એકટર - ભાગ ૫. NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એકટર - ભાગ ૫.

એક્ટર ભાગ ૫

પ્રસ્તાવના:-
દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળાઈ જઈએ છીએ! બાળપણ સુંવાળું હોય છે કેમકે એ સમયમાં એક્ટિંગ અસ્થાને હોય છે. જેની પાસેથી જિંદગી એક્ટિંગ કરાવે છે એવા એક યુવાનની પ્રેમ કહાની લખવા પ્રયાસ કર્યો છે, આશા રાખું છું કે આપને ગમશે. આપના પ્રતિભાવ જરૂર આપશો.

-નીલેશ મુરાણી

એક્ટર ભાગ ૫

===========
“ઓકે તો આ રહ્યા મારા ક્લાઈન્ટના બેલ માટેના પેપર, ચાલો છોડો એમને.”
ત્યાર બાદ મને છોડી મુકવામાં આવ્યો. મિસ લીલી મારો હાથ પકડી અને બહાર ઉભેલી ટેક્સી તરફ લઇ જતા બોલી..”કેટલી નિર્દયતાથી માર્યો છે એક બેગુનાહ ને?”
પાછળની સીટ ઉપર બેસાડી અને ટેક્ષી ડ્રાઈવરને કહ્યું.,
“હોસ્પિટલ લઇ લો.”
રસ્તામાં મિસ લીલીએ મને એક રેસ્ટોરેંટમાં ખવડાવ્યું. હું અને મિસ લીલી હોસ્પિટલ પહોંચ્યા ત્યાં શૈલીના અન્ય સાથીદારો પણ હાજર હતા માં અને શૈલીને હોસ્પીટલમાં દાખલ કર્યા હતા.બંનેની વ્યવસ્થિત સારવાર થતી જોઈ મને શાંતિ થઇ મિસ લીલીએ મારા ખભા પર હાથ મુક્ત કહ્યું..

“નીલ આવો મારી સાથે બહાર લોબીમાં.”
મારો હાથ પકડી અને મિસ લીલી મને બહાર લોબી તરફ લઇ ગઈ અને ફરી એ મને સવાલો કરવા લાગી.

“હા તો નીલ પછી આગળ શું થયું હતું એ જણાવો. આંટી અને શૈલીની ચિંતા છોડો એ બંને હવે ઠીક થઇ જશે.”

મેં ફરી મારી અને સુનીલની વાત આગળ વધારતા કહ્યું.

“બીજા દિવસે અમે સુનીલની સગાઇ ઇન્દુ સાથે નક્કી કરવા શેઠ જમનાદાસના ઘરે જતા હતા,શહેરના પોસ વિસ્તારમાં બસ સ્ટેસનથી નજીક આવેલ આલીશાન મહેલ જેવા આધુનિક બંગલાના ગેટમાં પ્રવેશ કરતાજ બે સિક્યોરીટી ગાર્ડ એ મોટાભાઈને સલામ કરી અને ઔપચારિક ગાડીમાં નજર કરી ગેટ ખોલી આપ્યો, આધુનિક ટાઈલથી જડેલ પહોળો રસ્તો,રસ્તાની આજુબાજુ અવનવી ડિજાઈન થી કંડારેલ મહેંદીના છોડ, થોડા થોડા અંતરે અલગ અલગ પ્રકારના ફૂલછોડ, બંગલાના વિશાલ મુખ્ય પ્રવેશદ્વારની સામે નાનકડા ફુવારાની આજુબાજુ ગોળાકારમાં આરસની દીવાલ, ફુવારાની સામે સ્વીમીંગ પુલ જાણે શેઠ જમનાદાસએ કોઈ સ્વર્ગની રચના કરી હોય તેવું લાગતું. જોકે આ બધું સુનીલને મન ફિક્કું લાગતું તે આજે અહી ઇન્દુને રીજેક્ટ કરવાજ આવ્યો હતો, તેને વિશ્વાસ હતો કે જરૂર ઇન્દુ સમજદાર અને સુશીલ છોકરી હશે અને તે સુનીલની વાત માની જશે.બંગલાના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ કરતા શેઠ જમનાદાસ અને શેઠાણીએ માનભેર અમારું સ્વાગત કર્યું, અમને ઉપર મોટા બેઠક ખંડ સુધી લઈ ગયા, મારી નજર આસપાસ ઇન્દુને શોધી રહી હતી, કે જે છોકરીને સુનીલ રીજેક્ટ કરવાનો છે એ કેવી લાગે છે, તેનો આવાજ કેવો છે,,આ બધું જાણવાની ઉત્સુકતા હતી મને, સોફા પર બેસતાજ સેઠ જમનાદાસએ કહ્યું..

“જો ભાઈ આજે જમાનો બદલાઈ ગયો છે,,આજ કાલના છોકરાઓ એકબીજાને જોઈ વાતચીત કરી પસંદ કરે છે, અને આમ નક્કી કર્યા પહેલા બન્ને એકબીજાથી વાતચીત કરે તો તેમાં વાંધો પણ શું?”

સેઠની આ વાત સાંભળી સુનીલનો ચહેરો ખીલી ઉઠ્યો સુનીલને જે જોઈતું હતું તે શેઠ જમનાદાસ એ સામેથી જ કહ્યું,વચ્ચે જ મોટાભાઈ એ હસી પડ્યા અને કહ્યું,

“હા એ વાત ખરી અને સુનીલની પણ ઈચ્છા એજ હતી, ત્રણ વર્ષ લંડનમાં રહી આવ્યો છે ને ભાઈ!..”
બધા હસી પડ્યા,

”અરે આ તો ઘરની વાત છે, લ્યો ઇન્દુ પણ આવી ગઈ,”

આટલું સંભાળતા જ બધાની નજર સામેથી આવતી ઇન્દુ પર પડી,પ્લેઈન આસમાની રંગનો સ્લીવમાં નેટવાળો પંજાબી ડ્રેસ, નેટની અંદરથી ખભાથી હથેલી સુધી લાગેલી નેટના ઇન્દુના હાથ ચમકતા, હાથમાં સરબતના ગ્લાસની ટ્રે અને માથા પરથી ફરતો દુપટો ગળામાં વીંટળાઈ સરબતની ટ્રે ને સ્પર્શ થતો, ગોળ ચહેરો, અને સામાન્ય મેકઅપ,આંખમાં ધારદાર લાઈનરથી મોટી મોટી લગતી આંખો. આવતાં જ બધાને સરબત આપવા લાગી, મારી સામે જોઈ હળવું સ્મિત કર્યું,

“ઇન્દુ બેટા તું ત્યાં સામે ટેરેસ પાસે જા સુનીલ આવે છે ત્યાં,,”

શેઠાણીએ ઇન્દુ તરફ જોઈને કહ્યું, ઇન્દુ શરમાઈને સામે બેઠક ખંડથી બહાર નીકળતા ટેરેસ ઉપર લાગેલા હિંડોળા પર જઈને બેશી ગઈ,,ભાભીએ સુનીલ સામે જોઈ સુનીલ ને ઈશારો કર્યો, સુનીલ નું ધ્યાન ન હતું, મેં કોણીથી ઠોસો માર્યો, પણ ભાઈ સુનીલતો વિચારોમાં ખોવાયેલ હતો, સુનીલના માથા પર ટપલી મારતા ભાભીએ કહ્યું.,
,
”સુનીલભાઈ હવે શુ જાહેરાત કરવી પડશે કે રાજકુમારી ઇન્દુ તમારી રાહ જોઈ રહી છે,”

બધા હસી પડ્યા અને સુનીલ ઇન્દુ પાસે પહોંચ્યો, પાંચ મિનીટ પછી ભાભી પણ ત્યાં ગયા અને થોડીજ વાર માં બહાર આવ્યા, ભાભીએ જે કહ્યું તે સાંભળી ને મારા આશ્ચર્ય નો પાર ન રહ્યો,
“અભિનંદન સુનીલ અને ઇન્દુએ એકબીજાને પસંદ કરી લીધા છે,”

સેઠ અને સેઠાણી એ પણ મોટાભાઈને અભિનંદન આપ્યા અને મીઠાઈ ખવડાવી, મારું તો માથુ જ ફરવા લાગ્યું કે આ સુનીલ્યો અહી અ ઇન્દુડીને રીજેક્ટ કરવા આવ્યો હતો, અને આ શું થયું? ખેર જે થયું તે પણ ખરેખર શું થયું તે હવે સુનીલ જ કહી શકે છે..કાલે ક્લાસ લઉં. સુનીલ અને ઇન્દુ પણ હસતા મોએ બહાર આવી ગયા, ઇન્દુનું પણ મોં ખીલી આવ્યું, ગુલાબના ફૂલ ઉપર વર્ષાઋતુના ફોરા પડ્યા હોય જાણે..

મારા દિમાગના ઘોડા દોડવા લાગ્યા શૈલી માટેનો મારો રસ્તો સાફ થયો હતો, મને વિશ્વાસ હતો શૈલીને હું પ્રપોઝ કરીશ મને ના નહિજ પાડે, શૈલી મારો પહેલો પ્રેમ હતો, પણ હજુ સુનીલનું સ્ટેન્ડ ક્લીઅર નહોતું અને મારા દિમાગમાં ચાલતા વિચારો ને હાલ કોઈ સ્થાન મળે એવું મને સુજતુ ન હતું, ખેર મારે તો વેઇટ એન્ડ વોચ જેવું થઇ ગયું હતું, સુનીલે ઇન્દુને સિલેક્ટ કરી એ મારા માટે દુ:ખદ પણ હતું કે સુનીલને તેનું મનગમતું પાત્ર શૈલી હવે નહી મળી શકે. એ મારા માટે જેટલું દુખદ હતું એટલુજ સુખદ પણ હતું,

રાત્રે હું ઘેર આવી ગયો, બેડ પર આડો પડ્યો પણ મને ઊંઘ નહોતી આવતી મારા દિમાગમાં શૈલીના જ વિચારો આવતા,હું શૈલીના સપનાઓ જોવા લાગ્યો, મારી આંખ ખુલતી અને બંધ થતી છત ઉપર ફરતા પંખા ઉપર પડતી, એટલી વારમાં માંએ આવાજ આપ્યો,

“ નીલ કોઈ છોકરીનો ફોન છે,,જોતો વિદેશથી હોય એવું લાગે છે,,તારું પૂછે છે,”

હું ઉતાવળે ઉભો થયો અને ફોનના ડિસ્પ્લે પર નજર કરી તે શૈલીનો નંબર હતો, મારે મન તો આ ચમત્કાર હતો, હું જેના વિચાર કરતો તેનો જ ફોન આવ્યો, મેં ઉતાવળે ફોન કાન પર લગાવ્યો,,
સામેથી. શૈલીનો આવાજ આવ્યો,.

“હેલ્લો નીલ કેમ છો?, એક ફોન પણ નથી કરી શકતો? અને તારો નાલાયક ભાઈબંધ મારા ફોન નથી ઉપાડતો, શું એને કોઈ બીજી મળી ગઈ છે?”

શૈલીના આ પ્રશ્નએ મને અંદરથી હલાવી નાખ્યો, હળવું હસતા મેં જવાબ આપ્યો,

“ના શૈલી એવું નથી, અહીં આવતાની સાથેજ એ વ્યસ્ત થઇ ગયો છે. સાંજે મને મળે તો વાત કરાવું,”

“હા ચોક્કસ કરાવજે કારણ કે આવતી કાલથી હું યુરોપની ટ્રીપમાં જાઉં છું એટલે મારો કોન્ટેક ન પણ થઇ શકે, સો પ્લીઝ મને એકવાર વાત કરાવજે ને મારે જરૂરી વાત કરવી છે..”

એક સેકન્ડ માટે મને વિચાર આવ્યો કે હું શૈલીને બધી હકીકત જણાવી દઉં પણ પછી મેં એવું ન કર્યું, સુનીલ પોતે એના મોઢાથી કહે એ બરાબર રહેશે, મેં પણ ઔપચારિક હાલચાલ પૂછી વાત પૂરી કરી.
“ઓહ માય ગોડ! એ શૈલીના ફોન પણ નહોતો ઉઠાવતો! કેટલો મજબુર હશે એ.” વચ્ચે મિસ લીલીએ મને અટકાવતા કહ્યું..

“જી બિલકુલ મિસ લીલી ખુબ દુ:ખી હતો...અને બીજા દિવસે સાંજે હું ઓફીસથી આવ્યો મને ઉતાવળ હતી શૈલીના ફોનના સમાચાર સુનીલને આપવાના હતા, હું ઘરે આવી ફ્રેશ થઇ સીધો સુનીલ પાસે વાડીએ પહોંચ્યો. તે દિવસે સુનીલ ફરી વ્હીસ્કીની બોટલ લઇને મારી રાહ જોઈ બેઠો હતો, પણ તે દિવસે મારો જરા પણ મૂડ ન હતો કે હું દારૂ પીઉં, અને પછી આ નાલાયક ભેગી રોજની આદત પડી જાય એ પણ મને પસંદ ન હતું, અને એ મને યોગ્ય ન લાગ્યું,.

“આવ નીલ હું તારીજ રાહ જોતો હતો, તારી રાહ જોવામાં એક પેગ તો મારી પણ લીધો ”

“હા સાથે દારૂ પીવા અને તારી લાવારી સાંભળવા એક પાર્ટનર જોઈએ ને ! પણ આજે મારી બિલકુલ ઈચ્છા નથી અને હા આ આદત કાઢી નાખજે નહિતો હવે કાલથી હું તને મળવા નહી આવું .”
“ભાઈ તારા સિવાય મારું આં દુનિયા માં બીજું છે કોણ ?”

“કેમ શૈલી નથી ? કાલે જ ફોન આવ્યો હતો, સાલા તું શૈલીના ફોન નથી ઉઠાવતો એટલે શૈલીએ કાલે મને ફોન કર્યો હતો,”

“નથી કરવી મારે શૈલી જોડે વાત, અને હું શું વાત કરું શૈલી જોડે ? શૈલીને એમ કહું ? કે આવતા વિકમાં મારા લગ્ન છે તો તું આવજે,”

“કેમ આવતા વિકમાં ? આટલી ઉતાવળ?”
“હા આવતા રવિવારે, સગાઈ અને લગ્ન સાથે, સાંજે છ વાગ્યે સગાઇ અને સાડા સાત વાગ્યે લગ્ન.”

“ઓહ, તો પણ તું શૈલીથી એકવાર વાત કરી લે અને મારું એવું માનવું છે કે શૈલીને જે છે એ હકીકત જણવી દે, એ બચારી તારી રાહ જોઇને બેઠી હશે,”

સુનીલે ખિસ્સામાંથી ફોન કાઢી મારી તરફ કર્યો અને કહ્યું,

“લે તુજ કહી દે મારી જીગર નહી ચાલે,”

“ના શૈલી મારી પ્રેમિકા હોત તો હું ચોક્કસ કહી દેત, એટલી જીગર તો મારા માં છે જ, પણ ખમ હું તને ફોન લગાવી દઉં તુજ વાત કરી લે”
મેં શૈલીનો નંબર ગોતી ડાયલ કર્યો અને સામેથી શૈલીએ એકજ રીંગ માં ઉપાડી લીધો,

“હેલ્લો શૈલી હું નીલ વાત કરું છું,,,લે આ સુનીલથી વાત કર, તમારા બંનેની વચે હું તો સૂડી વચ્ચે સોપારી થઇ ગયો છું,”

એટલું કહી મેં ફોન સુનીલને પકડાવી દીધો, સુનીલે ફોન સ્પીકર ઉપર કરી વાત કરવાનું શરુ કર્યું,
,”હેલ્લો શૈલી આવતા વિકમાં મારા લગ્ન છે અને પ્લીઝ હવે મને ફોન ના કરીશ, આમ પણ તારા ફોન આવેછે તો હું ઉપાડતો નથી, અને બની શકે તો મને ભૂલી જા,,,ભૂલી જા કે તારી લાઈફમાં કોઈ સુનીલ નામનો છોકરો આવ્યો હતો,,

“હેલ્લો સુનીલ પણ મારી વાત તો સાંભળ,,,..સુનીલ.....”

સુનીલે ફોન કાપી નાખ્યો,,,,ફોન કટ થયા પછી શૈલીએ બે થી ત્રણ વખત ફોન કર્યા પણ સુનીલે કાપી નાખ્યા, અને ફોન સ્વીચ ઓફ કરી મને આપ્યો, અને કહ્યું,

“હવે સાંભળ નીલ,, આવતી કાલે તારા માટે અને મારા માટે બે નવા સીમ લેતો આવજે, અને હા આં મારો જુનો ફોન તું રાખ, તારી પાસે પણ ફોન હોવો જોઈએ,, અને હા ઘરે માં પાસે જે નંબર છે એ પણ બંધ કરી સીમ બદલાવી નાખજે, આ શૈલી નામનું ભૂતકાળ હવે મારા જીવનમાં ન જોઈએ.”

આટલું બોલી સુનીલ ભેંકાટા સાથે રડી પડ્યો મને ભેટી પડ્યો, ધ્રુસકા ભરવા લાગ્યો, સુનીલનું દર્દ હું સમજી શકતો હતો, સુનીલ શૈલીને ખુબ પ્રેમ કરતો, પણ સુનીલની એવી તે શું પારિવારિક મજબુરી હશે કે તે ઇન્દુ સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયો? ,રડતા રડતા અને ધ્રુસકા ભરતા સુનીલે કહ્યું,,

ક્રમશ: આવતા ગુરુવારે.

-નીલેશ_મુરાણી.
મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯
ઈમેઈલ:- nileshmurani@gmail.com