Paheli nazarno prem - 2 books and stories free download online pdf in Gujarati

પહેલી નજરનો પ્રેમ પાર્ટ : 2

"એસિડ...." એ એટલું બોલી ત્યાં એની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા.

હું કસું બોલી ના શક્યો. એ ત્યાં થી રિક્ષામાં બેસીને ચાલી ગઈ હું પાછો વળી ગયો.

બસ મગજમાં એક વિચાર ઘૂમ્યા કરતો હતો, આટલું ક્રૂર કામ કોણ કરી શકે? એ હેવાન જ હોવાનો જેને આ કર્યું હશે. ગમે તે થાય પણ હું આખી વાત જાણી ને જ રહીશ..

એ તો જતી રહી હતી એની ફ્રેંડના ઘરે. મને એના નામ સીવાય કશી ખબર નહોતી. હું બસ માં ઉપર ચડ્યો બસ તો ફૂલ ભરાઈ ગઈ હતી દરવખતની જેમ ઉભા રેવાનો જ વારો આવ્યો. બસ ઉપડી અને મારી મોરબી જવાની સવારી ચાલુ થઈ. અને મારા મનમાં બીજી બાજુની સવારી ચાલુ થઈ, કે એવું તે શુ બન્યું હશે? કોણે ફેંક્યું હશે એસીડ? શા માટે ફેંક્યું હશે? એસીડથી એની ચામડી પર પડ્યું ત્યારે એને કેવી બળતરા ઉપડી હશે? ત્યાર પછી જ્યારે પેલી વાર એને પોતાનો ચહેરો અરીસામાં જોયો હશે ત્યારે એની પર શુ વીતી હશે?.. હું આવા વિચાર માત્ર થી ધ્રૂજી ઉઠ્યો.

ત્યારે એક આઈડિયા આવ્યો, નામ તો મને ખબર જ હતી એટલે મેં તરત જ ઇન્સ્ટાગ્રામ open કરી search કર્યું "શબાના ખાન" ઘણી બધી પ્રોફાઈલ આવી મારી સામે. બધી પ્રોફાઈલ મેં ફીન્દી નાખી . નામ અલગ અલગ રીતે try કર્યું, છતાં પણ કયાંય એક પણ clue ના મળ્યો કે જેનાથી ખબર પડે આ એની જ પ્રોફાઈલ છે..

મેં ફેસબુક માં try કરી.. same result.. મને એની પ્રોફાઈલ ના જ મળી.. બધી સોસીયલ site અને બધી રીતે મેં એને ગોતવાની try કરી, મોરબી સુધીના આખા રસ્તામાં search જ કરતો રહ્યો, છતાં સફળતા ના મડી.. છેવટે મોરબી પહોંચ્યો એટલે બસ માંથી ઉતરીને મારી દરરોજની આદત પ્રમાણે પેલા એક કટીંગ ચા, પારલે G નું પેકેટ અને સિગરેટ લીધી..

પારલે જી ત્યાં કૂતરાને ખવડાવી હું સિગરેટ જગાવીને ચા ની ચૂસકી મારવાનું ચાલુ કર્યું.. સવારમાં ચા સાથે સિગરેટ ની મજા જ અલગ છે જાણે આખા દિવસ ની એનર્જી મળી જતી હોઈ એવી ફીલિંગ આવે..

આ combination ની મજા સાથે હું હજુ વિચારમાં ખોવાયો. કદાચ એને મને નામ તો ખોટું નહીં કીધું હોઈ ને? પહેલી જ વાર આમ બસ સ્ટેન્ડ પર મળે અને કોણ પોતાની information share કરે?? ખોટું જ કહ્યું હશે બાકી તો આજ સુધી એવું બન્યું નથી કે હું કોઈનું નામ search કરું અને એની પ્રોફાઈલ મને ના મળી હોઈ.. મારા મગજમાં આવા વિચાર ચલતા હતા..

કદાચ એવું પણ હોઈ શકેને કે એક પણ સોસીયલ site એ use ના કરતી હોઈ.. મારા દિલે મગજ સામે દલીલ કરી.

અરે આજના જમાનામાં ક્યાં કોઈ એવું છે જે social media ના વાપરતું હોઇ? મારા mind એ સામે દલીલ કરી.

એ જે પણ હોઈ હું હવે કંપનીએ જાઉં બાકી late થઈ જશે. હું ત્યાંથી મારી કંપની એ જવા નીકળ્યો.

ખબર નહિ શુ થયું હશે પણ મારુ મન એક પણ કામ માં લાગ્યું નહિ. બધા વિચારને મારા મગજમાંથી બહાર કાઢવા છતાં પણ એ ચહેરો મારી સામે આવી જતો હતો. એ નિર્દોષ ચહેરો.. મેં તો એને ફક્ત એક જ વાર મળ્યો હતો. મારો એની સાથે કોઈ નાતો પણ ન હતો છતાં પણ એ મારા દિલમાં ઘર કરી ગઈ હતી. શુ હું એને પ્રેમ કરવા લાગ્યો છું?

અરે ના હોઈ.. એવું મારાથી વિચારાય પણ કેમ? કાસ્ટ તો જો.. હું હિન્દૂ અને એ મુસલમાન.. આગળ ભવિષ્યમાં કોઈ દિવસ અમે બંને એક નથી થઈ શકવાના.

ફક્ત 5 મિનિટની મુલાકાત થઈ છતાં પણ હું બહુ દૂર નું વિચારવા લાગ્યો હતો. કદાચ લોકો આને જ પહેલી નજરનો પ્રેમ કેહતા હશે...

2-3 દિવસ સુધી આમ જ વીતી ગયા, હજુ પણ સવારે બસ સ્ટેન્ડ એ પહોંચું એટલે પેલો વિચાર એ જ આવે કાસ એ મને એક વાર મળી જાય.. પણ મને નિરાશા જ મળતી હતી.

વહેલા કે મોડા પણ ભગવાનની મારા પર ચમત્કાર તો કરે જ છે.. એવી જ રીતે મારા insta માં એક મેસેજ આવ્યો..

"કેમ છો કુલી? હજુ કુલીનું કામ કરો છો કે મૂકી દીધું.,"

હું આ મેસેજ જોતાંની સાથે જ ખુશીથી ઉછળી પડ્યો.

"તમારા બેગ ઉપડવાના હોઈ તો હજુ ચાલુ જ છે." મેં reply કર્યો.

"LOL, "

"મેં બહુ try કરેલી તમને શોધવાની.. પણ ત્યારે તો તમારી પ્રોફાઈલ ના મળી મને." મેં ચોખવટ પડતા કહ્યું.

"હા મેં ગઈ કાલે જ ઇન્સ્ટાગ્રામ સ્ટાર્ટ કર્યું. અને ફેસબુક હું નથી વાપરતી. પણ તમે કેમ બહુ try કરેલી? Any reason?" એને reply કર્યો.

"ના બસ એમ જ. થોડું જાણવા માંગતો હતો.." મેં મેસેજ કર્યો.

"શુ?" હવે વાત પણ serious થતી જતી હતી.

"face to face મળીને પુછીસ." મેં rply કર્યો.

"મારો face જોયા પછી પણ હજુ મળવું છે?." એનો મેસેજ આવ્યો.

એના આ મેસેજ પાછળનું દર્દ હું ફિલ કરી શકતો હતો. ના જાણે કેટલા લોકો એ ઇગ્નોર કરી હશે, ઘણાએ મજાક ઉડાવી હશે. લોકો સપોર્ટ કરવાને બદલે આવું જ કરે છેને આજ કાલ... કોઈ એને અપનાવવા પણ તૈયાર નહીં થતું હોઈ એવું મને લાગ્યું.

" તમારા face પાછળની ખૂબસૂરતી જોવા માંગુ છુ." મેં reply કર્યો.

"હું અમદાવાદમાં છું," એનો reply 5 મિનીટ પછી આવ્યો.

"ઓકેય 2 દિવસ પછી રવિવાર છે so હું રવિવારે આવીશ, બપોર પેહલા નીકળી જઈશ. આપડે eveningમાં મળીયે" મેં તરત જ મેસેજ કર્યો.

"પાગલ છે? એવું કસું નથી કરવુ." એનો મેસેજ આવ્યો.

."હું આવું છું તારે મળવું હોઈ તો આવજે બાકી કાઈ વાંધો નઈ." મેં મારુ બાળપણથી ચાલી આવતું જિદ્દીપણુ બતાવતા કહ્યું.

"તું પાગલ છે. કઈક તો વિચાર. પછી evening માં મળીને શુ કરીશ?" એનો મેસેજ આવ્યો.

"રાતે return નીકળી જઈશ. સવારે monday મારે કામ છે મોરબી so." મેં reply આપ્યો.

"અરે આટલું ટ્રાવેલિંગ કરીશ તો તું થાકી જઈશ, નિરાંતે પછી માલિસુ. મારે રાજકોટ આવવાનું થશે જ." એને કહ્યું.

"ના હું રવિવારના આવુ છું.. અને બાય ધી વે તું ચિંતા તો મારી બઉ કરે ? એવું કેમ?" મેં મેસેજ મોકલ્યો. શુ એને પણ મારા માટે કઈ ફીલિંગ્સ આવતી હશે? હું વિચારતો હતો,..

"સારું, નીકળવાનો હોઈ ત્યારે મેસેજ કરી દેજે. અને અહીંયા ક્યાં ઉતરવાનો છો એ કહેજે. હું તને પીક અપ કરી જઈશ." એનો મેસેજ આવ્યો.

"એ પણ મેસેજ માં કહેવાનું? કોલ નહિ થાય? " મેં મેસેજ કર્યો.

"તમારા નંબર આપો હું કોલ કરું." એનો મેસેજ આવ્યો.

મેં મારા નંબર આપ્યા અને પછી એનો કોલ આવ્યો. તે દિવસે ઘણી વાત કરી. એણે હમણાં જ ડૉક્ટર નું સ્ટડી પૂરું કર્યું, અને હવે અમદાવાદની નામાંકિત હોસ્પિટલમાં સારા પગાર પર જોબ કરતી હતી. અમદાવાદમાં એ એકલી જ રહેતી હતી. એના મમ્મી પાપા મુંબઇ રહેતા હતા.. એ બંને પણ ડૉક્ટર જ હતા. મતલબ આખું ફેમિલી ડૉક્ટર જ. પછી daily વધુ ને વધુ વાત થવા લાગી. અને અમે close થવા લાગ્યા.

રવિવારે હું ગયો કોલ કરી દીધો એટલે એ મને ગીતામંદિર બસ સ્ટેન્ડ પર લેવા આવી ગઈ. હું પહોંચ્યો એ પેહલા જ એ મારી wait કરતી હતી. એ ઓડી a3 માં બેઠી હતી. હું નજીક ગયો એટલે એ બહાર આવી. અમે મળ્યા અને પછી કાર માં બેસી ગયા. ધીમા ધીમા 90's ના રોમેન્ટિક સોન્ગ વાગી રહ્યા હતા. સાચું કહું તો હું medium family background માંથી આવું છું એટલે આ પેહલા ક્યારેય ઓડી માં નહોતો બેઠેલો.

"તો હવે ક્યાં જશું?" મેં પૂછ્યું.

"તું કહે ત્યાં." એને કહ્યું

"મને કઈ ખાસ આઈડિયા નથી અમદાવાદની જગ્યા નો. કોઈ નજીકની ccd મા બેસીએ" મેં કહ્યું.

"Ccd ? " એ થોડું હશી."ચાલ હું તને લઈ જાઉં એક જગ્યાએ. તું આજે મારો મહેમાન કેવાય" એ બોલી અને એની ગાડી ચલાવવા લાગી.

થોડી વાર પછી એને કાર courtyard merriott પાસે ગાડી ઉભી રાખી. અમે અંદર ગયા અને cafe java+ માં જઈ ને બેસ્યા.. ત્યાંની સુંદરતા અને સજાવટ જોઈને હું આભો બની ગયેલો. વેઈટર આવ્યો અમે ઓર્ડર આપ્યો પછી એને મને પૂછ્યું." હા તો બોલ હવે શા માટે આમ દોડતા દોડતા મને મળવા આવ્યો?"

"થોડું પૂછવા માંગુ છું તારી life વિસે. જો તને ખોટું ના લગે તો પુછું?" મેં કહ્યું.

"જો તારે મારા ચહેરા પાછળનો પાસ્ટ જાણવો હોઈ તો i am sorry. હું ફરીથી એ યાદ કરવા નથી માંગતી." એને કહ્યું.

"Okay તો મારો ધક્કો fail થયો એમ સમજવાનું ને મારે." મેં બહાર જોતા કહ્યું.

