કેદી નંબર- ૧૨૧ (ભાગ- ૨) Alkesh Chavda Anurag દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેદી નંબર- ૧૨૧ (ભાગ- ૨)

@@@  કેદી નંબર ૧૨૧.    (ભાગ-૨)

(ક્રમશઃ   ચાલુ...)

આજે આશુતોષનો જેલવાસ પૂરો થવાનો હતો. આજે એની દસ વર્ષની સજા પુરી થવાની હતી. આજે ત્રેવીસ વર્ષની સાવ નાની ઉંમરમાં એક એવા ગુનાની સજા ભોગવનાર આશુતોષ કે જે એને કર્યોજ ન હતો આજે તેત્રીસ વર્ષનો એક સામાન્ય નાગરિક બની સમાજ વચ્ચે આવી રાહયો હતો. આજે કેદી નંબર ૧૨૧ નું લેબલ દૂર થઈ માત્ર આશુતોષ બની એ જેલની કાળકોટડી માંથી બહાર આવવાનો હતો... આશુતોષ સામે હવે આખી જિંદગી પડી હતી. એને જીવનમાં ઘણું બધું ખોયું હતું. એમ કહો કે એની પાસે કશુંજ ન હતું. મા તો નાનપણમાંજ ગુમાવી દીધી હતી પિતા પણ યુવાનીમાં ગુમાવ્યા. એની પાસે જેલની બહાર આવી રાજી થવા જેવું અને સૌથી સંતોષકારક કોઈ વસ્તુ બની હોય તો એ હતી કે આશુતોષ ને સાનવી જેવી સમજદાર,લાગણીશીલ અને શુસીલ કન્યાનો સાથ મળવાનો હતો. પોતાના જેલવાસ દરમિયાન જ્યારે સાનવી એ આશુતોષને એમ કહ્યું હતું કે... "હું તમારી રાહ જોઇશ..."  સાનવી ના એ શબ્દો એ આશુતોષની શિથિલ થતી લાગણીઓ ,ઉત્સાહ અને જીવનરસ માં નવી ચેતનાનું કામ કર્યું હતું.

જેલવાસ સમાપ્તિની આગળની રાત્રે આશુતોષ આખી રાત સૂતો ન હતો. જેલર સાહેબની પરવાનગી લઈ એ જેલના બધાજ કેદી ઓને પ્રેમથી મળ્યો હતો અને પોતાના જેલવાસ દરમિયાનના પ્રસંગોને વાગોળ્યા હતા. આખી રાત એ ખોવાયેલો હતો સાનવી ના વિચારોમાં અને આકાશ તરફ જોઈ વારંવાર ભગવાનને કહેતો હતો... "વાહ,પ્રભુ. તે મારા જીવનની વાર્તા પણ ખૂબ રોચકતાથી લખી છે હો. બધું છીનવાઈ ગયા પછી પણ તું સાનવી ના રૂપમાં આવ્યો અને મારી બુઝતી આશાઓમાં પ્રાણ પૂર્યા. મારા હવે પછીના જીવનસફરમાં પ્રભુ સદા મારી સાથે રહેજે..."  તો આ તરફ પોતાના બેડરૂમની બારીમાંથી જેલ તરફ જતા રસ્તા પર એકીટશે જોઈ રહેલી સાનવી ની આંખોમાં પણ આજે ગજબની ચમક હતી. માથા પર બિંદી, ખુલ્લા વાળ અને સફેદ ડ્રેસમાં સજ્જ સાનવી રાહ જોઈ રહી હતી સૂર્યોદયની ,રાહ જોઈ હતી પોતાના અને આશુતોષના જીવનઉદયની, રાહ જોઈ રહી હતી વર્ષો સુધી પોતાની આંખે જોયેલા પોતાના ભાવિ જીવનના સુંદર સ્વપ્નો પૂર્ણ કરવાના પ્રથમ ચરણની...  વારંવાર સાનવી એ વિચાર કરતી કે કાલે સવારે પોતે જેલની બહાર જેલના દરવાજા માંથી કેદી માંથી આશુતોષ બની બહાર આવતા પોતાના પ્રિયતમને આવકારવા જશે ત્યારે પોતાની લાગણીઓને એ કઈ રીતે કાબુમાં રાખી શકશે...??? આશુતોષ શુ કહેશે...? પોતે શુ કહેશે...?  આશુતોષની પત્ની બનવાની વાતની એને ચિંતા ન હતી કારણ પોતાના પિતાજીને આ નિર્ણય એણે ક્યારનોય કહી દીધો હતો... અને સાનવી ના પિતાજીએ પણ દીકરીને મંજૂરી આપી  દીધી હતી... રાત વિતતી જાય છે. પસાર થતી એક એક ક્ષણ બંને માટે જાણે વર્ષો સમાન હતી. હવે બંનેને ઇન્તજાર હતો માત્ર સવારનો કે જ્યારે થવાનું હતું મિલન આશુતોષ જેવા આશાસ્પદ યુવાન અને સાનવી જેવી હીરાને પારખનાર શુસીલ યુવતીનું...

જેલનો એ તોતિંગ દરવાજો ખુલ્યો અને ખુલ્લા આકાશ નીચે આશુતોષે દસ વર્ષે ધરતી પર પગ મૂક્યો... એની નજર સામે ગઈ અને સામે ઉભી હતી સફેદ ડ્રેસમાં સજ્જ એવી સૌન્દર્યવાન અને ભાવિ જીવનની આશા સમ એની સાનવી... એકબીજાને જોઈ બન્નેના હૃદયમાં લાગણીનો એક મહાસાગર ઉમટવા લાગ્યો. કેટલોય સમય બન્ને એકબીજાને જોઇજ રહ્યા. સાનવી આશુતોષના રૂપમાં જાણે સ્વયં શંકરના દર્શન કરી રહી હતી તો આશુતોષ જાણે સાનવી ના રૂપમાં પોતાની જીવાદોરીના દર્શન કરી રહ્યો હતો... મધુર ત્રાટક પૂરું થતા સાનવી આશુતોષની પાસે આવી અને ભેટી પડી એને જાણે પૂર્વજન્મ ની મિલન કથા આ જન્મમાં પૂર્ણ થવાની હતી...

"સાનવી , આજે મારી પાસે કઈ નથી.હું સાવ ખાલી હાથે છું. છતાં તે મારી રાહ જોઈ અને મને પસંદ કર્યો. એવી તો આપણી ક્યાં જન્મની સગાઈ છે કે આ જન્મે આપણું મિલન થયું..." આશુતોષના આટલા પ્રેમાલાપ નો જવાબ આપતા સાનવી એ જણાવ્યું કે... "આશુતોષ, તમારા હાથ ભલે ખાલી છે, પણ તમારા હૃદયમાં સારપ ની જે સંપત્તિ છે જે કદાચ બઉ થોડા લોકો પાસે હશે. એ સંપત્તિ ભરેલ હૃદયમાં મને સ્થાન મળ્યું તો હું ભાગ્યશાળી છું... માનવતાની કાબેલિયત માં તમે સૌથી ટોચ પર છો... અને મને તમે તમારે લાયક સમજી એનો બદલો હું તમને અઢળક પ્રેમ અને સાથ આપી ને પણ નહીં ચૂકવી શકું..."  આજ કદાચ પ્રભુ ને પણ આ દ્રશ્ય જોઈ રામ સીતા મિલનની યાદ તાજી થઈ ગઈ હશે... આશુતોષ અને સાનવી ત્યાંથી સીધાંજ પોતાના પિતા પાસે ગયા. સાનવી ના પિતાજીએ પણ આશુતોષનું ખૂબ ભાવભીનું સ્વાગત કર્યું... રાત્રીના ભોજન બાદ આશુતોષ, સાનવી અને એના પિતા આગાસીમાં બેઠા હતા અને સાનવી ના પિતાજીએ આશુતોષ ને કહ્યું... "આશુતોષ, હવે તારા ભાવિ જીવનની જવાબદારી મારી છે. હું ઈચ્છું છું કે તારું કેરિયર તું પોલિટિક્સમાં શરૂ કર. મારી પાર્ટીમાં મારું સ્થાન ગૃહમંત્રી તરીકે બીજા નંબરે છે જેથી તને આ કેરિયરમાં કોઈ તકલીફ નઈ પડે. આગામી ચૂંટણીઓમાં તને ધારાસભ્યની ટીકીટ મળીજ જશે... શુ કહે છે બેટા, સાનવી. બરાબર ને..."  અને સાનવી એ પણ કહ્યું... "પપ્પા, આશુતોષનો જે નિર્ણય હશે એમાં જ મારી સંમતિ..." ગૃહમંત્રી અને હવે તો પોતાના થનાર ભાવિ સસરા ની આવી વાત અને ઓફરની આશુતોષે તો કલ્પના પણ કરી ન હતી. આ વિશે ની એની કોઈ ન હતી અપેક્ષા કે ઈચ્છા. આશુતોષે જણાવ્યું... "આપની આ ઓફર અને લાગણી બદલ આભાર. સાહેબ હું મારું ભાવિ મારી જાતે બનાવવા માંગુ છું. મારે પોલિટિક્સમાં આવવું નથી... " આશુતોષ ના આ નિર્ણય થી સાનવી ના પિતાજી ને જાણે પોતાના અપમાન જેવું લાગ્યું અને ગુસ્સાથી એ બોલ્યા..."આશુતોષ, લોકો આજે ટીકીટ મેળવવા બધું કરી છૂટે છે અને સામે ચાલીને હું તને આ ઓફર આપી રહ્યો છું છતાં તું વિચાર્યા વિના ના કહે છે. અને તું જાતે તારું કેરિયર બનાવવા માંગે છે પણ તું જાણતો નથી કે એ બોલવું સહેલું છે પણ જ્યારે પરિસ્થિતિ સામે આવે ત્યારે ખબર પડે કે કેરિયર કેમ બને છે... કેટલો સંઘર્ષ કેટલી મહેનત કરવી પડે છે અને તોય સફળ થવા સે કે નહીં એની કોઈ ગેરંટી નહિ..." અને આશુતોષે પણ એમનીજ ભાષામાં ઉત્તર આપ્યો... "સંઘર્ષ મારા જીવનનો પર્યાય છે સાહેબ, હું મહેનત કરીશ અને સફળ થઈશ." અને સાનવી તરફ જોઈ એમ પણ બોલ્યો... "મને જીવનમાં ચાહવાવાળા નો સાથ છે તો ગમે તે પરિસ્થિતિ સામે હું લડી લઈશ..."

આશુતોષની આવી વાત સાંભળી સાનવી ના પિતા શ્રી જય મહેતા ને પોતાના મનમાં ગોઠવેલી દીકરીના ભવિષ્ય વિશેની બાજી ઊંઘી પડતી લાગી. પરંતુ અનુભવી અને પીઢ રાજકારણી એવા જય મહેતા એ દીકરી કે પોતાના ભાવિ જમાઈને આ વાત કળાવા દીધી નહિ. એમને મનમાં વિચાર્યું કે "આશુતોષ લગ્ન બાદ જવાબદારીનું ભાન થતા ચોક્કસથી એ પોતાની વાત માની લેશે..."  એ દિવસની રાત્રીની મિટિંગમાં જય મહેતા એ આશુતોષ અને સાનવી ના લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી અને દસ દિવસ પછી બન્નેના લગ્ન પણ થઈ ગયા. સ્વમાની અને પોતાના આપબલથી આગળ વધવા માંગતા આશુતોષે કરોડપતિ સસરા દ્વારા ભેટમાં અપાતા વૈભવી બાંગલામાં રહેવાને બદલે પોતાની અર્ધાગીની સાનવી સાથે ભાડાના એક નાનકડા મકાનમાં રહેવાનું પસંદ કર્યું. અને શરૂ થયો આશુતોષ અને સાનવી નો સુખી સંસાર. ઘર નાનું હતું પણ એકમેકના પ્રેમ અને સ્નેહની હૂંફ ની સંપત્તિ ભારોભાર એમની પાસે હતી. એકમેકના પ્રેમે સાચા અર્થમાં એ મકાનને 'ઘર' બનાવ્યું હતું. સમજદાર અને પતિના પગલે પડછાયાની જેમ ચાલનાર સાનવી ભલે લાડકોડમાં ઉછરી હતી પણ એનામાં એટલા સંસ્કાર તો હતાજ કે એ પોતાના પતિનું બળ થઈને આશુતોષ ને અનુકૂળ થઈ રહેવા લાગી...

