જવાબ Brijesh Shanischara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

શ્રેણી
શેયર કરો

જવાબ

           

                                જવાબ
**********************************************
                          

           નેહલ ... , બેટા કયાર થી હું જોઈ રહી છું. તું સતત વાંચ્યા કરે છે, આમ સતત વાંચવા થી એક તો તારી આંખો ખેંચાસે અને તારી તબિયત બગડસે ઈ અલગ. તુ એક કામ કર થોડી વાર નિશા ને ત્યાં જઈ આવ તને થોડું ફ્રેંસ લાગશે.

            જ્યોતિબેન દિકરી ને સમજાવતા હતાં ત્યાંજ..માઁ દિકરી શુ વાત કરી રહ્યાં છો મારા વિશે , લ્યો  નામ લીધુ ને સેતાન હાજર...નેહલ એ મજાક મા કહ્યુ. સો વર્ષ ની ઉમર છે તારી જ્યોતિબેને નિશા ને કહ્યુ. હા ઈ તો છે જ ચાલ ને નેહલ ક્યાંક થોડી વાર માટે ફરી આવીએ, 
હુ તો કયાર ની કહુ છું પણ આ માને તો ને જ્યોતિબેને અકળાઈ ને કહ્યુ.

             ઠીક છે હવે એક માથી તમે બે થયા એટલે મારે નમતું જોખવુંજ પડશે.નિશા બોલી આંટી અમે જઇએ છીએ લેટ્સ ગો આજે આપણે સરદાર પાર્ક મા જઈએ ત્યાં રીનોવેશન થઈ ગયુ છે , શુ નવું ફેરફાર થયુ છે એ પણ જોઇ આવીએ. નેહલ એક મિનીટ હુ બુક લઇ લઉ , ત્યાં મજા આવશે તો એક નજર બુક પર મારીલઈશ .ઠીક છે બીજુ શુ.
             
             આજે રવિવાર છે એટલે પાર્ક માં ઘણા લોકો છે. ચાલ આપણે ત્યાં બેસીએ અને
બન્ને બહેનપણી ઓ ઍક બેન્ચ પર બેઠી. બેસતા ની સાથે જ નેહલ એ બુક કાઢી ને વાંચવા લાગી . આપણે અહી ફ્રેંસ થવા આવ્યાં છીયે નિશા બોલી. હા પણ મારૂ રીવીજન બાકી છે ઍક નજર મારી લઉ.
           
            બરોબર એમની સામે ની ખુરસી માં લગભગ એમનીજ ઉંમર નો એક યુવાન બેઠો હતો.એ યુવાન ગણી વાર થી નેહલ ને જોઇ રહ્યો હતો . નિશા નું ધ્યાન એ યુવાન પર ગયુ તેણે એની બાજુ માં બેઠેલી  નેહલ ને કહ્યુ તારું ધ્યાન ક્યાં છે પેલો નકામો કયાર નો તને ગુરી  ગુરી જોઇ રહયો છે . હુ તારી જગ્યાએ હોત તો એને ખખડાવી નાખું.

          આ સાંભળી ને નેહલ ગુસ્સા થી લાલ પીળી થઈ જાય છે . નેહલ ઊભી થઈ ને એ યુવાન પાસે ગઇ અને બોલી કયાર નો મને જોઇ રહ્યો છે.તારા ઘર મા માઁ બહેંન નથી .યુવાને જે જવાબ આપ્યો એ જાણી ને તમે ચોકિ જશો .

          યુવાન એ કીધું માઁ તો હૂં પાંચ વર્ષ નો હતો ત્યારે ગુજરી ગઇ . મારી મોટી બહેંન નાં હાથે જ મારો ઉછેર થયો છે . મારા માટે ઇજ માઁ હતી .હજુ એનાં લગ્ન ને એક વર્ષ પણ નહોતું થયું ત્યાં મારી બહેંન અને બનેવી નું અકસ્માત થયુ અને બન્ને નું ત્યાંજ મૃત્યુ થયું . મારા પિતા ને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેં આગાત નાં લીધે તેઓ લકવાગ્રસ્ત થઈ ગયા .
    
           અને પછી એનાં લીધે તેંઓ ની નોકરી પણ જતી રહી . પછી ઘર ખર્ચ પુરુ પાડવા મે ભણવાનું છોડી દીધુ અને નોકરી શોધી કામે લાગી ગયો .

          જ્યારે ખૂબ હતાસ થઈ જાઉં ત્યારે આ બગીચા મા મન હળવો કરવા આવી જાઉં છું. આજે તમને જોયા તો મને મારી મોટા બહેંન ની યાદ આવી એમનો ચહેરો અને આપ નો ચહેરો ગણી હદ સુધી મળતો આવે છે . જુવો આ રહી મારા મોટા બહેંની તસ્વીર એમ કહી એ યુવાને નેહલ અને નિશા ને પોતાના મોબાઈલ મા રહેલી તસ્વીર દેખાડી . 

          તસ્વીર ને જોઇને એ બન્ને અવાક થઈ ગઈ . ખરેખર એ તસ્વીર ગણી હદ સુધી નેહલ નાં ચહેરા સાથે મળતી આવતી હતી. બસ કોઇ પોતા નું જાણે મળી ગયુ હોય એવી લાગણી થઈ. એટલે ન ચાહતા પણ તમને જોતો રહ્યો મને માફ કરશો . 

          એ યુવાન ત્યાંથી જતો રહ્યો અને નેહલ અને નિશા ની ભીની આંખો કેટલી
વાર સુધી એ યુવાન ને જતા જોતી રહી .

                        * * * *
© રવિ ખત્રી ...