અધૂરી મુલાકાત ભાગ-3 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી મુલાકાત ભાગ-3

અધૂરી મુલાકાત

ભાગ:-3

"કાજળ ભર્યાં નયનનાં કામણ મને ગમે છે..

કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.."

હા મારી જોડે પણ એવું ગમતું કારણ હતું પંક્તિ ની પાછળ પાગલ થઈ જવાનું..હા એ વાત અલગ છે કે એ જ્યારે મળી ત્યારે એની આંખો માં કાજળ હતું જ નહીં.પણ સાચું કહું તો એની આંખો ને કાજળ ની કોઈ જરૂર હોય એવું લાગતું જ નહોતું.એ ફક્ત બિંદી લગાવીને નીકળે તો પણ સ્વર્ગની અપ્સરાઓ એની આગળ પાણી ભરે.

હવે કહાની ને થોડી આગળ વધારીએ..ઉસ્માનપુરા ખાતે ટ્રાફિક સિગ્નલ વખતે જોયેલી એ યુવતી 99% પંક્તિ જ હતી એ બાબતે હું થોડો ઘણો આશ્વસ્થ હતો..હા પણ પ્રેમમાં એ બાકી રહેલ 1% બહુ મોટી ભૂમિકા ભજવી જતો હોય છે એનો દરેક પ્રેમ કરેલ વ્યક્તિને અનુભવ હશે જ.

રાતે મોડાં સૂતો હતો છતાંપણ હું સવારે છ વાગે તો જાગી ગયો..પંક્તિને અવડાં મોટાં શહેરમાં શોધવાની કવાયત થોડી લાંબી અને મુશ્કેલ બની જવાની હતી એ મને ખબર જ હતી પણ આ બધી મુશ્કેલીઓને હવે કોઈપણ કાળે પાર પાડવાની જ હતી એવી ગાંઠ મેં મનમાં દૃઢપણે વાળી લીધી હતી..આમ પણ પ્રેમ માટે એક પ્રખ્યાત અને જુની કહેવત છે કે..

"એ ઈશ્ક નહીં આસાન ઇતના સમઝ લિજીયે..

એક આગ કા દરિયા હૈ,ઔર તૈર કર જાના હૈ.."

મારે એવો કોઈ દરિયો તો પાર નહોતો કરવાનો પણ આ 60 લાખ ની વસ્તી ધરાવતાં શહેરમાં એક વ્યક્તિને શોધવાની હતી..જે રૂ નાં ઢગલામાં સોય શોધવા જેવું કામ હતું.પણ માની લો તો હાર અને ઠાની લો તો જીત છે એ વાત મુજબ હું નીકળી પડ્યો મારી સ્વપ્ન સુંદરી ની શોધમાં.

એ શોધ નું પગથીયું સીધું પહોંચતું હતું R.T.O. હા દોસ્તો RTO. હું મારી એક્ટિવા પર સવાર થઈને 9 વાગે નીકળીને સીધો પહોંચી ગયો RTO. હકીકતમાં બન્યું હતું એવું કે પંક્તિ જેવી લાગતી એ છોકરી તો મારી નજરોથી સિગ્નલ પર જ ઓઝલ થઈ ગઈ હતી પણ એની કારની નંબર પ્લેટ મારી નજરે ચડી ગઈ હતી.

એ નંબર પ્લેટ પર લખ્યો હતો કારનો નંબર.ભલે પ્રથમ મુલાકાતમાં પંક્તિનો કોન્ટેકટ નંબર લઈ શક્યો પણ આ વખતે એની કારનો નંબર મગજમાં બરાબર ઠસાવી દીધો હતો.રાતે જ્યારે હતાશ હતો ત્યારે આ નંબરના ઉપયોગથી પંક્તિ સુધી પહોંચી શકવાનો વિચાર સૂઝતાં ની સાથે મારી સમગ્ર હતાશા ખોવાઈ હતી..અને એની જગ્યાએ એક આશા નું કિરણ પથરાયું હતું જે માટે થઈને હું RTO આવ્યો હતો.

RTO માં ઓફીસ ની અંદર એક સારી પોસ્ટ પર મારાં એક મિત્ર આલમ શેખ કામ કરતાં હતાં.. આલમ શેખ નાં બહેરામપુરા સ્થિત ઘરનું પ્લાનિંગ અને પાસિંગ મેં જ કર્યું હોવાથી આલમ શેખ જોડે સારી એવી મિત્રતા થઈ ગઈ હતી.આલમ શેખ પર મારી રચનાઓ નાં ચાહક હતાં એમાંપણ મોહમ્મદ અને ઈદી એમને ઘણી પસંદ આવી હોવાનું એમને મને સ્પેશિયલ કોલ કરીને કહ્યું હતું.

હું સવારે દસ વાગ્યાં પહેલાં તો RTO પહોંચી ગયો હતો અને RTO માં આલમ ભાઈ અગિયાર વાગે જ આવતાં એટલે એમની ત્યાં સુધી રાહ જોયાં વગર છૂટકો પણ નહોતો.આલમ ભાઈ ની રાહ જોવામાં ટાઈમપાસ કરવા ત્રણ-ચાર વખત કોફી પણ પી લીધી હતી..સાડા દસ થી અગિયાર વાગતાં વાગતાં તો મને એવું લાગ્યું કે પાંચ છ કલાક જેટલો સમય મેં પસાર કરી દીધો હોય.

એકજેક્ટ અગિયાર વાગતાં ની સાથે મેં આલમ ભાઈ ને કોલ લગાવી દીધો..આટલી બધી રાહ જોઈ લીધાં પછી આલમ ભાઈ કોલ ઉપાડે ત્યાં સુધી ની રાહ પણ હું અત્યારે જોઈ શકું એમ નહોતો.આલમ ભાઈ એ કોલ ઉપાડતાં ની સાથે કહ્યું.

"બોલો ને mr. Writer..આજે કેમ અચાનક યાદ કર્યાં..?"

"આલમ ભાઈ..એક અરજન્ટ કામ આવી પડ્યું છે..જેમાં તમારી મદદ ની સખત જરૂરત છે.."મેં પ્રત્યુત્તર માં જણાવ્યું.

"અરે કોઈ ઇમરજન્સી છે કે શું..??બોલો બોલો હું શું કામ કરી શકું..અને તમે ક્યાં છો અત્યારે..?"આલમ ભાઈ એ પૂછ્યું.

"હું અત્યારે RTO ની જોડે આવેલી કીટલી પર બેઠો છો..અને એ કામ માં કોઈ ની જીંદગી નો સવાલ છે.."હું બોલ્યો.

"અરે તો અંદર આવી જાઓ..અંદર આવતાં ની સાથે લેફ્ટ સાઈડ જે ઓફીસ પડે છે એની અંદર આવજો ત્યાં કોર્નર માં હું બેઠો છું.."આલમ ભાઈ એ કહ્યું.

"સારું હું પાંચ મિનિટમાં આવું.."આટલું કહી મેં કોલ કટ કરી દીધો.

આલમ ભાઈ એ કહ્યું હતું એ જગ્યાએ હું પહોંચી ગયો તો એ ત્યાં એક કેબિનમાં ખુરશી પર બેઠાં હતાં..મને આવતાં જ એમને ઉભાં થઈ હસ્તધુનન કર્યું અને મને સામે રાખેલી ખુરશી પર બેસવા કહ્યું.

મેં સ્થાન ગ્રહણ કર્યું અને આલમ ભાઈ મારું ત્યાં આવવાનું કારણ પૂછે એ પહેલાં તો મેં જણાવી દીધું કે હું ત્યાં કેમ આવ્યો હતો.મારી વાત સાંભળી આલમ ભાઈ પહેલાં તો હસવા લાગ્યાં અને પછી મારાં ખભે હાથ મૂકીને બોલ્યાં.

"મિયાં.. આ પ્રેમ છે જ આવી વસ્તુ..જ્યાં સુધી પાગલ ના બનાવે ત્યાં સુધી એને શાંતિ ના થાય..તમે નિશ્ચિન્ત રહો હું એ કારનાં નંબર પરથી એનાં માલિકનું નામ અને સરનામું બે-ત્રણ દિવસમાં કઢાવી રાખું છું."

"આલમ ભાઈ બે-ત્રણ દિવસ, અરે હવે તો બે-ત્રણ કલાક ની વાત કરો તો પણ એટલી રાહ જોવી પોશાય એમ નથી..તમે જો કોઈને પ્રેમ કર્યો હોય તો એ પ્રેમ ની કસમ આજે કંઈપણ કરી મને એ કાર નાં માલિક નું નામ અને સરનામું લાવી આપો."મારાં અવાજમાં બેકરારી અને બેચેની અચાનક આવી ગઈ હોય એવું લાગ્યું.

"અરે શિવ ભાઈ મને લાગે છે કે તમે અત્યારે એ યુવતી ને મળ્યાં વિના જંપવાનાં નથી એ નક્કી છે..સારું તો આજે જ સાંજ પડ્યાં પહેલાં એ કારનાં માલિક નું નામ અને સરનામું તમને whatsup કરી દઈશ.."આલમ ભાઈ એ કહ્યું.

આલમભાઈ નો હૃદયપૂર્વક આભાર માની હું ત્યાંથી એમની રજા લઈ નીકળી ગયો.મારું અહીં આવવું સફળ થયું હતું હવે આલમભાઈ નાં મેસેજ ની રાહ જોવાની હતી.

આમ પણ પ્રેમ માં મોટાભાગનો સમય રાહ જોવામાં જ પસાર થઈ જાય છે..સાડા ત્રણ વર્ષ પહેલાં જે મુલાકાત અધૂરી રહી ગઈ હતી અને પુરી કરવામાં હવે સાડા ત્રણ કલાક જેટલો સમય જ બાકી હતો. RTO થી નીકળી હું પાછો મારી ઓફિસે ગયો અને બપોરનું જમવાનું પૂર્ણ કરી હાથમાં રહેલાં મોબાઈલની સ્ક્રીન પર નજર ગડાવીને બેઠો હતો.

એમાંપણ મોબાઈલ વાઈબ્રેટ થાય અને સાથે whatsup notification tone વાગે એટલે હું બેતાબીપૂર્વક whatsup ખોલું જેમાં બીજાનો મેસેજ આવેલો જોઉં એટલે આપોઆપ એને બે ચાર ગાળો મનોમન ભાંડી દેતો.

ત્રણ વાગી ગયાં પણ આલમભાઈ નો કોઈ મેસેજ આવ્યો નહીં.હવે હું ધીરજ ગુમાવી ચુક્યો હતો.મને લાગ્યું કે આલમભાઈ મારી વાત ભૂલી ગયાં હશે એટલે મેં એમને ફરીવાર એ વાત યાદ કરાવવા માટે કોલ કરવાનું વિચાર્યું અને એ માટે મોબાઈલ માં એમનો નંબર ડાયલ કરવા જતો જ હતો ત્યાં આલમભાઈ નો whatsup મેસેજ આવ્યો.

મેસેજમાં લખ્યું હતું.

"સુરેન્દ્ર કથીરિયા

27, પંચરત્ન બંગલો..અભિલાષા ટાવર ની સામે

નવા રાણીપ,અમદાવાદ."

***

મને મારી આગામી મંજીલ મળી ગઈ હતી..એ યુવતી જે શક્યત પંક્તિ જ હતી એવું મને લાગ્યું હતું એનું સરનામું મને મળી ગયું હતું..પણ આલમભાઈ એ જે મેસેજ કર્યો હતો એમાં મને એક વસ્તુ ખટકી રહી હતી અને એ વસ્તુ હતી ગાડી જેમનાં નામે રજીસ્ટર હતી એ સુરેન્દ્ર ભાઈ ની સરનેમ.કેમકે પંક્તિ ની અટક તો દેસાઈ હતી તો પછી કથીરિયા સરનેમ હોવાનું કારણ.

હવે પંક્તિ ની સરનેમ કથીરિયા થઈ ગઈ હોય તો એનું કારણ સાફ હતું કે એને કોઈ કથીરિયા સરનેમ ધરાવતી વ્યક્તિ જોડે લગ્ન કરી લીધાં હોવાં જોઈએ.જો એવું હોય તો પછી મારે પંક્તિને મળવાનો કોઈ અર્થ નથી વધતો એવું હું વિચારી રહ્યો હતો.

આલમભાઈ નો મેસેજ આવતાં ની સાથે જે ખુશી ચહેરા પર છવાઈ હતી એ પાછી ગુમ થઈ ચૂકી હતી.એક અજાણ્યો ડર મનને ઘેરી વળ્યો હતો..આલમભાઈ સરનામું મોકલાવે એની ઉપર જવાની જે ઉતાવળ હતી એ ઠંડી થઈ ચૂકી હતી.

"મારે એક વખત તો ત્યાં જઈને જોવું જોઈએ કે આખરે હકીકત શું છે..હા મારે ચોક્કસ ત્યાં જવું જોઈએ..રખેને એવું બને કે કોઈ અન્ય સત્ય બહાર આવે.."હું ઓફીસ માં રાખેલાં મિરર માં જોઈ મારી જોડે જ વાત કરી રહ્યો હતો.

આખરે મેં નિર્ણય લઈ લીધો કે હું સુરેન્દ્ર કથીરિયા નું જે સરનામું આલમભાઈ એ મોકલાવ્યું હતું ત્યાં જઈશ જરૂર..હવે પંક્તિ ભલે મળે કે ના મળે પણ મનની અંદર ધમાચકડી મચાવી રહેલાં તોફાની સવાલોનો શાંત કરવા માટે પંચરત્ન બંગલો જવું જરૂરી હતું.

***

આખરે હું એટલે કે શિવ પટેલ પહોંચી ગયાં પંચરત્ન બંગલો..બંગલોઝ નાં ગેટ પર એન્ટ્રી બુકમાં એન્ટ્રી કરી હું અંદર પ્રવેશ્યો..અંદર રહેલાં બંગલોઝ ની રચના અને ભવ્યતા આંખે ઉડીને વળગે એવી હતી..એક-એક બંગલો લગભગ ચારેક કરોડ નો હશે એવું મેં અનુમાન લગાવ્યું.

હું મારું એક્ટિવા લઈને સીધો પહોંચી બીજી રો માં આવેલ બંગલો નંબર 28 નાં ગેટ જોડે..બંગલો નાં ગેટ ની નજીક ની દીવાલ પર સાઈન બોર્ડ હતું જેમાં લખ્યું હતું સુરેન્દ્ર કથીરિયા..મતલબ કે હું સાચી જગ્યાએ આવીને ઉભો હતો.

હું હજુ માંડ બે મિનિટ જેટલું જ બંગલો ની ગેટ જોડે ઉભો હોઈશ એટલામાં બંગલા ની અંદર ગાર્ડન માં કંઈક કામ કરી રહેલ વ્યક્તિ બહાર આવ્યો..એનાં પહેરવેશ પરથી એવું લાગતું હતું કે એ કોઈ સર્વન્ટ હતો..મારી જોડે આવીને એને સવાલ કર્યો.

"એ ભાઈ કોનું કામ છે તારે અને અહીં ઉભો ઉભો શું કરે છે..?"

એ ભાઈ જે કોઈપણ હતો પણ અત્યારે મારું ત્યાં ઉભું રહેવું એને યોગ્ય લાગ્યું નહોતું એ એનાં ચહેરાના હાવભાવ પરથી સાફસાફ સમજી શકાય એવું હતું..એનો અણગમો જોઈ મારા મગજમાં જે આવ્યું એ મેં કહી દીધું.

"મોટાભાઈ એતો આ ઘરના માલિક નું કામ હતું..?"

"સાહેબ તો અત્યારે ઓફિસે છે અને મેડમ પણ ક્યાંક બહાર ગયા છે.."એ નોકર જેવાં દેખાતાં વ્યક્તિ એ જવાબ આપ્યો.

"મેડમ..? મતલબ કે સુરેન્દ્ર ભાઈ નાં પત્ની.."મારાં મોંઢેથી એમજ નીકળી ગયું.

"હા, સાહેબ નાં પત્ની સરોજ બેન.."એ નોકરે કહ્યું..એની વાત સાંભળી મારાં હૃદય ને ગજબની ટાઢક મળી હતી પણ સાથે ઘણાં સવાલો નવાં પેદા થયાં હતાં..પંક્તિ સુરેન્દ્ર ભાઈ ની પત્ની તો નહોતી અને જે રીતે એ નોકર એમને માન આપી રહ્યો હતો એ મુજબ એ મોટી ઉંમરના વ્યક્તિ હશે એવી ખબર પડી રહી હતી.

હવે એ કાર ડ્રાઈવ કરતાં જોયેલી યુવતી પંક્તિ હતી કે બીજું કોઈ એ જાણવા મેં એ નોકર ને પૂછ્યું.

"સુરેન્દ્ર ભાઈ ઘરે નથી તો બીજું કોઈ એમનું ફેમિલી મેમ્બર..?"

મારાં જોડે રહેલી બેગ અને દેખાવ પરથી એ નોકર ને હું કોઈ લોન વાળો કે વીમા નો એજન્ટ લાગ્યો હોઈશ એવું મને લાગે છે એટલે જ એને મારાં દરેક સવાલ નાં યોગ્ય જવાબ આપ્યાં હતાં..સુરેન્દ્ર ભાઈ ની ફેમિલી માં અન્ય કોણ છે એ પુછતાં પણ એને બધું જણાવતાં કહ્યું.

"સુરેન્દ્ર ભાઈ અને સરોજ બેન ને એક દીકરો છે ચેતન જે અત્યારે અમેરિકા છે..અને એક દીકરી છે.."

"દીકરી..એમનું નામ શું છે..?અને એ અત્યારે ઘરે મોજુદ છે..?"સુરેન્દ્ર ભાઈ ની જે દીકરી ની વાત એ નોકર કરી રહ્યો હતો શાયદ એ જ પંક્તિ હતી એ વાતે હું આશ્વસ્થ હતો...એટલે મેં મારી વાત ને પુરવાર કરવા એ વિશે બીજાં સવાલો ને પૂછી જ લીધાં.

"એમનું નામ છે સ્નેહલ બેન..અને એ પણ અત્યારે ઘરે હાજર નથી.."એ નોકરે જે જવાબ આપ્યો એ મારી માટે અણુબોમ્બ થી પણ વધુ ઘાતક પુરવાર થયો.

"સારું હું પછી ક્યારેક આવીશ.."આટલું કહેતાં તો મારાં ગળે ડુમો ભરાઈ ગયો હતો..મેં જોયેલી યુવતી પંક્તિ નહોતી પણ સ્નેહલ કથીરિયા હતી એ પુરવાર થઈ ગયું હતું જેનો ચહેરો શાયદ પંક્તિ ને હૂબહૂ મળતો આવતો હતો.રડવાની ઈચ્છા હતી પણ રડ્યો નહીં.લાગણીઓને કાબુ માં કરી કોઈ હારેલાં યોદ્ધાની માફક હું ત્યાંથી નીકળતો જ હતો ત્યાં કાને એક અવાજ પડ્યો.

"એ શિવ..."

આ એજ મધ નીતરતો અવાજ હતો જે મેં પહેલીવાર અમદાવાદ થી સુરત જતી વખતની સફરમાં સાંભળ્યો હતો..હા એ અવાજ મારી સ્વપ્ન સુંદરી પંક્તિનો જ હતો.દિલ ની ધડકનો અચાનક બમણી થઈ ગઈ અને શરીરમાં શક્તિનો સંચાર થઈ ગયો હોય એવો અનુભવ મને થયો..અવાજ ની દિશામાં જોવા એ તરફ મેં મારી ગરદન ઘુમાવી..!!

***

વધુ આવતાં અંકે.

એ યુવતી પંક્તિ જ હતી..?? સુરેન્દ્ર ભાઈ કોણ હતાં અને એમની દીકરી સ્નેહલ કોણ હતી..?? શિવ અને પંક્તિ ની થનારી મુલાકાત એમની વચ્ચે નો સંબંધ કેટલે સુધી આગળ વધારશે?? આ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ.

આ નોવેલ અંગે આપનાં અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો..સાથે માતૃભારતી પર મારી અન્ય બીજી નોવેલ પણ આપ વાંચી શકો છો.

આખરી દાવ

બેકફૂટ પંચ

ડેવિલ:એક શૈતાન

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ

~જતીન. આર. પટેલ (શિવાય)