My Dream Reality Part 1 books and stories free download online pdf in Gujarati

મારા સપનાની હકિકત - ભાગ - 1

આ મારી પહેલી વાર્તા છે અત્યાર સુધી મેં ફક્ત લેખ લખ્યા છે આ વાર્તા મારા જીવન ની હકીકત પર આધારિત છે થોડું સત્ય છે તથા થોડું કાલ્પનિક વર્ણન છે એ વર્ણન જે હું ઈચ્છતો હતો કે હકીકત બને તેથી મેં આ વાર્તા નું શીર્ષક મારા સપના ની હકીકત આપ્યું છે 


મારા માતા- પિતા ના બે સંતાન હું અને મારી બહેન.મારા પિતા પ્રાથમિક શાળા ના છે અને મારા મમ્મી એક ખાનગી શાળા ના ટ્રસ્ટી છે.મેં અને મારી બહેને ૧૨ માં ધોરણ સુધી એકસાથે અભ્યાસ કર્યો છે મારા જીવન નો સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જયારે હું ૧૧ માં ધોરણ માં હતો.૧૧ માં મે અરવલ્લી જિલ્લા ના મોડાસા માં school of achiver માં વિજ્ઞાન પ્રવાહ માં એડમિશન લીધું.મારી સાથે મારો બેસ્ટ ફ્રેન્ડ સત્યજીત,મારી બહેન અને મારી બહેન ની ફ્રેન્ડ વૈશાલી હતી.

અહીં મારી ભણવાની શરૂઆત સારી હતી પણ મારા મિત્ર સાગર ને અહીં ભણવાનું અઘરું લાગ્યું તેથી તેને ૧ મહિના પછી શાળા છોડી દીધી.આ સમય મારા માટે કપરો કાળ હતો પરંતુ આ સમય માં પણ મારા બીજા મિત્ર રવિ અને જયેંદ્રથે મારો સાથ આપ્યો.પછી મેં મારા અભ્યાસ તરફ ધ્યાન લગાવ્યું.પણ મહેનત ન અભાવે હું પરીક્ષામાં સારું પરિણામ લાવી શક્યો નહિ.પરંતુ તે સમયે મારા રૂમ પાર્ટનર દેવેન્દ્ર એ મને મૉટિવેટ કર્યો.

એટલે મેં આગળના સત્ર માં વધારે મહેનત કરવાનું નક્કી કર્યું પછી દિવાળી નું વેકેશન હોવાથી હું ઘરે ગયો.મારા મિત્રો સાથે ફરવામાં ,પુસ્તક વાંચવામાં અને થોડું સંશોધન કરવામાં રજાઓ પસાર કરી.વેકેશન પૂરું થતા હું સ્કૂલ માં પરત ગયો.આ સ્કૂલ માં પાછા ફરવાની સાથે મારા જીવન ની એક નવી અલગ શરૂઆત થવાની હતી જેનો મને સપના માં પણ ખ્યાલ ન હતો.
મારા જીવન માં એવી કઇ ઘટના બનવાની હશે કે જેનાથી મારૂં આખું જીવન બદલાઈ જશે?
જાણવા માટે આગળ વાંચો..

હું ,મારી બહેન અને મારી બહેનની ફ્રેન્ડ વૈશાલી હોસ્ટેલ માં રહીને અભ્યાસ કરતા હતા.મારી હોસ્ટેલ મારી સ્કૂલ ની સાથે એક જ કેમ્પસ માં હતી અને મારી બહેન ની હોસ્ટેલ સ્કૂલ થી થોડી દૂર હતી પણ અમારી કૅન્ટીન સ્કૂલ માં હતી એટલે હું મારી બહેન ને ત્યારે જ મળી શકતો જયારે તે સાંજે જમવા માટે આવતી.કેમ કે અમારા કલાસ પણ અલગ હતા.મેં 'એ' ગ્રુપ રાખેલું જયારે મારી બહેન અને વૈશાલી એ 'બી' ગ્રુપ રાખ્યું હતું.


હું ૧૧ માં હતો ત્યારે મારા કલાસ માં ફક્ત બે જ છોકરીઓ હતી ભૂમિ અને રિધ્ધિ. મેં શરૂઆત માં એમના તરફ ધ્યાન આપ્યું નહિ.કારણ કે મારે ફક્ત મારા અભ્યાસ તરફ જ ધ્યાન આપવાનું હતું .દિવાળી વેકેશન પૂરું થયા પછી હું હોસ્ટેલ માં પાછો ગયો.મારો અભ્યાસ ફરીથી શરૂ કર્યો.ત્યારે એક દિવસે રાતે મારા બધા મિત્રો સુઈ રહ્યા હતા અને હું મારુ હોમવર્ક કરી રહ્યો હતો ત્યારે અચાનક એક વિસ્ફોટ નો અવાજ સંભળાયો. એ અવાજ સાંભળી ને હું એકલો બહાર ગયો કેમ કે મેં મારા મિત્રો ને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ તે બધા ગાઢ નિંદ્રા માં હતા.મેં બહાર નીકળી ને જોયું તો બહાર એક ઉલ્કા જેવી કોઈ વસ્તુ પડેલી હતી.પણ તેની આસપાસ કોઈ પણ ન હતું.અને તે ઉલ્કા જ્યાં પડેલી હતી ત્યાં કોઈ ખાડો પણ પડેલો ન હતો.મેં થોડો સમય તેને જોવામાં જ પસાર કર્યો.

