Arranged Marriage books and stories free download online pdf in Gujarati

અરેન્જ મેરેજ

23 વર્ષ ની ખુશી પીચ અને પેરોટ કલર ના કોમ્બિનેશન વાળો ડ્રેસ પહેરી અને સજ્જ અરીસા સામે ઉભી હતી. ત્યાં નિરાલી તેની મોટી બહેન આવી અને બોલી ,"ચાલ જલ્દી મળવા નો સમય આવી ગયો." અને ખુશી ને ખેંચી ને ચાલવા લાગી.

"પણ દીદી મારે નથી કરવી અરેન્જ મેરેજ." ખુશી ઉભી રહેતા બોલી.

"તો શું પ્રેમ લગ્ન કરવા છે તારે ?" નિરાલી ગુસ્સો કરતા બોલી ,"સાચું કહેજે ઓફીસ માં કોઈ સાથે ચક્કર તો નહીં ચાલતું ને તારું ?"

"અરે યાર , શું દીદી હદ છે મતલબ કે ચક્કર ચાલવા ની ક્યાં વાત આવી , અને હું એમ કહું છું કે અરેન્જ મેરેજ માં કેટલું કોમલિકેટેડ હોય છે બધું. એક વખત મળી ને કેમ ડીસાઈડ કરવું કે કેવો માણસ છે એ." ખુશી એક શ્વાસે બધું બોલી પડી.

"તો આ બગાવત પાપા એ છોકરો વાળા જોવા આવવા ના છે એ ન્યુઝ આપી ત્યારે કરવી હતી ને હવે શું છે?"

"દીદી તને ખબર છે ને પાપા સામે હું આ પોઇન્ટ મૂકું તો એ સમજવા ના તો છે નહીં. અને આમ પણ પાપા સામે હું કંઈ વાત કરું તો એ અંતે એક દલીલ માં જ પરિવર્તિત થઈ જાય છે. અને વાત નો મેઈન પોઇન્ટ તો ક્યાંય દૂર ઉડતો હોય છે."

" એ જે હોય એ અત્યારે સમય નથી આ બધું ડિસ્કસ કરવા નો , ચાલ હવે." નિરાલી ખુશી નો હાથ પકડી ને ચાલવા લાગી.

ખુશી નીચું મોઢું કરી ને સાથે સાથે ચાલવા લાગી. "થોડી સ્માઇલ લઈ આવે ચેહરા પર." નિરાલી ખુશી ના કાન માં ગણગણી. ખુશી એ ચેહરા પર ફેક સ્માઇલ વિખરાવી.

હોલ માં પહોંચતા જ સામે યલો ફૂલ સ્લીવ ટીશર્ટ અને બ્લેક થોડું વોશ વારું જીન્સ પહેરી અને નિલેશ બેઠો હતો. અને તેની પાસે એની બહેન મમ્મી અને પાપા બેઠા હતા. નિલેશ ફોટા માં અને રીઅલ માં સેમ એવો જ લાગતો હતો. આવા ફંકી કપડાં માં સજ્જ નિલેશ ને જોઈ ખુશી એ એક નાદાનીભરી સ્માઇલ આપી. પછી પોતાની જાત પર કાબુ મેળવી અને થોડા સિરિયસ ચેહરા સાથે એ લોકો સામે બેઠી. નિરાલી તેની પાસે બેઠી.

ત્યાર બાદ ચા સાથે ચર્ચા શરૂ થઈ. બંને પક્ષો એ પોત -પોતાના કેન્ડીડેટ ની ક્વોલિફિકેશન અને ક્વોલિટી ગણાવવા લાગ્યા. ત્યાં ખુશી ના પિતાશ્રી બોલી પડ્યા ," જાઓ તમે બંને ખુશી ના રૂમ વાતો કરી લો . નિરાલી જા સાથે."

"ફાઇનલ એક્ઝામ." ખુશી ધીરે થી બોલી.

"સસ ,ચૂપ ચાલ..." નિરાલી આગળ ચાલતી થઈ અને તે બંને એની પાછળ.

ખુશી ના રૂમ માં પહોંચ્યા ની સાથે નિરાલી બોલી " હવે તમે બંને વાતો કરો હું જાઉં છું. અને હા જરા પણ ઉતાવળ ના કરજો. " નિરાલી ખુશી સામે એક મોટી સ્માઇલ આપી અને દરવાજો અડધો બંધ કરી ને ચાલતી થઈ ગઈ.

પેહલી 10 સેકન્ડ એવી હતી કે બોર્ડ ની એક્ઝામ આપવા બેઠા હોઈએ અને પેપર હાથ માં આવવા ની તૈયારી હોય ત્યારે કેવી એક અજીબ ડર , એક્સાઇટમેન્ટ, ખુશી એવી અલગ અલગ ફિલિંગ સાથે હોય. બસ સેમ ટુ સેમ એવી જ ફિલિંગ આવતી હતી.

ત્યાં ખુશી એ એક ઊંડો શ્વાસ ભર્યો અને તે છોડતા બોલી " ઓકે.... બેસો." બેડ તરફ હાથ નો ઈશારો કરી ખુશી બોલી.

નિલેશ ત્યાં બેઠો અને બોલ્યો , " તમે પણ બેસો."

"ના મારો જ રૂમ છે મારો જ બેડ છે ,હું તો દરરોજ બેસું જ છું." ખુશી આડો જવાબ આપતા બોલી.

"તો તમે આ મેરેજ મિટિંગ થી ખુશ નથી એમ ને ?" નિલેશ ઉભો થતા બોલ્યો.

" ના ના એવું કંઈ નથી." ખુશી હેરાની માં અચકાતા બોલી.

"ઓહ કમોન , સાચું બોલી દો. તમારો ચહેરો તો બધી સચ્ચાઈ કહે જ છે."

"હા નથી ખુશ . બસ કહી દીધું સાચું."

"અને કેમ નથી હવે એનું રિઝન પણ આપી દો." નિલેશ ખુશી પાસે આવતા બોલ્યો.

"એનું રિઝન જાણવા નું તમારે શું કામ છે ?"

"લુક આપણે ઓછા માં ઓછી 15 થી 20 મિનિટ તો વિતાવી જ પડશે. મેરેજ મિટિંગ માં તમને ઇંટ્રેસ્ટ છે નહીં તો વાતો શું કરવી ? ચૂપચાપ બેઠું રેહવું એના કરતાં તમારી સ્ટોરી સાંભળી લઈએ." નિલેશ બોલ્યો.

"ઓકે મારી કોઈ એવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી નથી બસ મારે અરેન્જ મેરેજ નથી કરવા. મતલબ કે એવું નહીં કે મને કોઈ સાથે પ્રેમ છે, ના પણ મને આ કોન્સેપટ જ સમજ માં નહીં આવતો. જેની સાથે લાઈફ ના 60 થી 70 વર્ષ વિતાવવા ના છે એનો નિર્ણય 30 મિનિટ માં કોઈ કેવી રીતે કરી શકે , મતલબ કે આવું થોડું હોતું હશે. પેહલી મિટિંગ માં તો બધા સારા જ લાગવા નો પ્રયત્ન કરે ને કોઈ પોતાની ખરાબ સાઈડ થોડી બતાવવા ના છે. સાચું કે નહીં ?" ખુશી એ નિલેશ ને પૂછ્યું.

"ફિફટી પર્સન્ટ અગ્રી , તમારી એ વાત સાચી છે કે જેની સાથે લાઈફ ના 60 થી 70 વર્ષ વિતાવવા ના છે એનો નિર્ણય કોઈ 30 મિનિટ માં કેવી રીતે કરી શકે. પણ એ વાત ખોટી છે કે બધા લોકો એમની સારી જ સાઈડ બતાવે. લોકો જેવા છે એવા જ રહી ને પણ મળી શકે છે." નિલેશ એ પોતાનું ઓપિનિયન રાખ્યું.

"તો તમે એમ કહો છો કે તમે જેવું છો એવા જ બની ને આવ્યા છો. " ખુશી એ નિલેશ ને પગ થી માથા સુધી ચેક આઉટ કર્યો અને બોલી , "હમ્મ લુક વાઇસ અને ફેશન વાઇસ તો તમે જે છો એ જ બની ને આવ્યા છો એ તો દેખાય છે." અને ખુશી હસી પડી.

"એમાં શું ,હું રીઅલ લાઈફ માં ટીશર્ટ અને જીન્સ જ પેહરુ છું ,ખોટો દેખાડો કરવા સૂટ કે શર્ટ પહેરી ને તો નથી આવ્યો. આપણે તમારી વાત કરીએ તો શું રીઅલ લાઈફ એટલે કે ડેઇલી તમે આ ડ્રેસ જ પહેરો છો ?"

ખુશી એ તેના ડ્રેસ સામે જોયુ અને બોલી ,"ના હવે..."

