The Author Maylu અનુસરો Current Read પ્રભુજીની શોધમાં -૩ By Maylu ગુજરાતી પ્રેરક કથા Share Facebook Twitter Whatsapp Featured Books ફરે તે ફરફરે - 53 ફરે તે ફરફરે - ૫૩ "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ... શ્રીનિવાસ રામાનુજન ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 36મહાનુભાવ:- શ્રીનિવાસ રામા... ભાગવત રહસ્ય - 147 ભાગવત રહસ્ય-૧૪૭ મહાત્માઓ આ વાત જાણે છે-કે-સંકેતથી,પરિહાસથી... લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-28 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-28 ... સુધા મૂર્તિ (મનની વાત) માંથી ભારતભરની બધી જ ભાષાઓમાં સંસ્કૃતના એક બહુ જ वाज्यनु लाषांतर थ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Maylu દ્વારા ગુજરાતી પ્રેરક કથા કુલ એપિસોડ્સ : 4 શેયર કરો પ્રભુજીની શોધમાં -૩ (9) 1.3k 3.4k 3 આગળ આપણે જોયું કે સહજ કુંટુંબની સાથે શહેરમાં રહેવા આવી જાય છે .. સમયની સાથે સહજ મોટો થતો જાય છે... જેમ બાળપણની મજા ની વાત જ કંઈક ઓર છે ... અને એ બાળપણ માં જ સારી લાગે ...વખતો વખત સમયની સાથે બધા જ વ્યક્તિઓમાં બદલાવ આવતો હોય છે ...કારણ જવાબદારી નું ભાન થાય છે અથવા તો પરાણે પણ મજબુર થઈ જવું પડે છે જવાબદારી નિભાવવા... હવે મેઈન વાત કે કમૅ તો સમજ્યા કે એ તો કરવાનું જ છે પરંતુ કેવી રીતે ?? ચાલો સમજીએ કે સરળ ભાષામાં કોઈ પણ કામ કરવું અથવા તો કરાવવું તે પણ શરીર દ્વારા એને કમૅ કહેવાય...હા હા હા...શરીર તો એક નિમિત્ત માત્ર છે જે આપણને મળ્યું છે... કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ... સવારે ઉઠવાના ટાઈમે ઉઠવું ..સરસ અનુપમ હાસ્ય સાથે ... દરરોજ ... એવું બને ખરું ??? બ્રશ કરવાના ટાઈમે બ્રશ જ કરવું કોઈ પણ જાતના વિચારો વગર... દરરોજ...એવું બને ખરું ??નહીં બ્રશ કર્યા પછી શું થશે એનું જ ટેન્શન...હા હા હા...અમુક લોકો તો ચા પીતા પીતા પણ પોતાના વકૅ નું વિચારતા હોય...હા હા .. અરે ભાઈ શાંતિ થી ચા પીલે ને જે થવાનું હોય તે થશે... તું આનંદ માં રહે...પણ આવો આનંદ લાવવો ક્યાંથી ?? એક પ્રસંગ દ્વારા સમજીએ... એકવાર એક દરિયા માં મોટી નાવડી જતી હતી ...એ નાવડીમાં ગુરુ અને નવ શિષ્યો સવાર થયા હતા ... મધદરિયે ગયા ત્યાં તો તોફાન આવ્યું ને દરિયા ના પાણી ના મોજા ઉછળ્યા અને નાવડીમાં પાણી ભરાવા લાગ્યું તો શિષ્યો પાણી નાવડીમાંથી પાણી બહાર થાલવવા લાગ્યા... અને ડરના માયૉ એમના મુખ પર ટેન્શન પણ થવા લાગ્યું... અને અમુક તો ભગવાન ને પ્રાર્થના કરવા લાગ્યા ...કે હે ભગવાન બચાવજો...પણ આશ્ચર્ય તો ત્યાં સજાૅયું કે ગુરુજી કંઈક અલગ કરતાં હતાં...બધા પાણી નાવડીની બહાર કાઢતા હતા તો ગુરુજી બહારથી પાણી ખોબે ખોબા ભરીને નાવડીમાં થાલવતા હતા...હા હા હા... અને મુખ પર એક ટકા પણ ટેન્શન નહીં ને હસતા જાય ને પાણી નાવડીની અંદર થાલવતા જાય એના થી વિપરીત પરિસ્થિતિ શિષ્યો પાણી નાવડીમાંથી બહાર કાઢતા જાય ને અંદરોઅંદર બોલતાં જાય કે આ ગુરુ ગાંડો થઈ ગયો લાગે...હા હા ... થોડીવાર થઈ ને તોફાન શાંત થયું અને બધાંએ નિરાંત નો શ્વાસ લીધો... ત્યારે ગુરુજી નાવડી નું પાણી બહાર કાઢવા લાગ્યા.. શિષ્યો જોયા કરે અને આ બધું શિષ્યો ના સમજની બહાર હતું... પછી ગુરુ જી શાંત થઈને બેઠા ત્યારે શિષ્યો એ પુછ્યુ કે ગુરુજી તમે શું કરતાં તાં ?? ગાંડા થઈ ગયા તા કે શું ?? ગુરુજી ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા.. હું તો ભગવાન ને મદદ કરતો હતો એમના કાયૅમાં સાથ આપતો હતો....આ દુનિયામાં એક પણ પાંદડું ભગવાન ની ઈચ્છા વગર હાલતું નથી તો આ તુફાન લાવનાર પણ ભગવાન જ હોય ને ...એમની ઈચ્છા હોય કે આપણને મધદરિયે જ ડુબાડવા છે તો એમની ઈચ્છા સર આંખો પર ..પણ તુફાન શાંત થઈ ગયું તો ભગવાન ને હજુ આપણને જીવાડવા છે તો જીવો અને ભજન કરો ને મોજ કરો એમ કહીને ખડખડાટ હસવા લાગ્યા...આને કહેવાય સુપ્રીમ કતૉહતૉ ભગવાન ને જ માનનાર નું લક્ષણ.... આપણાં જીવનમાં પણ આવું જ કંઈક હોય છે ... પળે પળ થતી દરેક ક્રિયા ની પાછળ કારણ રહેલું હોય છે ..પણ ભગવાન છે એમ મનાતા કેમ નથી કારણકે આપણાથી એ જ ભુલી જવાય છે કે આ સમગ્ર બ્રહ્માંડ ભગવાન ને લઈને જ ચૈતન્ય છે... આપણે આપણા વિચારો માં એટલા ખોવાયેલા રહેતા હોય છે કે ભગવાન ને યાદ પણ ન કરીએ ... અને કરીએ તો ભજન તો ના જ થાય...કારણ ભજન કેમ કરવું એ જ ખબર હોતી નથી .. અને પછી જ્યારે કોઈક ના ગમતો પ્રસંગ બને એટલે દોડો ભગવાન પાસે કાં તો કોઈક વ્યક્તિ પાસે... કાં તો એકાંત ના સથવારે... અરે ભાઈ આ જે પ્રસંગ બન્યો છે એ તને તારા જીવનમાં આગળ લેવા માટે જ બન્યો છે...પણ આવું મનાય જ નહીં એનું કારણ લાગણી... કોઈકને પોતાના માં બાપ ની તો કોઈક ને પોતાના દિકરા દિકરીઓની... લાગણી આવે ને માણસ તુટી પડે ...સનાતન સત્યને સ્વીકારવા રાજી જ ના થાય...કે આ દુનિયા માં કોઈ અમર નથી બધા જ નાશવંત છે ..આ દુનિયા માં કોઈ પરમેનન્ટ છે જ નહીં બધું જ ટેમ્પરરી છે...હા લાગણી હોવી જરૂરી છે પણ વધારે પડતી નહીં... આજ કાલ એમ બને છે કે છોકરીઓને કા છોકરાઓને પ્રેમ થાય અને એકબીજા જોડે જીવન વિતાવવાનો નિર્ણય કરી લે અને તે ટાઈમે માં બાપ અને દુનિયા વિરોધ કરે અરે જે થયું એ થયું પણ એના પાછળનું કારણ તો શોધો ...પણ ના પોતે જ કતૉ હતૉ અને ના પાડી દે અને ડર બતાવે કે એને ભુલી જા એના થી સારું પાત્ર મળશે અને હદ તો ત્યાં કરે કે એમણે મારે પણ છે અને બળપૂર્વક મનાવી જ દે કે અમે કહીએ એ જ સાચું બીજું કાંઈ નહીં એનું કારણ એ જ કે પોતાના છોકરા છે એમ માની લે અરે ભાઈ અહીં યા તારું કોઈ છે જ નહીં તને ભગવાન તરફથી બધું આપવામાં આવ્યું છે તો એમની કદર કર પોતે કતૉહતૉ ન બન...પણ આવા વિચારો આવે જ ક્યાં થી ભગવાન ને સમજવાની કોશિશ કરી હોય તો ને ... કેમ એ સારું પાત્ર હતું જ નહીં તો આવું થયું કેમ આવું વિચારવા કોઈ રાજી નથી બસ પોતાના જ વિચારો માં રાંચી પોતાનું જ મરજીનું કરાવવું....તો આવા સ્નેહીજનો ને એટલું કહેવું કે આ શ્વાસ પણ તમે જ ચલાવો અને વિશ્વ પણ ...હા હા ..... અમુક લોકો તો પાછા ભગવાન ના નામે કસમ લેવાડે...અરે પાગલ તારા કસમથી જો ભગવાન મરી જવાના હોય તો આ બ્રહ્માંડ ચલાવશે કોણ ?? એ તો અજર અને અમર છે ... પણ માણસ ત્યાં ભુલ ખાય છે કે જતું કરે છે ... અને હાર માની લે છે... વિચારો માણસને પજવી નાખતા હોય છે.... આજકાલ ના ટેકનોલોજી યુગમાં દરેક ને પોતાની વાત જ મનાવી છે ...પોતે જ કતૉ હતૉ...પોતે જ પોતાના માલિક....ઓ ભાઈ શેના કેફમાં રાંચે છે ...આ દુનિયા માં સ્વયં સુખરુપ ભગવાન જ છે બીજું કોઈ નહીં તો એમના શરણે થઈ હુંહાટા વગર મોજથી જીવન જીવતા શીખ.... હવે વાત આવે ભગવાન કોણ અને કેવા ??? જે ભગવાન ની મૂર્તિ ના દશૅન કરી અંતરમાં ટાઢક થાય એમની જ ઉપાસના કરવી ...ભજન કરવું ....બધે ના પહોંચી વળાય..પણ બધાને જુઓ અંદરથી ડર જો આમને નહીં ભજીએ કે તહેવાર નહીં ઉજવીએ તો રીસાઈ જશે...હા હા હા...ઓ ભાઈ જેમના એક રુંવાડે અનંત બ્રહ્માંડો ચૈતન્ય હોય તેમને આપણે કેવી રીતે રાજી કરી લેવાના કે એ રિસાઇ જવાના... અમુક લોકો કહે કે ભગવાન નિરાકાર છે ...અરે ભગવાન નિરાકાર પણ છે ને સાકાર પણ... સાકાર સ્વરૂપ નું ધ્યાન કરવાથી અંતરનો આનંદ અંખડિત રહે અને બહાર કણે કણમાં એ સાકાર સ્વરૂપ મુતિૅના દશૅન ભગવાન ની કરુણા એ કરીને થાય ... હવે મેઇન વાત કે સહજની જેમ ભગવાન ને બધે જોવા એવું મનાય કેમ નહીં કારણ વિચારો.... મનમાં બે પ્રકારના વિચારો વહેતાં હોય સવળા અને અવળા...જે વિચારો ભગવાન તરફ નિરંતર લઈ જાય એ જ સવળા વિચાર... સવળા વિચાર નું પરિણામ પણ સારું ફળ આપે... બાકી મનમાં ઉદભવતા એક પણ અવળા વિચાર નું કામ નથી...જે વિચારો થી કોઈનું બૂરું કરવાનો વિચાર આવે એ અવળો વિચાર... કોઈ નો અભાવ અવગુણ આવે એ અવળો વિચાર...એને ગ્રહણ કરાય જ નહીં ... સંસારમાં રહેવાનું છે તે પણ મોજથી અને સાચા આનંદ થી...તો સવળા વિચાર ને સતત વહેતા રાખવા કરવાનું શું ... દરરોજ જ પ્રાર્થના ...એક કલાક કા ૩૦ મિનિટ...પોતે જે પણ ભગવાન માં માનતા હોય તેમનું ભજન....આ સંસારના કોઈ પણ વિચારો વગર....બધા જ ભગવાન પુજનીય છે ને વંદનીય છે પણ ઉપાસના એક જ ભગવાન ની કરાય... પરિણામે બધા જ ભગવાન અને સ્વરુપો માં એક જ મૂર્તિ ના દશૅન ભગવાન ની કરુણા એ કરીને થાય.... ભક્તિ અને ભજન અનુભવવાની વાત છે .... ક્રમશઃ ‹ પાછળનું પ્રકરણપ્રભુજીની શોધમાં - ભાગ - ૨ › આગળનું પ્રકરણ પ્રભુજીની શોધમાં... - ભાગ -૪ Download Our App