એક્ટર ભાગ ૩. NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક્ટર ભાગ ૩.

એક્ટર.

ભાગ ૩.

પ્રસ્તાવના:-

દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળાઈ જઈએ છીએ! બાળપણ સુવાળું હોય છે કેમકે એ સમયમાં એક્ટિંગ અસ્થાને હોય છે. જેની પાસેથી જિંદગી એક્ટિંગ કરાવે છે એવા એક યુવાનની પ્રેમ કહાની લખવા પ્રયાસ કર્યો છે, આશા રાખું છું કે આપને ગમશે. આપના પ્રતિભાવ જરૂર આપશો.

- નીલેશ મુરાણી

ભાગ ૩

અમે એરપોર્ટ પહોંચી આવ્યા, શૈલી ડ્રાઈવ કરતા કરતા વારેવારે સુનીલનો હાથ પકડી રહી, સુનીલ પણ વારેવારે શૈલીના ખભા પર તેનું માથું મૂકી દેતો, શૈલી તેના માથામાં હાથ ફેરવતી, અને મારી અકળામણ વધી જતી, હું જોઈ નહોતો શકતો, અમારી ફ્લાઈટ આવી ગઈ. નીકળતા ફરી શૈલીએ સુનીલને હગ કરી, મને પણ શૈલીએ હગ કરી, તેના વક્ષ:સ્થળનો ઉભાર મારી છાતીમાં સ્પર્શ થતાં જ મારા શરીરમાં કોઈ અવનવી કંપારી ઉઠી આવી, મારા હાથ મારા કંટ્રોલ બહાર હતા, મને પણ શૈલીની કમર પર હાથ મુકવાની અને તેના ગાલ સહેલાવવાની ઈચ્છા થવા લાગી, મારી ઈચ્છાને હું કોઈ અંજામ આપું કે હું કઈ બોલું તે પહેલા શૈલીએ મારી સામે જોઈ મારા ગાલ પર હાથ મુક્તા કહ્યું,

“ હેલ્લો મિસ્ટર નીલ સ્માઈલ કરો ડીયર, મને પણ સારું નથી લાગતું કે તમે આમ જઈ રહ્યા છો, ત્રણ વર્ષ તમારી સાથે વિતાવ્યા છે,મને પણ તમારા વગર નહી ગમે, હું ફોટોગ્રાફી માટેના એક ઇવેન્ટ માટે ઇન્ડીયા આવીશ, બસ બે ત્રણ મહીનાની વાર છે,”

બધા ફ્લાઈટ તરફ જતી બસમાં ગોઠવાઈ ગયા, અન્ય મુસાફરોની નજર અમારી તરફ હતી.

હું અને સુનીલ ગુમસુમ અમારી સીટ પર બેસી ગયા, મારી અંદર ચાલતું ધમાસાણ કદાજ હું ન રોકી શકું તેના માટે હું હેડફોન લગાવી ગીતો સાંભળવા લાગ્યો હતો,

ફરી એક દર્દનાક ઘાવ એ મારા વિચારોમાં વિક્ષેપ પડ્યો, એક કોન્સ્ટેબલએ મારી પીઠ પર જોરથી જ્યાં ડંડાના ઘાવ લાગ્યા હતા ત્યાંજ થાપો માર્યો હું

“ઓયેમા.”

ની ચીસ સાથે ઉઠ્યો અને એ કોન્સ્ટેબલ એ મને કહ્યું.

“તને કોઈ મળવા આવ્યું છે”

કોણ આવ્યું છે,

“ઓહ મિસ લીલી!”

જે મને આગ્રામાં મળી હતી શૈલીની ફ્રેન્ડ, એ આવી અને લોક-અપના સળિયા પાસે ઉભી રહી ગઈ મારા પગ મને ઉભો થવા સાથ નહોતા આપી રહ્યા, એ જાણે મારી પરિસ્થિતિ કળી ગઈ હોય એમ એ પણ સળિયા પકડી અને નીચે બેસતા મને કહ્યું,

“નીલ ફિકર ના કરીશ, શૈલી અને આંટી બંનેને હોસ્પિટલમાં દાખલ કરી આવી છું, અને મારા અન્ય સાથીઓ પણ ત્યાંજ છે અને હા શહેરમાંથી હમણાં જ વકીલ સાહેબ આવે એટલે તારા જામીન કરાવી લઈએ,”

એટલું કહી મિસ લીલીએ પોતાના મોટા પર્સમાંથી પાણીની બોટલ કાઢી મારી તરફ કરી, ઉતાવળે ધ્રુજતા હાથે બોટલ ખોલી અને એક ઘૂંટડામાં હું એ બોટલ પેટમાં ઉતારી ગયો, અને થોડું પાણી શ્વાસનળીમાં ચાલ્યું ગયું હોય એમ મને ઉધરસ આવવા લાગી,,

“આરામ થી નીલ, આરામ થી,”

મિસ લીલી એ મારી તરફ હાથ લાંબો કરતા કહ્યું.

પાણી પી અને હું થોડો સ્વસ્થ થયો, અને લીલી તરફ બોટલ લંબાવી પૂછ્યું,,“

મેમ હજુ થોડું પાણી મળશે? પ્લીઝ..

મારો દયામણો ચહેરો જોઈ લીલીએ પર્શમાંથી એક ચોકલેટ કાઢી મારી તરફ લંબાવી, અને કહ્યું,“

નીલ મને વિગતવાર જણાવો તમે અહી કેવી રીતે આવ્યા? શૈલીની આવી હાલત કેમ? અને આંટી આઈ મીન તમારા મધર આટલા ડીપ્રેસ્ડ કેમ છે ?. અને સુનીલની કરપીણ હત્યા જો તમે નથી કરી તો કોણ કરી શકે?”

ઓહ! મિસ લીલીએ જે સવાલોનો મારો કર્યો હતો તેમાંનો એક પણ સવાલ મને પોલીસે નહોતો કર્યો, મને આશ્ચર્ય થયું, કોઈ પણ જાતની પૂછ પરછ વગર મને આરોપી બનાવી દેવાયો હતો. મિસ લીલીના સવાલોએ મને વિચારવા સ્વસ્થ કરી મુક્યો,

“બોલો નીલ, ગભરાવાની કોઈ જરૂર નથી, આઈ એમ હિયર ફોર યુ.”

“મેમ સુનીલની કોના સાથે દુશ્મની હતી એ મને ખબર નથી, પણ મોટાભાઈએ ડગલે અને પગલે દુશ્મન પાળીને રાખ્યા હતા, અમે લંડન હતા ત્યારે સુનીલની ભાભી સાથે વાતચીત થતી ત્યારે સુનીલ અવાર નવાર કહેતો કે મોટાભાઈનો જમીન બાબતે અમારા ગામના ભીમા નામના ગુંડા સાથે ઝગડો ચાલી રહ્યો છે, ભીમા ઉપર ઓલરેડી બે મર્ડર કેસ ચાલી રહ્યા છે અને કોઈની પણ જમીન પચાવી પાડવી ખોટા દસ્તાવેજ બનાવી ધાક ધમકી કરી, જાનથી મારી નાખવાની ધમકીના અન્ય કેશ પણ ચાલી રહ્યા છે. પણ એ સુનીલનો બચપનનો દોસ્ત છે, ભીમો સુનીલની હત્યા ન કરી શકે, એવું મારું માનવું છે.”

“પણ ભીમાની મોટાભાઈ સાથે શું દુશ્મની હતી? નીલ?" મિસ લીલી એ પૂછ્યું.

“દુશ્મની? અરે મારી સામે બે થી ત્રણ વખત મારા મારી ઉપર આવી ગયા હતા બંને અને એ સમયે જો સુનીલ હાજર ન હોત તો મોટાપાયે ખાના ખરાબી થઇ હોત. જે ભીમો આખા ગામની જમીન પચાવી જાય, તેના ખેતરના સેઢા ઉપર મોટાભાઈએ વાડ કરી અને દબાણ કર્યું હતું.”

‘એમ! તો પછી પોલીસે તમારી ધરપકડ કેમ કરી?”

“મેમ મને એ ખબર નથી પણ સુનીલની ઘણી બધી અંગત બાબતો વિષે હું જાણતો હતો, પણ હું તમને રીક્વેસ્ટ કરું છું કે હું તમને જે કંઈ પણ કહી રહ્યો છું એ પ્લીઝ તમે શૈલીને નહી કહેતા, કારણ કે હું શૈલીને ખુબ પ્રેમ કરું છું, અને શૈલીએ વાત થી અજાણ છે, હું શૈલીના એક તરફી પ્રેમમાં છું, મારી ધરપકડ થવાનું એ પણ એક કારણ હોઈ શકે, મને નથી ખબર કે સુનીલ અને શૈલીના સંબંધની કોઈને જાણકારી છે કે નહી.”

“ઓહ માય ગોડ ! પણ શૈલીતો સુનીલને પ્રેમ કરતી હતી.,”

“હા એજ આગળ સાંભળો, જયારે અમે ઈન્ડીય પહોચી આવ્યા, વતનની ત્રણ વર્ષ પછી પોતાના ગામડા ગામમાં આવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું, એ જૂની ગલીઓ રમતો બધું તાજા થયું, હું અને સુનીલ ગામડામાં બાજુમાં જ રહેતા, હું મારી માતા સાથે એક બેડરૂમ હોલ કિચન વાળા જુના જર્જરિત મકાનમાં અને સુનીલ તેના મોટાભાઈ અને ભાભી સાથે, સુનીલ ગર્ભ શ્રીમંત જયારે મારું અને મારી માતાનું ઘર સુનીલના મોટા ભાઈની મહેરબાની પર હતું, મારા પિતાનું અવસાન થયા પછી માતા એકલા જ હતા અને એ પણ સુનીલના મોટા ભાઈની વાડીમાં કામ કરવા જતા,

અમારું પણ નાનું એવું ખેતર છે પણ પિતાના અવસાન થયા પછી એ બંજર થઇ ગયું, મારી મા દાડિયે જઈ જે રોજનું કમાઈ આવતી તેમાંથી ઘર ચાલતું.

પણ જ્યારે સુનીલને લંડન ભણવા જવાનું થયું ત્યારે સુનિલ તેના મોટાભાઈ પાસે જીદ કરી અને મને પણ સાથે ભણવા લાઇ ગયો હતો, અને મારો તમામ ખર્ચ પણ સુનિલના મોટાભાઈએ જ ઉઠાવ્યો હતો, મારે મન એ મારા પણ મોટાભાઈ જેવા જ છે, લંડનથી પરત આવ્યાના બીજા દિવસેજ સુનિલ મોટાભાઈ સાથે મદદમાં લાગી ગયો, રોજ પચીસ ત્રીજ ખેતમજૂરનું ધ્યાન રાખવાનું તેમના પગારનું ચુકવણું બેન્કના કામ ઘરના નાનામોટા કામમાં સુનિલ વ્યસ્ત થઈ ગયો, મોટાભાઈએ પોતાની નવી સ્વીફ્ટ કાર સુનીલને આપી દીધી અને પોતા માટે નવી ટવેરા નોંધાવી દીધી.

હું રોજ સવારે અમારા ગામથી નજીકના શહેરમાં નોકરી શોધવા નીકળી જતો, આમ લંડન ત્રણ વર્ષ રહી આવ્યો તે કારણસર મને નોકરી પણ મળી ગઈ, માએ મોટાભાઈ પાસેથી ઉપાડ કરી અને મને એક બાઇક અપાવી દીધું જેથી મારું શહેરનું અપ ડાઉન સરળ થયું,..

એક્ટર ભાગ ૩.

એ નોકરીમાં જયારે મને મહિનાનો પહેલો પગાર મળ્યો ત્યારે હું ખૂબ ખુશ હતો. પહેલો પગાર મળ્યો હતો પંદર હજાર રૂપિયા મળ્યા હતા તે ખુશીનો પાર ન હતો. માને હાથમાં આપીશ ખુશ થઈ જશે,, ઘેર આવતા જ માંને પગાર હાથમાં આપ્યો,, માંની આંખમાંથી પાણી વહેવા લાગ્યું, અઢીસો રૂપિયાનું રોજ નું દાડિયું કરી આવતી મા અને તેમાંથી ઘર ચાલતું, કાળી મજૂરી કરતી, ચુલામાં ફૂંક મારી મારી માની આંખમાં કરચલીઓ પડી ગઈ હતી, રૂપિયાનું બંડલ જોઈ માંની આંખ ભરાઈ આવી, માની આંખ જોઈ મને જગ જીત્યાનો આનંદ થયો…

સુનિલને સમાચાર આપવાના હતા મારે આ ખુશી સુનિલ સાથે પણ શેર કરવાની હતી,, માંએ પહેલાં પગારમાંથી હજાર રૂપિયા કાઢી મને આપ્યા,,. હું સીધો સુનિલ પાસે પહોંચ્યો. તે દિવસે સુનિલ તેના આલીશાન મકાનમાં ન હતો વાડીમાં રહેલ આલીશાન બે માળનું મકાન સુનું હતું, હું અને સુનીલ જે હિંડોળા પર બેસી રોજ વાતો કરતા એ હિંડોળો પણ ખાલી હતો, સુનીલની સ્વીફ્ટ કાર સામે પડી હતી મને થયું સુનીલ અહીજ હોવો જોઈએ, હું નીચે આવ્યો, સુનિલ કુવા પાસે બનાવેલી નાની ઓરડી પાસેના ખાટલા પર ઉદાસ બેઠો હતો.

"કેમ ભાઈ અહી દેવદાસ બનીને બેઠો છે આજે?" મેં પૂછ્યું.

"કશુજ નહીં" સુનિલે અકળાઈને જવાબ આપ્યો, ખિસ્સામાં હાથ નાખી પાંચસોની નોટ મને આપતા કહ્યું.

"નીલ દોસ્ત એકાદ સિગરેટનું પાકીટ, સોડા અને થોડું બાઇટિંગ લઇ આવને જરા."

મેં આશ્ચર્ય સાથે પૂછ્યું.

"કેમ અચાનક? આટલો સમય લંડનમાં સાથે રહ્યા તને પેપ્સી પિતા પણ મેં નથી જોયો અને આજે દારૂ?"

"જો નીલ તું પ્લીઝ સવાલ નહિ કર, આજે મારુ મગજ ઠેકાણે નથી, તું લાવે છે કે પછી હું લેતો આવું?"

“હું જાઉં છું, પૈસા રાખ, છે મારી પાસે આજે જ પગાર થયો છે, માએ આપ્યા છે હજાર રૂપિયા,”

એમ કહી ને હું કિક મારી ગામમાં નીકળી ગયો, જોકે મારી ખુશી ફિક્કી પડી ગઈ હતી આજે સુનીલ સાથે વાત કરવાનો ઘણોજ મૂડ હતો પણ મારી ખુશી સાઈડમાં રહી ગઈ.આમ ગામમાં મારું સારું નામ હતું કોઈ દુકાને હું સોડા, સિગરેટ અને બાઈટીંગ લેવા ઉભો રહું એ પણ મને સારું ન લાગે, માટે મેં બધું અલગ અલગ દુકાનેથી લીધું, અને સીધો વાડીએ સુનીલ પાસે પહોંચ્યો.

સુનીલ કુવા પાસે ખુલ્લી હવામાં બે ખુરસી અને ટેબલ ઉપર રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બોટલ અને બે કાચના ગ્લાસ ગોઠવી મારી રાહ જોતો હતો. મને નક્કી થઇ ગયું હતું કે આજે સુનીલને કૈંક પ્રોબ્લેમ છે, હું ધારતો તો તેને તે દિવશે દારૂ પિતા રોકી શકતો, પણ મને એ યોગ્ય ન લાગ્યું, તેને બે ગ્લાસ ગોઠવ્યા હતા. હું સમજી ગયો હતો, આજે સુનીલ સાથે મારે પણ પીવાનો હતો, મારે પણ કંપની આપવાની હતી, લંડનમાં પણ ત્રણ વર્ષમાં સુનીલથી છુપાઈ ને ક્યારેક મિત્રો સાથે પીધો હતો પણ આજે સુનીલ સાથેજ પીવાનો હતો.શૈલી તરફનો મારો એકતરફી પ્રેમ હતો જેના કારણે હું જયારે ખુબ બળતો ત્યારે બીયરનું ટીન કે વ્હીસ્કીનો પેગ મારો સહારો બનતો, મારી દરેક તકલીફ હું સુનીલ સાથે શેર કરતો પણ શૈલી સાથે થયેલ એકતરફી પ્રેમ કેમ શેર કરું?, મારી પોતાની મજબૂરી હતી, તો પણ એકાદ વાર મજાકમાં મારાથી કહેવાઈ ગયું હતું, કે“જો શૈલીની જીંદગીમાં તું ન હોત તો કદાજ હું હોત,”

"આમ પણ શૈલી સાથે દોસ્તી સૌથી પહેલા મારી સાથેજ થઈ હતી, મારા કારણેજ તે સુનીલના સંપર્કમાં આવી હતી, પણ એ એકજ કારણસર હું દાવો થોડો કરી શકું? કે શૈલી ઉપર મારો જ હક્ક છે?"

શૈલીના વિચાર મારા દિમાગમાં આવતાજ મને સુનીલ સાથે પીવાની ઈચ્છા તો થઇ હતી, પણ મારે સુનીલનું પણ જોવાનું હતું, તે આજ મને કૈંક કહેવા માંગતો હતો અને હું મારા અંદર શુસુપ્ત જ્વાળામુખી દબાવવા માંગતો હતો,મારી વેદના હું સુનીલ સાથે શેર નહોતો કરી શકતો, બસ આજ મારી મજબુરી હતી, મારે તો બસ એક્ટિંગ કરવાની હતી, કોઈ સ્ક્રીપ્ટ ન હતી મારી પાસે. પણ સમય સાથે વાર્તાલાપ કરતા સ્ર્ક્રીપ્ત વિચારી લેવાની હતી, અને મારી ઔકાત પણ શું? અખૂટ સંપતિનો માલિક હતો સુનીલ, મારું નસીબ કે સુનીલ મારો મિત્ર હતો અને તેના કારણે જ હું લંડનમાં ઉચ્ચ અભ્યાસ કરી શક્યો,

ક્રમશ:- આવતા ગુરુવારે.

-નીલેશ મુરાણી.

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯

ઈમેઈલ:- nileshmurani@gmail.com