ઘરવાળી.. Nensi Suchak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘરવાળી..

                        રમેશ ને મહેશ આજ ઘણા દિવસો પછી મળેલા ..આમ તો સાંજે ઓફિસે થી છૂટીને મળવું આ રોજ નો નિયમ હતો ...પણ હમણાં મહેશ ને થોડા દિવસ થી ઓફિસ માં વધારે કામ રહેતું હતું..

            મહેશ ને રમેશ ચા પીતાં હતા ..મહેશ કંઈક ટેન્શન માં લાગતો હતો..રમેશ એ પૂછ્યું શુ થયું છે તને???... મહેશે ત્યાં તો જવાળામુખી ની જેમ આગ ઉગલવાનું શરૂ કરી દીધું,  
"મેં લગ્ન કરી ને જીવન ની સૌથી મોટી ભૂલ કરી છે, યાર..ઓફીસ થી આવ્યો હમણાં કેટલું કામ હોય છે ...એને રાત્રે આટો મારવા જવાનું સુજે છે,થોડી વાર ફોન શુ હાથ માં લીધો ત્યાં તો વરસી પડી મારા પર...મારી પણ કઈ લાઈફ હોય કે નહી"
રમેશ એ શાંતિ થી સાંભળ્યું ને હસવા લાગ્યો....

રમેશ :  વાંક તારો જ છે.....

મહેશ : મારો...કઈ રીતે????

રમેશ : સમજ્જાવું..તારે ઓફીસ નો workload કેટલા  time થી ચાલે છે???

મહેશ : છેલ્લા 2 અઠવાડિયા થી...

રમેશ : તું ખાલી આ 2 અઠવાડિયા ના કામ થી થાકી જાય છે, તારા લગ્ન ને 2 વર્ષ થયા છે..તારા આ ઘરના દરેક કામ ને દરેક વ્યક્તિ ની જરૂરિયાત નું ધ્યાન તારી પત્ની છેલ્લા 2 વર્ષ થી રાખે ..તારા પરિવાર ને જોડી ને રાખે છે ...શું એ નહીં થાકતી હોય??? તેણે ક્યારેય પણ આ બાબતે તને ફરિયાદ કરી છે??

મહેશ : ના.....(તે આ વાત સાંભળી એકદમ શાંત થઈ ગયો હતો)

રમેશ : યાર...ઘરવાળી છે એ તારી ,કોઈ કામવાળી નથી ને !!!! તેના આટલા પરિવાર પ્રત્યે ના ફાળા ના બદલા માં તારો સમય, લાગણી ને હૂંફ માંગે છે ....તું જ કે શુ ખોટું છે આમા!!!!...

મહેશ : યાર...તું સાચું કે છે .....મેં આ કામ ના ટેન્શન માં તેના પર તો ધ્યાન જ ન દીધું.....અરે એ તો ઠીક પણ ...મેં છેલ્લા 2 અઠવાડિયામાં શાંતિ બેસીને વાત કરવી કે તેને સમય આપવાનો પ્રયતન પણ નથી કર્યો...

રમેશ : જો તે આપણા એક વ્યક્તિ ના સહારે ને વિશ્વાસે પોતાનું  ઘર, સરનેમ ,પોતાના શોખ બધું છોડીને આવી જાય છે...તો જીવનસાથી તરીકે આપણી પણ કઇ ફરજ હોય ને!!!!!...

મહેશ : હા...હવે...મેં સમજયા વિચાર્યા વગર તેને કેટલું કહી દીધું...હવે ??????

રમેશ : સાંભળ.....સવારે Good morning સાથે બે મીઠા ને પ્રેમ ભર્યા શબ્દો કે જે તેનો આખો દિવસ સુધારી દે....બપોરે ઓફીસ એ ટિફિન ખોલ ત્યારે એક ફોન કરી ને ...તું જમી કે નઈ?? જમવાનું સરસ બન્યું છે....

          ઓફીસ થી આવ્યા બાદ ક્યારેક સામેથી તેને એમ જ લોન્ગ ડ્રાઈવ પર લઈ જા....મોબાઈલ ની બદલે થોડો time તેને પણ આપ....જીવન ની આજ નાની નાની પળો જ તો સફળ ને સુખી જીવન નો આધાર છે...

મહેશ : હા ...ખરેખર અત્યાર સુધી મારા ને મારા પરિવાર ની ખુશી માટે જ મારી પત્ની જીવી છે...હવે મને તેના પ્રત્યે કોઈ ફરિયાદ નથી....હવે તેને ખુશ રાખવાની જવાબદારી મારી છે......


કદાચ આવી ઘટના આપણે પોતાના કે આસપાસ લોકો ના જીવન માં જોતા હોઈએ છે..કોઈ પણ સબંધ માં સાચા સાબિત થવા ની કોશિશ કરવા કરતાં તો સામેના વ્યક્તિ ની પરિસ્થિતિ સમજવા નો પ્રયત્ન કરીએ તો બંને માટે ન્યાય રહે..

જયારે વાત સબંધ જાળવવા ની હોય ત્યારે એક બીજા ના દ્રષ્ટિકોણ સમજવા અનિવાર્ય છે અને આજ કાલ ના વ્યસ્ત અને આમ તો અસ્તવ્યસ્ત પણ, જીવન માં સૌથી કિંમતી વસ્તુ હોય તો પોતાના નજીકના ઓની લાગણીઓ સમજવા સમય આપવો જરૂરી છે...

આપણે ક્યાંક આ  જીવન ની ભાગદોડ માં એ ભૂલી જઈએ છે કે જીવન રૂપી રથ ભલે આપણો હોય પણ તે જેના સહારે ચાલે એવાં લોકો આ રથ ના પૈડાં છે,જે આ રથ ચલાવવા જરૂરી છે આ પૈડાં વગર રથ ને જીવન નિરાધાર બની જાય છે..