ચિંતાનશીલ, સદા સત્ય ને પ્યાર કરનાર અને દરેક ઘટનાને લાગણી અને એમાં સુ સારપ છે એ જોવાની દ્રષ્ટિ રાખનાર આશુતોષના જીવનના બેજ લક્ષયો હતા. એક પોતાની પ્રિયે સાનવી ને અઢળક પ્રેમ આપવો અને બીજું ભારતીય રાજકારણની સત્યતા સામાન્ય જનતા સુધી પહોંચાડવી. એના બંને ઈરાદા નેક હતા. આશુતોષ ને એક ખ્યાતનામ ન્યૂઝ ચેનલમાં રિપોર્ટરની નોકરી મળી ગઈ.આશુતોષ ને મહિને પગારમાં દસ હજાર રૂપિયા મળતા.ટૂંકા પગારમાં પણ આશુતોષ અને સાનવી ખૂબ ખુશ હતા. આશુતોષની કામ પ્રત્યેની નિષ્ઠા અને મહેનત રંગ લાવતી ગઈ અને કંપનીમાં એનું પ્રમોશન થતું ગયું. સમય વીતતા એ એક સામાન્ય રિપોર્ટર માંથી હવે મુખ્ય એડિટર ની મહત્વની પોસ્ટ પર આવી ગયો. આ તરફ સાનવી ના પિતા અને ગૃહપ્રધાન જય મહેતા પણ પોતાની પાર્ટીમાં એક કદાવર નેતા હતાજ એમ એમનું પણ કદ ખૂબ વધી ગયું હતું અને લગભગ ત્રણ ટર્મથી એ હાલ પણ ગૃહપ્રધાન ના મહત્વના પદ પર હતા...

ત્રણ માસ પહેલા એક ઘટના બને છે.આશુતોષ જે ન્યૂઝ કંપનીમાં મુખ્ય એડીટર હતો એના કાને ચાલુ સરકારના ગૃહખાતા માં ભ્રષ્ટાચારની વાત આવે છે. એને તો એટલે સુધી માહિતી મળી કે રાજ્યના ગૃહપ્રધાન જય મહેતા પણ ખુદ ભ્રષ્ટાચાર ના મુખ્ય કિરદારમાં હતા. પોતાના સગા સસરા અને જેમના કારણે એની વ્હાલી સાનવી પોતાને મળી હતી અને બહારથી સજ્જન લાગતો વ્યક્તિ ભ્રષ્ટાચાર માં લિપ્ત છે એ વાત આશુતોષ ને માન્યામાં આવતી ન હતી.એના સામે ખૂબ મોટું ધર્મસંકટ હતું. એને સૂઝતું ન હતું કે આ કેસની તપાસની જડ સુધી જવું કે ન જવું. જો એ સસરા નો પક્ષ લે તો એનો સત્ય નિષ્ઠાનો સિદ્ધાંત છૂટતો હતો અને જો સત્યની પડખે ઉભો રહે તો એ વ્યક્તિ છૂટતો હતો જેના કારણે એના જીવનમાં મધુરપ આવી હતી.પોતાની ઓફિસમાં બેઠા બેઠા લગભગ આખો દિવસ આશુતોષ આ ગડમથલ માં હતો.એને સાનવી તરફથી પણ ચિંતા હતી કે... "જો એ સાનવી ના પિતાનો ભ્રષ્ટાચારનો આરોપ ખુલ્લો પાડે તો સાનવી એના વિશે શું વિચારે...!!!"  અને અંતે પોતાના મૃત પિતાના શબ્દો એને યાદ આવી ગયા અને સત્યને ઉજાગર કરવાનો મહત્વનો નિર્ણય એને લીધો. હવે પોતાનો નિર્ણય સાનવી ને જણાવવાનો બાકી હતો.

સાંજે ઘેર આવી ધડકતા હૃદયે અને ચિંતાગ્રસ્ત અવાજે આખી વાત અને પોતાનો નિર્ણય એને સાનવી ને જણાવી દીધો. ત્યારે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના સાનવી તરફથી જે પ્રત્યુતર મળ્યો એ સાંભળીને થાય કે સાચા અર્થમાં સાનવી એ આશુતોષ ની ઉમિયા હતી... પતિના પગલે અને સત્યના માર્ગ પર ચાલવાનો નિર્ણય કરનાર આશુતોષ ની સાચા અર્થમાં અર્ધાંગિની હતી. સાનવી એ કહ્યું..." આશુતોષ, તમારે મારા પિતાની તપાસમાં આટલું બધું ચિંતાગ્રસ્ત થવું પડ્યું...!!! તમે એમ કેમ વિચારી લીધું કે મારો નિર્ણય તમારાથી અલગ હશે... મેં માત્ર દુનિયાને દેખાડવા માટે તમારી રાહ નહોતી જોઈ... કે તમારી પત્ની નથી બની. પણ તમારા દરેક નિર્ણયમાં મારી સંમતીની તમારે જરૂરજ નથી. મને તમારી પર એટલો તો વિશ્વાસ છે જ કે તમારો નિર્ણય સત્યની સમીપનોજ હશે..."   સાનવી ની વાત સાંભળી આશુતોષે પોતાની બાહુપાશ માં પ્રેમના રંગે સાનવી ને જકડી લીધી. અને લાગણી ના રણકાર સાથે માત્ર એટલુંજ બોલી શક્યો..." સાનવી, ખરેખર તું મહાન છે... તને પામીને ખરેખર હું પૂર્ણ બન્યો છું..."

સાનવી નો પણ સાથ મળતા આશુતોષે ગૃહખાતાની રજે રજ ની માહિતી મેળવવી શરૂ કરી અને લગભગ દસેક દિવસના અંતે એટલી માહિતી એકઠી કરી લીધી કે જેમાં દૂધનું દૂધ અને પાણી નું પાણી થઈ ગયું. રિપોર્ટ માં સ્પષ્ટ જણાઈ આવતું હતું કે ગૃહખાતાના ભ્રષ્ટાચાર ની વાત એકદમ સાચી છે અને એમાં મુખ્ય રોલ ખુદ એના સસરા જય મહેતા નો છે. હવે આ આખો રિપોર્ટ ટીવી પર પ્રસારિત થાય એટલીજ વાર હતી. પોતાના ઘેર રાત્રે સમાચાર જોવા જય મહેતા એ જેવું ટીવી ચાલુ કર્યું કે ટીવી પર મુખ્ય એડિટર આશુતોષ નો રિપોર્ટ આવવો શરૂ થઈ ચૂક્યો હતો. જય મહેતા રિપોર્ટ જોઈ હક્કા બક્કા રહી ગયા. એમને પોતાને તો કોઈ નવાઈ ન હતી કારણ એ રિપોર્ટના દરેક પ્રસંગ થી પોતેતો પરિચિત હતા જ. પણ એમને આશ્ચર્ય એ વાત નું હતું કે આટલી ગુપ્ત માહિતી આશુતોષે મેળવી કઈ રીતે...!!!  એમના ગુસ્સાનો પાર ન રહ્યો કારણ ભ્રષ્ટાચારી તરીકે પોતાને ખુલ્લો પાડનાર વ્યક્તિ ખુદ એમનો જમાઈ હતો... રિપોર્ટ પ્રસારિત થયો અને સવાર પડતા તો હડકમ્પ મચી ગયો આખી સરકાર હચમચી ગઈ. વિરોધ પક્ષ ના દબાણ થી સી.બી.આઈ. ઇન્કવાયરી થઈ અને પાર્ટી તરફથી જય મહેતાનું ગૃહપ્રધાન તરીકેનું રાજીનામુ પણ લેવાઈ ગયું. આખો કેસ અરીસા જેવો સાફ હતો અને કોર્ટે જય મહેતા ને સજા સંભળાવી..."આજીવન કેદ..."  પોતાનું આટલી હદે નુકશાન કરનાર વ્યક્તિ આશુતોષ ને પીઢ રાજકારણી જય મહેતા એમ ને એમ છુટ્ટો મૂકી દેવા માંગતા ન હતા. એમને ગુપ્ત પણે આશુતોષ ના મોત ની સોપારી ગુંડાઓની એક ગેંગ ને સોંપી દીધી. તીવ્ર ગુસ્સાની આગમાં જય મહેતા એ પણ ભૂલી ગયા કે એમના આ કારતૂત થી પિતાની દીકરી સાનવી ના સુખી સંસાર અને રંગીન જિંદગીને પોતે અંધકાર માં ધકેલી રહ્યા છે... એ એ પણ ભૂલી ગયા કે આ આખા કેશ માં આશુતોષ ક્યાંય ખોટો હતો જ નહીં. એને તો માત્ર સત્ય ને લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું હતું...

આ બધી ઘટના ના ચોથા જ દિવસે આશુતોષ અને સાનવી પોતાના ઘેર વાતો કરી રહ્યા હતા ત્યાં અચાનક આશુતોષ પર અણધાર્યો હુમલો થયો. ફાયરિંગ થયું અને આશુતોષ ની કાયા ને ગોળીઓથી છલ્લી કરી દેવામાં આવી. ગોળીઓ વાગતા આશુતોષ જમીન પર ઢળી પડ્યો અને મૃત્યુની ગાઢ નિંદ્રામાં સદા માટે સુઈ ગયો... જીવતા સદા આશુતોષ ની પડખે રહેનાર સાનવી લોહીથી ખરડાયેલા આશુતોશ ના સબ ને જોઈ ન શકી. જીવનનો આ કારમો ઘા એ જીરવી ન શકી અને પરલોક માં પણ આશુતોષ ની સાથે રહેવા પોતે પણ આશુતોષ ની છાતી ના ડાબા પડખે પોતાનું મસ્તક મૂકી મૃત્યુની ગાઢ નિંદ્રા માં પોઢી ગઈ. આ તરફ જય મહેતા પણ 'આજીવન કેદ' ની સજા ભોગવવા ચાલ્યા ગયા જેલવાસ માં...

સત્યની સાથે ઉભા રહેવાની અને અસત્ય અનીતિ ને તાર તાર કરવાની વૃત્તિ અને  કર્મનું શુ આશુતોષ ને આ ઇનામ મળ્યું ગણાય કે સજા મળી...!!!    આશુતોષ ના મૃત્યુ નો બીજો પણ એક સંયોગ એ હતો કે જે દિવસે એનું મૃત્યુ થયું એ તારીખ હતી... "૧૨/૧"   એટલે કે  "૧૨૧" ...    કેદી નંબર. ૧૨૧ એ દિવસે જીવનની કેદ થી મુક્ત બની પરલોક પહોંચી ગયો...

લેખક:- અલ્કેશ ચાવડા 'અનુરાગ'    (શંખેશ્વર)