my dream reality 2 books and stories free download online pdf in Gujarati

મારા સપનાની હકિકત - ભાગ - 2

અત્યારે હું ખુશ હતો અને થોડો મુંઝવણમાં પણ હતો. મારી શું થઈ રહ્યું છે તે હું સમજી શક્યો ન હતો પણ હવે મેં આગળ વધવા નું નકકી કરી લીધું હતું.
મેં મારી આ માનસિક ક્ષમતા નો મારા માટે અને સારા કામ કરવા માટે જ ઉપયોગ કરવા નું નકકી કરી ને હું આગળ વધ્યો અને બધા સેમિસ્ટર સારા માર્ક્સ થી પાસ કર્યા.
પછી હું JEE Main પરીક્ષા ની તૈયારી કરવા લાગ્યો.આ વાંચીને તમને કદાચ પ્રશ્ન થાય કે જો મગજ સંપૂર્ણ કાર્ય ક્ષમતા નો ઉપયોગ કરી ને કોઇ પણ પ્રશ્ન નો જવાબ આપી શકાતો હોય તો તૈયારી કરવા ની શું જરૂર?
પણ પરીક્ષા ગમે તેવી હોય તેમાં તૈયારી રાખવી જ પડે ભલે ઓછી તૈયારી કરી ને પરીક્ષા પાસ કરી લેવાય તેમ આ પરીક્ષા માં પણ થોડી તૈયારી ની જરૂર હતી. મારી બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ અને JEE Main ની પરીક્ષા એપ્રિલ મહિના માં આપી અને આ પરીક્ષા નું પરિણામ બોર્ડની પરીક્ષા ના પરિણામ સાથે જ આવી ગયું.

JEE Main નું પરિણામ મારા ધાર્યા મુંજબ નું આવ્યું આ પરીક્ષા માં મારા 360 માર્ક્સ માંથી 210 માર્ક્સ આવ્યા હતાં અને બોર્ડની પરીક્ષા માં 92 ℅ આવ્યા હતા. તેથી આગળ ની સ્ટડી માટે મેં એન્જિનિયરિંગ અને બેચલર ઓફ સાયન્સ માં એડમિશન માટે ફોર્મ ભર્યું.

ભવન્સ કોલેજ ડાકોર માં મને બેચલર ઓફ સાયન્સ માં એડમિશન મળ્યું અને ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ગોધરા માં મિકેનિકલ એન્જીનીયરીંગ માં એડમિશન મળી ગયું.

આ દરમિયાન મારી બહેન અને તેની મિત્ર વૈશાલી ને પણ બેચલર ઓફ સાયન્સ માં એડમિશન લેવાનું હતું તેથી અમે પહેલાં આણંદ માં વિદ્યાનગર ની કોલેજ માં પ્રયત્ન કર્યો પણ ત્યાં ફકત વૈશાલી એકલું જ એડમિશન મળ્યું.

તેથી મારી બહેન ને ગુજરાત યુનિવર્સિટી ની પેટલાદ ખાતે ની કોલેજ માં એડમિશન મળ્યું. મારી બહેન નું નામ અર્ચના છે.અર્ચના એ બેચલર ઓફ સાયન્સ માં માઇક્રોબાયોલોજી નો વિષય પસંદ કર્યો.

જ્યારે મેં ભૌતિકવિજ્ઞાન પર B.Sc. કરવા નું નક્કી કર્યું હતું. મેં જ્યાર થી કોલેજ શરું કરી ત્યાર થી હું અને સત્યજીત એક પ્રોજેક્ટ પર કામ કરતા હતા.મારી કોલેજ શરૂ થયા પછી બે વર્ષ પસાર થઇ ગયા ત્યારે મારો પ્રોજેક્ટ પૂર્ણ થયો.

