હોવાથી બંને ના પરિવાર માન્ય નથી. અને બંને ને અલગ કરી દીધા. પણ બંને આજ પણ ફોન પર વાતો કરે છે. મળવા બહાર જાય છે.અને આ બધા કારણો ના લીધે અર્પિત મને પરેશાન કરે છે."




આજ રીતે 1 વર્ષ નીકળી ગયું. ચાર્મી હેરાન થતી ગઈ અને રાજવીર તેને હિમ્મત આપતો ગયો. બંને એટલા સારા મિત્રો બની ગયા હતા કે બંને એક બીજા ને બધું જ કહી દેતા. રાજવીર એ તો 2-3 વાર એ પણ સલાહ આપી કે ચાર્મી તેના ઘરે બધું જ કહી દે. પણ ચાર્મી જ ના પાડતી. ચાર્મી  કેહતી કે " હું મારા ઘરે કહી દઉં તો મારા મમ્મી-પપ્પા મને હાલ જ અહીં થી લઇ જાય. પણ પછી શું? મારો ભાઈ મારા થી હજી નાનો છે. સમાજ માં ઈજ્જત નું શું? લોકો વાતો કરે??  અમારા ઘર તરફ લોકો ની આંગળી ઉઠે." આ બધા ડર થી ચાર્મી ઘરે કોઈ ને કહે નહિ.


એક દિવસ ચાર્મી અમદાવાદ આવી હતી. ત્યારે રાજવીરે કહ્યું કે " તું  પાલનપુર આવ. તારો  મૂડ સારો થઇ  જશે.  હું તને મારી કંપની બતાવું. અને તું મને થોડી મદદ પણ કરજે કમ્પ્યુટર માં. " ચાર્મી આનાકાની કરતી કરતી તૈયાર થઇ ગઈ પાલનપુર જવા.  રાજવીર અને ચાર્મી ત્યાં ફર્યા, વાતો કરી, મન નો ભાર હળવો કર્યો.  બંને સાથે બેસી ને ચાર્મી ની તકલીફ નો નિવેડો લાવવાનો પ્રયત્ન કરતા. અલગ અલગ રસ્તા શોધતા કે કઈ રીતે અર્પિત ચાર્મી ને અપનાવી લે. ચાર્મી ને પ્રેમ કરતો થઇ જાય. એટલા માં સાંજ પડી ગઈ. અને ચાર્મી એ ત્યાંથી જવાનું કહ્યું. અને રાજવીર ચાર્મી ને બસ સ્ટેશન મૂકી આવ્યો.




પછી તો જયારે પણ ચાર્મી અમદાવાદ આવે ત્યારે બંને મળતા. ચાર્મી પાલનપુર જાય નહીંતર રાજવીર અમદાવાદ આવે. બંને ની મુલાકતો માં તો પેહલા અર્પિત ની જ વાતો થતી. રાજવીર અર્પિત વિશે પૂછે જ. અને ચાર્મી પણ કેહતી કે "મેં ખુબ જ પ્રયત્ન કર્યો  પણ કઈ જ ફાયદો નથી થતો. અર્પિત મને પ્રેમ જ નથી કરતો. હવે તો દરેક વાતે મને બોલે જ છે. એના માટે કઈ પણ કરું તો પણ એને ગમતું નથી. મારા સાસુ પણ કઈ જ નથી કેહતા. મારી નણંદો પણ અર્પિત નો જ સાથ આપે છે. અને હવે તો અર્પિત તલાક લેવાનું કે છે. પણ હું કેવી રીતે લઉં ?? મારે તો મારા મમ્મી પપ્પા ની ઈજ્જત નું વિચારવાનું ને.  ભલે મારો વાંક નહિ હોય પણ સમાજ માં બધા મને જ કહેશે. મારા મમ્મી પપ્પા ના સંસ્કારો પણ આંગળી ઉઠશે. હું કેવી રીતે તલાક લઇ શકું???"