"કેમ તારે મારો પાસ્ટ જાણીને શુ કરવું? બધાની જેમ મજાક જ ઉડાવીસ ? " એણે કહ્યું.

"જો એવું હોઈ તો એ દિવસે પછી તને મળવા અહીંયા ના આવ્યો હોઈ." મેં સાફ સાફ કહ્યું.

"તો?" એણે પૂછ્યું.

"બસ as a friend, મને ઈચ્છા હતી. So હું મળવા આવ્યો." મેં કહ્યું.

" તને આ વાત નહિ ગમે એટલે હું નથી કહેતી. અને આ વાત આજ કાલની નથી. 2002 માં થયું હતું મારી સાથે. અને ભગવાન કરે હવે પછી આવું કોઈ સાથે ના થાય." એ બોલી.

"Please મને બધું કહીશ તું? હું તને પ્રોમિસ આપું છું હું કોઈને નહીં કહું." મેં એના હાથ પકડીને કહ્યું. એને તરત જ મારી સાથે નજર મળાવી. બસ એની આ અદા પર પેહલેથી જ હું પાગલ હતો.

"હું મારા મમ્મી પાપા સાથે પેહલેથી મુંબઇ જ રહુ છું. 2002માં હું નાની હતી ત્યારે મારા ફેમિલી સાથે અમે ફરવા ગયેલા મનાલી. ત્યાંથી return આવતા હતા ટ્રેનમાં ત્યારે એક રાતે વચ્ચે ગોધરા સ્ટેશન આવેલું. મને સમય બરાબર યાદ છે રાતે 3 વાગે અમારી ટ્રેન ગોધરા ઉભી રહી હતી. મેં જોયું તો બહાર એક દમ શાંતિ હતી. મમ્મી પાપા સુતા હતા. મને તરસ પણ બહુ લાગી હતી અને બેગ માં જોયું તો પાણી ખલાસ હતું. મેં મારી આદત પ્રમાણે પેલા બુરખો પહેર્યો અને પછી બહાર પાણીની બોટલ લેવા નીકળી. સ્ટેશન નાનું હોવાના લીધે બહાર ચારે તરફ સન્નાટો હતો. બધી બાજુ police કૉસ્ટેબલ ઉભા હતા. હું એક દુકાન વાળા પાસે ગઈ અને પાણી ની બોટલ માંગી. ખબર નહિ શુ ધર્મના નામે થયું હશે કે મારા હિન્દુસ્તાનની એકતા એ દિવસે તૂટી ગયેલી હતી. મેં પાણી ની બોટલ માંગી કે તરત જ મારી પાસે બાજુ માં બીજા 2 મોટી ઉમર ના છોકરા આવ્યા. એના મોઢા પર પણ રૂમાલ બાંધેલા હતા. અને એમથી એક બોલ્યો "એ મુસ્લિ છે સાલી. જલ્દી ફેક એના મોઢા પર. અને ભાગ" મને ફક્ત આટલું જ સંભળાયું.

ત્યાં તો મારા બુરખાની અંદર ની ચામડી બળવા લાગી હતી. જાણે કોઈએ આગના સળગતા કોલસા મારા ગાલ પર ફેંક્યા હોઈ. મારા કાનમાં તમરા બોલી ગયા હતા મારી આંખ પણ નહોતી ખુલતી. મને ચક્કર આવવા લાગ્યા. હું ત્યાં ને ત્યાં બેભાન થઈ જવાની હોઈ એવું લાગ્યું મને. ત્યાં એ બને ભાગ્યા અને દુકાન વાળાએ જોયું એટલે એ તરત જ મને બચવા આવ્યા. ત્યાર પછી શુ થયું એ મને કશી ખબર નથી. મેં આંખ ખોલી ત્યારે હું હોસ્પિટલ માં હતી અને મારા મોઢા પર પાટાપિંડી કરેલા હતા. મારો ચહેરો હજુ બળતો હતો. શુ થયું એ કોઈ જ વાત ની મને ખબર નહોતી. કોણ હતા એ ? શુ કર્યું એને ? અને શા માટે કર્યું.? મેં શુ બગડેલું હશે એનું?" એની આટલી વાતના અંતે એની આંખ માંથી દળ દળ આશુ વહેવા લાગ્યા હતા.. માન્ડ માન્ડ એ આટલું બોલી શકી. આંખ તો મારી પણ ભીંજાઈ ગઈ હતી પણ પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે મેં કંટ્રોલ કર્યું.

