Shagird - 3 books and stories free download online pdf in Gujarati

શાગિર્દ - 3

"જુઓ આ મુંબઈ પોલીસ કે જેના માથે આપણા બધા ની સુરક્ષા ની જવાબદારી છે ત્યાં તે ખુદ જ સુરક્ષિત નથી, જી હા આપણે વાત કરી રહ્યા છીએ મુંબઈ પોલીસ ની કે જેમાં ના એક ઇન્સ્પેક્ટર ની કાલે બ્લાસ્ટ માં હત્યા થઈ.. અને હવે બીજા ઓફિસર ની રસ્તા વચ્ચે અડધી રાત્રે હત્યા થઈ ચુકી છે" ફિલ્ડ એજન્ટ કબીર ના ગોઝારા મર્ડર ના સમાચાર સવાર થતા ની સાથે જ આખા મુંબઈ માં ફેલાઈ ગયા, જેમ દર વખતે થતું હતું તેમ અત્યારે પણ બધા નામી અનામી ન્યુઝ ચેનલ ના રિપોર્ટરો ગળા ફાડી ફાડીને TRP માટે કવરેજ કરી રહ્યા હતા, અમુક ચેનલ ના એન્કરો તો જ્યાં ફૂટપાથ પર કબીર સૂતો હતો ત્યાં સુઈ ને રિપોર્ટિંગ કરી રહ્યા હતા. અને આ બધા સમાચારો સવાર ના પહોર માં મુંબઈવાસી ઓ ને નાસ્તા ની સાથે પીરસાઈ રહ્યા હતા.

સવાર ના 8:00 વાગી રહ્યા હતા અને ઇન્સ્પેક્ટર ત્રિવેદી ફ્રેશ થઈ ને પોતાના કૅબિન માં બેઠા હતા અને ન્યૂઝ ચેનલ માં ચાલી રહેલા સમાચાર જોઈ પોતાના બે હોનહાર ઓફિસર ગુમાવવાનો અફસોસ કરી રહ્યા હતા, ત્યાં જ તેમનો ફોન રણક્યો, ફોન હાથ માં લઈને જોયું તો CBI ચીફ નો દિલ્લી થી ફોન હતો.

"જયહિન્દ સર..ઇન્સ્પેક્ટર ત્રિવેદી હિયર સર" તીવેદી સાહેબે પોતાની જગ્યા પર ઉભા થઇ ને સેલ્યૂટ કર્યુ અને બોલ્યા.

"ત્રિવેદી આ શું ચાલી રહ્યું છે?? મને લાગે છે તમે થાકી ગયા છો?? રિટાયરમેન્ટ નો છેલ્લો કેસ છે અને તમે અને તમારી આખી ટિમ નઠારા સાબિત થઈ રહ્યા છો, અને આ કેવી લાપરવાહી કે આપડે આપણા બે ઓફિસરો ને ગુમાવી બેઠા" ઉપર થી કડક અવાજ માં CBI ચિફ બોલી રહ્યા હતા.

"સર..હું આખી ઘટના ને ખુદ મોનિટર કરી રહ્યો છું અને મેં આના માટે આખો એકક્ષન પ્લાન પણ ઘડી લીધો છે, તમને 24 કલાક માં ખૂની જેલ ના સળિયા પાછળ દેખાશે" ત્રિવેદી એ આત્મવિશ્વાસ સાથે કહ્યું.

"ઠીક છે..મારે હોમ મિનિસ્ટર ને આખો રિપોર્ટ આપવાંનો છે..વહેલી તકે કાર્યવાહી પૂર્ણ કરો અને મને રિપોર્ટ કરો" આટલું કહી CBI ચીફે પોતાનો ફોન મૂકી દીધો.

"છેલ્લા ત્રીસ વર્ષ થી સર્વિસ માં છું ક્યારેય કોઈએ મારી ક્ષમતા અને કાબેલિયત પર આંગળી નથી ઉઠાવી અને આજે આ જીવન ના છેલ્લા કેસ માં આ દિવસ પણ જોઈ લીધો" ઇન્સ્પેક્ટર ત્રિવેદી એ નિસાસો નાખતા નાખતા બબડતા હોય તેમ બોલ્યા"

"પોતાની ઘડિયાળ જોતા જોતા બોલ્યા "કે આ મેસેજ માં બોલ્યો હતો કે 9:00 વાગ્યે મળીશ પણ હજુ આવ્યો નહીં"

ઈન્પેક્ટર ત્રિવેદી એ તરત જ તેને કોલ જોડ્યો અને બોલ્યા ક્યાં કે તું મેસેજ માં બોલ્યો હતો કે 9:00 વાગ્યે મળીશ પણ હજુ આવ્યો નહીં"

"તમારા જ ઓફીસ ની બહાર છું"

"તો ક્યારે આવે છે અંદર" ઇન્સ્પેક્ટર ત્રિવેદી બોલ્યા

"હું અંદર નહિ આવું કેમ કે તમારા અને તમારા સ્ટાફ પર કોઈ વૉચ ગોઠવીને બેઠું છે, તમારી જાસૂસી કરવામાં આવી રહી છે"

"આ જવાબ સાંભળી ને ઇન્સ્પેક્ટર ત્રિવેદી ચોંક્યા અને બોલ્યા ભાઈ એ CID કરવાનું કામ આમારું છે, તો અમારી CID કોણ કરે"

"એ તો તમારો વિષય છે સાહેબ, જ્યાં સુધી મેં જોયું અને મેં સ્ટડી કર્યું તેના ઉપરથી તો મને આવું જ લાગે છે, અને એટલે જ તો તમારે તમારા બે ઓફિસર ને ગુમાવવા પડ્યા છે"

"જવાબ સાંભળી ને ઈન્પેક્ટર ત્રિવેદી ને હવે સમજાયું કે કાચું ક્યાં કપાઈ ગયું છે"

"સાંભળો સાકીનાકા મેટ્રો સ્ટેશન પાસે તમને મળીશ તમે સાવ સદા કપડાં માં ત્યાં આવજો અને જો થાય તો એકલા જ આવજો જેથી કોઈ ને શક ના જાય"

"ઇન્સ્પેક્ટર ત્રિવેદી એ તરત જ હા કીધું અને 30 મિનિટ માં મળવાનું નક્કી કરી લીધું"

થોડી જ વાર માં તે પોતાની ગાડી માં ડ્રાઈવર સાથે ઓફિસ થી નીકળી ગયા અને રસ્તા માં આવતા એક ચાર રસ્તા પર ઉતરી ગયા, તેમને પોતાનો કોર્ટ અને ટાઇ ઉતારીને ગાડી માં પાછળ મૂકી દીધા અને ડ્રાઈવર ને સૂચના આપી કે તે સીધો કમિશનર ઓફીસ જતો રહે અને જ્યાં સુધી તે ફોન ના કરે ત્યાં સુધી તે ત્યાં થી ના નીકળે"

ઇન્સ્પેક્ટર ત્રિવેદી સીધા ત્યાં થી મેટ્રો સ્ટેશન આવી ગયા. અને પ્લેટફોર્મ ટિકિટ લઇ ને તે પ્લેફોર્મ પર જઈને બેઠા, 20 મિનિટ થઈ ગઈ તો પણ હજુ સુધી આવ્યો નહિ તે જોઈ ને તે થોડા વ્યાકુળ નજરે આમ તેમ જોઈ રહ્યા હતા.

"સાહેબ..શીંગ ચના બોલો..ગરમા ગરમ શીંગ ચના.." એક ફેરિયો ત્યાં આવીને ઉભો રહ્યો.

"ઇન્સ્પેક્ટર ત્રિવેદી એ તેની સામે જોયા વગર ના કહી દીધું"

"સાહબ લે લો ના ગરમા ગરમ હે.. 10 રુપયે કે લે લો"

"અરે ભાઈ મારે નથી જોઈતા તો શુ કામ જબરદસ્તી કરે છે" ઇન્સ્પેક્ટર ત્રિવેદી અકળાઈ ને બોલ્યા.

"ખેલ ખેલ મેં કોન ખિલાડી..પેલા ફેરિયા એ ડાયલોગ માર્યો અને ચાલતો થયો"

"ફેરિયા નો ડાયલોગ સાંભળતા ની સાથે જ ઇન્સ્પેક્ટર ત્રિવેદી ને કંઈક યાદ આવ્યું અને તેમનણે ધ્યાન થી ફેરિયા ના ચેહરા સામે જોયું, અને તેને ઓળખી ગયા.

"શાગિર્દ તું??...આ વેશ કેમ ધારણ કર્યો છે??" ત્રિવેદી સાહેબે અચંબાભરી નજરે જોઈ ને કહ્યું"

"શશશશ ......." હોઠ પર આંગળી રાખીને તેણે ઇન્સ્પેક્ટર ત્રિવેદી ને ચૂપ રહેવા કહ્યું અને ઈશારા થી પોતાની સાથે આવવા કહ્યું.

ઇન્સ્પેક્ટર ત્રિવેદી તેની પાછળ પાછળ ચાલતા ચાલતા નીચે આવેલા બેઝમેન્ટ પાસે ગયા.

ઘણા સમય બાદ મળ્યા હોવાથી ઇન્સ્પેક્ટર ત્રિવેદી શાગિર્દ ને ગળે લગાડી લીધો અને ખબર અંતર પૂછ્યા.

"એક વાત મને સમજ નથી આવતી તે આ વેશ કેમ ધારણ કર્યો છે"

"આ વેશ મેં ગઈ કાલ નો ધારણ કર્યો છે અને છેલ્લા બે દિવસ થી હું તમારી ઓફિસ ની બહાર જ બેઠો હતો શીંગ ચણા વાળો બની ને, અને આ બે દિવસ દરમિયાન મેં ઘણું બધું તમારી ઓફીસ ની બહાર જોયું છે"

"આજે સવારે જયારે મેં અંદર આવવાનું નક્કી કર્યું ત્યારે મેં જોયું કે તમારા ઓફિસ ની બહાર અજાણ્યા ચેહરા કે જે ક્યારેય આ વિસ્તાર અને શહેર માં ના જોયા હોય તેવા ચેહરા મેં જોયા ને તેમની હરકત પર થી મને વધુ શંકા ગઈ કેમ કે તેમની પાસે વોકી ટોકી પણ હતા જેથી મારો શક વધુ પ્રબળ બન્યો અને મેં તમને બહાર મળવાનું નક્કી કર્યું" શાગિર્દ એ પોતાની વાત પુરી કરી.

"મને પણ છેલ્લા ઘણા દિવસો થી કંઈક અજીબ લાગી રહ્યું છે, કેમ કે જે રીતે આ આખો ઘટનાક્રમ થઈ રહ્યો છે તે જોતા આમાં જોઈ અંદરની વ્યક્તિ ની સંડોવણી ને નકારી શકાય નહિ, અને તું કેસ માં ક્યારથી કામ કરવા લાગ્યો, તને ખબર છે ને કે તું હવે CBI માં નથી" ઇન્સ્પેક્ટર ત્રિવેદી એ પોતાની વાત પુરી કરી.

"હું આ કેસ મારી એક ક્લાઈન્ટ ના માટે કરી રહ્યો છું જેની નાની બહેન મોડેલ છે અને રમજાનખાન ના ફાર્મ પર થયેલી પાર્ટી માં ગઈ ત્યારબાદ તે પાછી જ નથી ફરી અને તેની શોધખોળ માટે આ પ્રાઇવેટ કેસ પર કામ કરી રહ્યો છું"

"ઇન્સ્પેક્ટર ત્રિવેદી ને થોડી જાણકારી હતી કે શાગિર્દ કોર્ટમાર્શલ થયા બાદ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજ્નસી ચલાવી રહ્યો છે, અને તેની હજુ તે જ સુજ્બુજ થી કામ કામ લેવાની પધ્ધતિ જોઈ ઇન્સ્પેક્ટર ત્રિવેદી ને પોતાના શાગિર્દ પર ગર્વ થયો.

"શાગિર્દ મારે તારી મદદ ની જરુર છે..તારી જે ફીસ થતી હોય તે હું તને આપવા રેડી છું." ઇન્સ્પેક્ટર ત્રિવેદી શાગિર્દ ની સામે ભીખ માંગતા હોય તેમ બોલ્યા.

"સાહેબ તમે ચિન્તા નઈ કરો મેં કીધું તેમ મારી પણ એક કલાઇન્ટ છે જેના માટે હું આ કેસ માં કામ કરી રહ્યો છું, અને મારી ગુરુદક્ષિણા પણ આપવાની બાકી છે તો એમ સમજો કે હું આ કામ મારી ગુરુદક્ષિણા માટે કરીશ"

શાગિર્દ ની આ વાત સાંભળી ને ઇન્સ્પેક્ટર ત્રિવેદી ને હાશકારો થયો.

"ચાલો સાહેબ તો હું હવે રજા લઉં છું અને આપ પણ નીકળો, બાકી ની વાત હું કોલ કરી ને આગલી મિટિંગ માં જણાવીશ" શાગિર્દ આટલું કહી ને ત્યાં થી ગાયબ થઈ ગયો..

ઇન્સ્પેક્ટર ત્રિવેદી પણ ત્યાં થી જતા રહ્યા અને જ્યાંથી તે કાર માંથી ઉતર્યા હતા ત્યાં જ જઈને ડ્રાઈવર ને કાર સાથે આવી ને રેડી રહેવા જણાવ્યું, અને જણાવ્યા પ્રમાણે ડ્રાઈવર ત્યાં હાજર જ હતો અને સીધા કાર ને ઓફીસ પર લેવા જણાવ્યું.

***

ઇન્સ્પેક્ટર ત્રિવેદી એ પોતાની આખી સર્વેલેન્સ ટિમ ને છેલ્લા બે દિવસ માં બનેલી ઘટના ના તાર શોધવા માટે લગાવી દીધી હતી. અને FSL ના ફોરેન્સિક રિપોર્ટ પણ આવી ગયા હતા જે ઇન્સ્પેક્ટર ત્રિવેદી ના ટેબલ પર તેની સામે પડ્યા હતા. રિપોર્ટ ને હાથ માં લઇ ને તરત તેમને આખા ટેબલ પર એક પછી એક લાઈન માં મૂક્યા અને તેના ફોટા પાડીને શાગિર્દ ને મોકલ્યા અને મેસેજ માં લખ્યું.

"fsl રિપોર્ટ મોકલી રહ્યો છું તરત કામ ઉપર લાગી જા અને રિપોર્ટ સ્ટડી કરીને મોકલ અને જો કોઈ જરૂરત હોય તો જણાવ" આટલો મેસેજ કરી ને ઇન્સ્પેક્ટર ત્રિવેદી એ સેન્ડ કર્યો.

***

"મેં કહ્યું હતું ને કે આ કેસ માં કોઈ મોટી તાકત સામેલ છે, મારી ક્લાઈન્ટ પર આજે સવારે જીવલેણ આકસ્મિક હુમલો કરવામાં આવ્યો છે, કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને ઉડાડી દેવાનો પ્રયાસ કર્યો અને જયારે તે રસ્તા પાર સાઈડ માં ફૂટપાથ પર જઈ રહી હતી, પોલીસ નું પણ કેહવું છે કે ડ્રાઈવરે તેના સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા આ ઘટના બની છે" શાગિર્દ એ ઇન્સપેક્ટર ત્રિવેદી ને ફોન પર જણાવ્યું.

"હવે કેવું છે તારી ક્લાઈન્ટ ને?? તું મને આ કેસ ના ઇન્ચાર્જ પીઆઇ નો નંબર આપ હું હમણાં જ તેની સાથે વાત કરી ને આખા કેસ ને સમજવાની ટ્રાય કરું છું, અને મેં તને કે રિપોર્ટ ના ફોટા મોકલ્યા તે જોયા?" ઈન્સ્પેક્ટર ત્રિવેદી એ પોતાની વાત પૂર્ણ કરી.

"મને જોવાનો સમય નથી રહ્યો, હું સાંજે મારી ઓફિસે જઈને આખા કેસ ને સ્ટડી કરીશ" આટલું કહીને શાગિર્દ એ ફોન કટ કરી દીધો.

***

રમજાનખાન પોતાની કોટડી માં બન્દ હતો અને રાત્રે જમવાનો સમય થઈ ગયો હતો. દરવાજા નીચે નાનકડી બારી ખુલી અને તેમાંથી અંદર એક પ્લેટ સરકાવી દેવામાં આવી જેમાં કોબીજ નું સાક, બે રોટલી અને પાણી વળી દાળ કાચાપાકા કોરા ભાત હતા.

"ફટાફટ જમી લેજે તારીપાસે ફક્ત 15 મિનિટ છે" જેલ સિપાઈ તેની ખીલ્લી ઉડાવતો હોય તેમ બોલીને જતો રહ્યો.

"છેલ્લા ઘણા દિવસો થી જમવાનું જ નહોતું મળ્યું ફક્ત માર જ મળી રહ્યો હતો એટલે ફટાફટ તેણે જમવાનું ચાલુ કર્યું અને થોડી જ વાર માં આખી ડીશ સફાચટ કરી નાખી"

"છેલ્લા બે દિવસ થી અહીંયા આ કોટડી માં બંધ કરી ને રાખ્યો છે, કોઈ આવતું પણ નથી અને લાગે છે મેથ્યુઝ ના મોત ના માતમ માં બંધા ડૂબી ગયા છે, બસ હવે ખાલી દુબઇ એક વાર વાત થઈ જાય તો આગળ ના પ્લાંનિંગ માટે ખબર પડે"

આટલું બોલતો બોલતો સાંજ ની છેલ્લી નમાજ અદા કરીને તે જેલ ની અંદર પોતાની કોટડી માં કસરત કરવામાં મશગુલ થઈ ગયો.

***

શું છે આ રમજાનખાન નું દુબઇ કનેકશન??? કોણે શાગિર્દ ની ક્લાઈન્ટ પર જીવલેણ હુમલો કર્યો?? શું CBI પણ હાથ પર હાથ રાખીને બેસી રહી છે કે કોઈ મોટી રેડ કરવાની ફિરાક માં છે??

અને કોણ છે આ શાગિર્દ કે જેના પર ત્રિવેદી સાહેબ પોતાના ડીપાર્ટમેન્ટ કરતા પણ વધારે વિશ્વાસ કરી રહ્યા છે?? શાગિર્દ ના ભુતકાળ અને તેના રોમાંચક કિસ્સાઓ જાણવા માટે વાંચતા રહો શાગિર્દ: ખેલ ખેલ મેં કોન ખિલાડી.

નોંધ: જે રીતે હું શાગિર્દ ને કેન્દ્ર માં રાખીને આ વાર્તા લખી રહ્યો છું તે રીતે હું વાંચકમિત્રો ને આગ્રહ કરીશ કે તમે પણ તમારી સેલ્ફ ને શાગિર્દ ના સ્થાને મૂકીને આ નવલકથા ને માણો. જો કોઈ સુધારા વધારા હોય અથવા આપ ઈચ્છઓ હોવ કે આગળ ના કોઈ પ્રકરણ માટે તમારી પાસે કોઈ પ્લોટ છે તો આપ મને આપનો અભિપ્રાય ઈમેલ: RATILAL013@GMAIL.COM અને વૉટ્સઅપ નંબર 9904032486 પર પણ જણાવી શકો છો.

આપનો: શાગિર્દ

બીજા રસપ્રદ વિકલ્પો