  બંને ની થોડી મુલાકાતો વધતી ગઈ. બંને એક બીજા વિશે પૂછવા લાગ્યા. બંને ની દોસ્તી ખુબ જ મજબૂત થઇ ગઈ. બંને એકબીજા માં રસ લેતા થઇ ગયા. રાજવીર ની જિંદગી માં કોઈ જ હતું નઈ. અને ચાર્મી પણ કોશિશ કરી કરી ને હારી ગઈ હતી. 1 વર્ષ થી ચાર્મી ની કોશિશ નો કોઈ જ રંગ ના આવ્યો. છેલ્લે તો ચાર્મી એ કોશિશ  કરવાનું જ બંધ કરી દીધું. રાજવીરે ચાર્મી ના શોખ ફરી થી જીવતા કર્યાં. બંને ની મુલાકતો , વાત ચિત , મેસેજ વધતું ગયું. બંને એક બીજા ને પસંદ કરવા લાગ્યા હતા.




એક દિવસે તો રાજવીરે ચાર્મી ને સીધું  " i  love  you " જ કહી દીધું. ચાર્મી ના તો હોશ જ ઉડી ગયા. રાજવીર એ ચાર્મી ને સમય આપ્યો. એનો જવાબ શું છે એના માટે. ચાર્મી તો ના જ પાડે. ચાર્મી ના મન માં ખુબ જ સવાલો હતા. કે " આમ કેવી રીત નું થાય??? હું તો એક વિવાહિત સ્ત્રી છું??? કોઈ માને નહિ?? "  2 દિવસ માં તો જાણે ચાર્મી ની જિંદગી માં તોફાન આવી ગયું.




2 દિવસ પછી ચાર્મી એ પેહલા તો જવાબ માં "ના " જ કહી દીધી. રાજવીર એ જયારે પૂછ્યું ત્યારે ચાર્મી એ સમજાવ્યો કે" હું એક વિવાહિત સ્ત્રી છું. મારા થી ના થાય. તમારા  મન માં હંમેશા શંકા રહેશે કે હું એક વિવાહિત સ્ત્રી છું. ભલે મારા અને અર્પિત ના વચ્ચે પતિપત્ની જેવા સબંધો ના હોય. પણ તમને  હંમેશા શંકા રહેશે. અને હવે મને પોતાની જાત ને સાબિત કરવામાં થાકી ગઈ છું. મારા થી નઈ થાય."  રાજવીર પેહલા તો કઈ જ બોલ્યો નહિ. પણ 2 દિવસ પછી તેને ચાર્મી ને માનવી. ચાર્મી ને વિશ્વાસ અપાવ્યો કે " મને તારા પર વિશ્વાસ છે. તું વિવાહિત સ્ત્રી છે એના થી મને કોઈ જ ફર્ક નથી પડતો. હું તને ખુબ જ પ્રેમ કરું છું."  રાજવીરે ગમે તે કરી ને ચાર્મી ને મનાવી જ લીધી.




ચાર્મીના " હા " પાડયા  પછી તો રાજવીરે કોઈ કસર ના છોડી ચાર્મી ને ખુશ કરવાની. જયારે પણ ચાર્મી અને રાજવીર ની વાત થાય ત્યારે રાજવીર ચાર્મી ને હસાવી લે. ચાર્મી ને જિંદગી જીવવાનું પ્રોસાહન આપે. ખુબ સુંદર સુંદર વાત કરે. ગમે તે રીતે ચાર્મી ઉદાસ હોય તો રાજવીર ચાર્મી ને હસાવી જ લે. બંને નો સબંધ એટલો મજબૂત બની ગયો હતો કે તે બધી જ રીતે ખુશ હતા.






એટલા માં બીજી બાજુ અર્પિત નો ત્રાસ વધતો જતો. અર્પિત ચાર્મી પર વારે વારે હાથ ઉપાડવા લાગ્યો. અર્પિત ચાર્મી ને એટલું મારતો કે તેને કોઈ ભાન ના રહે કે ચાર્મી ને કેટલું વાગે છે. શું થયું? અને માર્યા પછી પણ અર્પિત ચાર્મી ના હલચલ પૂછવા ના જાય. ચાર્મી રોઈ રોઈ દિવસ નીકળતી હતી. તે પોતાની તકલીફ કોઈ ને પણ ના કહે. એક દિવસ જયારે અર્પિત ના દોસ્ત ના ત્યાં પાર્ટી હતી તો ચાર્મી અને અર્પિત બંને ગયા. બંને ને જોઈ ને કોઈ એમ ના કહે કે બંને એક બીજા સાથે ખુશ નથી. પાર્ટી માં અર્પિતે ખુબ જ શરાબ પીધી. શરાબ પીને અર્પિતે પાર્ટી માં તેના દોસ્તો ના સામે જ ચાર્મી ની બેઇજ્જતી કરી. છતાં ચાર્મી એક શબ્દ ના બોલી. જેમ તેમ કરી ને ચાર્મી અર્પિત ને ઘરે લાવી. ઘરે લાવી ને તેના બુટ - મોજા કાઢ્યા. એટલા માં અર્પિત ચાર્મી જોડે જબરજસ્તી કરવા લાગ્યો. કહેવામાં તો બંને પતિ-પત્ની હતા પણ જ્યાં 1.5 વર્ષ માં જે સબંધ ના બાંધ્યો હોય એ શરાબ ની હાલત માં ચાર્મી કેમ ની બાંધવા  દે?? અને શરાબ ની હાલત માં પણ અર્પિત ચાર્મી ની જગ્યા એ શિવાની નું નામ લઇ ને ચાર્મી ની નજીક જવા માંગે. ચાર્મી એ પોતાના જાત ને બચાવી ને બીજા રૂમ માં જતી રહી. ચાર્મી  ખુબ જ દુઃખી હતી. હવે ચાર્મી ને સહન નતુ થતું. પણ ચાર્મી કોઈ ને કહે નહિ.





બીજા દિવસે સવારે જયારે ચાર્મી રસોડામાં પાપડ  તળતી હતી ત્યારે અર્પિત નીચે આવે છે. અને નીચે દેખે છે તો તેનો દોસ્ત મનન પણ ત્યાં જ બેઠો છે.  અર્પિત ને બોલાવી ને સમજાવે છે કે જે તે પાર્ટી માં કર્યું એ ખોટું હતું. તારે ભાભી નું આવું અપમાન ના કરાય. એ તો ભાભી સારા છે કે  કઈ બોલ્યા નહિ બીજું કોઈ હોય તો તને ખબર પડે. દોસ્ત તું સમજી જા  તને આવી જીવનસાથી નઈ મળે. તું ખુબ જ નસીબદાર છે કે તને આવી જીવનસાથી મળી છે. તું તારું ઘર જાતે જ બગાડે છે. સમજી જા." આટલું કહીને મનન ત્યાં થી જતો રહે છે. પણ અર્પિત તો ગુસ્સામાં રસોડામાં જાય છે અને ચાર્મી ને બોલવા લાગે છે. કે " તું ત્યાં રોઈ ને નાટક કરતી હતી. તે મારા દોસ્તો સામે મને ખરાબ સાબિત કર્યો. અને રાતે તે મને કઈ કરવા પણ ના દીધું અને અત્યારે અહીં રડે છે." આટલું બોલતા જ ચાર્મી બોલવા જાય જ છે ને એટલામાં જ અર્પિત ગરમ તેલ નું લોયુ ચાર્મી ના બરડામાં માં રેડે છે.  ચાર્મી ખુબ જ જોર થી રડે છે. બૂમો પાડે  છે. પણ તેનું કોઈ જ સાંભળતું  નથી.  અર્પિત પણ ત્યાંથી પોતાના ધંધે જતો રહે છે. ચાર્મી એકબાજુ રડે છે બૂમો પાડે  છે તો પણ કોઈ જ મદદ માટે નથી. ચાર્મી એકલી જ દવાખાને જાય છે. અને દવાખાને થી ઘરે આવી ને જોઈ છે તો એની સાસુમા આવી ગયા હોય છે. ચાર્મી ને શું થયું એ તો પૂછવાની વાત દૂર રહી પણ તેલ નીચે જમીન પર પડ્યું છે. એના લીધે ચાર્મી  ને કોસતા હતા.  પણ ચાર્મી કઈ જ બોલે નઈ.





એના બીજા દિવસે રાજવીર નો ફોન આવે છે પણ ચાર્મી તેને પણ કઈ નથી કેહતી. બસ એટલું જ કહે છે કે મારી તબિયત નથી સારી. એટલે આટલા દિવસ થી મેસેજ કે ફોન ના થયો. અને હજી  પણ નથી સારી તો થોડા દિવસ નહિ થાય. એટલું કહી ને ચાર્મી 2 મિનિટ માં ફોન મૂકી દે છે. કેમ કે તે તેની વેદના સહન જ નથી કરી શક્તિ. પણ કોઈ ને કહે નઈ.




અરે હદ તો ત્યાં થઇ કે જયારે અર્પિત તે ચાર્મી ને બૂમ પાડી  અને ચાર્મી ને થોડું મોડું થયું નીચે ઉતારવામાં એટલા માં તો જાણે આભ તૂટી પડ્યું હોય એવું અર્પિત કરે. નાબોલવાના શબ્દો બોલે, મારે, અને તેના બળેલા ઉપર તો તેને લાલ મરચું નાખ્યું. અને ચાર્મી એ જે બૂમ પાડી  જાણે આપણા ઋયાતા ઉભા  થઇ જાય. અને તે તેની મમ્મી ને કહી ના દે તે માટે ચાર્મી ની સાસુ એ ચાર્મી જોડે થી ફોન લઇ ને ચાર્મી ને એક રૂમ માં પુરી નાખી.  ચાર્મી તેની શરીર ની વેદના પણ વધી ગઈ હતી. અને તેના મન ની વેદના નો તો કોઈ કહીજ ના શકે. જે છોકરી  ફૂલ ના જેમ મોટી થઇ હોય તેને આવી તકલીફો.  ચાર્મી ના મમ્મી પપ્પા ફોન કરે  એતો દરેક વખતે બહાના કાઢે. છેલ્લે તો એમ કહી દીધું કે ચાર્મી અને અર્પિત બહાર ફરવા ગયા છે. 20 દિવસે આવશે. ચાર્મી ના મમ્મી  પપ્પા ખુશ થઇ ગયા કે ચાલો એક વર્ષ પછી પણ આપણી ચાર્મી ને જમાઈ ફરવા તો ગયા.






 ચાર્મી ને 7 દિવસ રૂમ માં પુરી રાખી. જમવાનું એક જ સમય આપે. અને પાણી નો પણ એક જ બોટલ.  પાણી પૂરું થઇ જાય તો પણ કોઈ ના આપે. ચાઇ નઈ. નાસ્તો નઈ કઈ જ નઈ. અને આ બધું ચાર્મી ના પાડોશી દેખી રહ્યા હતા. પણ ચાર્મી ના સાસુ સસરા નો સ્વભાવ  એટલો ખરાબ ને કે તેમને કોઈ પણ વાત કરવા આવે તો ના ગમે. કોઈ જોડે સારા સબંધો જ ના રાખે. તેના લીધે તેના પાડોશી પણ કઈ જ મદદ ના કરી શકે ચાર્મી ની. 8માં દિવસે હોલિકા પૂજા હતી. જયારે ચાર્મી ના સાસુ-સસરા, અને અર્પિત પૂજા કરવા ગયા ત્યારે ચાર્મી ના પાડોશી કોમલબેન એ સંતાઈ ને ચાર્મી ના ઘરે જઈ  ને ચાર્મી ને બહાર કાઢી. અને જોઉં તો ચાર્મી ની હાલત એટલી ખરાબ હતી કે શું કેહવું? બધાથી છુપાઈ ને કોમલબેન ચાર્મી ને પોતાના ઘરે લઇ ગયા. ચાર્મી ને કોમલબેને પોતાના ઘરમાં છુપાઈ દીધી. ચાર્મી તેના ઘરમાં નથી એ ચાર્મી માં સાસુ-સસરા કે અર્પિત ને ખબર જ નઈ. કોમલબેને ચાર્મી ની ખુબ જ મદદ કરી. પુરી રાત ચાર્મી ની દેખભાળ કરી. ખાવાનું આપ્યું. દવા કરાવી. અને ચાર્મી ને પૈસા આપ્યા જેથી તે તેના મમ્મી પપ્પા ના ઘરે જઈ  શકે. સવારે કોમલબેન ચાર્મી ને બસ માં બેસાડી આવ્યા. ચાર્મી બસ માં બેસી ગઈ ત્યાં સુધી તો તેના સાસુ-સસરા કે અર્પિત ને ખબર જ નહિ. જયારે ચાર્મી ની સાસુ ચાર્મી ને જમવા આપવા જાય છે ત્યારે જ ખબર પડે છે કે ચાર્મી તો નથી. પણ કોઈ આજુ બાજુ વાળા ને પૂછી પણ ના શકે. પાડોશીઓ ને એવું કીધેલું હતું કે ચાર્મી તો એના પિયર માં ગઈ છે. અને ચાર્મી ના મમ્મી પપ્પા ને પણ કેમ નું પુછાય.





ચાર્મી રાત ના 9 વાગે ઘરે પહોંચે છે.  ચાર્મી ને દેખતા જ તેના મમ્મી-પપ્પા સમજી ગયા કે કઈ થયું છે. તેના સાસુ એતો એવું કીધું હતું કે ચાર્મી ને જમાઈ બહાર ફરવા ગયા છે. તો આ બધું શું??  ચાર્મી તેની મમ્મી ને ભેટી ને ખુબ જ રડે છે. ચાર્મી ના રડવા થી આજુબાજુ વાળા પણ ભેગા થઇ જાય છે. ચાર્મી ના રડવા ના અવાજ થી જ, તેની આવી હાલત થી જ લોકો ના આંખમાં આશુ આવી જાય છે. તેને પૂછવાનું તો બાજુ માં રહ્યું પણ લોકો ના મોઢે તરત જ આવી ગયું કે " આ છોકરી બધાને હસાવતી, કૂદતી, દરેક ની ઈચ્છાઓ પુરી કરતી, હંમેશા ખુશ રહેતી છોકરી ને શું થયું હશે?? કેમ આટલું બધું રડે છે? એને દેખી ને તો એવું લાગે છે કે કેટલા દિવસ થી એને કઈ ખાધું  નથી. શું થયું હશે??" ગમે તે  કરીને ચાર્મી ને છાની રાખી. તેને પાણી આપ્યું. શાંત કરી. જેવું એના ભાઈ એ ચાર્મી ના પૂછતાં પૂછતાં  બરડામાં હાથ ફેરવા ગયો તેવું જ ચાર્મીએ બૂમ પાડી. " ના ભાઈ.... મને ખુબ જ દુખે છે બરડામાં... તું મને અડીશ નહિ..."





જયારે ચાર્મી ની મમ્મી જયાબેને ચાર્મી નો ડ્રેસ ઉપર કરીને દેખ્યું તો જયાબેન ની આંખો માંથી આશુંઓ ની ધારા જ બેહવા લાગી.  અને બોલ્યા "ધન્ય છે તને દીકરી...  તું આટલું બધું સહન કરતી ગઈ પણ તે મોઢા માંથી એક શબ્દ ના કાઢ્યો.  તે અમને કઈ ખબર જ ના પાડવા દીધી." જયાબેન ની આંખોમાં ગુસ્સાના ની સાથે આશું પણ હતા. ચાર્મી નો બરડો તો જાણે લાલ કંકુ થી કોઈ ને રંગી નાખ્યો હોય એવો થઇ ગયો હતો. ગરમ તેલ ના લીધે ફોલ્લા તો પડ્યા જ હતા અને તેના  ઉપર લાલ મરચું ના કારણે આખો બરડો લાલ થઇ ગયો. એ વેદના ના લીધી જે ચાર્મી ની શરીર તપતું હતું એનું તો વર્ણન પણ ના કરી શકાય. ચાર્મીએ બધી જ હકીકત તેના મમ્મી-પપ્પા ને ભાઈ ને કહી. બધા જ લોકો ગુસ્સામાં બેબાકળા થઇ ગયા હતા. ચાર્મી ની આપવીતી સાંભળીને કોઈ ના પણ આંખમાંથી આંશુ રોકાતા જ નતા. ચાર્મી એ અને જયાબેને કોમલબેન ને ફોન કરી ને તેમનો ખુબ જ આભાર માન્યો.  અને પછી જયાબેને ચાર્મી ના સાસુ ને ફોને કર્યો ને કહ્યું કે ચાર્મી અહીંયા છે. તમે શું કર્યું એ બધું અમને ખબર પડી ગઈ છે. હવે ચાર્મી તમારા ઘરે પગ પણ નઈ મૂકે. આટલું કડક શબ્દો માં કહી દીધું. પણ ચાર્મી ના સાસુ-સસરા કે અર્પિત ને કોઈ જાત નું દુઃખ જ નહિ. ચાર્મી કોટ માં કેસ પણ ના કરી શકે કેમ કે લગ્ન ના 2 વર્ષ થઇ ગયા  હતા પણ લગ્ન નું પ્રમાણપત્ર ન હતું.





થોડા દિવસો ગયા. ચાર્મી આજ વિચારો માં ખોવાયેલી જ રહે. તેથી તેના મમ્મી-પપ્પા હંમેશા તેને બહાર જવાનું કેહતા. તેના દોસ્તો સાથે મળવાનું કેહતા. 8 મહિના થઈગઈ આ વાત  ને. એક બાજુ ચાર્મી જોડે આ બધું થયું પણ રાજવીર ને કઈ જ ખબર નઈ. રાજવીર તો ચાર્મી ના ફોન ની રાહ જોઈ ને બેઠો હતો. અને ચાર્મી પણ હવે થોડું થોડું બહાર નીકળવા માંડી  હતી. રાજવીર ને મળવા માટે ચાર્મી એ અમદાવાદ બોલાવ્યો. ચાર્મી અને રાજવીર બંને મળ્યા. વાત ચિત  કરી. ચાર્મી એ રાજવીર ને કહ્યું કે તે હવે પાછું સુરત નથી જવાની.  મેં મારા મમ્મી-પપ્પા ને બધું જ કહી દીધું છે. હવે તે મને ત્યાં જવાની ના જ પાડે છે.  આ સાંભળી ને રાજવીર ખુબ જ ખુશ થઇ ગયો. બંને ના મળવાનું વધુ ગઈ હતું. બંને એકબીજા ને ખુબ જ પ્રેમ કરતા. બંને સાથે ખુશ રહેવા લાગ્યા. બંને ની પ્રેમ ની સીમા પાર થઇ ગઈ. બંને વચ્ચે શારીરિક સબંધ બાંધવા લાગ્યો. બંને એક બીજા વગર રહી શકે તેમ નથી.  બંને ની મુલાકાતો વધતી ગઈ. અને જોડે સબંધ પણ.





ચાર્મી અને અર્પિત ને અલગ થયે 2 વર્ષ થઇ ગયા  હતા. તેથી હવે તેને બીજી વાર લગ્ન કરવાનું કેહતા. પણ ચાર્મી  ના જ પાડતી. હવે તો તેના ઘરના બધા એમ પણ કેહતા કે " તું બીજા કોઈને પ્રેમ કરતી હોય તો પણ કહી દે અમે એના જોડે તારા લગ્ન કરાવીશું." પણ ચાર્મી ના જ પાડતી. ના ના કેહતા બીજા 6 મહિના થઇ ગયા. પણ હવે ચાર્મી લગ્ન કરવા માંગતી હતી પણ રાજવીર જોડે. પેહલા તે રાજવીર ને પૂછવા માંગતી અને પછી ઘરે બધાને કેહવા નું નક્કી કર્યું.





ચાર્મી એ રાજવીર ને મળવા બોલાવ્યો. ચાર્મી એ સામે થી રાજવીર ને લગ્ન નો પ્રસ્તાવ મુક્યો. અને એમ પણ કહ્યું કે "રાજવીર તમે વિચારી ને જવાબ આપજો. પણ જે જવાબ હોય એ પાક્કો હોવો જોઈએ. તમે અત્યારે " હા" કહો અને પછી પાછળ થી પસ્તાવો ના થવો જોઈએ. તમે પૂરતો સમય લો એ પણ વિચારી શકો છો કે હું એક વિવાહિત સ્ત્રી છું. 1 વર્ષ હું મારા સસુરાલ માં રહી છું. મેં કેવી રીતે દિવસો નીકળ્યા છે એ તમને ખબર છે. મારા અને અર્પિત વચ્ચે 1 વર્ષ માં કદી પતિ-પત્ની જેવા સબંધ બંધાયો નથી. તમારા ઘર વાળા મારો  સ્વીકાર કરશે?  સમાજ માં શરૂઆત માં લોકો વાતો પણ કરે. શું તમે એમનો સામનો કરી શકશો?? તમે બધું જ વિચારી ને મને જવાબ આપજો."



*******************************************************************************


-------------------------- પહેલો ભાગ સમાપ્ત  --------------------------






શું રાજવીર લંગ્ન  માટે હા કહેશે???

શું બંને સાથે એક સરસ જીવન વતિત કરી શકશે???

કે હજી ચાર્મી ના જીવન માં તકલીફો જ લખી છે???

શું અહીં થી બંને નું જીવન બદલાઈ જશે???

બીજા રસપ્રદ વિકલ્પો