પછી હું તેની નજીક ગયો એટલે તરત તે ઉલ્કા માં અચાનક હલનચલન થવા લાગ્યું.બીજી જ ક્ષણે તેના બે ભાગ થઇ ગયા અને તેમાંથી એક માનવ આકૃતિ જેવો પ્રકાશ પુંજ બહાર આવ્યો અને મારી તરફ આવવા લાગ્યો એટલે હું ગભરાઈ ને ભાગવા લાગ્યો પણ તે પ્રકાશ પુંજ મારી તરફ ઝડપ થી આવ્યો અને એટલે મેં તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું એને સ્પર્ષ ના કરી શક્યો અને એ પ્રકાશ મારી અંદર સમાઈ ગયો.પછી મને ચક્કર આવી ગયા પણ હું જયારે જાગ્યો ત્યારે હું મારા રૂમ માં મારા બેડ પર હતો અને મારા બધા મિત્રો સુઈ રહ્યા હતા પછી મેં ઘડિયાળ તરફ જોયું તો તેમાં ૧:૪૫ am નો સમય થયો હતો.

હવે મને ખાતરી થઇ કે હું સપનું જોતો હતો.રૂમ માં ૨ પંખા પુરી ગતિથી ફરી રહ્યા હતા છતાં મારા આખા શરીરે પસીનો થઇ ગયો હતો એટલે હું ઉભો થઈને વૉશ બેસીન તરફ ગયો મોં ધોવા માટે ત્યારે મેં એક બારી માંથી જોયું તો બહાર મેદાન પર સાચે જ એક પથ્થર પડેલો હતો ત્યારે મને લાગ્યું કે મેં જે જોયું તે સત્ય હતું.હું ઝડપ થી પાછો આવીને સુઈ ગયો ત્યારે મને મારા મન માં એક અવાજ સંભળાયો જાણે મને કોઈ વાત કરી રહ્યું હતું
મને સંભળાયું કે હું માનવ- ઉત્ક્રાતિ નું પ્રથમ ચરણ છું મારું મગજ હવે પહેલા થી વધું ઝડપ થી કામ કરશે.અને મારે આ મગજ ના સહારે સમગ્ર માનવ જાતિ આગળ ના યુગ માં જવા માટે તૈયાર કરવાની છે.

આટલું સંભાળી ને હું સુઈ ગયો.


હું સવારે વહેલા જાગીને તૈયાર થઈ ગયો અને મારું બાકીનું લેસન પૂરું કરવામાં લાગી ગયો.લગભગ એક કલાક પછી 5:30 નો સમય થયો એટલે મેં દેવેન્દ્ર અને નિલેશ ને જગાડ્યા.તે બે જણ નહાવા ગયા પછી રૂમનો દરવાજો બંધ કરીને હું વાંચવા માટે બેસી ગયો.

આજે થી સ્કૂલ માં પૂરક પરીક્ષા ની તૈયારી શરૂ કરવાની હતી. એટલે હું સ્કૂલ માં જતાં પહેલાં શક્ય એટલું વધારે વાંચી ને જવા માંગતો હતો.મેં વાંચવા નું શરૂ કર્યું અને અડધો કલાક પછી દેવેન્દ્ર અને નિલેશ બે જણ પાછા આવ્યા ત્યાર બાદ તે બંને તૈયાર થયા ત્યાં સુધી માં નાસ્તા નો સમય થઈ ગયો.

એટલે હું મારી રમ ના સામે વાળા રૃમ માં રવિ,ભૂમિલ ને બોલાવવા માટે ગયો. પછી તે બંને તૈયાર થઈ ગયા એટલે અમે બધા સાથે નાસ્તો કરવા માટે ગયા.અમારે પાછા ફરતા અડધો કલાક થઈ ગયો ત્યાં સુધી માં સ્કૂલ માં જવાનો સમય થઈ ગયો હતો.

એટલે અમે બધા જલ્દી થી સ્કૂલ બેગ તૈયાર કરી ને ઝડપથી સ્કૂલ માં પહોંચી ગયા ત્યારે 7 વાગ્યા હતા. થોડી વાર માં બધા વિદ્યાર્થીઓ આવી ગયા એટલે પ્રાર્થના  શરૂ થઈ. થોડી વાર પછી જ્યારે પ્રાર્થના પૂર્ણ થઈ એટલે અમારા ક્લાસ ટીચર આવ્યા અને તેમણે બધા વિદ્યાર્થીઓ ની હાજરી લીધી.

ત્યાર બાદ મારા કલાસરૂમ માં કેમેસ્ટ્રી નો લેક્ચર શરૂ થયો.આજે સર નવું પ્રકરણ શરૂ કરવા ના હતા પછી જ્યારે એ નવું પ્રકરણ અડધું થયું એટલે ટીચરે એ પ્રકરણ ના ભણાવેલ ભાગ માં થી સવાલ પૂછવા લાગ્યા એ સમયે અચાનક જ 3 જા સવાલ પૂછ્યો ત્યારે મેં એ સવાલ નો જવાબ આપવા માટે હાથ ઊંચો કર્યો.

મને ખુદ ને એમ લાગ્યું કે આ સવાલ નો જવાબ હું નહી આપી શકું પણ જ્યારે ટીચરે મને જવાબ આપવા કહ્યું ત્યારે મેં જે જવાબ આપ્યો તે સાચો હતો એટલે ટીચરે મને બેસાડી દીધો. હવે મને પોતાના પર વિશ્વાસ થતો ન હતો.
અને હવે મારી સાથે આગળ શું થવાનું હતું તેનો
હું અંદાજ પણ લગાવી શકતો નહોતો?

મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે મને મારા  whatsapp નંબર 8238869544 પર ચોક્કસ જણાવશો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED