ભવ્યા ભાગ - 2 Tanvi Tandel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 54

    તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આ...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 3

    "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૩)સમીરને એની મમ્મી યાદ આવે છે....

  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

શ્રેણી
શેયર કરો

ભવ્યા ભાગ - 2

(પહેલા ભાગ માં ભવ્યા નું એક્સીડન્ટ થયા બાદ મૃત્યુ પામે છે. અને બીજા જ દિવસે  ફરી ભવ્યા શિવમ ને મળે છે. તેઓ રાતે જમવા જાય છે ને સવારે ફરી મૃત્યુ નું યાદ આવતા એ ગડમથલ માં શિવમ એ રસ્તે ફરી શોધવા જાય છે એ હોટેલ પણ ત્યાં કશું હોતું નથી. ઘરે પરત આશ્ચર્ય માં આવતા શિવમ ના ઘર ની ઘંટડી રણકે છે..હવે આગળ)

     મારા ઘરે મારા મિત્ર કેવિન કે માહિર આવે અને બાજુવાળા મકાનમાલિક આંટી અંકલ સિવાય બીજું કોઈ આવતું નહિ. માનસી ને ભ્વ્યાં કોઈક વાર જ......ઘરેથી કુરિયર સર્વિસ બોય કદાચ હોઈ. હજુ ડોરબેલ રણકતી હતી.   ફરી ભવ્યા નું નામ યાદ આવતા જ ..... 
ધીમેથી જઈ મે બારણુ ખોલ્યુ.
ભવ્યા સામે જ ઊભી હતી. 
મારુ શરીર ફરી પરસેવે રેબઝેબ થઈ રહ્યું. રાત નું સઘળું પલકારામાં યાદ આવી ગયું..
ભવ્યા હસતી હતી. બ્લેક કલર નું હાફ સ્લિવ ટોપ ને સ્કિન ટાઇટ બ્લૂ જિન્સ ,, હમણાજ સ્ટ્રેટ કરેલા હોઈ એવા લાંબા લહેરાતા વાળ ...... માછલી જેવી તગતગતી આંખો.... ખુબ જ સુંદર દેખાઈ રહી હતી મારી ભવ્યા. સુંદરતાનો બેનમૂન નમૂનો જ..  ભ્વ્યાના આ રૂપ પાછળ તો હું પ્રથમ નજરથીજ ઘાયલ હતો.  એક મિનિટમાં જ તેને જોઈ શરીરમાં માદકતા ની લહેર પ્રસરી ગઈ. ભવ્યા હજુ બહાર જ ઊંભી હતી. હુ એકીટશે એને જોઈ રહ્યો. 
મારી આંખોમાં જોઈ - 
અંદર બોલાવીશ કે ઘર બહાર જ ઊંભી રાખવી છે ચોકીદાર પેઠે.
હુ નિશબ્દ બની રહ્યો.  હોટેલ  પ્રકરણ હુ વીસરી ગયો હોઈ એવું લાગ્યું. થોડી યાદ ઝાંખી પડી.
 આ મારા ફોનની બેટરી ડેડ થઈ ગઈ. તે ફોન કર્યા હશે નહિ.. એટલે જ બપોરે મળવાનું કહ્યું તું અને તું કોલેજ પણ ના આવ્યો એટલે સીધી તારા ઘરે જ આવી ગઇ. - બોલતાં બોલતાં જ અંદર આવી ગઈ. 
ભવ્યા ,,  તું ?.   શું બોલવું કંઈ ખબર પડી નહિ. અજંપો , થોડો ભય ... મને ઘેરી વળ્યાં. મારો હાથ ઝાલી તે સીધી મને અંદર ખેંચી લાવી. હુ બારણા પાસે જ ઊભો હતો. 
અરે ,, તારું શરીર....આટલું ગરમ? કપાળ પર હાથ ફેરવતાં બોલી. 
 તને તાવ છે? દવા લીધી? કહ્યું કેમ નહિ.? પ્રશ્નોની ઝડી વરસાવી રહી. 
ના થોડું....
 તરત જ તેના પર્સમાંથી પેરસિતામોલ કાઢી અને સીધી કિચન તરફ ગઈ. હુ એને જોઈ રહ્યો. પાણીનો ગ્લાસ ભરી ને મારી તરફ આપી મને દવા આપી. મે ચૂપચાપ દવા પીધી. થોડું પાણી પીધું . ક્યારનુંય પાણી સુધ્ધાં મે પીધું ન્હોતું. કશું બોલવાની સ્થિતિ માં હું નહોતો. 
 તે કશું ખાધું ? ....અરે નઈ જ બનાવ્યું હોય...નહિ?
હુ બસ નકારમાં માથું ધુણાવી રહ્યો. એ આમતેમ જોઈ રહી. કશું ના દેખાતા મને ગુસ્સાથી તાકી રહી.  એનો ગુસ્સો પણ મને મીઠો લાગતો. એ ગુસ્સે ભરાઈ ત્યારે તેનો ચહેરો થોડી ગુલાબી છાંટ સાથે મને વધુ ઉત્તેજિત કરતો. 
ઘરમાં દૂધ સુધ્ધાં લાવતો નથી , ખાય છે શું...? હુ હમણાં જ આવું કહી બારણા તરફ ગઈ. હુ જોતો જ રહ્યો ....એ બહાર નીકળી ત્યાં સુધી મે અપલક નજરથી નિહાળી એને.
 દવાની થોડી અસર વર્તાઈ છતાં અશકિત હતી. સોફા પરથી ઉઠવાનો પ્રયત્ન કર્યો પણ ઉઠાયું નહિ. હુ ત્યાજ પડી રહ્યો. હજુ તો માંડ પાંચ દસ મિનિટ થઈ હશે ને ફરી ભવ્યા આવી. હાથમાં થોડી થેલી હતી.  કદાચ દૂધ ને કય નાસ્તો લાવી હશે.  કિચનમાં જઈ દૂધ ગરમ કરવા લાગી.  ગરમ દૂધનો પ્યાલો ને ડિશમાં સફરજન  લઈને મારી નજીક આવી. મને અડોઅડ સોફા પર બેઠી.
હુ કઈ બોલું તે પહેલા તો - આટલું પૂરું કર. પછી વાત કરીએ. ભૂખ જેવું તો હતું જ. મે દૂધનો પ્યાલો લેવા હાથ લંબાવ્યા. ધ્રુજતા હાથે પ્યાલો તેના હાથમાંથી લીધો. એનો હાથ અડતાજ અજીબ કંપારી શરીરમાં પ્રવેશી હોઈ એવું હું અનુભવી રહ્યો. થોડી ઝણહનાટી થઈ. વીજળીનો આંચકો લાગ્યો હોય એવું જ કંઇક.
 અરે, શિવમ આવું કેવી રીતે ચાલે? ચાલ... ફટાફટ દૂધ પી લે.હુ તરત જ ઘબરાટ માં જ કદાચ - તેની બીકે દૂધ પી ગયો. થોડું સારું લાગે તો સ્વસ્થ થઈ હુ પેલું એક્સીડન્ટ,, પેલી રાત ની હોટેલ...બધા વિશે ભવ્યાને પૂછવા માંગતો હતો..
 ભવ્યા ... હુ માંડ એનું નામ ઉચ્ચારી શક્યો.
 શિવમ..તારી તબિયત સારી નથી બોલવાનું રહેવા દે.આરામ કર. પછી શાંતિથી વાત કરીશું.
પણ...હુ..... કઈ બોલું પહેલા તો એણે મને રીતસરનો સુવડાવી દીધો. મારા મનની ગડમથલ ઉકેલવી હતી.પણ શું બન્યું ખબર નહિ,, કદાચ ઉજાગરો, દવાનું ઘેન કે માનસિક દ્વંદ્વ યુદ્ધ ... મારી આંખો ઘેરાવા લાગી...હુ ક્યારે ઊંઘી ગયો ખબર જ ના પડી.
