અઢી પાનાંની જિંદગી...Part 1 Piyush Malvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઢી પાનાંની જિંદગી...Part 1

 



                     જૂનાગઢ મા ફરી એક સાંજ ઢળી રહી હતી, સંધ્યા સંપૂર્ણપણે ખીલીને આકાશ ને લાલ રંગ માં રંગી દીધું હતું, પંખીઓનું કલરવ અને ઝાડ ના પત્તા નો અવાજ કુદરતની કરામત નો આહલાદક અનુભુતિ કરાવતું હતું. ચંદ્ર હવે એક પ્રેમી ની જેમ ખીલીને સુર્ય ને 'શુ તું કાલે ફરીથી આવીશ કે મારી ચાંદનીમાં ખોવાઈ જઈશ ?' એવું પૂછતો હોય એવું લાગતું હતું. પણ ઉમંગનાં મનમાં તો કૈંક અલગ જ યુદ્ધ લડાતું હતું . એની બળતરા ના ઓડકાર તેમના ચહેરા પર ની રેખાઓ માં સાફ સાફ નજર આવતા હતાં.


                   ઉમંગ છેલ્લી ત્રણ કલાકથી બાલ્કનીમાં બેઠો હતો અને તેણે સાતમી સિગારેટ નો ધૂમાડો પોતાની ચિંતામાંથી આરામ મેળવવા ફેફસાં માં ઉતારી ને સહેજ પાતળો ધુમાડો પોતાની આસપાસ ફરી રેલાવી દીધો. તે બાલ્કનીમાંથી સતત ગિરનારને એક ચિત કરી ને તાકી રહ્યો હતો જાણે કે આ બધું થયું એ માટે તો ગિરનાર જ દોષી હોઈ! પણ ગિરનાર તો એને વધુ ચિંતા માં નાખવા માટે પોતાનું શિખર વાદળોમાં છુપાવી અડીખમ ઉભો હતો . આ ઉમંગ માટે બળતામાં ઘી ઓમ્યા જેવું હતું પણ નજર તો ઝૂકે જ નઈ ને જાણે ઉમંગ પણ પોતાના અહમ પર ઉતરી આવ્યો હોય ! ઠંડો સડસડાટ પવન ઉમંગ ના ચહેરા પર ની ચિંતા ની રેખાઓને વધુ ખેંચવા અને તેમને યાદો ના સમુદ્રમાં ડુબાડવા માટે સક્ષમ હતી. આ ઠંડુ અને શાંત વાતાવરણ ઉમંગ ના દિલ ને વધુ સળગાવી રહ્યું હતું જેમનો ધુમાડો સિગારેટ ના ધુમાડા ની સાથે બહાર કાઢવાનો તે અસફળ પ્રયાસ કરતો હતો આથી ઉમંગ હજુ ગૂંગળામણ અનુભવતો હતો. સાપ ના ઝેર ની જેમ બળતરા અને ચિંતાઓ વધુ તીવ્ર થતી હતી. જો કે આ બધું તો સખત ઉમંગ ના સ્વભાવની  એકદમ વિરુદ્ધ હતુ.

                     ઉમંગ એ શાંત અને વિચારશીલ સ્વભાવનો હતો . તેમના વાંકડિયા વાળ ગલગોટા ના ફૂલો માં રહેલ પાંખડીઓ જેવા લાગતા હતા કે જાણે હમણાં પાંખડીઓ છૂટી પડી જશે પણ બધા  વાળ  એકબીજા સાથે જાણે જન્મો જન્મ ની ગાંઠ મારી લીધી હોય તેમ એમના વાળ માં  તો કાંસકો પણ  હાંફી જતો. કાળી અને જાડી મૂછો વધુ આકાર માં આવી રહી હતી અને કુણાં કુણાં વાળ દાઢી પર ફણગા કાઢી રહ્યા હતા .જાણે નદી માં નવા નીર આવ્યા હોય એમ જવાની પણ હવે પ્રભાવ દેખાડતી હતી. બાવડાઓ પણ નવા યુવાન આસોપાલવ ના થડ ની જેમ જાડા થઈ રહ્યા હતા. અને તેમનો હુંફાળો સ્વર દૂધ માં સાકાર ભળે એટલો મીઠો લાગતો હતો.
સાથે બાપ દાદા ના વારસા માં મળેલ પ્રકૃતિપ્રેમ એને વધુ ઘેલો અને સંવેદનશીલ બનવતું હતું એટલે જ તો તેમણે હરિયાળું અને ગિરનાર ની ગોદ માં વસેલું જૂનાગઢ M.Com માટે પસંદ કરેલું હતું.

                      ઉમંગ મૂળ સુરતનો રહેવાસી અને તેમના માતાપિતા નો આમ તો એક નો એક દીકરો હતો અને એક દીકરી પણ હતી જે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપે ઘરમાં આવેલી હતી. શાંતિલાલ અને દયાબેનના લગ્નના બારમા વર્ષે તેમને આ દીકરા નું ફળ થયું હતું  અને જન્મ વખતે તેમના ટકા પટ રહેલા ગણ્યા-ગાંઠ્યા રેશમી વાળ અને ગુલાબી ગાલ તેમની માતા ને પ્રસવ નું દર્દ ભુલાવી દેતું હતું . આમ ઘણા વર્ષો બાદ શાહ પરિવાર માં ખુશી નો માહોલ હતો. ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને ઉમંગ બે વર્ષ નો થયો અને સાથે બધા નું મન મોહી લે એવાં વાંકડિયા વાળ, તોતડી એવી કાલીઘેલી ભાષા કોઈ પણ ના ચહેરા પર આવેલ ગુસ્સા ને  સ્મિત માં ફેરવવા પુરતા હતાં, કપાળ પર લગાવવામાં આવતો કંકુનો ચાંલ્લો અને ચડ્ડી -બુશકટ માં એ કૈક અલગ જ દેખાતો. બાજુમાં રહેતા જીગરભાઈ ની દીકરી આસ્થા અને ઉમંગ સાથે જ રમતા અને ઝઘડતા ક્યારેક આસ્થા બાજી મારે તો ક્યારેક ઉમંગ ! પણ બંને ને એકબીજા વગર ચાલે તો નહીં જ !  
    

                       'મમ્મી.. મમ્મી માલે આછતાં જેવી બે'ન જોટી છે' ઉમંગે તેમના તોતડાતા  અને મીઠા સ્વરમાં કઈ દીધું. આ વાત દયાબેનના દિલ ઉપર ઘર કરી ગઈ આખરે તેઓ પણ એક દીકરી ઈચ્છતા હતા. આ વાત તેમણે શાંતિલાલ ને પણ કરી. તેમણે ઘણા પ્રયાસો કર્યા પણ અસફળ રહ્યા છેવટે ડોકટર પાસે રિપોર્ટ પણ કરાવ્યો તો જાણવા મળ્યું કે દયાબેન ની ઉંમર એટલી થઈ ગઈ છે કે તએ હવે એક પણ બાળકને જન્મ આપી શકે તેમ નથી. જો કે આ વાત દયાબેન માટે નવી નહોતી પણ હવે મૂંઝવણ એ હતી કે દીકરી માટે શું કરશું ! અને આખરે નિર્ણય આવ્યો આપણે કોઈ અનાથ આશ્રમમાંથી દીકરી દત્તક લઈએ.

                  શાંતિલાલે આ વાત જીગરભાઈ ને કરી, 'વાહ શાંતિલાલ શું વાત કરો છો!' જીગરભાઈ એ હરખાતા કહ્યું. 'જો શાંતિલાલ તમે ઈચ્છતા હોઈ તો હું ઉમંગ અને આસ્થાને ધ્યાન માં રાખીને આસ્થાને તમારા ખોળે બેસાડી દઉં' પણ શાંતિલાલ નો જવાબ સાંભળીને જીગરભાઈ અચમ્બિત થઈ ગયાં 'જીગરભાઈ આસ્થા તો તમારી જેમ મારો પણ કાળજા નો કટકો છે પણ અમે બેઉ માં'ણા એ એવું નક્કી કર્યું છે કે કોઈ અનાથ આશ્રમમાંથી દીકરીને દત્તક લઈ ને એમને એક માં-બાપ અને પરીવાર નું સુખ આપી શકીએ'
'જીગરભાઈ કોઈ અનાથ આશ્રમનો કંઈ કોન્ટેક્ટ થાય એમ હોઈ તો કરો ને '
'હા આપણે સન્ડે એ એક આશ્રમની વિઝીટ કરીએ, પાક્કું'

                   શુક્રવારે શાંતિલાલ કામે થી પરત ફરતાં હતાં, ગાઢ  અંધકારમાં તમરા ના તમ તમ અવાજ રસ્તાઓ ને વધુ શુમ શામ બનાવતા હતા બાજુ માં વહી રહેલી ગટર ની તીવ્ર વાસ નાક ને વીંધી રહી હતી પણ આ તો રોજ નો રસ્તો અજાણ્યો નહોતો આ ખામોશી ને તોડતો એક બાળક નો ધીમો ધીમો અવાજ શાંતિલાલ ના કાને પડયો , આ અવાજ પેલી ગટર પાસે થી આવતો હોય એવું લાગ્યું પણ શાંતિલાલ ને થયું કે કોઈ નું બાળક રડતું હશે પણ ત્યાં જ અચાનક મન માં ચમકારો થયો ત્યાં તો કોઈ લોકો ની વસ્તી છે જ નઈ તો અવાજ આવ્યો ક્યાંથી !? મનમાં ઉદ્દભવેલા પ્રશ્ને એ શાંતિલાલ ના પગ ગટર તરફ વળ્યા, ત્યાં જોયું તો એક બાળક  પાસે જોર જોર થી રડી રહ્યું હતું. બાળક  ગટર ના પ્રવાહ માં સાઈડ માં  તરી આવેલ કાદવમાં લતપત હતું. શાંતિલાલ એ પોતાનો શર્ટ કાઢી ને કાદવ સાફ કરી ને બાળક સાથે લઈ જઇ આવતીકાલે પોલીસ સ્ટેશન જઈ રિપોર્ટ કરવાનો નિર્ણય કર્યો અને ઘરે જવા પગ દોર્યા.

'આ કોનું બાળક છે ?' દયાબેન આશ્ચય ના સ્વરે પુછયું
'આ બાળક મને રસ્તા પરથી લાવરિસ હાલત માં મળેલું એટલે હું એને ઘરે લઈ આવ્યો અને આ લે જરા આને સાફ કર અને આપણે કાલે પોલીસ ને જાણ કરવા જવાનું છે'
''તમને કઉં છું આ તો દીકરી છે' દયાબેન એ ખુશ થઇ ને કહ્યું  અને આપણે નક્કી કર્યું હતું કે આપણે એક દીકરી લઈશું તો આ દીકરી ને જ અપનાવી લઈએ તો ?"
"અરે ગાંડી, આ દીકરી ને એમના પરિવાર વાળા શોધતા નઈ હોઈ તું  એ તો વિચાર, જો એના પરિવાર ની કોઈ ઓળખાણ નય થાય તો આપણે આ દીકરી ને ચોક્કસ અપનાવી લઈશું "
પોલીસ રિપોર્ટ લખાવામાં આવ્યો અને એવું નક્કી થયું કે જ્યાં સુધી તેમના પરિવાર ની ઓળખાણ ના થાય ત્યાં સુધી તે શાહ પરિવાર ની મહેમાન બનીને રહેશે. બે મહિના તપાસ ચાલી પણ બીજી કાઈ ઓળખાણ ન હોતા તેમના પરિવાર ની ઓળખ ન મળી  અને છેવટે આ દીકરી ને શાહ પરિવાર એ દત્તક લઈ ને તેમને એક નવી જિંદગી નવો પરિવાર અને એક નવું નામ આપ્યું - વંદના.આ રીતે ઉમંગ આમ તો શાહ પરિવાર નો એક નો એક દીકરો હતો અને નહીં પણ !

                 ઉમંગ અને વંદનાની ઉંમર માં માત્ર આઠ મહિના નો સમયગાળો હતો. ઉમંગ , આસ્થા અને વંદના ની મિત્રતા દહીં ની જેમ ધીમે ધીમે જામી રહી હતી અને દહીં માં રહેલા પાણી ના છાંટા  મીઠા કકળાટ રૂપે બંને ઘરો માં ઉડતા હતાં. ધીમે ધીમે હવે આ દહીં જામી ને ઢેફુ થઈ ગયું. વર્ષો વીતતા ગયા અને છેવટે ત્રણેય ને અભ્યાસ માટે છૂટું પડવાનું થયું. ઉમંગે M. com માટે જૂનાગઢ માં અને વંદના થોડી હોશિયાર હોવાથી તે સુરત માં જ રહી ને MBBS માં ત્રીજા વર્ષ માં અભ્યાસ કરતી હતી . આસ્થા ને આગળ ભણવામાં કોઈ રસ ના હોવાથી તે ઘરે જ રહેતી. 

               બાલ્કનીમાં બેઠા બેઠા તે આ સાતમી સિગારેટ સળગાવી બેઠો હતો અને થોડું વિચારતા વિચારતા રૂમ માં ગયો અને   પોતાની ડાયરી કાઢી . તે કંઈક લખવા માંગતો હતો પણ કંઈ લખી ના શક્યો અને ફરીથી બાલ્કનીમાં આવી ને સિગારેટ નો એક ઊંડો કશ લીધો પણ સિગારેટ નો ધુમાડો ફેફસાં સ્વીકારવા તૈયાર ન હોઈ એમ ઉધરસ સાથે બહાર છોડ્યો. બાળકની તો ઉમંગ માટે તો પ્રેમીઓ ને મળવા માટેનું પ્રેમસ્થળ હોઈ એવું હતું. તે ફરી ફરી વિચારો ના સમુદ્રમાં ગોથાં ખાવા લાગ્યો અને સિગારેટ નો એક કશ લઈ ને ઓલવી નાખી  તે અધૂરી સિગારેટ લઈને અંદર રૂમ માં ગયો. રૂમમાં જઈને ફરીથી પોતાની ડાયરી કાઢી ને અઢી પાનાં પોતાની જિંદગી ના શાહી થી ચીતરી કાઢ્યા અને પેલી અધુરી સિગારેટ  તે જ પેજ  પર  રાખીને ડાયરી બંધ કરી દીધી. આવું ઉમંગે પહેલી વાર કરેલું હતું, જો કે તે ડાયરી રાખતો એ તો અમુક ગણ્યા ગાંઠ્યા વ્યક્તિઓ ને જ ખબર હતી. આ ડાયરી માં એક પણ દુઃખદ ઘટના હતી નઇ, હતી તો માત્ર તેમાં ઉમંગ ન જીવનની ખુશીઓ અને અમુક અમુક યાદો. જયારે પણ અણગમતું બનતું ત્યારે આ ડાયરી પર ના પાનાં ઉઠલાવવી યાદો તાજી કરી લે તો અને પોતાની દુઃખ ભૂલી જતો આથી અત્યાર સુધી તેમને એકપણ એવી યાદ આ ડાયરી માં કંડારી ના હતી. અને આવુ પણ પહેલી વાર જ બનેલું કે ઉમંગે આ ડાયરી ખોલી અને એક પણ પેજ ના વાંચ્યું ! અને અધૂરી સિગારેટ મૂકી એ તો ઉમંગ ખુદ ને નહોતું સમજાતું.આ પેલી એવી ઘટના હશે કે ઉમંગ ડાયરી ખોલી ને  મંદ મંદ હસવાની બદલે ધીમી ધાર ના આશુઓ વડે દિલની વાત  સીધી ડાયરી ના પંતા પર પાથરી હશે !

                 થોડીવાર શાંત રહીને તે ફરી મોબાઈલ ફોન લઈને બાલ્કનીમાં ગયો અને કોઈક ના નંબર ડાયલ કરી કોલ કરવા લાગ્યો પણ હજુ તો રિંગ વાગે એ પહેલાં તો કટ કરી નાખ્યો. આવું ઘણી વાર કર્યું .કોણ જાણે તેણે કોલ કરવાનું મન તો હતું પણ દિલ ન હોતું માનતું . ફરી વાર ફોન જોડ્યો પણ આ વખતે તેમણે રિંગ વાગવા દીધી.
"રિંગ..રિંગ....    રિંગ..રિંગ....    રિંગ.. રિંગ...." આ સાથે રિંગ પુરી થઈ પણ કોઈ એ સામેથી વળતો જવાબ ન આપ્યો.
તેમને ફરી એક વ્યર્થ પ્રયત્ન કર્યો પણ પરિણામ તો એમનું એ જ કોઈએ જવાબ ના વાળ્યો.
"રિંગ..રિંગ....    રિંગ.. રિંગ....     રિંગ.. રિંગ" આ સાથે રિંગ સંભળાતી બંધ થઈ
"હલ્લો" ઉમંગ પોતાનું દુઃખ સામે વાળી વ્યક્તિને સાંભળાવવું હોઈ એ સ્વરે બોલ્યો પણ સામે જવાબ મળ્યો
"તમે જે વ્યક્તિ ને કોલ કરી રહ્યા છો તે હાલ માં વ્યસ્ત છે, કૃપીયા થોડા સમય પછી પ્રયાસ કર!"
આનો અર્થ એ હતો કે સામે વાળો વ્યક્તિ તેમની સાથે વાત કરવા ઈચ્છતો જ નથી.  ફરી એકવાર પ્રયાસ કરી જોયો પણ પરિણામ તો  ઉમંગને ખબર જ હતી ઈનું એ સામે વાળી વ્યક્તિ એ તેમનો કોલ  ફરીથી કટ કરી નાખ્યો.

                   જિંદગીમાં પહેલી વાર વર્તાય રહેલ આ કશમકશમાં તે ઝઝૂમતો હતો. તે હજુ મારી નાખે એવો ગૂંગણામણ અનુભવતો હતો. હવે તે ડાયરી માં લખેલા અઢી પાનાં જ એની મંજિલ હોઈ  એવું લાગતું હતું અને આ અઢી પાનાં લોહી થી ચીતરવા હવે તે મજબૂર બન્યો હતો કે તલપાપડ એ કહેવું મુશ્કેલ હતું.હવે તો એ બાલ્કની ની પાળ ને એના પગ જોર આપતાં હતા અને એ સાથે જ એ ઝાટકા સાથે ઉભો થયો  અને પોતાની ડાયરી સુરક્ષીત જગ્યાએ મૂકી અને બાલ્કનીમાંથી ચારે તરફ જોઈ ને  ઊંડો શ્વાસ લીધો અને બધાં વિચારો ભૂલી ને દુનિયા ના બધા રસ્તા બંધ થઈ ગયા હોય એવું વિચારીને હાથ ની મુઠ્ઠી વાળી ને અનિમેષ નજરે આકાશ ભણી જોયું પણ બીજી જ ક્ષણે એનું શરીર જાણે પાતાળ માં પ્રવેશી જાય એટલી ઝડપે નીચે તરફ વળ્યું.....
.
.
.
.
.
.

"શુ ચાલી રહ્યું હતું ઉમંગનાં મન માં ?"
"આજે કેમ ઉમંગ ડાયરી જોઈને  ખુશ ના થયો ?"
"શું કારણ હતું ઉમંગનું સામે વાળી વ્યક્તિને કોલ કરવાનું ?"

ક્રમશઃ...

Contact on 8530825416