The Author Dp, pratik અનુસરો Current Read મેરા દોસ્ત ગણેશ By Dp, pratik ગુજરાતી બાળ વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 51 નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું... હું અને મારા અહસાસ - 108 બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્... પ્રેમ થાય કે કરાય? ભાગ - 20 પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માન... સમસ્યા અને સમાધાન ઘણા સમય પહેલા એક મહાન સિદ્ધપુરુષ હિમાલયની પહાડીઓમાં ખુબ... ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 3 નંદા : હંમેશા ગુમનામ જ રહી જ્યારે પણ હિન્દી સિનેમાની અભિનેત્... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો મેરા દોસ્ત ગણેશ (8) 1.1k 3.7k 1 #MDG ચિંટુ.....ચિંટુ.....અરે આ છોકરો બહુ તોફાની છે, શું કરવું મારે આનું....? મિત્તલ બેન,એક પાંચ સભ્ય વાળા પરિવાર માં રહેતા,મિત્તલ બેન તેમના પતિ રાજેશ ભાઈ,અને ત્રણ સંતાન,તેમાં ચિંટુ સહુ થી નાનો, પાંચ વર્ષ નો તોફાની બાળક,હતો પણ બધા એને પ્રેમ કરતા,ચિંટુ પ્રથમ વર્ષ માં શાળા એ જતો હતો, એવા માં ગણેશ ચતુર્થી નો સમય,રસ્તા માં ખુબ ભીડ ભાળ, ઢોલ નગારા ના સ્વર થી ગણેશ જી નું આગમન,થતું જોઈ ને ચિંટુ,આનંદિત થતો.સંગીત ની ધૂન સાંભળતા સાંભળતા,શાળા એ પહોંચ્યો,શાળા માં પણ જ્ઞાન લેવાની જગ્યા એ,બસ પોતાની ધૂન માં રહ્યો.સાંજે ઘરે પાછો ફર્યો,અને સીધો મમ્મી ના ખોળા માં જઇ ને બેસી ગયો,અને ગણેશ ચતુર્થી નું મહત્વ મિત્તલ બેન ને પૂછવા લાગ્યો,કથા ની શરૂઆત કરી અને ચિંંટુ, વાર્તા માં મગ્ન થઇ ગયો, અને સમય વધી ગયો ને ચિંટુ મમ્મી ના ખોળા માં જ સુઈ ગયો,ઊંઘ માં જાણે એને ખુદ ગણેશજી મળ્યા હોઈ એમ,ચિંટુ વાતો કરવા લાગ્યો,મિત્તલ બેન પણ આ દ્રશ્ય જોઈ ને,મનોમન હસવા લાગ્યા,ને ચિંટુ ની વાતો સાંભળવા,લાગ્યા,મિત્તલ બેન ને થયું હવે મારો ચિંતુંડો ભક્તિ મય બની ગયો લાગે છે,અને મનોમન્થન કરવા લાગ્યા,કે આને અચાનક જ કેમ આવું સુજ્યું હશે,પણ જે હોય તે મારો દીકરો,સારા વિચાર માં જ રસ લેઇ છે એનો મને આનંદ છે, મિત્તલ બેન વિચારતા હતા કે,તરત જ ચિંટુ ની આખો ખુલી ગઈ અને ચારે તરફ,જોવા લાગ્યો,અને બોલવા લાગ્યો,ગણેશ...ગણેશ..ક્યાં ગયા મિત્ર..ચિંટુ ની બોલી સાંભળી,મિત્તલ બેન પણ,અસચર્ય માં આવી ગયા,અને કહ્યું,ચિંટુ....એ ચિંટુ શું થયું,ભાઈ,?ઊંઘ માં છે શું,? ક્યાં છે ગણેશ...?મમ્મી આયા જ છે એને મારી સાથે ઘણી બધી વાતો કરી,ને મને તેનો દોસ્ત પણ બનાવ્યો,ચિંટુ ની વાતો થી મિત્તલ બેન મંદ મંદ હાસ્ય ઉપજાવવા લાગ્યા,અને કહ્યું અરે,ચિંટુ..બેટા તે સપનું જોયું હશે ઊંઘ માં આવું થાય,પણ ચિંટુ એક નો બે નો થાય,બસ ગણેશ ગણેશ ગણેશ જ કરવા,લાગ્યો હવે તો મિત્તલ બેન પણ ચિંટુ ની વાત માં ,searius થઇ ગયા હતા,હવે ચિંટુ એ ગણેશ,મળવા ની જીદ પકડી લીધી,અને મિત્તલ બેને ચિંટુ ના પપ્પા ને વાત,કરી.અરે સાંભળો છો,રાજેશ ભાઈ જમતા જમતા,હા બોલ,શું વાત છે? મિત્તલ બેન ની વાત સાંભળી ને રાજેશ ભાઈ પણ હસવા લાગ્યા,અને કહ્યું અરે ચિંટુ તો બાળક છે,એને જે જોયું એજ ઊંઘ માં react કર્યું તું શાને ચિંતા કરે છે,બે ચાર દિવસ જવા દે,એ પછી ભૂલી જશે.કહી ને રાજેશ ભાઈએ જમવા નું પતાવી દીધું.અને હાથ મો ધોયા ઉભા થઇ ગયા.પણ મિત્તલ બેન તો ત્યાંના ત્યાં જ બેસી ને ચિંટુ ની વાત માં ખોવાઈ ગયા,! રાજેશ ભાઈ એ મિત્તલ બેન ના સોલ્ડર પર હાથ મૂકી ને કહ્યું,અરે તું ક્યાં ખોવાય ગઈ ચાલ હવે,સુવા ની તૈયારી કર,મિત્તલ બેન ઉભા થઇ ને રસોડા માં જઇ ને સાફ સફાઈ કરી ને,બેડરૂમ માં ગયા,અને સુવા ની તૈયારી કરી,પણ મન તો ચિંટુ ની વાત માં જ હતું,આ દ્રસ્ય જોઈ,ને રાજેશ ભાઈ એ કહ્યું મિત્તલ,....ચાલતો ચિંટુ ના બેડરૂમ માં,મિત્તલ બેન કશું કહ્યા વગર,બસ રાજેશ ભાઈ સાથે,ચિંટુ ના બેડરૂમ માં ગયા,ચિંટુ અને તેના મોટા ભાઈ બેન,મિત્તલ બેન ના બીજા બે મોટા સંતાન સાથે સૂતો હતો.રાજેશભાઇ,ચિંટુ ના મોઢા બાજુ જઈ ને બેસી ગયા,મિત્તલ બેન,તેમની સામે,બન્ને એક બીજા ની સામે જોયા કરે રાજેશ ભાઈ જે ચિંટુ ના માથે,હાથ ફેરવ્યો ચિંટુ બોલવા લાગ્યો,અરે ગણેશ,...તું આવી ગયો,??ક્યાં ગયો હતો તું.?હું કયાર નો અહીં બેઠો બેઠો તારી વાત જોઉં છું,ચિંટુ ની વાત સાંભળી ને રાજેશ ભાઈ ને પણ,ભરોષો આવી ગયો હતો કે,સાચ્ચું મારા ચિંટુ ને ગણેશ જી ના દર્શન થયા લાગે છે,રાજેશ ભાઈ ઉભા થઇ ને મિત્તલ બેન ને કહ્યું ચલો હવે જઇ એ સુવા,બાકી વાત કાલ કરશું,બન્ને જણા એમના રૂમ માં ગયા,અને સુઈ ગયા,સવાર પડી,ને મિત્તલ બેન સહુથી પહેલા ઉઠે અને બધા માટે ચા નાસ્તો બનાવે અને છેલ્લે ચિંટુ ઉઠે,પણ આજ તો મિત્તલ બેન જેવા,ઉઠી ને બહાર આવ્યા,ને જોયું તું,સ્તંભીત થઇ ગયા,કેમ કે તેમનો નટખટ ચિંટુ,સહુ થી પહેલા ઉઠી ગયો હતો,ને ઘર ની બાલ્કની માં હાથ માં માટી લઇ ને કશુંક બનાવતો હતો,મિત્તલ બેન દોડી ને રૂમ માં ગયા અને રાજેશ ભાઈ ને જગાવી લાવ્યા,આ દ્રસ્ય રાજેશ ભાઈએ જોયું,અને તેમની આંખો માંથી ઊંઘ ઉડી ગઈ ને,મિત્તલ બેન ની સામે જોવા લાગ્યા,પછી સીધા ચિંટુ પાસે ગયા,અને બોલ્યા,અરે ભાઈ તોફાની,...આ શું કરી રહ્યો છે લ્યા,..? પપ્પા ની સામે જોઈ ને ચિંટુ બોલ્યો,જોતા નથી હું ગણેશ ની મૂર્તિ બનાવું છું,આટલું ય તમને દેખાતું નથી..? ચિંટુ ના લાડક્યા શબ્દો સાંભળી રાજેશ ભાઈ ખુશ થઇ ગયા,ને બોલ્યા,હા બાપા,હા' દેખાણું હો....રાજેશ ભાઈ એ નીચે બેસી ને. ચિંટુ ને ખોળા માં લીધો,અને તેને ચુમતા રહ્યા અને કહેતા રહ્યાં,પણ આ બધું તને કોને કહ્યું,?? ત્યારે ચિંટુ ફરી પાછો તેમની સામે જોઈ ને લાડ માં બોલ્યો,અરે......મારા મિત્ર એ મને કહ્યું કે તું સવારે વેલો ઉઠજે ને આવું કામ કરજે ! સામે હળવા સ્વર માં રાજેશ ભાઈ એ કહ્યું,આ.તારા...ક્યાં મિત્ર એ તને કહ્યું,કરવા નું..? ત્યારે ચિંટુ એ એક જ શબ્દ માં કહ્યું ગણેશે કહ્યું બીજા કોણે કહ્યું હોઈ, રાજેશ ભાઈ એ ચિંટુ ને ખોળા માંથી ઉતારી ને ઉભા થઇ ગયા અને મિત્તલ બેન સાથે સંવાદ કરવા લાગ્યા, મિત્તલ,મિત્તલ,આપણો આપણો ચિંટુ તો ભગત બની ગયો,યાર,મિત્તલ બેન પણ રાજેશ ભાઈ ની વાતો થી હરખાઈ ગયા,ચિંટુ નો ગણેશ પ્રત્યે પ્રેમ જોઈ ને ખુબ આનંદિત થયા અને મનોમન વિચાર કરવા લાગ્યા આટલા નાના બાળક માં આટલી શ્રદ્ધા,ખુબ મોટી વાત છે,બે હાથ જોડી ને મિત્તલ બેન ગણેશ જી નું સમરણ કરવા લાગ્યા ને કહ્યું હે....પ્રભુ મારા ચિંટુ ને ખુબ જ્ઞાન અને જીવન માં દરેક મુશ્કેલી માંથી ઉગાર જો, ચિંટુ ગણેશ ની મૂર્તિ બનાવવા માં મશગુલ,મિત્તલ બેને રાજેશ ભાઈ ને ઓફીસ જવા માટે ની તૈયારી કરી આપી ને રાજેશ ભાઈ કામ પર જતા રહ્યા,મિત્તલ બેન ઘર કામ માં વળગી ગયા અને ચિંટુ ના મોટા બેય ભાઈ બેન ચિંટુ ની મદદ,કરવા આવી ગયા,અંતે ચિંટુ એ ગણેશજી ની મૂર્તિ બનાવી નાખી,ખુબ અદભુત રીતે,બનાવેલી મૂર્તિ,જાણે ખુદ ગણેશજી આવી ગયા હોઈ એવો અહેસાસ ઘર ના બધા સભ્યો ને થવા લાગ્યો મિત્તલ બેન પણ મૂર્તિ જોઈ ને હરખાઈ ગયા.હતા અને રાજેશ ભાઈ ને ફોન પર વાત કરી ને ફોટો સેન્ડ કરી દીધો હતો, ગણેશ ની ભક્તિ માં લિન ચિંટુ દિવસ ભર ગણેશ ની મૂર્તિ સાથે રહેતો અને તેની સાથે વાત કરતો રમતો,.મસ્તી કરતો જાણે કે સામે મૂર્તિ નહીં પણ ખુદ ગણેશ જ હોઈ,ચિંટુ દિવસ માં ગણેશ માટે ભાત ભાત ના ભોજન બનાવડાવે,મિત્તલ બેન પણ ચિંટુ ની વાત નો ઇન્કાર ના કરતા,ચિંટુ જે માંગે એ આપતા, ખુબ હૃદય થી ચિંટુ ગણેશ ની પૂજા કરતો,એક દિવસ બે દિવસ એમ ચાર દિવસ થઈ ગયા,ચિંટુ શાળા એ જવાનું નામ ના લ્યે,પણ આજ તો મિત્તલ બેન તેને મનાવી ને શાળા એ મોકલ્યો પણ,હહાહા.ગણેશ ની મૂર્તિ તો એની હારે ને હારે જ જ્યાં જાય ત્યાં ચિંટુ ગણેશ ને સાથે લેતો જાય ખુબ બાળ ભક્તિ નો રસ તો કોઈ ચિંટુ પાસે થી શીખે,ચિંટુ સાંજે પાછો શાળા થી ફર્યો અને,રસ્તા માં માર્કેટ આવવા થી ગણેશ માટે વસ્તુ ખરીદી લેતો,અને એ પણ ગણેશ ની મૂર્તિ ને પૂછી ને જ, હાહાહાહા દુકાન દાર પણ ચિંટુ ની ગણેશ ભક્તિ જોઈ ને ભેટ સ્વરૂપ માં સામાન આપી દેતા,ચિંટુ હસતા હસતા લઇ લેતો,નાચતો કૂદતો ઘરે આવતો,ગણેશ ચતુર્થી ના પાંચ માં દિવસે ચિંટુ ઘર ની બહાર ગણેશ ને લઇ ને રમવા નીકળ્યો, ચિંટુ ની ઉંમર ના અને તેનાથી મોટી ઉંમર ના બાળકો તેની હાંસી ઉડાવવા લાગયા, ચિંટુ ને ગુસ્સો આવ્યો અને એક નું માથું ફોડી નાખ્યું, આ જોઈ મિત્તલ બેન પણ બહાર આવ્યા ને ચિંટુ ને વઢવા લાગ્યા ને ચિંટુ એ કહ્યું,મમ્મી પેલા એને મારી મસ્તી કરી મારા દોસ્ત ગણેશ વિષે બોલ્યો એટલે મેં એને માર્યું,મિત્તલ બેને એ બાળક ને હાથ માં ચોકલેટ આપી ને તેને માથે દવા લગાવી ને તેના ઘર સુધી મૂકી આવ્યા,અને માફી માંગી લીધી ને ઘરે પાછા,આવી ગયા,અને ચિંટુ ને સમજાવવા લાગ્યા,ને કહ્યું ચિંટુ બેટા આવી રીતે કોઈ ના પર હાથ ના ઉઠાવી લેવાઈ જોયું ને તે? એના કપાળ પર કેવી ચોટ આવી? એની જગ્યા એ તને માર્યું હોત તો તને કેવું દુઃખ લાગત,પણ ચિંટુ તો ચિંટુ વાત સાંભળવા ને બદલે હસવા લાગ્યો,મિત્તલ બેને કહ્યું કેમ હશે છે,?? ત્યાં ચિંટુ બોલ્યો મને કોઈ મારે જ નહીં મારી સાથે મારો મિત્ર ગણેશ જો છે,મિત્તલ બેને ચિંટુ ની વાત સાંભળી ને તેના માથે હાથ મૂકી ને કહ્યું હા,ભઈ તારો મિત્ર ગણેશ બસ,....ચાલ હવે જમવું નથી તારે??? મમ્મી ની વાત માની ને ચિંટુ જમવા માટે ફ્રેસ થઇ ને આવ્યો અને સાથે ગણેશ ને પણ તૈયાર કરી આવ્યો,.હહાહા બાળક તો બાળક જ કેવાય,ખુદ બિનુ ઈશ્વર રૂપ. આજ શ્રી ગણેશ જી નો સાતમો દિવસ હતો,દિવસ માં ચિંટુ શાળા જય ને આવ્યો.રાત્રે આઠ વાગયા ના સુમારે, ચિંટુ ગણેશ ની પૂજા કરવા ની તૈયાર તેના મમ્મી પાસે કરાવી લીધી,ઘર ના બધાજ ભેગા મળી ને ગણેશ જી ની આરતી કરી, પણ ચિંટુ સહુ થી અલગ જ ગણેશ ની મસ્તી માં ભક્તિ માં ચૂર બે આંખ બંધ બે હાથ જોડી ને આખી આરતી મોઢે ગાતો તેની સાથે બધા ગાતા, આરતી પુરી થયા પછી ચિંટુ ગણેશ ને ભોજન કરાવતો અને પોતે પણ જમતો, એ દિવસે તારે અઢી વાગ્યા ના ગાળા માં જાણે શું થયું કે ચિંટુ વોમેટિન કરવા લાગ્યો,અને તેના ભાઈ બહેન એ જોઈ ને મમ્મી પાપા ને બોલાવી લાવ્યા,મિત્તલ બેન અને રાજેશ ભાઈ બન્ને દોળી ને આવ્યા અને ચિંટુ ને સીધો હોસ્પિટલ લઇ ગયા, હોસ્પિટલ માં ચિંટુ ની સારવાર થવા લાગી,તેના રિપોર્ટ કરાવ્યા,મિતલબેન ને રાજેશ ભાઈ ખુબ ચિંતા માં હતા,બીજા દિવસે ચિંટુ ના રિપોર્ટ આવ્યા રિપોર્ટ માં ચિંતા જનક વાત હતી,ડૉક્ટરે રાજેશ ભાઈ ને વાત કરી,ને કહ્યું કે તમારા દીકરા ને,brain tumour, છે એક સપ્તાહ માં ઓપરેશન કરવું પડશે ,ઓપરેશન બહુ જોખમી છે પણ અશક્ય નથી તમે,પેપર્સ sighn કરી આપો તો તૈયારી કરાવી દઈએ,રાજેશ.ભાઈ ખુબ ચિંતા માં આવી ગયા હતા અને મિત્તલબેન ને વાત કરી,મિત્તલ બેન વાત સાંભળી ને રડવા લાગ્યા,અને મનોમન ગણેશ ને ઠપકો આપવા લાગ્યા,અને કહ્યું આ માટે મારા ચિંટુ એ તને મિત્ર બનાવયો હતો, એની આ હાલત નો જિમ્મેદાર માત્ર ને માત્ર તુજ છે, મિત્તલ બેને ખુબ બધી દુહાઈ ગણેશ ને આપી,પણ રાજેશ ભાઈ એ કહ્યું મિત્તલ એ બધું છોડ હવે આપણે શું કરવું છે એ વિચાર,ત્યારે મિત્તલ બેને કટાસ ભર્યા શબ્દો માં બોલ્યા,શું ? શું કરવું છે આપણે કઈ નથી કરવું જે કરવું હશે ચિંટુ નો મિત્ર કરશે એ જ એનો મિત્ર બન્યો હતો તો હવે એજ એને,બચાવશે,એય ગણેશા,સામ્ભળ શ ને તું???તારા મોટા મોટા કાન માં જગા તો છે ને?? સાંભળવા ની કે બેરો થઇ ગયો,છે? મિત્તલ બેન રડતા રડતા ઘણું બધું બોલી ગયા હતા, રાજેશ ભાઈ એ મિત્તલ બેન સામે ન જોતા ઓપરેશન ના પેપર પર હસ્તાક્ષર કરી દીધા ડૉક્ટરે ઓપરેશન ની તૈયારી કરાવી.વિદેશ થી ડૉક્ટર બોલાવ્યા,અને ઓપરેશન ની તારીખ આવી ગઈ એટલા માં શ્રી ગણેશ ચતુર્થી પણ દસ દિવસ પુરા કરી ને વિષર્જન થઇ ગઈ હતી, ડોક્ટર ટીમ ચિંટુ ને ઓપરેશન રૂમ માં લઇ ગયા,ચિંટુ ને રૂમ માં લઇ જતા પહેલા મિતલબેનએ ચિંટુ ના માથે હાથ મુક્યો ,અને રડતા રડતા ચૂમવા લાગ્યા રાજશે ભાઈ એ મિતલબેન ને રોક્યા અને ચિંટુ ને ઓપરેશન રૂમ માં લઇ ગયાં. અંદર રૂમ માં ઓપરેશન ની શરૂઆત થઇ ગઈ ,નર્સ વોર્ડ બોય,વારંવાર અંદર બહાર, આવતા જતા અને મિત્તલ બેન ચિંતા વ્યક્ત કરતા,અચાનક મિત્તલ બેન દોળી ને હોસ્પિટલ થી ઘરે આવી ગયા અને ગણેશ ની મૂર્તિ સામે બેસી ગયા અને ફરી પાછા અપશબ્દો બોલવા લાગ્યા ને માથું પછાડવા લાગ્યા એ જોઈ ને મિત્તલ બેન ના મોટા બન્ને બાળકો તેમને રોકી લીધા અને બાથ ભરી ગયા મિત્તલ બેને પણ બન્ને ને બાથ ભરી ને રડતા રહ્યા,ત્યાં હોસ્પિટલ માં રાજેશ ભાઈ એકલા ઓપરેશન success થવા ની પ્રાર્થના કરી રહ્યા હતા,અંદર ઓપરેશન ચાલુ હતું ચાર થી પાંચ ડૉક્ટર ની ટીમ તો હતી જ પણ એમાં એક ડૉક્ટર વધારે હતો જેની જાણ બીજા ડોક્ટરો ને ન હતી,પણ ઓપરેશન નો સમય હતો એટલે બધા ડૉક્ટર પોતાની ફરજ બજાવતા રહ્યા,છ કલાક ના ઓપરેશન બાદ બધા ડૉક્ટર બહારર આવ્યા,પણ એ ડૉક્ટર બહારર ના આવ્યા જે,વધારે ના હતા,જે ડૉક્ટર ની ટીમ હતી એ છટ્ટા ડૉક્ટર ની બહાર ઉભા રહી ને રાહ જોયા કરે અને અંદરો અંદર વાત કરે કે એ કોણ હતું આપણે તો એમને બોલવ્યા ન હતા,ડૉક્ટર ની ટિમ જોઈ રાજેશ ભાઈ,તેમની પાસે ગયા,અને કહ્યું ડોકટર સર,મારો દીકરો સુરક્ષિત છે ને,બધા ડોક્ટરે કહ્યું હા,તમારો દીકરો નોર્મલ થઇ ગયો છે, પણ રાજેશભાઇ હજુ સંતુષ્ટ ના હતા,કારણ કે ડોક્ટરો ના ચહેરા પર,ઓપરેશન સફળ નો ભાવ નહતો વર્તાતો,એટલે ફરી થી પૂછ્યું,ફરી સામે થી એજ સાંભળવા મળ્યું હા ભાઈ,તમારો ચિંટુ સુરક્ષિત છે, આ સાંભળી રાજેશ ભાઈ એ કહ્યું પણ તમારા લોકો ના ચહેરા પરેશાની દરસાવે છે,શું વાત છે,? ત્યારે એક ડોક્ટરે કહ્યું કે અમે પાંચ ડૉક્ટર ની ટીમ હતા,પણ ત્યાં એક બીજા ડૉક્ટર પણ હતા જે અમારી જાણ બહાર,હતા,અને ઓપરેશન ની સફળતા,એમના દ્વારા થી જ થઇ છે,જેનો અમને,ખુબ મોટો શોક લાગ્યો છે,પણ એ અંદર થી બહાર કેમ નથી આવતા,? એક ડૉક્ટર ઓપરેશન રૂમ માં ફરીથી ગયા,પણ ત્યાં કોઈ ન હતું,રાજેશભાઇ એ હસતા કહ્યું ડૉક્ટર સાહેબ રહેવાદો ચિંતા ના કરો,તમને કોઈ નહીં,મળે એતો મારા ચિંટુ નો દોસ્ત હતો,જે પોતાના દોસ્ત ની મદદ કરી ગયો,અને તમે જોતા રહીગ્યા,રાજેશ ભાઈ એ ઘરે ફોન કરી ને કહ્યું મિત્તલ ઓપરેશન સફળ રહ્યું ગણેશે તેના મિત્ર નો જીવ બચાવી લીધો,તું આવીજા,જલ્દી અને મિત્તલ બેન હોસ્પિટલ પહોંચ્યા,અને ચિંટુ ની આંખ ખુલી ને પહેલાજ ગણેશ ના દર્શન થયા,ને પછી મમ્મી પપ્પા ને,જોયા રાજેશ ભાઈ એ ચિંટુ ને આંગણી અડાડતાં કહ્યું તે તો બહુ ભારે કરી ભાઈ,ખુદ ભગવાન ને ડૉક્ટર બનાવી દીધા,વાહ બેટા તારો કોઈ જવાબ નથી,મને ગર્વ છે તું મારો દીકરો છે. *સમાપ્ત* Download Our App