"પછી?" એનું રડવાનું થોડું કાબુ માં આવ્યું એટલે મેં પૂછ્યું.

"પછી સમય જતા મને ખબર પડી, પ્રાથમિક સારવાર બાદ મને મુંબઈની સારામાં સારી સ્કિન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મારી સારવારમાં મારા પાપાએ સાવ કસર છોડી નહતી. દિવસો પર દિવસો વીતી ગયા અને ધીમે ધીમે મારા ચહેરા પર ની બળતરા ઓછી થવા લાગી પણ મારો ચહેરો તો પેહલા જેવો તો ના જ થયો. મારા વાંક વગર પણ મારા એક ગાલ પર આ સમાજે આપેલું કાળું ધાબુ રહી ગયું. જ્યારે મેં પહેલી વાર મારો ચેહરો જોયો અરીસામાં ત્યારે હું સાવ ભાંગી ગઈ હતી ત્યારે અંદરથી. તારાથી મારા કશુ નથી છુપાવવું એટલે કહી દઉં મેં હોસ્પિટલમાં જ એક વાર આત્મહત્યા કરવાની કોશિશ પણ કરેલી. પરંતુ મારા નસીબમાં કંઈક બીજું જ લખેલુ હશે એટલે ત્યારે નર્સએ આવીને બચાવી લિધી મને. મારા જનમથી જ મારા પાપા માટે હું એની રાજકુમારી હતી આ આઘાતજનક કૃત્ય બાદ પણ મારા પાપા મને એની રાજકુમારીની જેમ જ રાખતા. પણ મારા મમ્મીનું વર્તન ધીમે ધીમે બદલવા લાગ્યું હતું જાણે એમને હું જોતી જ ના હોઈ એવી રીતે મારી સાથે વ્યવહાર કરતા. મારા મમ્મી જ મને સ્વીકારવા માટે તૈયાર ન હતા તો પછી આ સમાજ પાસે શુ આશા રાખવી. પણ મારા પાપા બહુ સપોર્ટિંવ હતા. એમણે મારી બધી જ સારવાર પછી મને ભણવા માટે અમદાવાદ મોકલી દીધી હતી. ત્યારે હું 10th માં હતી. પાપા સમય સર મળવા આવી જતા હતા. મમ્મી મને ક્યારેય અમદાવાદ મળવા આવ્યા નહતા. અને પછી અહીંયા જ આગળ ભણીને હું નોકરી પર પણ લાગી ગઈ..." એણે એની વાત પુરી કરી. .

અમે અત્યાર સુધીમાં 3 coffee પી ચુક્યા હતા.

"તો પછી તે એ જણવાની કોશીશ ના કરી કે કોણ હતા એ કૃતઘ્નો? અને શા માટે એણે તારા પર એસીડ ફેંક્યું હતું?" મેં પૂછ્યું.

"હા હું જ્યારે ભાનમાં આવી ત્યારે પેહલા મેં મારા પાપાને એ જ પુછેલું. ત્યારે મને જણવા મળ્યું કે એ દિવસે ગોધરામાં ધર્મના નામે માનવતા ભુલી ગયા હતા અને અરેરાટી ફેલાવી હતી." એણે ટૂંકમાં કહ્યું. પણ હું આખી વાત ત્યાં જ સમજી ગયો. એ દિવસ ત્યાર પછી ગોધરાકાંડના નામથી ઓળખાયો.

"તારી સાથે જે પણ થયું એ ના થવું જોઈતું હતું, પણ જે થઈ ગયું છે એને આપડે બદલી તો નથી જ શકતા. અને ત્યાર પછી ભગવાન નો આભાર માનવો જોઈએ કેમ કે હવે પછી એવા બનાવ જોવા પણ નથી મલ્યા અને હવે આવા બનાવ જોવા મળશે પણ નહીં. હવે હિન્દુસ્તાનની એકતા કોઈ નહિ તોડી શકે. હવે હિન્દૂ-મુસ્લિમ ભાઈ ભાઈ જ છે" મેં કહ્યું.