આ પ્રોજેક્ટ એ એક હાઈબરનેશન પૉડ અને એક પોર્ટલ ઓફ રિયાલિટી બ્રેઇન હતા.આ મશીન નો જે પણ માણસ પર પ્રયોગ કરવામાં આવશે તે માણસ નું શરીર ગાઢ ઊંઘ માં જતું રહે અને તેનુ મગજ બીજા બ્રહ્માંડમાં જુદી વાસ્તવિકતા એટલે કે અલગ હકીકત ધરાવતી પૃથ્વી પર જતું રહેશે.

એક રીતે આ મારો ડ્રિમ પ્રોજેક્ટ હતો હું પહેલાં થી અલગ અલગ વાસ્તવિકતા ઓ માં જીવન જીવવા માંગતો હતો.તેથી જ મેં આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો .

આ પૂરો થયો ત્યારે મેં તરત જ એ મશીન મારી ઉપર પ્રયોગ કર્યો.હું હાઈબરનેશન પૉડ માં સૂઇ ગયો અને સત્યજિત મશીન ને શરૂ કર્યું. પહેલાં મને ચક્કર આવવા લાગ્યા.

પછી અચાનક એક જોરદાર ઝાટકો લાગ્યો અને પછી હું થોડા સમય સુધી બેભાન રહ્યો પણ પછી જયારે હૂં પાછો જાગ્યો ત્યારે હું મારી પ્રયોગશાળા માં નહોતો પણ કોઈ વિશાળ બેડરૂમ માં હતો.

હું બેડ પાર થી ઉભો થઇ ને રુમ ની બારીમાંથી બહાર નું દ્રશ્ય જોયું તો બહાર બધી બાજુ ઊંચી બિલ્ડીંગ દેખાતી હતી તેના પર થી મને ખ્યાલ આવ્યો કે હું કોઈ બિલ્ડિંગ ના ટૉપ ફ્લોર પર હતો.

પછી હું દરવાજો ખોલીને બહાર નીકળ્યો ત્યાં જ વિજય સામે થી દોડતો આવતો હતો. વિજય એ મારા બધા બેસ્ટ ફ્રેન્ડ માંથી એક હતો પણ તેને અહીં જોઈ ને મને આશ્ચર્ય થયું. 

તેણે મને કહ્યું કે હું થોડી ધીરજ રાખું કોઈ પણ જાત ની ઉતાવળ ના કરું.

મને ખબર ન પડી કે વિજય શું કહેવા માગે છે. એટલે મેં વિજય ને પૂછ્યું કે તે શેના વિશે વાત કરી રહ્યો છે ત્યારે વિજય મને થોડી વાર સ્તબ્ધ થઈ ને જોઈ રહ્યો પછી તે મને MRI મશીન જેવા લાગતા એક મશીન પાસે લઈ ગયો.
પછી ડોક્ટર ના નામ ની બુમ પાડી ત્યારે મોડાસા મારી સાથે ભણતો અમન આવ્યો ત્યારે મને વધારે ઝાટકો લાગ્યો. અમન આવ્યો એટલે વિજયે તેને કહ્યું હું બધું ભૂલી ગયો છું અને અમન એ કોઇ પણ રીતે મારી યાદ શક્તિ પાછી લાવવા ની છે.
એટલે અમન અને વિજયે મને તે MRI જેવા મશીન માં સુવડાવ્યો પછી અમન મને કહેવા આવ્યો કે તે મારા મગજ નું સ્કેનિગ કરશે અને જો હું બધું ભૂલી ગયો હોઈશ તો તેઓ મારી યાદો ને ફરી થી મારા મગજ માં રોપી દેશે.

પછી તેણે મને પોતાના મગજ ને શાંત રાખવા માટે કહ્યું અને વિજયે મશીન શરૂ કર્યું એટલે મેં આંખો બંધ કરી દીધી. થોડી વાર પછી મારી આગળ એક દ્રશ્ય બનવા લાગ્યું.

