પ્રભુજીની શોધમાં... Maylu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રભુજીની શોધમાં...

દરરોજ આ ભાગતી જીંદગીમાં આપણે જોઈએ છીએ કે મનુષ્યો આમ કેવા દોડ્યા કરે છે.કોઈક જવાબદારી થી નાસીપાસ થઈને ભાગે છે તો કોઈ જવાબદારીઓ નિભાવવા ભાગે છે.કોઈકના ઉપર માં બાપની જવાબદારી છે તો કોઈકના ઉપર ભાઈ બહેનની જવાબદારી છે તો કોઈકના ઉપર પત્ની અને બાળકોની જવાબદારી છે . કોઈક ને પોતાના ભણતરની ચિંતા છે તો કોઈકને પોતાના જીવનસાથી કેવા હોવા જોઈએ એની ચિંતા છે .કોઈક ને ભુતકાળ ની ચિંતા છે તો કોઈકને ભવિષ્યની ચિંતા છે..આવી અનેક ચિંતાઓના બોજના તળે આજના માનવી વતૅમાનની પળોને હળવાફૂલ થઈ માણી શકતા નથી..પણ બધા એ ભુલી ગયા છે કે આ સમગ્ર વિશ્વ અને સમગ્ર બ્રહ્માંડ જેઓને લઈને ચૈતન્ય છે સાકાર છે તે આપણા સવૅસ્વ એવા પ્રભુજીને લઈને જ છે તો એમણે કોઈક કારણસર આમ આપણને ચૈતન્ય રાખ્યા છે.. આપણને એમના બળે સરસ રીતે હળવાફૂલ થઈને જીવન જીવતા આવડી જાય એ માટે દાખડા કયૉ જ કરે છે પરંતુ વ્યક્તિઓની ત્યાં કસોટી થાય છે કે જ્યારે ન બનવાનો પ્રસંગ બને છે અને એવા પ્રસંગોમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ કે સાધન કામ ન લાગે ત્યારે પ્રભુજી ખાસ કરીને યાદ આવે છે.સાચી વાત ને ?? Ok ચાલો આટલું તો બધા માને જ છે પણ ખરેખર એમ મનાય છે કે આ પ્રસંગ બન્યો એના પાછળ નો હેતુ શું છે ?? જરા શાંત થઈને વિચારવા જેવું છે.. જીવનમાં બનતા દરેક પ્રસંગની પાછળ એક ચોક્કસ હેતુ રહેલો છે જ..મુળ કારણ એક જ છે સંસારમાં રહેલો દરેક જીવ નાનાં માં નાનો હોય કે મોટાં માં મોટો બધાં જ આવી જાય એમાં..એ દરેક જીવની અંદર રહેલા આત્માઓનું કલ્યાણ પ્રભુજી એ કરવું છે.. માટે પ્રસંગો બને છે..જે જેટલું વહેલું સરળ થઈ અને પોતાની દ્રષ્ટિ આત્મા તરફ અને પ્રભુ તરફ રાખીને એક ડગલું પ્રભુ તરફ નિરંતર ભરશે ત્યારે પ્રભુ એક હજાર ડગલાં ભરશે..જેના ફળસ્વરૂપે આપણને પળે પળ હળવાફૂલ થઈને જીવન જીવતા આવડી જશે અને આ મળેલ મનુષ્ય અવતાર ખરેખરા અર્થમાં સાર્થક કરી શકીશું..જેમ આપણને પાણીથી ભરેલું માટલું આપણા માથા પર હોય તો આપણને ભાર લાગે પણ નદી કે સમુદ્રમાં ડુબકી લગાવીએ અને માથા પર રહેલ કેટલું બધું પાણી આપણા માથા પર હોવા છતાં ભાર લાગતો નથી એવું જ કંઈક જીવનનું છે..હા આપણને બધાને એમ થતું હશે કે ભગવાનને ભજીએ જ છીએ ને વારે તહેવારે..કે અમુક વ્યક્તિઓ રોજ ભજતાં હશે કે યાદ કરતાં હશે પણ ખરેખર અંતરમાં તપાસીએ અને આંખો બંધ કરીએ તો ખબર પડે કે કેટલો અંધકાર હજુ છવાયેલો છે.. ઘણા લોકો એમ કહેશે કે કમૅ કરીએ છે ને તો એ પણ ભગવાન કહે છે માટે જ કરીએ છીએ ને ...હા તમારી વાત સાચી પણ એ કમૅ આપણે જ કરીએ છીએ એમ થાય ત્યાં માર ખવાઈ જાય છે .. અને કમૅ તો કરવાનું જ છે પણ પ્રભુજીની દુનિયામાં સરસ આનંદ કરતા કરતા.. હવે વાત એમ આવે છે કે આ ભગવાનની દુનિયામાં આમ અમુકવાર ઉદાસીનતા, અમુકવાર વધારે આનંદ , અમુકવાર કોઈક જગ્યાએથી તો કોઈક ઈન્ટરનેટના માધ્યમથી મોટીવેટ થઈ જવાય છે પણ વધારે સમય ટકી શકતું નથી અને ત્યાં જરુર પડે દિવ્યશક્તિની..જેના પરિણામે અંતઃપ્રેરણા સારી થાય અને જીવનમાં બનતા દરેક પ્રસંગે સ્થિર રહી શકીએ પળે પળ.. અને એ પ્રભુ જીની કરુણા ને લીધે જ શક્ય બને ...બધાં જ વ્યક્તિઓ એમ માને જ છે કે સારા પુસ્તકો વાંચવા કે ઈન્ટરનેટના માધ્યમથી સારા મોટીવેશનલ સ્પીકરોને સાંભળવા.હા તે સારું છે પણ  આ બધુંય કરવા છતાં સુપ્રીમ શક્તિ ને આપણે ઓળખી શકીએ છીએ ખરા ??? અને આત્માની ગતિ પ્રભુ તરફ નિરંતર રહે છે ખરી ?? એમ જોવા જઈએ તો આપણને સૌને આપણને આ મળેલ સરસ જીવન નું ફાઈનલ લક્ષ્ય જ નથી ખબર.. જેમ સ્વામી વિવેકાનંદ નીકળ્યા તા કે મારે ભગવાન ના સાક્ષાત દર્શન કરવા છે અને શોધતા શોધતા મળ્યા પ્રગટ પ્રભુધારક સંત સ્વામી રામકૃષ્ણ પરમહંસ.. હવે પ્રશ્ર્ન એમ થાય છે કે એ સમય તો વીતી ગયો તો આજે વતૅમાન મા કોણ ??? કયા જવું ?? જેમ અજુૅન ને પ્રગટ ક્રૃષ્ણ ભગવાન મળ્યા એમ આપણને મળશે ?? હા પુસ્તક માં અને મંદિર માં તો છે જ .. એમનું વણૅન શાસ્ત્રોમાં ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે .. અમુક લોકો એમ માને છે કે નિરાકાર છે ભગવાન તો આપણે એટલું જ જાણવું જરૂરી છે કે આ સમગ્ર વિશ્વ અને બ્રહ્માંડ સાકાર છે બધાંય જીવોનો કોઈ ને કોઈ આકાર છે તો આ બનાવનાર કેવી રીતે નિરાકાર હોય શકે ?? અને સાકાર છે તો ક્યા સ્વરુપે છે અને ક્યાં છે ?? એવા કેટકેટલા વિચારો અને પ્રશ્ર્નો સહિત એક ૨૨ વર્ષનો યુવાન નામ એનું સહજ... સહજ નીકળી પડે છે પ્રભુજીની શોધમાં અને તે પણ પોતાના પરિવારની સઘળી જવાબદારી ને નિભાવતા નિભાવતા એ આગળ જોવાની ખૂબ મજા આવશે... આજના દરેક વ્યક્તિ એ બાળક હોય , યુવાન હોય કે ઘરડા હોય એ દરેકને અગણિત વિચારો રોજ ઉઠે છે અને સમે છે.. અને રાત્રે સપના માં પણ જો વિચારો સુવા દેતા ના હોય તો માની લેવું કે પ્રભુજીના બળે હજુ આપણને જીવતા આવડ્યું નથી .. અને ખરેખર એ જ જીવન જીવ્યા કહેવાય જે પ્રભુના બળે સહજતાથી જીવે..તે પણ એકદમ જીવંત થઈને પળે પળ..સરળ થઈને અને કોઈ પણ જાતના હુંહાટા વગર...આગળ આપણે વાત કરી એમ સહજ એ માત્ર ૨૨ વષૅનો યુવાન દિકરો..એના જીવનમાં આવતી કેટકેટલી મુસીબતો અને દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળે છે ત્યારે પણ એ પ્રભુજીને માનતો જ હોય છે જેવી રીતે બધા માને જ છે પરંતુ એકવાર એ  દિકરાના જીવનમાં એવી પરિસ્થિતિ ઉભી થાય છે કે એ ન ભરવાનું પગલું ભરે છે અને જીંદગી ને અલવિદા કહી દે છે પરંતુ અહીંયા પ્રભુજી એ દિકરાને બચાવી લે છે ત્યારપછી ખરેખર પ્રભુજીની શોધમાં નીકળી જાય છે એટલા માટે નઈ કે એને પ્રભુજી ને શોધવા હોય છે પરંતુ એટલા માટે કે એને પ્રભુજી જોડે ઝઘડો કરવો હોય છે ..હા હા હા ... પોતાના મનમાં ફરતાં અને ઘર કરી ગયેલા પ્રશ્ર્નોના સચોટ સમાધાન માટે સહજ ક્યાં ક્યાં ભટકે છે અને કેવી પરિસ્થિતિઓનો સામનો કરે છે એ આગળ આપણે જોઈશું મજા આવશે... સહજની યાત્રા શરૂ તો થાય છે પ્રભુજી ને શોધવામાં પરંતુ એને આ દુનિયામાં ચાલતા કુરિવાજો , અંધશ્રદ્ધા , ધાર્મિક તહેવારો માં ચાલતા ધતિંગો અને સોસિયલ મીડિયા માં ઉપર ઉપરથી કરવામાં આવતા દેખાડા અને પોતાના દેશ માટે પણ ઉપર ઉપરથી કરવામાં આવતી દેશભક્તિ એ બધુય સહજને હચમચાવી મૂકે છે અને સહજ કેવી રીતે આ બધાય નો સામનો કરે છે અને જોવે છે કે પ્રભુ ના બળે અને વતૅમાન મા ખરેખર પ્રભુ જીના રસ્તે ચાલતાં લોકો તો ઘણા ઓછાં છે અને એવી પરિસ્થિતિ માં સહજ કેવી રીતે પ્રભુજી પાસે પહોંચે છે તે આગળ જોવું રહ્યું..આ બધું માનવાની ખુબ જ મજા આવશે ...કેટલીય વાર સહજ થાકી હારીને પડી જાય છે પરંતુ ફરીથી ઉભો થઈને નીકળી પડે છે પ્રભુજીની શોધમાં ..તો પ્રભુજી સહજને મળશે ?? ચાલો તો આપણે પણ સહજની આ મસ્ત મોજ મસ્તીથી અને રહસ્યથી ભરપૂર વાસ્તવિક જીવનનું સચોટ દશૅન કરાવતી journey માણીએ... મજા આવશે...જય હો...