આંખો ખુલી ત્યારે આજુબાજુ જોયું. ક્યાંય ભવ્યા દેખાઈ નહિ. 
ભવ્યા............... અરે ક્યાં ગઈ????? 
  ફરી પેલા વિચારો ઘર કરવા લાગ્યા. મોબાઈલ માં જોયું તો રાતના આઠેક વાગ્યા હતા. આખો દિવસ હુ સુઈ રહ્યો હતો.  ઊભો થયો . બાથરૂમ બાજુ જઈ ફ્રેશ થઈ આખું ઘર ચેક કરી લીધું. કિચન પ્લેટફોર્મ પર ઘણું બધું દેખાયું. એક તપેલીમાં  દાળ ભાત સાથે મને ખૂબ પ્રિય એવું પનીરનું શાક અને ડબ્બામાં રોટલીઓ હતી. આ બધું.... હુ વિચારતો રહ્યો.
ફોનમાં મેસેજ ટોન આવ્યો. બ્લિંક થયેલ ફોન ને હાથ માં લીધો. . ભવ્યાનાં મેસેજ હતા.
 ઊઠીને જમી લે જે. તારી મનપસંદ રસોઈ બનાવીને મૂકી છે. દવા ટેબલ પર છે પીજે પાછો. તું ઊંઘમાં હતો એટલે ડિસ્ટર્બ કર્યા વિના નીકળી ગઈ. સી યુ સુન..લવ યુ.
  લાંબો લચ મેસેજ. .મારી ચિંતા એના મેસેજમાં ડોકાતી હતી. મે તરત જ " ફિલિંગ ગુડ..લવ યૂ ફોર એવરી થીંગ..." લખી રિપ્લાઈ કર્યો. 
 ખરી છે આ છોકરી..મે ફટાફટ જમી લીધું.એના હાથોમાં જાદુ હતો. રસોઈ એકદમ એના જેવીજ ટેસ્ટી - સ્વાદિષ્ટ હતી . કેટલું બધું ધરાઈને જમ્યો.  દવાના લીધે શરીર માં આજે સારું લાગ્યું.  કેટલી સેવા કરી મારી એણે. એને કોલ કર્યો પણ બે ત્રણ વાર આખી રીંગ પૂરી થઈ પણ રીસિવ ના કર્યો.  એને મળવા બોલવું કે ઘર જાઉં એવું વિચાર્યું પણ રાતના નવ ઉપર થયા હતા.આટલું મોડું. .ઠીક ન લાગ્યું... કદાચ એને પપ્પા મમ્મી સાથે હશે એટલે માંડી વાળ્યું.  એના મેસેજ ફરી વાંચી રહ્યો.
એનો સ્ક્રીન પર નો ફોટો નિહાળી રહ્યો. યાદોના મોજા ઉછળતા હોઈ , કોઈક યાદ થોડાજ કલાકો પહેલાની એ મારી સેવા કરતી ભવ્યા, ને કોઈ યાદ બે વર્ષ કોલેજમાં સાથે વિતાવેલ પળોની.. સતત ગૂંથાતું રહ્યું બધું. એકબીજા સાથે રહી રહીને સતત એની વાતો મારા માનસપટ પર આકાર લઇ રહી. મારી ભવ્યા.. એની સાથે વિતાવેલ સુખદ..મીઠી મધુરી યાદી હુ વાગોળી રહ્યો. ને સરકી ગયો એની સાથે મારા સ્વપ્ન પ્રદેશમાં - અમારી દુનિયામાં- જ્યાં બસ હુ ને ભવ્યા,, પતિ પત્ની હતા. એ મારા બે બાળકોની માતા, મારી અર્ધાંગિની.. માતા માટે ઑફિસનું ટિફિન બનાવી મને જતા સમયે ચૂંબન થી બાય બાય કરતી. મને એને પ્રેમ માં ભીંજવી મૂકતી.... હુ ઊંઘી ગયો હતો.
બીજા દિવસે તરતજ ભ્વ્યા ના ઘરે જવા તૈયાર થઇ ગયો. એને એક કોલ પણ કર્યો પણ એને ફરી રિસિવ ના કર્યો.  ફરી ડો રબેલ વાગી.  નક્કી ભવ્યા જ હશે.  . મે દરવાજો ઉઘાડ્યો.. હા. મારુ અનુમાન સાચું પડ્યું એ જ હતી. 
  આવ., અંદર આવ. તારા ઘર પાસે તને લેવા જ આવતો હતો.  કોલેજ જઈએ આજે. 
ઓહ હો...ને તેમાં જ હુ ટપકી એમ ને હસતા હસતા બોલી.
 તને કેટલા ફોન કર્યા . રિસિવ   કરાય ને બીકણ. તારા ફોનમાં એ ફીચર્સ નથી લાગતું.  
અરે.. ઘરમાં મમ્મી પપ્પા હોય. એટલે વાત ના થઈ શકી. તને સારું છે ને,? જમ્યો તો રાતે..દવા પીધેલી કે?
હા બાપા હા. હવે મારે આખી જિંદગી આવી સ્વાદ વિનાની રસોઈ ખાવાની ટેવ પડવાની છે તો , તને સહન કરવાની જ ને..! એટલે ખાધી હતી. હુ હસીને બોલ્યો. 
મને ગાલ પર મીઠી ટપલી મારી.ફરી થોડી શરમાઈ.આ એક્સપ્રેસન માં પણ મસ્ત લાગતી મારી ઢીંગલી.
ચાલ હવે મોડું થશે.કોલેજ જઈએ. મે કહ્યુ.
નહિ યાર આજે કોલેજ નથી જવું. ક્યાંક ફરવા જઈએ. માનસી એના કોઈ ફોઈ ના ઘરે ગઈ છે. ચાલ મોકાનો ફાયદો ઊઠાવીએ. બસ આપણે  બે.એ બોલી.
ઓહો.. ભણેશરી ભવ્યામેડમ...સૂરજ કઈ બાજુ ઊગ્યો છે? તમે તો ત્રીજા વર્ષમાં પણ હાજરી સાચવનાર,
હા, પણ હવે ત્રીજા વર્ષમાં તો થોડી મજા કરીએ નહિ તો કોલેજ એમ જ પૂરી થઈ જશે. એમ પણ હવે પરીક્ષાઓ આવશે તેથી હાજરીની બહુ નોંધ ના લેવાય.ચાલ કઈ બાજુ જઈએ? બોલ ને શિવમ, ... હાઈવે તરફ ? હુ કાર લઇને આવી છું.
હાઈવે નું નામ આવતાં જ મારા હોશકોશ ઉડી ગયા. આખા શરીરે પરસેવો થઈ ગયો. 
ના.... હુ જોરથી ચીસ પાડી બોલ્યો. 
શું થયું શિવમ, કેમ.... સારું ચાલ તું કહે ત્યાં, તારી પસંદની જગ્યાએ .બસ.
મારે બધી વાતો કરવી હતી. તેથી પરસેવો લૂછતાં લૂછતાં , હા ગાર્ડન બાજુ નજીકમાં જઈએ. મારે તને ઘણું કહેવાનું છે.
ઓકે. બે મિનિટ આપ .બોલતાં બોલતાં વોશરૂમ બાજુ ગઈ. ત્યાં સુધીમાં હુ પણ પોકેટ ને મોબાઈલ લઈ તૈયાર થઈ ગયો. આજે એણે પર્પલ કુરતી અને વાઇટ પ્લાઝો જેવું કંઇક પહેરેલું હતું.  મસ્ત લાગી રહી હતી. મારુ અંગે અંગ ફરી તેનામાં ખોવાઈ ગયું. 
આ રૂપ માં તેને જોતાજ હુ તેને મેળવવા તરસી રહ્યો.એ મને જોઈ મારી થોડી નજીક આવી. મારા એક ધક્કાએ અમે બન્ને અનાયાસ સોફા પર પડ્યા. એ  મારી ઉપર હતી. તેના છુટ્ટા લહેરાતા ઘટાદાર લાંબા વાળ માંથી સુંદર શેમ્પૂની મ્હેંક આવી રહી હતી.મારા તન બદન માં રોમાંચ પ્રસરી રહ્યો.પ્રેમભર્યો જુસ્સો  વધી રહ્યો હતો. એક અજીબ હૂંફનો અહેસાસ હતો અમારી વચ્ચે. એના હાથ મારા હાથ પર ... એના સ્તન સાથે ઘર્ષણ થયું. ગરમ શ્વાસો શ્વાસ નો સંગમ થયો.આટલી નજદીકી પહેલીજ વાર. હુ સઘળું ભાન ભૂલી ગયો. એણે પણ કોઈ પ્રતિકાર ના કર્યો. હુ ઝડપથી એની ઉપર આવી ગયો. . એક મીઠી આહ સાથે અમારો રોમાંચ પૂર્ણ થયો. પ્રથમ વાર અમે આ રીતે બંધનમાં બંધાયા હતા.  એક અદ્ભુત સમન્વય નો આનંદ.  એની આંખોમાં પરિતૃપ્તિ ના ભાવ ડોકાઈ રહ્યા. 
તું પણ શિવું...
ને અમે બન્ને એ અદભૂત ક્ષણોમાં એકમેકની સાથે સહ શયન માણતા રહ્યાં. સમયની પરવા કર્યા વિના.
થોડીક ક્ષણો બાદ... એ ઉઠી. ચાલ હવે બહુ મોડું થયું. ભૂખ લાગી છે. શરમાળ ચહેરે બોલી. 
હા, ચાલ ..નજીકમાં ક્યાંક જમી આવીએ. અમે બન્ને ફ્રેશ થઈ જમવા નીકળ્યા. અમે એક હોટેલ માં જમવા બેઠા. ત્યાંનો સ્ટાફ મને વિચિત્ર રીતે જોઈ રહ્યો. પણ મારા દિલોદિમાગ માં નશો હતો.. એક કૈફ... ભવ્યાને તૃપ્ત કર્યાનો. ને મને પણ એ ક્ષણ ખુબ ગમેલી.  અમે બન્ને ખાસ કરીને હું એમાં જ મગ્ન હતો.  ત્યાં અમે બન્ને એ અમારું ફેવરિટ ફૂડ ઢોસા ને ચાઈનીઝ ખાધું. લંચ પતાવી અમે બન્ને ઘરે જવા નીકળ્યા. ભવ્યા કાર ચલાવી રહી હતી. 
શિવું...હુ તને કઈ કહેવા માંગુ છું. હુ હમેશા તારી બનવા માંગતી હતી. હમેશા મારી સાથે રહેજે હો. મને ક્યારેય ભૂલતો નહિ. આટલું બોલતા બોલતા તો તેનો ચહેરો રડવા જેવી થઈ ગયો. હો એની આંખો માં આંસુ સરતું જોઈ શક્યો.
કેમ આવું બોલે છે ભવ્યા.? હુ તારો જ છું તને શું  કરવા ભૂલું?  અને તું ભૂલવા દે એવી કય ચીજ છે. 
અમે વાતો કરતા હતા. બે મિનિટ ના અંતરે જ મારુ ઘર હતું. એ મને જોઈ રહી એક અજીબ નજરે.એવામાં જ સામે છેડે એક ટ્રક આવી ને અચાનક આવેલી ટ્રક જોઈ એમને બંને ગભરાયા. એનું બેલેન્સ ના રહ્યું...ને ... ગમખ્વાર અકસ્માત સર્જાયો.
મને કઈ ખબર પડી નહિ. હુ બેભાન જ હતો. થોડીવાર પછી મારી આંખો ખુલી ત્યારે હુ ઘરમાં હતો. મારા મમ્મી પપ્પા અને હા માંડી એનો ભાઈ બધા મારી પાસે ઉભા હતા. 
બેટા... કેવું છે તને? સારું લાગે છે.?
હુ.... મમ્મી તમે...અહીંયા ક્યારે?... અને ભવ્યા કયા છે? એણે કેવું છે?
 હુ બૂમો પાડી રહ્યો પણ કોઈ કશું બોલ્યું નહી.  ભવ્યાને વાગ્યું નથી ને, ક્યાં છે? માનસી પણ ઊભી રહી પણ કશું બોલી નહિ. 
અરે શિવમ, તું શું બોલે છે? ને શું કરતો હતો રસ્તા વચ્ચે બાઈક લઈને?  તું વાહન ની અડફેટે આવી ગયેલો પણ તને વાગ્યું ન્હોતું. ચમત્કારિક રીતે એકેય ઇજા પહોંચી નથી. સામેની હોટેલ વાળો પણ કહેતો હતો કે અજીબ વર્તન કરેલું ત્યાં. રોડ પર એક્સીડન્ટ થયું ત્યારે પછી પણ તું બેભાન રહ્યો ને છેક આજે આઠ દિવસ પછી તું ભાન  માં આવ્યો છું.  અને ભવ્યા તો.... માનસી રડી પડી. 
અરે પણ હુ તો ભ્વ્યાની સાથે કારમાં .......
હુ ફટાફટ ઉભો થયો. દોડતો જ એના ઘરે જવા નીકળ્યો. આવી હાલતમાં મને એકલો દોડતો જોઈ માનસી અને એ નો ભાઈ પણ મારી પાછળ આવ્યા. હુ ઘરના જ કપડામાં એના ઘરે પહોંચ્યો. મે ક્યારેય એના ઘરમાં પ્રવેશ કર્યો નહોતો. છતાં આજે અજીબ સ્ફૂર્તિ આવી. અંદર દાખલ થતા જ જોયું ભવ્યાનિ મમ્મી શ્વેત વસ્ત્રો પહેરી એક ખૂણે બેસી રહ્યા હતા. થોડા નજીકનાં સંબંધીઓ સાથે બેઠા હતા. મને આશ્ચર્ય ભરી નજરે સૌ તાકી રહ્યા. 
મારી સામે એ જ નિર્દોષ હાસ્યથી... પેલા જ જાંબુડિયા રંગના ટોપમાં સજજ ભવ્યા ની તસ્વીર હતી. અને તેના પર સુખડ ના ફૂલોનો હાર...
હુ હતભ્રત બની જોઈ રહ્યો. કાપો તો લોહી ન નીકળે તેવી મારી સ્થિતિ હતી. તેના પપ્પા મારી પાસે આવી મને કંઇક પૂછી રહ્યા હતા. માનસીએ તેમને મારી ઓળખ આપી.  એમની આંખોમાં ઝળહળિયા થઈ ગયા. ભવ્યા ની મમ્મી ફરી ચોધાર આંસુડે રડી રહી.
મે ભવ્યા ને મારી મુલાકાત, એ એક્સીડન્ટ, એ મારા ઘરે ડિનર સઘળી વાતો કહી. બધા વિસ્ફારિત નેત્રે મને તાકી રહ્યા.  ભવ્યા ના મૃત્યુ પામ્યા ને આજે બાર દિવસ થઇ ગયા હતા. .. ને હું.. .. તેની....આત્મા...રહ....સાથે
ભવ્યા.... 
હુ જમીન પર ફસડાઈ પડ્યો. મને પામવા, મને સાચવવા ને મને જોઈ લેવા આખરી વાર... ભવ્યા... ભવ્યા ની બૂમો પાડી એને બોલાવતો રહ્યો... કદાચ મારી પાસે પાછી ફરે... ને ત્યાજ મારા શ્વાસે પણ ફરી આવવાનો શિરસ્તો છોડી દીધો.
કોઈ થપ્પો આપીને એવે ખૂણે સંતાઈ ગ્યું
હુ શોધું જિંદગીભર તોય ના શોધી શકું.(- ચંદ્રેશ નારાજ.) 
     - પૂર્ણ..  - તન્વી કે ટંડેલ.