અઢી પાનાં ની જિંદગી ! - 2 Piyush Malvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઢી પાનાં ની જિંદગી ! - 2

વીતી ગયેલી પળો...
                  જિંદગીમાં પહેલી વાર વર્તાય રહેલ આ કશમકશમાં તે ઝઝૂમતો હતો. તે હજુ મારી નાખે એવો ગૂંગણામણ અનુભવતો હતો. હવે તે ડાયરીમાં લખેલા અઢી પાનાં જ એની મંજિલ હોઈ  એવું લાગતું હતું અને આ અઢી પાનાં લોહીથી ચીતરવા હવે તે મજબૂર બન્યો હતો કે તલપાપડ એ કહેવું મુશ્કેલ હતું.

                 હવે તો એ બાલ્કની ની પાળને પણ એના પગ જોર આપતાં હતા અને એ સાથે જ એ ઝટકા સાથે ઉભો થયો  અને પોતાની ડાયરી સુરક્ષીત જગ્યાએ મૂકી અને બાલ્કનીમાંથી ચારે તરફ જોઈને  ઊંડો શ્વાસ લીધો અને બધાં વિચારો ભૂલીને દુનિયા ના બધા રસ્તા બંધ થઈ ગયા હોય એવું વિચારીને હાથ ની મુઠ્ઠી વાળીને અનિમેષ નજરે આકાશ ભણી જોયું પણ બીજી જ ક્ષણે એનું શરીર જાણે પાતાળમાં પ્રવેશી જાય એટલી ઝડપે નીચે તરફ વળ્યું.....

                 ધરતી સાથેના મેળાપ બાદ તેમના હાથ માત્ર  એક મુઠ્ઠી ધૂળ ભરવા માટે પરાણે વળ્યાં હતા કારણ કે પ્રેમ તો તેમને આ ધરતી સાથે પણ હતો જ ! .... ઉમંગની ડાયરી ના અંશો...
     
  અઢી વર્ષ પહેલા...
‌                       ટ્રેન આકાશમાં ઊડતી સમડી ની ઝડપે વળાંકો લઈ રહી હતી અને તેમનો ધુમાડો ગગન માં ભળી ને  નવી નવી ભાત ના અવનવા ચિત્રો ચીતરી રહી હતી અને સ્ટેશન આવતા ની સાથે જ તેમનો પાટા બદલવાનો નજારો અને તેનો 'ખટક-ખટ..ખટક-ખટ..' અવાજ નવી  સ્ફુર્તિ આપતું હતું. ધીમે ધીમે અંતર અને સમય કપાતું ગયું અને ઉત્સાહ પવન ના વેગે વધી રહ્યો હતો અને મારી બાળપણની સ્મૃતિઓ ફરી તાજી થઇ રહી હતી.

‌                      આજે હું ખૂબ જ ખૂશ હતો, ઘણા સમય પછી હું મારા ઘર તરફ પ્રયાણ કરી રહ્યો હતો લગભગ આઠેક મહિના વિતવામાં બે પાંચ દિવસ બાકી હશે. ઘરે કરેલ બાળપણની મજા અને એ બાળપણ નું ગાંડપણ, ભોળપણ હજુ આ કીબોર્ડની દુનિયામાં મળતું નહોતું . આજે પણ એ લખોટીઓ, ધોયા ખાધેલ ભમરડાઓ, હાથો ભાંગેલ બેટ , જાળી તૂટેલ રેકેટ હજુ મેં ઘરે  મારા કબાટ માં અને મગજ માં સહરેલ છે આ બધું યાદ કરીને ફરી બાળપણ તાજું કરી રહ્યો હતો. મમ્મીના બનાવેલ ઢોકળાં, ખાંડવી, ખાખરા ની યાદો મને ફરી વધુ ઉત્સાહિત કરી રહી હતી. ક્યારેક તો સ્કૂલના સમયમાં મમ્મી એ બનાવેલ ગરમા ગરમ ઢોકળાં ખાવા મેં ઘણી વાર માથું દુઃખવાના બહાને રજા પણ પાડેલ હતી  અને મમ્મી ને ખબર હોવા છતાં પણ કાઈ ના કહી ને તેમનો પ્રેમ પણ જોયેલો અને જીવેલ પણ હતો. પપ્પા દર શનિવારે દહીં-કચોરી અને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જતા  પણ હવે એ બાળપણ હવે પુખ્તતા એ પહોંચ્યું હતું એટલે આ બધું ધીમે ધીમે વિસરાય રહ્યું હતું .પણ અત્યારે આ બધું  તો મને મારા ડાયરી ને પન્ના જ યાદ અપાવતા હતા જે મારા શ્વાચ્છોશ્વાસ ને વધુ ઠડો અને અને શાંત બનાવતા હતા.
‌            
**************************************************************

                 ‌"ઉમંગયા  તું હજુ ઉઠો નથી ! ઝડપ કર  આપણે હજુ ત્યાં પહોંચતા મોડું થઈ જશે" વંદુ ના અવાજ સાથે હું આખો મિચોળતો ઊભો થયો. રાતે  ક્યારે આંખ મીંચાઈ ગઈ એ ખબર જ ના રહી. મમ્મી પપ્પા તો કાર્યક્રમમાં પહોંચી ગયા હતા પણ અમારે બંને ને ત્યાં જવાનું બાકી હતું . હું અને વંદના ઝડપથી તૈયાર થયા.
‌દર વર્ષની જેમ આ વર્ષે પણ હું સમાજનાં આ સન્માન સમારોહમાં જવા માટે ઉત્સાહિત હતો. જો કે હું એટલો બધો તેજસ્વી તો નહોતો કે આ સન્માન પ્રાપ્ત કરી શકુ પણ એ જ જુના મિત્રો, સગાંઓને મળવાની  મારી ઝંખના મને ત્યાં ખેંચી ને લાવી દેતી.
" ચલો, આઈ એમ રેડ્ડી" હું ઉતાવળ ભર્યા સ્વરે બોલ્યો
"રેડ્ડી  વાળી આટલી બધી વાર હોઈ કાઈ ?  હું તો ક્યાર ની રાહ જોવ છું , ડફોળ તારે જ છોકરીયું ની જેમ તૈયાર થવામાં વાર લાગે છે, આટલી બધી વાર હોઈ કાઈ ?"
"હા હવે સોરી પણ.. હવે નીકળીએ આપણે ?"

            અમે બંને છેવટે ધીમા ધીમા કકળાટ સાથે ત્યાં પહોંચી જ ગયા અને બાઇક પાર્કિંગ કરીને  બાઇક ના સાઈડ-ગ્લાસમાં  મારા વાંકડિયા વાળને બરોબર કર્યા. ચહેરા પર ચશ્મા, નેવી બ્લ્યુ જીન્સ અને બાવડાઓને ફિટોફિટ એવું પેલ યલો કલર નું ટાઈટ ટીશર્ટ અને પરફ્યુમ એની  સુગંધ વાળું પ્રસરાવી રહ્યું હતું

‌"એલા એય જાદુગર" હું જસ્મીન ની નજીક જઈ ને બોલ્યો, જસ્મીન મારી સાથે જ સ્કૂલના સમયનો લંગોટિયો મિત્ર -કદમાં થોડો એવો સ્થૂળ અને થિંગણો.છ માસની ગર્ભવતી સ્ત્રીને જેમ બહાર કાઢેલ એની ગોળ ગોળ ફાંદ.ડાબો કાન વીંધાવેલો અને એમાં કાળા કલરના મોતી જેવું કંઇક પહેરતો.હંમેશા એના જાદુગર જેવા પરાક્રમો બધાને ખડખડાટ હસવા માટે મજબૂર કરી દેતા એટલે જ એ એમનાં હુલામણા નામથી વધુ ઓળખાતો હતો અને એ હતું -'જાદુગર'. અમે બન્ને ગળે  મળ્યા. ઘણા વર્ષો પછી અમે બન્ને મળેલા અને સ્કૂલના સમયમાં એક જ પાટલી પર ઘણા બધા પરાક્રમોને અંજામ આપેલ હતાં. ક્યારેક એક જ બુકના એક પાને હું લખતો હોઈ તો બીજે પાને એ !, ક્યારેક  ચોકની ડસ્ટ થી મેડમના વાળ સફેદ કરતા તો ક્યારેક કોઈ ની મિમિક્રી કરી ને પુરા કલાસ ને હસાવવા એ અમારું મુખ્ય ધ્યેય રહ્યું હતું.
‌હજુ તો મને એ સ્મરણો પુરે પુરા તાજા પણ નહોતા થયા ત્યાં તો બાજુ માં રહેલ સ્પીકરો રણકયા  અને એનો એ તિક્ષ્ણ અવાજ માત્ર મારા કાને જ સાંભળ્યો હોઈ એવો અહેસાસ થયો."પ્લીઝ , ટેક યોર સીટ" ખરેખર રુવાંટા ના વાળ ખીલો થઈ જાય એવો ઝીણો અને તીણો  અવાજ જાણે સવાર ના સમય માં વાંગતી વાંસળીના સુર જેવો મીઠો લાગ્યો અને આ સ્વરના લીધે મારુ હૃદય થોડું ઝડપથી લોહી ધમી રહ્યું હોય એવું લાગતું હતું. 
‌હું એ પ્રેમાળ સ્વરમાં મોહિત થઈ ગયો હતો મેં બીજી જ ક્ષણે પાછું વળી ને જોયું તો એક  વીસેક વર્ષની એક છોકરી પોર્ડીયમને એક હાથે ટેકો લઈને બીજા હાથે તેમના રેશમડાં વાળની લટને ગાલ પરથી સરખી કરી રહી હતી જે મારા માટે એક નવો ચિત્કાર હતો. જે નવી ઊર્મિઓના સર્જન માટે  પૂરતી હતી. તેમણે તેમની સ્પીચ ચાલું કરી અને મેં મારા ફોન પર રેકોર્ડર ...એક એક શબ્દ મારા વિચારો અને શ્વાસોને વેગ આપી રહ્યું હતું , મારા દિલની ધડકન વધારી રહ્યું હતું તેમની શબ્દોને જે લય માં પાથરવાની અદા હતી તે મને  ઘાયલ અને એક ચિત બનાવી રહી હતું. તેમના વાળ ની લટ વારંવાર પવનના ઝોકા સાથે ગાલ ને સ્પર્શી રહી હતી. અને તે તેમને વારંવાર મનાવવાનો વ્યર્થ પ્રયત્નો કરી રહી હતી. તેમની તરફ મારૂ આ આકર્ષણ હતું કે પહેલી નજરે બંધાયેલ પ્રેમ એ તો મારી  આંખો, હૃદય અને મગજ આ ત્રણેય અજાણ હતા પણ તેમનો સુરીલો અવાજ મને તેમનામાં વધું ને વધું ચોરી રહ્યો હતો.આખરે તેમની સ્પીચ પુરી થઈ   અને હું તરત જ ઉભો થઇને બહાર આવ્યો , હવે મારા દિલ ની શાંતિ ક્યાંક ખોવાઈ ગઈ હતી અને તેમને ફરી સાંભળવાની, જોવાની અને વાત કરવાની ખૂબ જ ઇચ્છા હતી પણ એવું કંઈ બન્યું નઈ.

‌                   મેં અને જસ્મીન એ લંચ સાથે જ લીધું  અને અમારી ધીંગામસ્તી ફરીથી ત્યાંજ શરૂ કરી દીધી. અને મુખવાસ ની હજુ મેં ચમચી પણ નહોતી ભરી  ત્યાં જ તેમના વિરલ સ્વરૂપના દર્શન થયા . તેમને મેં સ્ટેજ પર જ નિહાળેલ પણ આટલા નજીક થી અને આવા વિરલ અને દુર્લભ દર્શન થશે ત્યાં સુધી તો મારા વિચારો પહોંચ્યા પણ નહોતા.

                  "ન.ન..ન.નાઇસ સ્પીચ એન્ડ વોઇસ અલસો" મેં  તેમની નજીક જઈને  ઝડપથી ગણગણી દીધું. જો કે મને થોથરાવવાની ટેવ તો નહોતી પણ તેમની સાથે મારા શબ્દોએ અને મારી જીભ બંનેએ મારો સાથ છોડી દીધો હતો.
                 "થેન્ક યુ " તેમણે ટૂંકમાં પતાવવાની કોશિશ કરી એટલે મારુ કૉંવેરઝેશન લાબું ચાલ્યું નહીં

‌                   સુંવાળા અને રેશમી વાળ જાણે કિલ્લા પર લહેરાતો વિજયધ્વજ, મોટી મોટી ઘુવડ જેવી ભૂખરી આંખ, આંખને વધુ સુંદર બનાવી રહેલા તેમના પીંછાકર નેણ,મારા ચિતને મધ્યસ્થ કરતી અને કપાળની શોભા વધારનાર કાળી બિંદી ગુલાબની પાંખડીઓ જેવા ફૂલેલા હોઠ અને તેમના પર  આછા લાલ રંગની લિપસ્ટિક , નમણી એવી હડપચી અને તેમની ડાબી બાજુ એ એક કાળો તલ, કાને લટકાવેલ લટકણ, કાજુની જેમ ઉપસેલા ગાલ  અને તેમાં છીછરા એવા પડતા ખંજનો, શ્યામવર્ણી  કાયા અને શરીરના બધા આકારો એકદમ સ્પષ્ટ અને આકર્ષક, હુંફાળો અને ધ્યાન ચિત કરી રાખતો તેમનો એ સ્વભાવ, આછા ગુલાબી રંગની સાડી અને સાડીના પાલવ માંથી દેખાતી ઊંડી નાભિ. આ બધું તેમને વધુ સુંદર બનાવી રહ્યુ હતું જે કોઈને પણ પોતાના પ્રેમમાં ડુબાડવા માટે પૂરતી હતી

                   ‌આ બધું જોઈને મારા હોર્મોન્સ ઊછળી રહ્યા હતા અને મારા શરીરની અંદર સનસનાટી મચાવી રહ્યા હતા, એમનું રૂપ મને આંખે વળગ્યું હોઈ એમ માત્ર અને માત્ર તેમને જ જોયા કરુ, તેમનો સુંવાળો સ્વર મારા કાનના પડદાને  ચોંટીને એક નવી સંવેદના ઉપજાવી રહ્યો હતો, તેમના શબ્દોના પડઘા હજુ પણ મારા કાન સાંભળી રહ્યા હતા, આ બધો વંટોળ અચાનક આવી જતા હૃદય પર ભાર વધારી રહ્યું હતું અને મારા ધબકારા દર ક્ષણે વધી રહ્યા હોય એવું લાગતું હતું. આ સાથે મનમાં પણ ઘણા સવાલોની કૂંપળો ફૂટી રહી હતી પણ મગજ એ કૂંપળોને ત્યાં જ મુરજાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. મેં તો ઘણું વિચારું હતું કે  તેમને ફરીથી મળીને તેમની સાથે જ વાતો કર્યા કરું, પણ તે સામે આવતા જ મારા શબ્દો કોઈ ચોરી ગયું હોય અને મારી જીભ ખીલે બાંધી દીધેલ હોઈ એમ લથડાતાં-અચકાતા એકાદ-બે શબ્દ તો માંડ વણી શકતી અને શરીર પરના બધા રુવાંટાઓ શિયાળા ની કડકડતી ઠંડીમાં જેમ ઉભા થઇ ને સલામી ઠોકી રહ્યા હોય એમ ઉભા થઇ જતા અને એમને જે કહેવાનું હોઈ એ બધું તો કોણ જાણે ક્યાં વિસરી જવાતું...!,પગ થર-થર ધ્રુજી રહ્યા હતા, નાક પર પરસેવા ના ટીપેટીપા એ  આ બધી વાત નો પ્રત્યુતર આપી  રહ્યા હતા જાણે કે મારી બધી જ કસોટીઓ આજે જ થઇ રહી હોય...!

‌                    મનમાં આ વંટોળ પ્રભાવ તો બતાવી રહ્યુ હતું પણ બીજી બાજુ હું ખૂબ જ ખુશ અને પ્રફુલ્લિત નજર આવતો હતો. જો કે તો પણ મને ક્યાંય ચેન નહોતો પડતો. આ બધું તો બસ તેમની એક ઝલક પછીની એક  અસર હતી. તેમની વિરલતા ના પ્રેમનો નસો હવે મને ધીમે ધીમે ચડવા લાગ્યો હતો. અને નવી ચિનગારી દિલમાં સળગી રહી હતી તે હતી તો માત્ર વિરલ પ્રેમની !,બસ એ મળી જાય એટલે આ મનમાં અને દિલમાં વળેલું વંટોળ શાંત થાય. પણ મને મારી આ બધી લાગણીઓ એકતરફી હોઈ એવું લાગતું હતું. જો કે હું તો તેમને ઓળખતો પણ નહોતો, નહોતી નામ ની ખબર કે નહોતી તેમના ભૂતકાળ અને વર્તમાનની ખબર !!!. 'કોઈ એકવાર મળી ને તો કેમ નિર્ણય કરી શકે કે શું આ વ્યક્તિનો પ્રેમ એ પ્રેમ જ છે કે પછી કાળા કળિયુગના કાળા માથાના માનવીની જરૂરીયાત અને હવસ ?' મેં તેમની તરફ થી થોડું વિચારી જોયું.  પણ મારે આ બધી ઉદભવેલી લાગણીઓ તેમને કહી દેવી હતી . અંદરથી  તો સિંહની જેમ દિલ ત્રાડ પાડી રહ્યું હતું કે હમણાં એમને બધું કહી દઉં પણ મન માનવા તૈયાર નહોતું એટલે એ ત્રાડ લાબું અંતર કાપી ના શકી.હવે બાકી રહેલા કાર્યક્રમમાં મને કોઈપણ જાતનો રસ રહ્યો નહોતો બસ રસ હતો તો માત્ર અને માત્ર તેમાં જ !!

‌                  દિવસના અંત સાથે કાર્યક્રમનો પણ અંત આવ્યો. વંદના તો મારી પહેલા જ કોઈ સગાં સાથે ઘરે ચાલી ગઇ હતી. આથી હું મારી મોજ મસ્તીમાં એકલો અને બેસુંરા સ્વરમાં ગીતો ગાતો જતો જાણે મને કોઈ નશીલા પદાર્થોનો નશો ચડી રહ્યો હોય.હું જમીનથી બે વેંતની ઊંચાઈએ ઉડી રહ્યો હોય એવું અનુભવી રહ્યો હતો.એક નવી તાકાત મારામાં સર્જાતી રહી હતી. રસ્તાઓ પરની ખાટી મીઠી આવતી ગંધો-સુગંધોનો લાભ લેતો જતો હતો.ઘરે જઇને મેં બાઈક પાર્કિંગમાં પાર્ક કરી અને અંદર દાખલ થયો. હોલ એકદમ શાંત હતો. પણ દીદીના રૂમમાંથી ખડખડાટ હસવાનો અવાજ આવતો હતો. આ અવાજ જાણીતો હોઈ એવું લાગ્યું અને તરતજ ખ્યાલ આવ્યો કે પેલી વ્યક્તિનો જ અવાજ છે !. પણ બીજી જ ક્ષણે બીજા વિચારે જન્મ લીધો કે એ અહીં ક્યાંથી ! તે પણ મારા ઘરે. મમ્મી પપ્પાનો રૂમ બંધ હતો એનો અર્થ એ હતો કે દીદી અને કોઈ છોકરી ઘરમાં એકલા જ હતા. મારે તે લોકોની મજા નહોતી બગાડવી એટલે મેં મારા રૂમમાં જવું હિતાવહ ના સમજ્યું એટલે મેં પપ્પાના રૂમમાં જ ચેંજ કરીને હોલ માં ટીવીનો રિમોટ લઈને આંગળીઓ મચકોડીને ચાલુ કર્યું. પણ..પણ..પણ હું આવી ગયો એની દીદીને ક્યાંથી ભનક લાગી જતી હશે. હું ક્યારેય પણ છુપા પગે ઘર માં આવું એટલે તેને ખબર પડી જ જાય આ વખતે પણ એવું જ થયું. દીદી રૂમની બહાર નીકળી અને પૂછ્યું.

"તું આવી ગયો !, નાસ્તો કરીશ કે સીધો રાતે જ જમીશ ?"

"બોવ વિચાર તો નથી, એટલે રાતનું પણ કંઈ નક્કી નઇ"
"ઓકે, ચાલ રૂમમાં કાવ્યા આવી છે"

               આ કાવ્યા કોણ હશે ? કારણકે હું દીદીની બધી ફ્રેન્ડને ઓળખતો જ હતો પણ આ નામ તેમના ફ્રેન્ડલીસ્ટમાં નહોતું. કદાચ આ કોલેજની કોઈ નવી ફ્રેન્ડ હશે કે જેની ઓળખ મને કદાચ ના હોઈ !. મેં આ બધું વિચારતા વિચારતા મારા રૂમ તરફ પગ માંડ્યા. દરવાજો ખોલીને જ્યાં અંદર ડોકિયું કર્યું ત્યાં કોઈ સાડી પહેરેલી હતી છોકરી બેઠેલ જોય. તેમણે મેં આજે જોયેલી જ પીળા રંગની સાડી પહેરેલી હતી.તેમનો ચહેરો બીજી તરફ હતો એટલે હું તેને જોઈ ના શક્યો. વાળ પંખાના પવનને લીધે તરંગો બનાવી રહ્યા હતા. આ જોઈને હું ફરીથી ભ્રમિત થયો કે પાક્કું આ તો પેલી જ વ્યક્તિ છે જેને મેં સવારે જોયેલ. દરવાજાના  અવાજે એનું ઘ્યાન તોડ્યું અને તેમનો ચહેરો મોબાઈલ માંથી મારી તરફ ફર્યો અને એ સાથે જ અચકિત થઇ ગયો. આ એ જ ચહેરો હતો જેને મને વારંવાર જોવાનું મન થતું હતું. આ એ જ વ્યક્તિ હતી . જેનો સુંવાળો કંઠ સાંભળવા મારા કાન તરસેલા હતા.પણ મને તો હજુ બધું ભ્રમ જેવુ જ લાગતું હતું. ત્યાં દીદી એ આવીને મારો આ ભ્રમ તોડતા બોલી

"શુ થયું" આ સાથે હું વાસ્તવિકતા માં આવ્યો અને મેં થોડું સામાન્ય થઈ ને જવાબ આપવાનો પ્રયાસ કર્યો

"કંઈ જ નહીં" અને પેલી વ્યક્તિને વાસ્તવિકતામાં ફરીથી જોઈને મારી હાલત ખરાબ થઈ રહી હતી, ફરીથી પગ થર-થર કાંપી રહ્યા હતાં ફરીથી મારી જીભ ખીલે બંધાય ગઈ હોય એમ મેં પૂછ્યું
"ત..ત..તમે  અહિયાં !!! "

"હાસ્તો, વળી કેમ ના અવાય ?"  તેમના આ પ્રશ્નાર્થ એ મારી મૂંઝવણો વધારી દીધી હતી. પણ દીદી પરિસ્થિતિને સમજીને બોલી

"આ છે ઉમંગ, મારો ભાઈ અને અત્યારે B. Com કરે છે અને ઉમંગ આ છે આ છે કાવ્યા આપણા બોરસદવાળા કાકીના ભાઈની દીકરી"
              દીદી એ અમારી બંનેની એકબીજા સાથે ઓળખાણ કરાવી. પેલાં બોરસદવાળા કાકી તો મને યાદ પણ નહોતા એટલે મેં  માથું ખંજવાળીને મગજ પર થોડું જોર આપ્યું અને હું કઈ આગળ વિચારું તે પહેલાં તો દીદીએ કહી દીધું કે

"રહેવા દે ભાઈ ! તને યાદ નઇ જ આવે એ આપણે થોડા દૂર ના સગાં થાય" મેં પણ સંમતિ પાઠવી પણ જે કંઈ પણ હોઈ હું કાવ્યાને અહીં જોયને એકદમ ખુશ હતો.

"હેલ્લો" મેં મારો હાથ લંબાવીનેને કહ્યું.

"હલ્લો" તેમણે તેમના હોઠ લંબાવી અને સ્મિત ફરકાવતા કહ્યું. ફરી મારા હોર્મોન્સ એ ઉલટી કરી અને હું તેમના વિચારોમાં મંત્રમુગ્ધ બન્યો.મોડી રાત સુધી અમે ત્રણેયએ ગપસપ કરી અને આનું પરિણામએ મળ્યું કે હવે જે મને ડર હતો એ ક્યાંક લુપ્ત થઇ રહ્યો હતો, પણ હજુ મારા શબ્દો અને જીભ બંને ગોથાં ખાતા હતા અને હું વધુને વધુ તેમનામાં ધોળાય રહ્યો હતો. મને બીજી એક વાતની ખુશી એ પણ હતી કે કાવ્યા મારી વાતોના ખુલ્લા દિલથી અને હસી હસીને જવાબ આપતી હતી. હું મારી લાગણીઓને ધીમે ધીમે દરેક વાત માં રેલાવી-ફેલાવી રહ્યો હતો. પણ તેમને આ વાત ની સુદ્ધા જાણ પણ ના હોઈ એમ દરેક વાતને હસીને  ફગાવી દેતી હોઈ એવું લાગતું હતું.

‌                    ધીમે ધીમે રાત એમનું કાળુ સ્વરૂપ ધારણ કરી રહી હતી.દીદી વાતું કરતા કરતા  એ જ હાલતમાં  સુઈ ગઈ હતી. મારી અને કાવ્યાની  વાતના ધીમે ધીમે સુર મળી રહ્યા હતા. અને હું બધી તૈયારીઓ મારા મગજ પર એક ચિત્ર રૂપે નિહાળી રહ્યો હતો. મારે મારો પ્રસ્તાવ પ્રસ્તુત કરવો હતો પણ દીદીની હાજરી અને કાવ્યા ને ખોઈ બેસવાની વાત મને ડર જગાવી રહી હતી. હું તેમની સાથે મળેલ આ ટ્યુન અને મિત્રતા ગુમાવી બેસીશ એ વાત મને ખાઈ જતી હતી .

                   ડબલ ના બેડ પર અમે ત્રણ વ્યક્તિ હતા. દીદી બેડની એક બાજુ ઘસઘસાટ ઉંઘી રહી હતી  હું અને કાવ્યા થોડા એવા અંતરે પગ લંબાવીને અને દિવાલનો નો ટેકો લઈને બેઠાં હતાં.થોડીવાર શાંત રહીને મેં ટેકો છોડ્યો અને તેમનો એક હાથ મારી હથેળીમાં મૂકીને ધીમે ધીમે પહેલી બે આંગળીઓ વડે પંપાળીયો અને મારી ઍકઠી કરેલી હિંમતને મેં ઉભી કરી.

"કાવ્યા, હું તને થોડું ઘણું કંઇક કહેવા માગું છું, મારી વાત પૂરી થાય પછી તારે જે કંઈ કહેવું હોય, કરવું હોય એ કરજે. મેં આ કહેવા માટે મુઠ્ઠીભર હિંમત ભેગી કરેલી છે તો મહેરબાની કરીને મને વચ્ચેથી અટકાવીસ નહી, જો તું વચ્ચે કંઈ બોલીશ તો મારી  આ એકઠી કરેલ હિંમત તૂટી જશે અને ફરીથી તને આ વાત કરતા કેટલો સમય લાગશે એ મેં કલ્પયું પણ નથી. એટલે  તું શાંતિથી કંઈ પણ બોલ્યાં વગર મને સાંભળી લે પછી તારે જે કંઈ કહેવું હોય અને કરવું હોઇ એ છૂટ છે અને મને મંજુર પણ છે"

                 મેં મારું ગળું સાફ કર્યું અને ધીમા સ્વરે બોલ્યો "કાવ્યા, તારી આજની સ્પીચમાં બોલાયેલા દરેક શબ્દો મારા મને કંઠસ્થ કરી લીધા છે પણ એ હુંફ, એ સ્વર નથી મળતો જે તારી સ્પીચમાં તે આપ્યો હતો, એ સાંભળીને મારી બધી ચેતાઓમાં અને રક્તમાં બસ તારું જ નામ અને સ્મરણો છે. તારા એ શબ્દો એ મારા દિલ અને મગજ બંને પર સનસનાટી મચાવી રાખી છે. હું એક ધૂન થઇને તેમાં ખોવાયેલો છું. હું એ મીઠાં મીઠાં શબ્દો અને તારો સુંવાળો સ્વર રોજે સાંભળવા ઈચ્છું છું. શું તું મને તારા ગીતો રોજે સંભળાવીશ ? મને તારી સાથે અને તારા એ મીઠડા કંઠ સાથે પ્રેમ થઇ ગયો છે. આઈ લવ યુ સો મચ.... હું સમજી શકું છું કે તારા માટે આ નિર્ણય લેવો થોડો એવો ગંભીર છે પણ હું મારી લાગણીઓ તને બસ કહેવા ઈચ્છતો હતો એટલે આજે બધી જ હિંમત એકઠી કરીને કહી દીધું. શું તું મારો આ પ્રેમ સ્વીકારીશ ?" આ હું એક જ શ્વાસે ,લય, તાલ અને મારા ચહેરા પરના ભાવ બદલાવ્યાં વગર  બોલી ગયો. હું હજુ એને આગળ કંઈ કહું એ પહેલાં જ તેણે મને અટકાવ્યો.

                "પ્લીઝ, ઉમંગ ગેટ આઉટ. મારે હવે તારી એક વાત નઇ સાંભળવી. તું અત્યારે જ રૂમની બહાર જતો રે નહીંતર હું અત્યારે જ મારા ઘરે જઉં છું" તે ગુસ્સામાં અને આંખોના ડોળા બહાર કાઢીને બોલી. તેનું આ રૂપ મારા માટે નવું હતું જે મને ગંભીર પરિસ્થિતિમાં ધકેલતું હતું. પણ હું મારું મોંઢું નીચું કરી ને તેના જવાબની રાહ માં  ત્યાં જ બેઠો રહ્યો જાણે કે તેમના આ ગુસ્સામાં પણ મને અતૂટ પ્રીત જ દેખાતી હોઈ.

"આઈ સેઈડ , જસ્ટ ગેટ આઉટ. અને તે મને એવી ઘારી જ કેમ લીધી ?" આ વખતે તેમના અવાજમાં થોડો વધારે ઉગ્ર ગુસ્સાવાળો અને ભારે હતો.

                  ‌ હું ધીમેથી લાઈટ બંધ કરીને હોલમાં  દાખલ થયો. મારી ડાયરી કાઢીને આજની બધી ઘટનાઓ તેમાં આંકવા લાગ્યો , જેમ જેમ મારી પેન આગળ ચાલતી ગઈ તેમ તેમ મારી આંખમાંથી આંસુઓ બૂકના પન્નાઓ ભીના કરવા લાગ્યાં. હું આ બધું શુ કરી બેઠોએ વાતનો અફસોસ કરી રહ્યો હતો અને મારી જાતને જ હું કસૂરવાર માની રહ્યો હતો. અને થોડુંક વિચારતા મને આ નિર્ણય થોડો ઉતાવળ ભર્યો લાગ્યો. હું મારી આગળની જિંદગી તેમની વિનાની વિચારી રહ્યો હતો થોડું ગમગીન વાતાવરણ સર્જાય ગયું હતું. મારી અશ્રુધારા ચોમાસામાં આવેલ નવા નીરના ધોધની જેમ વહી રહી હતી. આંખ મિચતાંની સાથે જ આજની બધી ઘટનાઓ ફરી-ફરી તાજી થતી હતી.ધીમે ધીમે એના જ વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ એ કંઈ ખબર જ નાં રહી.

                  ‌સવારના છ વાગ્યે હું અચાનક ઉઠી ગયો. બાકી તો રોજે અગિયાર વાગ્યાની કોલેજ હોઈ એટલે કમ સે કમ નવ તો પાક્કા જ ! પણ ગઇ કાલનો થાક મને આ પૂરતી ઊંઘ આપી ના શકયો. હું રૂમની બહાર ગયો, પપ્પાના રૂમમાં પંખો ચાલવાનો અવાજ આવતો હતો એટલે એ મોડી રાત્રે પરત ફર્યા હશે એવું ધાર્યું. દીદી  પણ સવાર સવારમાં વહેલી ઉઠી ગયેલી હતી અને કાવ્યા હજુ સૂતી હતી. કાવ્યા ઉઠીને દીદી અને પપ્પાને બધી વાતની જાણ ના કરી દે એ વાત વિચારીને મારો જીવ તાળવે ચોંટી રહ્યો હતો પણ કાવ્યા ની ગાઢ નીંદર મને બે ઘડી માટે રાહત આપી રહી હતી. દીદી મારાં માટે ચા નો કપ લાવી.

               ‌ચા ની ચુસકી લેતા દીદીને મારી પરિસ્થિતિની જાણ થઇ ગઇ હોઈ એમ પૂછું
"કેમ ભઈલા, આજે ઉદાસ લાગે છે ? શું થયું ?" 
‌"કંઈ નહીં બસ એમજ" મેં સ્વસ્થ થઇને અને થોડા આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો.
‌"સારું દીદી, હું કાવ્યાની ઊંઘને તોડીને  આવું છું" મેં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વળતો વાર કર્યો.

               "તારે નાસ્તો કરવો હોય તો બનાવી દઉં પણ કાવ્યા માટે તો નહી જ બનાઉ" દીદી એ થોડા મજાકીયા ભાવ માં એક આંખ દબાવતાં કહ્યું. આ વાક્ય સાંભળીને હું સ્તબ્ધ થઇ ગયો મને એવું લાગ્યું કે દીદીને બધી વાત ની ખબર પડી ગઈ છે અને મને દીદી નું આ વાક્ય એક ટોન્ટ હોઈ એવુ લાગ્યું.

"જા વાંદરા, ખરાબ કર એની ઊંઘ હું નાસ્તો બનાવું છું" એ રૂમ તરફ જતાં જ મારા પગની ધ્રુજારી ફરી વળી, જીભ કંઈ પણ બોલી શકે નઇ એ પરિસ્થિતિમાં ફરી આવી ગઈ. તો પણ મેં રૂમ તરફ પગલાં માંડ્યા અને દરવાજો ખોલતાંની સાથે જ મેં જે દ્રશ્ય જોયું એની મને સ્વપ્ને પણ કલ્પના નહોતી.

‌હું  તરત જ રૂમની બહાર આવ્યો .
‌" દીદી, કાવ્યા તો રૂમમાં નથી" મેં ચિંતા ના સ્વરે દીદી ને કીધું. મને હવે ઉલ્ટા સીધા સવાલો થતા હતા . ક્યાંક એને મારાં થી પરેશાન થઈને ....

‌          દીદીએ આ પરિસ્થિતિનો જવાબ ખડખડાટ હસીને આપ્યો
‌"તે તો સવારે વહેલી જ નીકળી ગયેલી એટલે જ તો હું અત્યારમાં ઉઠી છું" આ જવાબે મને અચંબિત કરી દીધો અને આ સાથે મારા આખોમાં ગાઢ અંધકાર છવાઈ ગયો, મને ચક્કર આવ્યા અને  હું સટાક દઈ ને જમીન પર પડ્યો અને મારી આંખ મીંચાઈ ગઈ.....
.
.
.
.
.
.
'ઉમંગનાં સ્યુસાઇડ નું કારણ શું કાવ્યા અને તેમનું ઉમંગને છોડી ને જતું રહેવું એ હશે !?'
'શું કાવ્યા ઉમંગનાં પ્રેમને અપનાવશે કે પછી આ પ્રેમ એ એકતરફી અને અપૂર્ણ હતો ?'
'ઉમંગનાં ઉતાવળ ભર્યા નિર્ણય ઉમંગની જિંદગીમાં કંઈ ફેરફાર લાવશે ?'

                                                                          ક્રમશઃ....
ખરેખર દિલથી મજા આવી હોય તો પ્રતિભાવ આવકાર્ય છે....
contact on :8530825416