દિશા ની દાદી vinay mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિશા ની દાદી

" દાદી "
દિશા જલદી કર કેટલી વાર તારી સ્કુલ વાન આવવાનો સમય થઈ ગયો છે ..
દિશા - હા આવી રેડી થાવ છું...
દિશા રેડી થઇ ને બાર આવે છે અરે મમ્મી આ દાદી કેમ આટલી જલદી ઉઠી ગયે છે.
મમ્મી - અરે હા દાદી ને બાર જવાનું છે. એટલે તું ચલ ને દિશા બ્રેકફાસ્ટ કરવા બેસ તારે મોડું થશે
દિશા નું ધ્યાન હજી દાદીમા હોય છે ખબર નઈ કેમ દાદી ક્યા જવાની હસે સરખી રીતે બ્રેકફાસ્ટ મા પણ ધ્યાન ના આપે શકી વારે ઘડી એ દાદી. ને દિશા ના આયકોંટેક્ટ થતાં રહ્યો.. ખબર નહિ પણ દિશા આ બધું અજગતું લાગતું હતું.. ત્યાં પપ્પા પણ આવે જાય છે
દિશા - પપ્પા દાદી ક્યા જવાના છે. ક્યારે આવશે અને એમની સંભાળ કોણ રાખશે ! પપ્પા કોને દાદી ક્યા જાય છે !
પપ્પા - દિશા... બેટા દાદી આપડા દૂર ના માસી ને ત્યાં રેહવા જાય છે અને સંભાળ બેટા તે તારો લંચ બોક્સ લીધો ને ચલ જલદી કર બેટા તારે મોડું ના થઇ જાય સ્કુલ માટે...
આ બધું શું ચાલી રહ્યું છે દિશા ને દાદી ની ચિંતા થવા લાગે હતી .. મમ્મી અને પપ્પા માટે આ વાત કેમ આટલી નોર્મલ લાગી રહે છે તે સમજાતું નથી.. એટલા મા સ્કુલ વાન ના હોન નો અવાજ આવે છે.
મમ્મી - નિશા બેટા ચાલો જાઉં હવે તમારી વાન આવે ગઈ છે.
નિશા નીકળે રહે છે હજી પણ દિશા ની આંખો દાદી પર થી દુર થઈ રહે નથી દાદી ની આંખો પણ કંઈ કહે રહે હોય એમ લાગતું હતું જાણે દિશા ને છેલ્લી વખત જોય રહે હોય એમ લાગતું હતું ..  એટલા મા દિશા નીકળે છે પાછળ થી અવાજ આવે છે... દિશા તારો લંચ બોક્સ દિશા  દાદી નો અવાજ સાંભળી ને ખબર નહિ શું થયું .. ભાગી ને દાદી ને ભેટે પડે હા આંખ મા આંસુ આવે એમ લાગી રહ્યું હતું પણ દિશા ને આંખો કહે રહે હતી દાદી તું ના જઈશ... દિશા એ કશું કહ્યું નહી દાદી અને દિશા જાણે એક બીજા ને છોડવા જ  ના માગતાં હોય એમ હતું. એટલા મા મમ્મી નો અવાજ આવ્યો દિશા પેલા અંકલ ક્યાંના હોન મારે છે અને તું ... હા હા મમ્મી જાઉં .. દિશા નીકળે જાય છે દાદી અને દિશા ને આંખો જાણે એક બીજા ને બસ મન ભરી નીરખે લેવા માંગે છે .. પણ બંને જણા ને એક મૌન ખાય રહ્યું હતું ..દિશા પણ પોતાના આંસુ છૂપાવતે નીડકે જાય છે.. એટલા મા પાછળ થી દાદી નો અવાજ આવે છે... " દિશા બેટા.. તારો લંચ બોક્સ આ સાંભળતાજ દિશા ભાગીને દાદી ભેટે પડે છે એ રોકેલા આંસુ ના મોજા ને કિનારો મળે જાય એ રીતે દાદી ને વળગીને આવેલા આંસુ ને દાદી ખભા પર મૂકે દેય છે.. દાદી પણ જાણે ગણું બધું કહેવા માંગતા હોવ છતાંય એમના હોઠ પર મૌન કાયમ રહ્યું.  બને એક બીજા ને એટલા અંશે પકડી રાખ્યા હતા કે બસ હવે કોઈ એમને અલગ ના કરે ....એટલામા મમ્મી નો અવાજ આવે છે દિશા તને સ્કુલ વાન વાડા અંકલ નો અવાજ નથી આવતો જા હવે મોડું થશે તને...
દિશા - હા મમ્મી નીકળે દિશા ના અવાજ પણ ભારે થાય ગયો હતો રુદન ના કારણે છુટ્ટા પડતા પેહલા દિશા હજી દાદી ની સામે જોઈ રહે હતે પણ દાદી પણ જાણે બધું જ આંખો થી કહી રાખ્યા હોય એમ હતું.. દિશા વળી વળી ને પાછળ જોતે રહે આખરે દાદી દેખાતા બંધ થઇ ગયા..અને દિશા સ્કુલ વાન મા બેસે જાય છે..

૬ મહિના પછી

મમ્મી ૬ મહિના થઈ ગયા ને દાદી ને હજી સુધી એક કોલ ના કર્યો મને એવું ના બને ચલને આપણે જઈ તું કહેતી હતી ને દૂર ના માસી તેમના ઘરે છે. !
મમ્મી - દિશા સંભાળ એ એમને મરજી થી ગયા છે એમને તારે યાદ આવશે કે અમારે તો કોલ કરશે જા તું હોમ વર્ક કરવા બેસ...
દિશા નિરાશ થઈ ને પોતાના રૂમ મા જયને બેસે છે પોતાને એક બુક ખોલી ને દાદી નો ફોટો જોવે છે.. દિશા ગમતે કરીને આવેલા આંસુ ને રોકવા નો પ્રયાસ કરી રહે છે. દાદી સાથે વિતાવેલા ક્ષણ યાદ આવે રહ્યા હોય છે . દાદી ના ગયા પછી જાણે દિશા નું હાસ્ય ચોરાય ગયુ એમ હતું .. બીજા દિવસે
દિશા - મમ્મી સંભાળ કાલે સ્કુલ માં ટીચર કીધું છે કે અમારી સ્કુલ ના જે ટ્રસ્ટી છે.  એમને મમ્મી ની પુણ્યતિથી નિમિત્તે એમને બધા ને એક વૃદ્ધાશ્રમ મા લઇ જવાના છે. તું મને કેને મારા બધા ફ્રેન્ડ ક્યંક ગિફ્ટ જેવું લઈ જવાના છે. હુ શુ લઈ ને જાઉં ! કેને મમ્મી ... મમ્મી બોલ ને હું શું લઈ જાઉં..
મમ્મી - દિશા એક કામ કર દાદી ની થોડી સાળી અહયાં રહે ગઈ છે. એ લઈ જા..ત્યાં કોઇ આપે દેજે
દિશા દાદી નું કબાટ ખોલે છે... ત્યાજ દિશા નું મનપસંદ સાળી જે દિશા હંમેશા કહતે દાદી તું આ પહેર ને મને તું આમા બવ મસ્ત લાગે .. દિશા પછી ભૂતકાળ મા સરી ગયે દાદી ના સાળી હાથ મા લેતાજ દિશા ની આંખ માં આવેલું એક આંસુ દાદી ની સાળી પર પડ્યું.  પણ દિશા પોતાની વેદના કહે તો કોને... દિશા સાળી ને હાથ મા લઇ પોતાના નજીક કરે આંખો બંધ કરી રડવા લાગે છે... અને ખૂબ કરુણ અવાજ મા એક શબ્દ બોલે છે દાદી........... એટલા મા મમ્મી નો અવાજ આવે છે દિશા સાળી મળે કે નહે તને ??
દિશા - પોતાને સંભાળતી હા..... મમ્મી ...... સાળી મળી ગઇ ...
દિશા સાળી થી પોતાના આંસુ સાફ કરતે કરતે પોતાના રૂમ મા જઇ ને સાળી ને બેગ મા મૂકે છે ત્યારે જ સ્કુલ વાન ના અવાજ સાથે દિશા ભાગી ને  જવા નીકળે જાય છે ..
ક્યાંક મમ્મી એના આંસુ ના જોય જાય  માટે.. પાછળ મમ્મી નો અવાજ અરે દિશા તારો લંચ બોક્સ આ સાંભળતા જ દિશા ને પાછા દાદી યાદ આવે ગયા દાદી ગયા ત્યારે પણ દાદી એ લંચ બોક્સ યાદ કરાવ્યો હતો..દિશા લંચ બોક્સ લઈ ને સ્કુલ વાન મા બેસે જાય છે.હજી પણ દાદી ના સ્મરણો દિશા ને ધીમે થી શ્વાસ લેવા મજબૂર કરી રહ્યા છે.. ટ્રાફિક ના અવાજ મા પણ દિશા નું મન કયો શાંત થાય એક ખૂણે બેસે ગયુ છે.. એક સવાલ માટે કે મારી દાદી મને યાદ નઈ કરતી હોય... સ્કુલ ક્યારે આવે ગઈ  એ ખ્યાલ ના રહ્યું બધા વાન મા થી બહાર નીકળે ગયા પણ દિશા તો બસ વાન ની બારી થી ઉપર આકાશ જોય રહે હતી ... એટલા મા અવાજ આવ્યું દિશા મેડમ ઉત્રો . સ્કુલ આવી ગઇ તમારી પછી દિશા બહાર આવે છે.. ને હલકી સ્માઈલ કરીનેં બેગ લય ને સ્કુલ મા જય છે.  પ્રાર્થના પૂરી થયા બાદ ટીચર બધા ને સૂચના આપે છે.  બધા વૃદ્ધાશ્રમ જઈને બધા સાથે વાતો કરવાને છે અને અમે ને ખુશ કરવા  છે...ચાલો બધા વાર ફરથી સ્કુલ ની બસ મા બેસીને થોડા સમય પછી વૃદ્ધાશ્રમ પોહચી જાય છે. પણ દિશા નું મન તો હજી દાદીમા જ હોય છે.  બધા થી છેલ્લી ઉત્રે છે..  અને ચાલતી ચાલતી અંદર  રૂમ તરફ જાય છે..બધા ને જોવે છે આગળ ના રૂમ મા તેને ફ્રેન્ડ હતી દિશા નું મન ન હતું. એટલે એ બસ ચાલતી રહે આખરે છેલ્લાં રૂમ સુધી આવે ગયે અને ડાભી બાજુ જયું તો એક બા પલંગ મા બૈઠા હતા દિશા ને થયું કે.. લાવ આ જે સાળી લયને આવે છે એ આપી દાવ મન મા એવા વિચાર પણ આવ્યા કે આ સાળી હુ કોઈ ને કેવી રીતે આપે સકુ .. આ વિચાર તા દિશા સાળી ને હળવે થી ચૂમે છે અને  રૂમ તરફ આગળ વધી છે  જોવે છે કે એ બા ના હાથ મા કોઈ ને તસવીર છે .. આગળ જતાં  દિશા ના પગ થોડા ડગ્યા.. અને શ્વાસ પણ ફૂલી રહ્યું હોય એમ લાગ્યું .. તેને જોયું કે. આતો મારી તસવીર છે ...
દિશા એટલી ભાવુક થઇ ગયે કે .. મોઢા  માથી એક શબ્દ નીકળે એ પેહલા આંસુ ઓની ધારા અો વેહવા લાગે છતાંય ધેરા અવાજ એ .... દાદી....કહ્યું અને દાદી એ ફરેને જોયું તું દિશા..... એટલું કહે બંને જણા એક બીજા ને ભેટી પડ્યા .. 6 મહિના થી દાદી ના વ્હાલ થી તરશી દિશા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી .. દાદી પણ જાણે દિશા ને એટલી હદે ભેટે પડ્યા હતા કે હવે બસ એમને બંને ને કોઈ અલગ ના કરે.. બંને ની આંખો માંથી પ્રેમ ની ઊર્મિ વહી રહી હતી...

- વિનય મિસ્ત્રી