એ દ્રશ્ય ઝડપથી બદલાવા લાગ્યું અને બીજા દ્રશ્યો દેખાવા લાગ્યા લગભગ દસ મિનિટ પછી મશીન બંધ થઈ ગયું અને હું જે ચેમ્બર માં હતો તે ચેમ્બર મશીન ની બહાર આવી ગઈ એટલે મેં ઉભા થવા નો પ્રયત્ન કર્યો પણ મારા થી ઉઠાયુ નહીં એટલે વિજય અને અમને મને મારી પાસે આવી મને ઉભા થવા માં મદદ કરી.

પછી મેં અમન ને પુછયું કે મને શું થયું હતું ત્યારે અમને વિજય સામે જોયું એટલે વિજયે મને જણાવ્યું કોઈ કારણસર મારી યાદ શક્તિ જતી રહી હતી પણ હવે મને બધું યાદ આવી ગયું હશે ને.

એટલે મેં કહ્યું કે હા હવે મને બધું યાદ આવી ગયું છે અને હવે હું મારા રસ્તા પર જે કોઈ આવાનો પ્રયત્ન કરશે એને માફ નહીં કરું.

મારી વાત સાંભળી ને વિજય મારી પાસે આવ્યો અને મને કહ્યું હું ફરી એકવાર યાદ કરી લવ કે હું કોણ છું?

મેં વિજય ને કહ્યું કે હું એક વિષ્ણુભક્તવિષ્ણુભક્ત , પૃથ્વી નો એક રક્ષક , આર્યવર્ત નો રાજા, કલિયુગ નો પ્રભાવ નો અવરોધક યોદ્ધા આર્યવર્ધન છું.

કલિયુગ ને તેનો પ્રભાવ ફેલાવતા અટકાવવા માટે હું એકલો યોધ્ધા નથી પણ મારી પાસે એક આખી સેના છે અને હું તે સેના નો સેનાપતિ છું. મારી આ સેના ની અલગ અલગ જુથ માં વહેંચણી થયેલી છે.તેમાં નવ સ્ત્રી વિરાગનાં ઓ નું નેતૃત્વ અર્ચના એટલે કે મારી બહેન પાસે હતું.આ નવ સ્ત્રી ઓ આદ્યશક્તિ ની ભક્ત હતી.તેથી તેમના જૂથ નું નામ નવદુર્ગા હતું

બીજું એક જૂથ દસ પુરુષ યોદ્ધા ઓ નું હતું તેનું નેતૃત્વ મારી પાસે હતું.હું વિષ્ણુભક્ત હતો તેથી મારા જૂથ નું નામ દશાવતાર હતું.

મારી પત્ની રિધ્ધી જ્યારે ગર્ભવતી થઈ ત્યારે ત્યારે મારા ગુરુ વિધાધર એ મારી બહેન, રિધ્ધી અને મને જણાવ્યું કે મારું અને રિધ્ધી નું આવનાર બાળક કદાચ મારા અને રિધ્ધી ના મૃત્યુ નું કારણ બની શકે છે.

એટલે અર્ચના એ રિધ્ધી ને અબોર્શન માટે સમજવી અને રિધ્ધી તૈયાર પણ થઈ ગઈ. પરંતુ મેં રિધ્ધી ને અબોર્શન કરાવવા ની ના પાડી દીધી કારણ કે આપણે ફક્ત એક શક્યતા ના આધારે કોઈ નો જીવ ના લઈ શકીએ અને રહી વાત મૃત્યુ ની તો તે આજે નહીં થાય તો કાલે થશે.

અર્ચના મારી વાત સાંભળી ને ગુસ્સે થઈ ને બોલી કે તું મારો નાનો ભાઈ છે અને તારું રક્ષણ કરવું એ મારી ફરજ છે.અને પછી એ ત્યાં થી જવા લાગી એટલે મેં પણ મારી બહેન ને કહ્યું કે મારી પત્ની અને મારા બાળકો ની રક્ષા કરવી એ મારી ફરજ છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED