હું
હું કોણ ? હું ક્યાં થી આવ્યો ? ક્યાં જવાનો ? શું લઈને આવ્યો હતો ? શું લઇને જવાનો છું ? હું કેમ આવ્યો ?
હું શું કરીશ ? હું શું કરવાનો ? હું શું કરી શકું ? હું શું કરતો રહ્યો ? મારે શું કરવું જોઈએ ? મેં કેમ ના કર્યું ?
મેં કેમ કરીયું ?
ઉપર ના બહુજ ઉપયોગી સવોલો મારે મારા માટે શોધવાના છે. મારા જન્મ થી જે યાત્રા શરુ થઇ ત્યારથી
મારા શરીર ના નાશ સાથે ખત્મ થશે. પણ તે પહેલા ઉપર ના સવાલો ના જવાબ મેળવવા એ મારા માટે બહુ જરૂરી
છે. કેમ કે હું કોણ એ સૌ પ્રથમ મારે શોધ કરવાની છે જો પ્રથમ ડગલું હું ભરીશ તો પછી બીજા પગલા માં વાર નહિ
લાગે. જીવનયાત્રા સૌ ની હોય છે મારે મારી યાત્રા ને પરમાનંદ આત્માનંદ અને નિજાનંદ સાથે પસાર કરવાની છે.
પણ આવ્યો છું કૈક ખાસ મકસદ માટે કે પછી મને મોકલવામાં આવ્યો છે કોઈ ખાસ કાર્ય માટે તો તેને હું પૂરું
કરિયા વગર તો જવાનો નથી. જીવન યાત્રા ના પ્રવાહ માં મારે હજી ઘણું સંશોધન કરવાનું રહેશે હું અવિરત કર્મ
કરતો જઈશ સાથે સાથે હું શુખ દુખ ના અનુભવો થી જીવન ને નીખારતો રહીશ. મને વિશ્વાસ છે એક દિવસ હું
મારા દરેક હું થી શરુ થતા પ્રશ્નો ના ઉત્તર મેળવી ને જ જંપીશ. જ્યાં સુધી ધ્યેય શું છે તે ખબર નથી ત્યાં સુધી
સંશોધન અવિરત ચાલુ રાખીશ. મારા માં રહેલા ઈશ ને શોધવાના છે મારે મારી અંદર મારી ખોજ કરવાની છે.
કારણ કે દુનિયા બે છે એક બહાર અને એક અંદર બહાર કદાચ હું મને ના પણ મળું પણ મારા અંતર માં તો હું ને
શોધી જ કાઢીશ. મારે ક્યાં દુનિયા ને શોધવાની છે મારે તો બસ મારી પોતાની શોધ કરવાની છે ઘણી વાર એમ
લાગે છે જો ગહન ચિંતન કરી હું ની શોધ કરીશું તો કદાચ જીવન ભાર લાગશે તેના બદલે બાલ સહજ ભોળા ભાવે
શોધ કરીશ તો હું ને સરળતાથી મેળવી સકીશ. કદાચ જીવન નો રસ્તો ઘર થી સ્મશાન સુધીનો જ છે પણ ઘરની
બહાર અને સ્મશાન ની પહેલા યાત્રા ઘણી લાંબી છે તે દરમિયાન મને જેના માટે આ પૃથ્વી પર મોકલવામાં
આવ્યો છે તે જરૂરથી પૂર્ણ કરીને રહીશ. અને તે મકસદ ધ્યેય એજ જીવન છે માટે હવે હું ની ખોજ એજ એક માત્ર
ધ્યેય છે મારું જીવન માં હું ને શોધીને જ જંપીશ. હું એટલે શરીર નહિ હું એટલે લાગણી નહિ અને હું એટલે મારી
સવાર સાંજ નહિ પણ હું એટલે મારો જીવન ઘટનાક્રમ જીવ થી શિવ સુધીની યાત્રા માટે મારે શિવત્વ પામવું
છે. કારણકે જીવન માં જયારે ધીમે ધીમે ખબર પડે છે કે સાચું સુખ શું મેં જયારે જોયું તો મને ખ્યાલ આવ્યો કે
જીવન નું સાચું સુખ નિજાનંદ માં રહેલું છે બાકી તો બધી ઘટનાક્રમ છે જીવન માં રોજ સવાર સાંજ થતી રહેવાની
પણ પોતાના સાક્ષી ભાવે ફક્ત આનંદમાં રહો એજ શુખ છે. કેમ કે પ્રભુ એ મને હમેશા આનંદ માં અને ખુશ
માં રહેવા માટે જ જીવન છે એમ સમજાવ્યું હતું પણ હું દુખી તો જાતે થવા માંડ્યો હતો એટલે જ સાચા સુખ અને
હું ને જાણી લાવું તો મારું કામ થઈ જાય. આમ નિર્મળ નિજાનંદ માં રહેવા થી જીવન નો ધીમે ધીમે ભાર ઓછો
થવા લાગે છે હવે મને લાગે છે કે મારો દિવસે દિવસે ઉત્ત્સાહ વધી રહયો છે કેમ કે જયારે ખબર પડી ગયી છે
જીવન માં જે કાય મારી સામે આવે છે એ પ્રભુ એ જ મોકલાવેલ છે તો પછી જે આવે તે પ્રભુ નો પ્રસાદ સમજીને
જો તેનો સ્વીકાર કરવા માંડું તો મારા ઉપ્પર ના બધા અણસમજ ના આવરણો ઉતરી જાય પછી મને એક દમ
સ્પષ્ટ બધું સમજવા લાગે છે. આજે મને લાગે છે મારા જીવન નો ઉદ્દેશ મને મળી ગયો છે પ્રભુ ના ગમતા થઇ ને
પ્રભુ ના કામ કરતા કરતા પ્રભુ ના વિચાર ઘરે ઘરે અને દરેક મનુષ્ય સુધી મારે લઈ જવા છે. માર કે જીવન નું
સત્ય ખરું તત્વ જ્ઞાન એજ છે કે હું મને ઓળખી જવું. હું એટલે આ સમસ્ત પૃથ્વી ને બનાવનાર ચલાવનાર અને
રાત દિવસ પોસનર એવા પરમ કૃપાળુ પરમાત્મા કે જે આ પૃથ્વી નો રાજા છે એનો હું દીકરો છું એટલે કે જો
શિવ માંથી આ જીવ પ્રગટેલો છે એટલે હું શિવ નો દીકરો છું જો મારો બાપ આ પૃથ્વી નો પિતા હોય તો હું તો આ
પૃથ્વી નો રાજકુમાર છું. ઓહ કેટલું બધું ઐસ્વર્ય હે પ્રભુ હવે જ મને લાગે કે છે ખરેખર હું ને ઓળખી સક્યો છું.
જીવ માંથી શિવ નર માંથી નારાયણ બનવાનું છે મારે હું સુકામ મારી જાત ને નાનો કહું હું તો રાજકુંવર છું તો
પછી હવે મારે એક રાજા કે રાજ્કુવર ને શોભે એવું જીવન જીવી જવું જોઈએ. જીવન ઇસ્વરનું વરદાન સમજીને
ખુબ આનંદ અને હર્ષોલ્લાસ થી જીવવું જોઈએ. આમ હવે હું ઘણો હું ની નજીક પહોચી ગયો છું. આજ મને આ
લખતા ખુબ ખુશી અનુભવી રહયો છું બસ આજે મને લાગે છે કે મારા હૃદય માંથી આવતા આ શુદ્ધ વિચારો મને
હું ની બહુજ નજીક લઇ ગયા છે અને મને લાગે છે કે મેં હવે હું ને પામી લીધો છે કેમ કે આ જાણી લીધા પછી
કદાચ મારે મારા જીવન માં રોજીંદા વ્યવહારો બહુ સરળ થઇ જશે કેમ કે હું ની ખોજ હવે થઇ ચુકી છે મારો
આત્મા જ હું છું અને હું જ જીવ અને હું જ શિવ છું બસ મારે મારા દરેક કર્મ માં ફક્ત સાક્ષી ભાવ રાખવાનો છે
હવે થી કોઈ પણ કર્મ મને દુખી ના કરી સકે તે મારે જોવાનું છે. જે મને હવે બહુ સરળ લાગી રહયું છે કેમ કે
જેમ જેમ જ્ઞાન દ્વારા મને ખયાલ આવ્યો કે હું તો સાવ સાક્ષી છું બાકી બધું તો ઈશ્વર આધીન છે ત્યારે હળવો
ફૂલ થઇ ગયો છું મને લાગે છે કદાચ મારા માં હું ની શોધ ના કારણે મારો આત્મવિશ્વાસ ખુબ ઉચો છે. છતાં
હું હવે કોઈ ભૂલ વગર ઈશ્વર ના આદેશ અનુસાર જીવન જીવવા માગું છું મને લાગે છે આગળની મારી જીદગીમાં
હું આરામ થી ખુબ સત્કર્મ કરતા કરતા પસાર કરીશ ટે હું ભવિષ્ય એકદમ ચોખું દેખાય છે. બસ મારે મારા જીવન
માં અનાસક્ત બની ને ફક્ત સાક્ષી ભાવ રાખીને ધીરે ધીરે આગળ જીવન યાત્રા ને લઈ જવાની છે.
બસ હવે જીવન ભલે ગમે તેવા તોફાનો આવે પણ હે પ્રભુ મને મારા આત્મવિશ્વાસ માં કોઈ દિવસ ઓછું ના
આવે તે જોજે બસ મારી એટલીજ પ્રાથના છે કે હું ની શીધ ની સાથે સાથે મારું તો કલ્યાણ થાય અને તેની
સાથે સાથે મારી સાથે જોડાયેલા તમામ જીવો નું પણ કલ્યાણ થાય એવી શુદ્ધ ભાવના સાથે મારો આ લેખ હું પર
નો પૂરો કરું છું.
બસ એજ જીવનયાત્રી
ચેતન ઠાકર.
( મારો આ નમ્ર પ્રયત્ન છે હું ઉપ્પર લેખ લખી મારી ખોજ કરવાનો મારો આ પ્રયત્ન સારો લાગે તમને કોઈ કામ
લાગે તો જરૂર થી જવાબ મને લખશો તો મને ગમશે.)