Gujarati Gujarat bhuli gaya books and stories free download online pdf in Gujarati

ગુજરાતી ગુજરાત ભૂલી ગયા

ગુજરાતી ગુજરાત ભૂલી ગયા
નામ પરથી કદાચ તમને એવું લાગે કે આ શું ? પરંતુ જયારે‌ પૂરો લેખ વાંચશો ત્યારે તમને ખાતરી થઈ જશે કે નામ એના કન્ટેન્ટને જસ્ટીફાય કરે છે. કદાચ કોઈ કોઈ બાબતો પર મતભેદ આવી શકે પરંતુ તમે આ વાત સાથે સહમત થશો જ એવી મને પૂરી ખાતરી છે.
‌‌‍ગુજરાતીઓની ઓળખ જ બે વસ્તુમાં છે - એક તો વહેવાર અને બીજો તહેવાર. આ બે માટે જ ગુજરાતીઓ વર્લ્ડ ફેમસ છે. અને વ્યવહાર અને તહેવાર એ આપણી પરંપરા છે, વારસો છે. જેને આપણે કદાચ જાળવવાનો છે. કદાચ કેમ એ તો ચોક્કસ જ છે. પણ ક્યાંક આપણે ઉણા ઉતરીએ છીએ એવું મને લાગે છે. મૂળ વાત કરતા પહેલા મારા શબ્દોમાં  તમને સમજાવી દઉં કે શું છે ગુજરાતી વારસો .
* દુનિયામાં ગુજરાતમાં જ બે વસ્તુ જોવા મળે છે એક રોટલા અને ચોટલા આ છે ગુજરાતી વારસો.
* જાતિ કોઈપણ હોય પોતાના એક પણ પૈસા વિના નફો કમાઈ લે એ છે ગુજરાતી વારસો.
* એક વસ્તુ માંથી અનેક ઉપયોગ કરી લેવાની કળા છે ગુજરાતી વારસો.
* દરેક ક્ષણને પોતાના હાઇએસ્ટ લેવલ પર ઉજવવાની વાત છે ગુજરાતી વારસો.
આ સિવાય પણ કેટલું બધું કહી શકાય. પણ બધી લીટીમાં સ્પેસ મૂકી મૂકીને જ લખવા બેસું તો તો લેખ એટલો લાંબો થઈ જશે કે તમને એક ટીવી સીરીયલ એપીસોડ જેવુ લાગશે. એના કરતા સિમ્પલ શબ્દોમાં કહી દઉ તો પોતાના મનનું ધાર્યું મનગમતી રીતે કરવું એટલે ગુજરાતીપણુ. પછી એ સત્યાગ્રહ હોય્ ગુજરાત આંદોલન હોય કે વડાપ્રધાન પદ હોય. એક સરસ મજાનો પ્રસંગ કહું જે આજે જ બન્યું.
આજ સવારે મિત્રનો ફોન આવ્યો. એને એક છંદ જોઈતો હતો. જેનાથી કદાચ તમે બધા પરિચિત છો - માડી આકાશ પાતાળ અંબર તું ધર.એને પૂરેપૂરો છંદ જોઈતો હતો. એને જે વાત કહી એ શબ્દો તમને કહું છું : "ગૂગલમાં સર્ચ કર્યો. તો લિરિક્સ મળ્યા પણ ખરા પણ બધા અધૂરા હતા અને જે આપણે સાંભળીએ છીએ એનાથી થોડા અલગ હતા.એટલે મને શંકા થઇ અને મેં તને ફોન કર્યો. મારે ઓરીજનલ છંદ જોઈએ છે અને મૂળ રૂપમાં જોઈએ છે."  તો હવે મેં પણ મારા કેટલાક લોક સાહિત્યકાર મિત્રો છે એ લોકોને કોલ કર્યા અને મૂળ રૂપમાં જ એ છંદ મેળવવાની કોશિશ કરી. નવાઈની વાત એ છે કે જે મિત્ર એ કોલ કર્યો હતો એને આ છંદ મેળવવામાં ત્રણ દિવસ લાગ્યા હતા અને એ પણ ફેરફાર સાથે, અને મને મૂળરૂપમા ઓરીજનલ છંદ માત્ર દસ જ મિનિટમાં મળી ગયો. હવે આ આખી વાતનો સાર એ છે કે google ‌તમારા બધા પ્રશ્નોના જવાબ આપી શકે પણ એ જવાબ સાચો છે કે નહીં એ તો એ જ વ્યક્તિને ખબર હોય કે જે એ બાબત સાથે પરિચિત હોય. નવરાત્રી આપણી છે તો આપણને ખબર જ હોય એની મોજ, આનંદ અને કિંમત પણ.
મૂળ સાર તો એટલો જ છે કે જેને સાચી વસ્તુ ની ખબર હોય એ જેનો મૂળ સ્વરૂપ બીજાને દર્શાવી શકે. લોકસાહિત્યકાર છંદોના મૂળરૂપ મને આપી શકે કારણ કે એ સતત એના વાંચન અને ચિંતનમાં લાગેલા હોય છે. એની સાથે જોડાયેલા છે - દિલથી જોડાયેલા છે. નવરાત્રીમાં જ નવરાત્રી ઉપર ફિલ્મ આવી રહી છે જેના વિશે બધાએ સાંભળ્યું જ હશે. એનું નામ હતું લવરાત્રી(આ જ્યારે પહેલી વખત સાંભળ્યું ને ત્યારે જ મનમાં એટલું દર્દ થયું હતું કે દેવી માતાજીના તહેવારની આવી મજાક ?) . પછીથી પિટિશન ફાઇલ થઇ, કેસ થયો અને નામ બદલીને લવયાત્રી‌ કરવામાં આવ્યું. તમે જ મને કહો કે પદ્માવતીનું પદ્માવત, રામલીલાનુ ગોલિયોં કી રાસલીલા કરવાથી કંઈ ફરક પડ્યો હતો કે લવરાત્રી નું લવયાત્રી કરવાથી પડશે!
પણ આપણો મુદ્દો એ નથી. આપણે તો વાત એ કરવાની છે કે લવરાત્રી માં જેટલા લોકો જોડાયેલા છે એમાંથી કેટલાક ગુજરાતી છે. અને એ ગુજરાતી માંથી પણ કેટલા લોકોને નવરાત્રી ની સાચી બાબતો ની ખબર છે. હવે નવરાત્રિને લવ સિઝન તરીકે રજૂ કરે છે અને એ વાતનો ગુજરાતીઓ વિરોધ નથી કરતા. એના ગીત સંગીતમાં ગુજરાતી જોડાયેલા છે આ વાત વધારે ખૂંચે છે. જે લોકો ગુજરાતી ગીતો અને ગુજરાતના પ્રેમથી ઊંચા આવેલા છે એ લોકો થોડા રૂપિયા માટે કે થોડી સફળતા માટે ગુજરાતના તહેવારોની આવી મજાકમાં સામેલ છે. એક ગુજરાતી તરીકે દુઃખ તો થાય જ છે અને થવું જોઈએ. હવે નવાઇ તો એ વાતની છે કે ગુજરાતીઓ પોતાના અને પોતીકા તહેવારની આવી મજાક કેમ સહન કરે છે? હું બીજું તો કંઈ નથી કરી શકતો એટલે આ લેખ લખીને કદાચ થોડા ઘણા લોકો સુધી મારા વિચાર પહોંચાડી શકું છું. પણ શું આપણે પોતાના તહેવાર નુ અપમાન પોતાની નજર સામે જ જોઈ રે'શું? આપણે જ્યારે ગુજરાતીની ચિંતા કરીએ છીએ ત્યારે એવો વિચાર નથી કરતા કે આપણી પરંપરા અને સંસ્કૃતિ એ આપણા સ્તંભ છે? શું સરકારની ફરજ નથી કે જે રીતે ફટાફટ પગાર વધારો મંજૂર થઈ ગયો એ જ રીતે આ ફિલ્મનો પ્રતિબંધ પણ મંજૂર થઈ જાય? કદાચ આવું નહીં થાય પણ આ સત્ય થઈ જાય તો ભારત વર્લ્ડ કપ જીત્યો હોય એટલી ખુશી મળે. જે હીરો-હીરોઇનને ગુજરાતની નવરાત્રિની ઓળખ જ નથી એ રજુ કરશે નવરાત્રી. આ તો એવું જ થયું ને કોઇ વિદેશી આવીને કહે કે હું જે કહું એ ભારત નવાઈની વાત તો એ છે કે ભારત પોતે પણ માની લેશે.
થોડા સમય પહેલા એક સરસ મેસેજ આવ્યો હતો. એક સ્ત્રી પોતાના છ વર્ષના બાળકને લઈને ટ્રેનમાં જતી હતી. તેમાં તે બાળકના હાથમાં એક પુસ્તક હતું અને તે તેને તલ્લીનતાથી વાંચી રહ્યો હતો. તે પુસ્તક હતું રામાયણ.આજુબાજુના યાત્રીઓને આ જોઈને ખૂબ જ નવાઈ લાગી. આપણને જ્યારે કોઈ આપણી વાત કરે છે ત્યારે બહુ નવાઈ લાગે છે. પછી એ વિદેશી યોગ ગુરુ હોય કે વિદેશી શાસ્ત્રીય સંગીત નો જાણકાર. એક યાત્રીએ તે સ્ત્રીને પૂછ્યું કે આ ઉંમરમાં તો છોકરાઓ મોબાઇલ કે લેપટોપ સિવાય કઈ બીજી વસ્તુ ને હાથ પણ નથી લગાડતા અને તમારું બાળક રામાયણ વાંચે છે. આ કેવી રીતે? તેનો જવાબ આરપાર નીકળી જાય એવો હતો મ.એના શબ્દો અક્ષરસઃ તમને કહું : બાળક આપણું કહ્યું માને કે ન માને, અનુકરણ તો જરૂર કરે છે.
આ જ વાત આ મુદ્દામાં પણ લાગુ પડે છે. જો આપણે અત્યારે આપણા બાળકોને કદાચ આ ફિલ્મ બતાવો કે ન બતાવો પણ પ્રતિબંધ લગાવવા દો તો એટલું યાદ રાખજો કે અત્યારની પેઢી એટલી તો વિકસિત છે જ કે એ તરત‌‌ જ એમાસત્ય શોધવાનુ શરુ કરી દેશે અને એક સમયે ઇન્ટરનેટ( કે જે તેમનઘ પ્રાથમિક સ્ત્રોત છે માહિતી મેળવવાનો) વડે માનતા થઇ જશે કે આ વસ્તુ માં થોડું તો સત્ય છે જ. એક ગુજરાતી તો ન જ હોઈ શકે કે જે નવરાત્રિને વેલેન્ટાઈન ડે લાંબા સમય પછી આપણી નવી પેઢી માટે તો આ ફિલ્મ સત્ય બની જશે કારણ કે એ સમયે અમારી સાથે છંદ બાબતે‌ થયું એવું તમારી સાથે થશે. એ વખતે જો કોઈ વડીલ હશે તો તેમને સાચું રૂપ મળી જશે બાકી તો એમના મગજમાં નવરાત્રીની આ ફિલ્મી ઈમેજ જ સત્ય બની રહેશે હવે. તમે જ નક્કી કરો કે તમારે શું જોઈએ છે?
ઇનશોર્ટ, વાત ખાલી એટલી જ છે કે જો આપણે આપણા બાળકોને ગુજરાતી એટલે કે સંસ્કારી રાખવા હશે તો આપણે જાતે જ આવી પ્રવૃત્તિને રોકવી પડશે. આપણે બહુ સહિષ્ણુ છીએ. 2013માં એક સૈનિકની મસ્તક લેવાના બહાને સરકાર બનાવી લઈએ છીએ અને એ પછી કેટલા સૈનિકોની હત્યા થઈ એ ક્યારેય જોતાં પણ નથી. એવી જ રીતે થોડો ઘણો વિરોધ કરીએ છીએ અને ટીવીમાં ફોટા આવ્યા પછી હેય ને જૂની જિંદગી ને મજાની લાઈફ. હું ફિલ્મનો વિરોધી નથી પણ ફિલ્મમાં બતાવાતા ફેરફારનો વિરોધી છું. જે પરંપરા અને સંસ્કૃતિને ખોટા રૂપમાં રજૂ કરી છે એને ગેરમાર્ગે દોરે છે. લાગે છે કે નવરાત્રી બે યુવાનોના પ્રેમનો તહેવાર છે, વેલેન્ટાઈન ડે ના નવરાત્રી સાથે થઈ ભેળવવાનો આવો પ્રયાસ તો ભારતમાં જ થઇ શકે કારણ કે વિદેશમા લોકો માત્ર પોતાની સંસ્કૃતિને જાળવીને યોગ કરવાનું ચલણ છે અને આપણા દેશમાં સંસ્કૃતિને ભૂલીને અપનાવવાનો રિવાજ છે.
કદાચ આ વાંચીને તમને પાંચ મિનિટ માટે ગુજરાતીપણાનો અનુભવ થશે. પણ એટલૂ તો કાફી નથી. જો આ લેખ કોઈના દિલમાં સાચી ભાવના જગાવી શકે તો આ જે સમય લખવા માટે ગાળ્યો છે તે સાર્થક થઈ શકે, બાકી તો ખબર જ છે ગુજરાતીની ઓળખ એ જ છે કે જે ધારે એ કરે છે પછી એ ગુજરાત આંદોલન હોય સત્યાગ્રહો હોય કે વડાપ્રધાન પદ હોય. વધારવાનું કે નક્કી કરવામાં જ કેટલાય લોકોનુ આખુ જીવન જતુ રહે છે.

બીજા રસપ્રદ વિકલ્પો