"તો આજે તમે મારા પર ફર્સ્ટ ઇમ્પ્રેશન પાડવા પહેર્યું અને તમે એ ફોલ્ટ કાઢો છો કે બીજા રીઅલ ના રહે." નિલેશ ખુશી ને તેની જ વાતો માં ફસાવતા બોલ્યો.

"ઓહ પ્લીઝ , મારે કોઈ ને ઈમ્પ્રેસ નહીં કરવા , આ તો પાપા ના ફોર્સ ને કારણે પહેરવો પડ્યો. બાકી આ ડ્રેસ પહેરી ને ફરવું મારી કેપિસિટી ની બહાર ની વાત છે. ખબર નહીં મમ્મી એ આટલા વર્ષો સાડી પહેરી ને કેવી રીતે વિતાવ્યા હશે " ખુશી તેની પાછળ ની દીવાલ તરફ ફરી તેના પર લાગેલ તેની ફેમિલી ને ફોટો ફ્રેમ તરફ જોતા બોલી.

"તું તારા મમ્મી ની વધુ નજીક હતી ને...? એટલે કે તમે તમારી મમ્મી ની વધુ નજીક હતા ને." નિલેશ દીવાલ પર લટકાવેલ તેની મમ્મી ના ફૂલ નો હાર ચઢેલ ફોટા તરફ જોઈ ને બોલ્યો.

"હા ,ખૂબ જ . ચાર વર્ષ થઈ ગયા પણ એમની ખામી આજ સુધી મહેસુસ થાય છે." ખુશી થોડી ઇમોશનલ થઈ ને બોલી પડી.

ખુશી ને આમ ઇમોશનલ થતાં જોઈ નિલેશ પણ થોડો ઇમોશનલ થઈ ગયો.

ખુશી ફરી ચિઅર અપ થઈ ને બોલી ,"તું મને તું બોલાવી શકે છે."

"ઓકે." નિલેશ બીજું કશું ન બોલ્યો.

"માણસ તો તું ઇન્ટરેસ્ટિંગ છો. આપણે ફ્રેન્ડસ તો બની જ શકીએ છીએ." ખુશી આગળ ચાલતા બેડ પર બેસતા બોલી.

"તો ફ્રેન્ડ તરીકે એક વાત કહું તને ?" નિલેશ એ તેની પાસે બેસતા પૂછ્યું .

"હા ,બોલ ને."ખુશી એ કાંડા ઘડિયાળ સામે સમય જોતા બોલી પડી.

"તારી મમ્મી ની ખામી પુરી કરે તારા પાપા એવી ઈચ્છા તારા પાપા પાસે ના રાખ. તે તારી મમ્મી ને ખોઈ છે તો એમને પણ એમની જીવનસંગીની એમની પત્ની એમની લાઈફટાઈમ પાર્ટનર ને ખોઈ છે ને. તને જેટલી ખામી વર્તાય છે એટલી એમને પણ વર્તાતી હશે. સો તારે એમનો સાથ આપવો જોઈએ. પણ તને જોઈ ને તો એવું લાગે છે કે આ ચાર વર્ષો માં તે ક્યારેય તારા પાપા ને એ ખામી પુરી કરવા માં મદદ કરી જ નથી. "

નિલેશ ફરી ઉભો થઇ અને એ દીવાલ પાસે પહોંચ્યો જ્યાં ફોટો ફ્રેમસ લાગેલ હતી.

" આ ફોટોસ પર થી મને એવું લાગે છે , ચાર વર્ષ પહેલાં તારો તારી મોમ અને ડેડ સાથે ના ફોટાઝ છે ,પણ તારા અને તારા પાપા ના બંને ના એક પણ ફોટોસ સાથે વાળા નથી." નિલેશ બોલી પડ્યો.

"મારા અને મારા પાપા વચ્ચે ની કોમ્યુનિકેશન ની કડી મારી મોમ જ હતી. એમના ગયા બાદ ક્યારેય અમારી સરખી રીતે વાત જ નથી થતી. દરેક વાત આગળ જતાં બીજા પોઇન્ટ માં કન્વર્ટ થઈ જાય અને પછી દલીલો." ખુશી પણ ઉભી થતા નિલેશ પાસે આવતા બોલી.

"છોડ ને હવે ,અને તને મારા ફેમિલી ડ્રામા માં કેમ આટલો ઇન્ટ્રસ્ટ છે. આવી રીતે મને ઈમ્પ્રેસ કરવા માંગે છે. સ્ટાઇલ મારી અને આમ મીઠી મીઠી વાતો કરી મને ઈમ્પ્રેસ નહીં કરી શકે."