"હા સાચી વાત, હું મુસ્લિમ છું અને મને ગર્વ છે કે હું ભારતમાં જન્મી છું. મારા મોટાભાગના મિત્રો હિન્દૂ છે અને અમે બધા હસી ખુશીથી જ રહીએ છીએ. In fact હું રાજકોટ આવી ત્યારે મેં હિન્દૂ નો જ traditional dress પહેરેલો. કેમ કે જે ફ્રેંડના ઘરે ફંકશન હતું એ પણ હિન્દૂ જ છે" એણે face પર smile સાથે કહ્યું.

"અને બસ ત્યારે જ તને જોઈને તો હું પાગલ થયેલો તારી પાછળ" મેં ધીમેથી શરમાતા કહ્યું.

"હે? What you mean?" એની આખો પહોળી થઈ ગઈ. એના ચહેરા પર surpriseના ભાવ જોવા મળ્યા મને.

"જો શબાના તને સાચું કહું. જેમ તે મારાથી કઈ નથી છુપાવ્યું એમ મારે પણ તારાથી કઈ નથી છુપાવવું." મેં એના બંને હાથ મારા હાથ વડે પકડીને વાત આગળ વધારી, "મેં જ્યારે તને પહેલી વાર જોઈ હતી ત્યારથી મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે, પછી ધીમે ધીમે તારી બધી વાત અને તારા આ દોષરહિત ચહેરાને જોઈ ને મારો પ્રેમ વધતો જ જાય છે. 2-3 દિવસ તારી સાથે વાત નહોતી થઈ ત્યાં સુધીમાં તો મેં આપણી અલગ દુનિયા પણ વિચારી લીધી હતી. જેમાં કોઈ જ ના હોઈ બસ હું અને તું. આપડે ખૂબ જ પ્રેમથી રહેતા હોઈ." મેં એના હાથ પકડેલા હતા તો પણ આટલું બોલ્યો ત્યાર સુધીમાં મારા હાથ ધ્રુજવા લાગ્યા હતા.

" આઈ ડોન્ટ know મારે તને શુ કહેવું. હું તને hurt કરવા નથી માંગતી પણ મેં એવું કશુ નથી વિચાર્યું. અને આપણી કાસ્ટ પણ અલગ છે આ સમાજ આપડો સબંધ ક્યારેય નહિ સ્વીકારે." એણે મને વાસ્તવિકતામાં લાવતા કહ્યું.

હવે મારે શુ બોલવું એની મને કોઈ જ સમજ નહોતી. હું એક દમ ચૂપ હતો એના હાથ હજુ મારા હાથમાં જ હતા. અને એની નજર મારી નજરમાં... બસ એ સીન માં જ હું મારી આખી ઝીંદગી જીવી ગયો. મને પણ ખબર હતી કે મારો એની સાથેનો સંબંધ કોઈ જ સ્વીકારવા તૈયાર નહિ થાય. છતાંપણ એક વાર હું ચાન્સ લેવા માંગતો હતો. જો એણે હા પાડી હોત તો હું કદાચ હું ભગવાન ને પણ મજબુર કરી દેત અમારો સંબંધ અમર કરવા માટે. પણ એની ના સાથે બધું જ ત્યાં તૂટી ગયું.

ફક્ત મારો પ્રેમ અમર રહી ગયો એના માટે. અને એ પ્રેમ મને આખી ઝીંદગી જીવવાની તાકાત આપતો ગયો. હા સાહેબ સાચું કહે છે લોકો, પ્રેમમાં બહુ તાકાત હોઈ છે.

આજે એ વાતને 9 વર્ષ થઈ ગયા. 9 વર્ષ પેહલા અમે પહેલી વાર રાજકોટના બસ સ્ટેન્ડ પર મળ્યા હતા અને આજે 9 વર્ષ પછી પણ અમારી ફ્રેંડશીપ ને બીજું કઈ નામ નથી મળ્યું.

મેં પણ એના ઇન્તઝારમાં લગન નથી કર્યા અને એને પણ નહીં... હા એ પણ હજુ unmarried છે. ભલે એણે એનો પ્રેમ વ્યક્ત ના કર્યો એ દિવસે પણ મેં એની નઝરમાં જ પ્રેમ જોઈ લીધો હતો. બસ એ જ હતો મારો પહેલી નઝરનો પ્રેમ જે આજ સુધી અમર છે. અને રહેશે જ..

.

બસ ઇતની શી થી યે કહાની..... ❤️

(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો