Dil Ki Bato - The endless love is about to end books and stories free download online pdf in Gujarati

દિલ ની વાતો - અધૂરા પ્રેમ નો અંત

બે જુના પ્રેમી એકબીજાને આકસ્મિક રીતે મળે છે,
અધૂરા રહી ગયેલા તેમના પ્રેમની વ્યથા વ્યક્ત કરે છે..

અક્ષ અને કાયા બંને બાળપણ ના મિત્રો હોય છે,હંમેશા સાથે રહેતા આ મિત્રો માં પ્રેમ ની ઉર્જા ઉતપન્ન થાય છે.. અને કાયા એક દિવસ આ પ્રેમ નો પ્રસ્તાવ અક્ષ સામે રજૂ કરે છે..અક્ષને કાઈ સમજ નથી આવતું અને કાયા એના ટાઈપ ની નથી અને એ ફક્ત એની મિત્ર જ છે એમ કહીને કાયા ના પ્રસ્તાવને ઠુકરાવે છે

(ચાલુ દિવસ)

(પ્લેટફોર્મ પર ટ્રેન ની રાહ જોતા યાત્રીઓ માં સામેલ અક્ષ અને કાયા ની નજર અચાનક એક બીજા સાથે મળે છે, અક્ષ મન માં ગુણગુણતો કાયા તરફ આગળ વધે છે)

અક્ષ-

"પવનથી લટ એની કાન આગળથી સરકી જાય છે
લટ ને સરખી કરતી કરતી એ મને પાગલ કરતી જાય છે
એને હસતા જોય ચેહરો મારો ખીલી જાય છે
એની એ હસી મનને દિવાનું બનાવી જાય છે
આંખો આંખોથી દિલને ઘાયલ કરતી જાય છે
નશીલી એની આંખોનું હૈયું મારુ વ્યસની બનતું જાય છે "

(અક્ષ કાયા પાસે પોહચે છે)

અક્ષ-

હાઇ, કેમ છે..

કાયા-

"જેવી પણ છું ઠીક છું
હા,તારા ગયા પછી
થોડી મજબૂત બની ગઈ છું"

અક્ષ -

"દિલ દિલ થી મળવાથી ધડકનો વધે છે
સામે પ્રીતમ ને મળાવી કદાચ કુદરત પણ
જૂનો હિસાબ પૂરો કરવા કહે છે
માનું છું માફી ના મળે એવી ભૂલ કરી છે
સુંદરતા પાછળ પ્રીત ને જતી કરી છે
માનું છું હુએ તારું દિલ તોડ્યું છે
મારુ મન પ્રેમ ના દેવામાં ડૂબ્યું છે"

કાયા -

"આ બધી વાતો નો હવે શુ મતલબ
દિલ ના ટુકડા થયા પછી ફક્ત બચે છે શબ"

અક્ષ -

"પ્રેમ ની તાકાત ને ઓછી ના આંક
મારુ આ દિલ તારી પાસે રાખ
તારું તૂટેલું દિલ પાછું મને આપ"

કાયા-

"ભૂલ એક વાર થાય ,
બીજી વાર એ ભૂલ થી દૂર જ ભગાય"


અક્ષ-

"શીરા માં રહેલી ઈલાયચી મોમાં આવવાથી
આખો શિરો નાખી ના દેવાય
થોડી કડવી પળો ને કારણે,મીઠી યાદો
ભુલાવી ના દેવાય"

કાયા -
"એ સમય અલગ હતો
તારા વગર નો દિવસ વરસાદ ને ચાહતી ભૂમિ જેવો હતો
અને આ સમય છે,
તારા સાથે રહેવાથી પણ મને કોઈ ફર્ક નથી પડતો"

અક્ષ -
"તારી સાથે વિતાવેલી એ દરેક પળો મારા માટે અનમોલ છે
તને પાછી યાદ અપાવવી એ કદાચ બેફિઝુલ છે"

કાયા -
"તારી સાથે વિતાવેલી એ દરેક પળો
આજે પણ મને યાદ છે,
આપણું એ ટ્યુશન,આપણી એ જગ્યા
આપણું હંમેશા સાથે બેસવું
આજે પણ મને યાદ છે,
એક મેલોડી ચોકલેટ ના બે ટુકડા કરી
સાથે વહેચી ખાવું
આજે પણ મને યાદ છે,
તારી એક દિવસ ની રજામાં,તારી ગેરહાજરીમાં
મારું બેચેની અનુભવવું,
તારુ નોટ લેવા મારા ક્લાસમાં આવવું,મને બૂમ પાડવી
આ જોઈ મારી બેનપણીઓનું મને ચિડાવવું
આજે પણ મને યાદ છે,
તને મળવાના બહાને,તને જોવાના બહાને
તારા ઘરે બુકસ લેવા આવવું
આજે પણ મને યાદ છે,
એ જોવા કે તને કોઈ છોકરી ગમતી તો નથી
એ માટે એ છોકરીઓનું નામ તારી સાથે જોડવું
આજે પણ મને યાદ છે,
આપણા વચ્ચેના આ લગાવ સમજ માં ના આવવું
અને તને રાખડી બાંધવાનું વિચારવું
આજે પણ મને યાદ છે,
આપણી છેલ્લી મુલાકાત, મારા પ્રેમનું તારા દ્વારા કત્લ થવું
આજે પણ મને યાદ છે
તારી સાથે વિતાવેલી એ દરેક પળો
આજે પણ મને યાદ છે"

અક્ષ-
"એ સમય એવો હતો પ્રેમ ની જ્યારે ખબર નહતી
સાદગી માં સાચી ખૂબસુરતી હોય છે એની ખબર નહતી
મિત્રતા ની આડ માં આ દિલમાં ફક્ત તું જ વસે છે ખબર નહતી "

કાયા-

માનું છું અનહદ પ્રેમ કર્યો છે તને

પણ પ્રેમ ના દરેક પર્ણો સુકાઈને ખરી પડ્યા છે હવે

અક્ષ -

પર્ણો ખરી પડ્યા છે ઝાડ ના,ઝાડ તો હજી એ જ છે

પ્રેમથી સીંચીસ આ ઝાડ ને બસ ઝાડ એક મોકો તો આપે

કાયા -

"નથી થતી હિંમત પાછી તૂટવાની
તું પણ આદત બનાવી લે
પ્રેમ માં દર્દ સહન કરવાની"

(ત્યાં સ્પીકર માંથી જાહેર થાય છે કે મુંબઇ જવા વાલી ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી છે,જે ટ્રેન માં કાયા જવાની હોગ છે)

કાયા-

તારા જીવનમાંથી તો ક્યારની જતી જ રહી છુ

અને હાલ મારો જવાનો સમય થઈ ગયો છે

દુનિયા ની હર એક ઊંચાઈ પ્રાપ્ત કરે

અને જેની સાથે રહે એને ખુશ કરે

અક્ષ -

કદાચ આ મારી જ ભૂલ નું પરિણામ છે

સૌના દિલ નું વિચારવા વાળી આજે એને પ્રેમ કરનાર નું દિલ તોડી રહી છે

શુ પ્રેમ માણસ ને આટલો નિર્દય બનાવી દે છે

કાયા -

પ્રેમ તો દિલ ને આબાદ બનાવે છે

માણસ ની ક્રિયા દિલને નિર્દય બનાવે છે

અક્ષ -

"તારો ગુનેગાર છું જે સજા આપશે એ ભોગવવા તૈયાર છું
તારા ગયા પછી એહસાસ થયો છે
બધું પામ્યા પછી પણ સાવ અધુરો છું
દોલત માં ગમે તેટલો અમીર બની જાવ
પણ પ્રેમ માં તો તારી સામે એક ફકીર જ છું
દિલ તોડી ,ના ભજવ પાછું અક્ષ નું પાત્ર
મને તૂટતા જોઈ મારાથી વધુ તું રડશે એ જાણું છું
ગમે તેટલું બોલી લે મારા માટે હવે તને કોઈ પ્રેમ નથી
તારી આંખોમાં મારા માટે પ્રેમ હું આજે પણ જોઈ શકું છું"

કાયા -
"કઇ રીતે કરું ભરોસો તારા પ્રેમ પર
આત્મા પણ સાથ છોડી દે છે અંતિમ ઘડી પર"

અક્ષ -
"મારી પર નહીં તો ખુદ પર ભરોસો કર
તારી પાસેથી જ શીખ્યો છું પ્રેમ કરવાનું
અને પ્રેમમાં તો મિલન હોય છે બે આત્માનું"

કાયા -
"નથી થતી હવે મારાથી તને નફરત
માફ કરુ છું તારી દરેક હરકત
કૂબુલ કરું છું એ દરેક વખત
તને યાદ કરવામાંથી નથી મળી ક્યારેય ફુરસત "


અક્ષ -
"દુઃખ અને આંસુના કાંટા તોડી
ફક્ત ખુશિયોના ગુલાબ આપવા માંગુ છું
તને જગાવી એક ખરાબ સપના માંથી
સવારના સુરજ ની કિરણો બનવા માગું છું "

(કાયા અને અક્ષ એકબીજાને ભેટી પડે છે)

અક્ષ-

કંઈક પૂછવું હતું તને

કાયા-

હા પૂછ..

અક્ષ - (હસતા હસતા)

આ મેલોડી આટલી ચોકલેટી કેમ હોય છે...

કાયા-

બસ થઈ ગઈ મસ્તી..

અક્ષ -

જઇ તો રહ્યો હતો બધું છોડી ખુદ ને શોધવા

તને મળ્યા બાદ લાગ્યું તારામાં જ સમાયો છું હું

થાકી ગયો છું દુનિયા ની ભાગ દોડ માં

બસ જોઈયે છે હવે તારો જીવન ભર નો સાથ

જો તારી હા હોય તો છપાવી દેવ આપણા લગ્નના કાર્ડ

કાયા-

ઘણો કર્યો છે આ દિવસનો ઈંટઝાર

કઈ રીતે કરી શકું આનો ઇનકાર

( વાતાવરણ પણ પ્રેમમય બની જાય છે ,
જ્યારે બે પ્રેમ કરનાર મળી જાય છે,
બધી ખટાશ દૂર થઈ જાય છે,
જ્યારે મુખમાંથી શબ્દોનું અંકુરણ થઇ જાય છે)








બીજા રસપ્રદ વિકલ્પો