"પણ તે તો મને ઈમ્પ્રેસ કરી દીધો. તારી નિખાલસતા ગમી મને. આમ એટીટ્યુડ પાછળ નો આ સોફ્ટ ચેહરો , પેહલી જ મિટિંગ માં ક્રશ , અટરેક્શન કે પછી પેહલી નજર નો પ્રેમ જે કહો તે બધું થઈ ગયું.

પણ ડોન્ટ વરી તારું જે ડીસીઝન હોય મને સ્વીકાર્ય છે. તું મને એમ પણ કહીશ કે હું ના પાડી દઉં તો એ કરવા પણ હું રેડી છું. પણ સચ્ચાઈ તો એ જ છે કે મને તું પસંદ છે." નિલેશ ખુશી ની આંખો થી આંખો મેળવી ને બોલી ગયો.

ખુશી આ સાંભળી ને ઉભી રહી , કન્ફ્યુઝ હતી , કાંઈ પણ ન બોલી ,હિંમત જોડી ને કંઈક બોલવા ગઈ ત્યાં નિલેશ બોલી પડ્યો , "ઇટ્સ ઓકે તું વિચારવા સમય લઇ લે. હું વૉશરૂમ જઈ આવું પછી સાથે નીચે જઈએ.

વૉશરૂમ ક્યાં છે...?"

ખુશી એ ઈશારા વડે તેને રસ્તો બતાવ્યો. નિલેશ વૉશરૂમ તરફ આગળ વધ્યો.

ખુશી તેની સામે જ જોતી રહી , અને તેના વિશે વિચારતી રહી. નિલેશ બહાર આવ્યો અને બોલ્યો "ચાલ ઘણો સમય લઈ લીધો આપણે."

અને બંને હોલ તરફ ચાલતા થઈ પડ્યા.

ખુશી હજુ નિલેશ સામે જોતી હતી. ત્યાં નિલેશ બોલ્યો " આવી રીતે મારી સામે જ જો , પ્રેમ થઈ જશે."

ખુશી એ તેની નજર હટાવી. હોલ તરફ ની સીડી ઉતરતા એ બોલી પડી ," તું રીઅલ માં આવો જ છે ?"

"ખુશી હું કલાકાર નથી , એટલે મને એક્ટિંગ કરતા નથી આવડતું." નિલેશ ચાલતા ચાલતા બોલી પડ્યો.

ખુશી એ આ જવાબ સાંભળી ને બોલી ," આ વાત માં કેટલી સચ્ચાઈ છે?"

"તને કેટલી લાગે છે ?" નિલેશ એ તેનો જ પ્રશ્ન તેનો પૂછ્યો અને હોલ માં બેઠેલ તેના પરિવાર તરફ ચાલતો થઈ પડ્યો.

પાછળ ખુશી પણ ચાલવા લાગી.

ફરી એક વખત સામ સામે બંને પાર્ટીઓ બેઠી અને ત્યાં નિલેશ ની મમ્મી બોલ્યા , "ખુશી , હું એમ કહીશ કે અમારા ઘર માં તને જોબ કરવા ની છૂટ હશે. તો એ ખોટું હશે. છૂટ આપવા વાળા અમે કોઈ નથી. તારી લાઈફ છે તારે જોબ કરવી હોય ઘર સાંભળવું હોય જે તારી ઈચ્છા હોય એ કરજે. જેમ મારી માટે સુહાના મારી દીકરી છે એમ તને પણ રાખીશું.

પણ જો તમે એક બીજા ને પસંદ કર્યા હોય તો." મમ્મી કેહતા હસી પડી.

સાંભળી નિલેશ કે ખુશી બંને કાંઈ ન બોલ્યા.

"તો બંને આરામ થી વિચારી લઈ પછી ફોન પર કે રૂબરૂ ચર્ચા કરી લઈશું." ખુશી ના પાપા બોલ્યા.

ખુશી પાસે આવી એના પાપા બોલ્યા ,"સરખો સમય લઈ ને વિચારી લે ,જિંદગી નો સવાલ છે.."

ખુશી એના પાપા ને ગળે મળી અને બોલી ,"પાપા મને પસંદ છે નિલેશ."

સાંભળી નિલેશ પણ બોલી પડ્યો , "મને પણ ખુશી પસંદ છે."

ત્યાં જ નિરાલી મીઠાઈ નું બોક્સ લઈ આવી અને બોલી , " ફાઇનલ એક્ઝામ માં બંને ફર્સ્ટ કલાસ પાસ."

અને બધા હસી પડ્યા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED